Book Title: Ashta Prakari Pujanu Varnan Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 8
________________ (૩) ભગવાનનું મંદિર, ઘર આદિ પાપ વ્યાપારથી છોડાવવામાં સહાયભૂત થતું હોવાથી મંદિરે જતાં કોઇપણ સંસારીક (સાવધ પ્રવૃત્તિ) ના કાર્યો સાથે લઇને જવું નહિ જેમકે દૂધની કોથળી લેવા માટે થેલી સાથે લાવવી, શાકની થેલી સાથે લાવવી ઇત્યાદિ કોઇ કામ લઇને મંદિરે જવાનું નહિ. (૪) સાવધ વ્યાપારની પ્રવૃત્તિઓનાં કામો સાથે લઇને નીકળતા ભગવાન પ્રત્યેના એમના ગુણો પ્રત્યેનાં વિચારો અંતરમાં રહેતા નથી. (૫) અંતરમાં ભગવાન પ્રત્યેના-ગુણોના વિચારો ન રહેવાથી મંદિરે જવાની પ્રવૃત્તિ સાવધ રૂપે બની જાય છે આથી જે લાભ મલવો જોઇએ તે મલતો નથી. (૬) આથી મંદિરે જવા નીકળતા મૌનપણે જવાનું અને ભગવાનના દર્શન કરીને જે ઉલ્લાસ પેદા થયો હોય તે ઉલ્લાસ સાથે મૌનપણે ઘરે આવવાનું. (૭) મંદિરેથી પાછા આવતા સાવધ પ્રવૃત્તિના વિચારો કરે-વચનો બોલે-પ્રવૃત્તિ કરતો કરતો ઘરે આવે તો ભગવાનની ભક્તિનું ફ્ળ નાશ પામે છે. (૮) કેટલો પુણ્યશાળી છું કે જેથી ભગવાનના દર્શને જતાં ઘર આદિ પ્રવૃત્તિ પાપ રૂપે ઓળખાય છે અને એ પાપપ્રવૃત્તિઓથી છૂટી જવાય એ ભાવના અંતરમાં પેદા થતી જાય છે. (૯) આથી ભગવાન પાસે-મંદિરે જતા-આવતા જેટલો વધારે સમય જાય તો એટલો કાળ પાપ વ્યાપારથી છૂટ્યો એનો આનંદ ટક્યો રહે. (૧૦) આ રીતે દર્શન-વંદન કરવાથી બાકીના સમયમાં ઘર-પેઢી આદિમાં રહેલો હોઉ છું એ સમય પાપરૂપ છે. એ પાપથી છૂટવાની ભાવના અંતરમાં રહ્યા કરે એનો આનંદ પેદા કરવામાં સહાયભૂત ક્યારે થાય એ ભાવનામાં રહેતો હોય. (૧૧) મંદિરમાં પ્રવેશ કરતા નિસીહી - ત્રણવાર બોલી પ્રવેશ કરવાનો. આનો અર્થ એ છે કે સંસારના સાવધ વ્યાપારના વિચારો-વચનો અને કાયાથી એની પ્રવૃત્તિ બહાર મૂકીને ભગવાનના દર્શને જાઉં છું. (૧૨) સાવધ વ્યાપારના વિચારો એટલે ઘર-પેઢો-કુટુંબ-પરિવાર-પૈસા ટકાના વિચારો સમજવા. (૧૩) એ વિચારો ભગવાન પાસે લઇને જતાં આશાતનાનો દોષ લાગે છે. (૧૪) આશાતના એટલે આ = ચારે બાજુથી શાતના = નાશ અથવા ત્યાગ. આત્માની ચારે બાજુથી જેનો ત્યાગ થાય તે આશાતના કહેવાય છે. આશાતનાથી ભગવાનની ભક્તિથી જ પુણ્ય બંધાય છે તે પુણ્યનો નાશ થાય છે. આશાતનાથી આત્મામાં રહેલો વિનય ગુણ એ વિનય ગુણનો નાશ થાય છે. આશાતનાથી ઉચિત વ્યવહારનો પણ નાશ થાય છે એટલે કે પોતાના જીવનમાં ઉચિત વ્યવહારનું પાલન શક્ય બનતું નથી પણ સ્વાર્થી વ્યવહારનું જીવન ચાલે છે. (૧૫) આથી આશાતનાના કારણે જે ભક્તિ થાય છે તે ભક્તિથી પાપાનુબંધિ પુણ્ય બંધાય છે. (૧૬) ભગવાનની સેવા, પૂજા કરવા જતાં પૂજાની જે સામગ્રી સાથે લઇને નીકળે તે સામગ્રી નાભિથી નીચેના ભાગમાં રાખ્યા વગર તેમજ નાસિકાથી ઉપર ન જાય એની કાળજી રાખીને લઇ જવી જોઇએ. (૧૭) એ પૂજાની સામગ્રી સાથે મંદિરમાં પ્રવેશ કરતી વખતે નિસીહી બોલી પ્રવેશ કરવો અને ભગવાનના મુખ્ય ગભારા પાસે સામગ્રી લઇ જઇને મસ્તક નમાવી નમો જિણાણું બોલવું. Page 8 of 97Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 97