Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 7
________________ અને એમ કરતાં કરતાં પાપ રહિત જેટલા અંશે થવાય એ જીવન જીવવામાં આનંદ પેદા થતો જાય તો પછી સંપૂર્ણ પાપ રહિત થાઉં અને જીવન જીવાય તો કેવો આનંદ આવે ? આવી ભાવના પેદા થતી જાય અને આથી જ એમના જેવા સંપૂર્ણ પાપ રહિત બનવાની ભાવના પેદા થતી જાય છે એજ ખરેખર શ્રી અરિહંત પરમાત્માના દર્શનનું ફ્ળ કહેલું છે. આ રીતે દર્શન કરવાથી મોહનીય કર્મમાં દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મનો ગાઢરસ ઉદયમાં હોય છે તે નાશ પામતા પામતા મંદરસ થતો જાય છે એટલે મિથ્યાત્વની મંદતા થતી જાય છે. આ મિથ્યાત્વની મંદતા થવાની સાથે જ જ્ઞાનાવરણીય કર્મમાં મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે આથી અત્યાર સુધી જે જ્ઞાન અજ્ઞાન રૂપે કામ કરતું હતું અને અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ કરણીય રૂપે લાગતો હતો તે અકરણીય રૂપે લાગવાની શરૂઆત થાય છે અને એ રાગ આવા ઉપકારી પ્રત્યે વધતો જાય છે. આજ રીતે દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે એનાથી ચક્ષુ અચક્ષુ દર્શનાવરણીય કર્મમાં એ ઇન્દ્રિયો સતેજ થતાં એનો ઉપયોગ અનુકૂળ પદાર્થોમાં કરવાનું વારંવાર મન થતું હતું તે અટકી જાય છે અને એજ ચક્ષુ-અચક્ષુરોન્દ્રિયનો ઉપયોગ ભગવાન શ્રી અરિહંત પરમાત્માના ગુણોની વિચારણામાં તથા એમની ભક્તિમાં જોઇતી સામગ્રી લાવી ભક્તિ કરવામાં ઉપયોગ કરવા માટે વારંવાર ઉપયોગી બને છે. એવી જ રીતે એ મિથ્યાત્વની મંદતા થતાની સાથે જ અંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં દાનાંતરાય કર્મમાં પુણ્યના ઉદયથી મળેલી સામગ્રીનો ભગવાનની ભક્તિમાં-દાન દેવામાં ઉપયોગ કરવાના ભાવ થાય છે. લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી જે સામગ્રી મલે તે સામગ્રીનો ઉપયોગ મોજ મજા શરીરની સુખાકારીમાં થતો હતો તેના બદલે જેટલો વધારે ઉપયોગ ભગવાનની ભક્તિમાં થાય એવો ભાવ પેદા થતાં સારી રીતે ભક્તિમાં ખરચવાનું મન થયા કરે છે ભોગાંતરાય-ઉપભોગાંતરાય કર્મમાં પોતાના ભોગ ઉપભોગમાં પદાર્થોનો ઉપયોગ કરવાને બદલે બીજાના ઉપયોગમાં આવે એવી ભાવના વિશેષ વધતી જાય છે તથા વીર્યંતરાય ક્ષયોપશમ ભાવથી પોતાના મન, વચન, કાયાના યોગના વ્યાપારને અનુકૂળ સામગ્રી મેળવવા આદિના ઉપયોગમાં લેવાને બદલે દેવની ભક્તિમાં-ગુરૂની સેવામાં તથા સાધર્મિક ભક્તિ આદિના ઉપયોમાં લેવાય એ રીતની ભાવનાઓ પેદા થતી જાય છે. એક મિથ્યાત્વની મંદતાના કારણે આ રીતે બાકીના ઘાતી કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જ જાય છે અને એની અનુભૂતિનો આનંદ વધતો જાય છે આથી શ્રી અરિહંત પરમાત્માઓનું દર્શન આ રીતે ઉપકાર કરવામાં સહાયભૂત થતું હોવાથી વારંવાર દર્શન કરવાનું મન થયાજ કરે છે અને આથી જ એ દર્શન કરતાં કરતાં આવા ઉપકારી અરિહંત પરમાત્માના અંગોને સ્પર્શ કરતો ક્યારે થાઉં ? એટલે એમની સેવા, ભક્તિ, પૂજા કરતો ક્યારે બનું આ ભાવ પેદા થતો જાય છે અને પછી સેવા પૂજા કરતો થાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જીવોને દર્શન કરતાં આવા ભાવો અંતરમાં પેદા થતા જાય તે પ્રશસ્ત રાગ પૂર્વકનું દર્શન કહેવાય છે. (૧) સવારમાં મંદિરે દર્શન કરવા જતાં ઘરમાંથી બહાર નીકળે તો ભગવાનના ગુણાની વિચારણા કરતા કરતા ઘરમાંથી નીકળવાનું હોય છે. (૨) ભગવાનના મંદિરે જતાં જેમને ઘર આદિનો ત્યાગ કરેલો છે એમના દર્શને જવા માટે નીકળું છું માટે જેટલો સમય એમનાં દર્શને જવામાં થાય એટલો સમય આ ઘર-કુટુંબ આદિના વિચારોથી-એના વચનોથી-કાયાથી એ ઘર આદિનો પ્રવૃત્તિથી છૂટ્યો એનો આનંદ અંતરમાં પેદા કરતા કરતા ભગવાન પાસે જવાનું છે. Page 7 of 97

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 97