________________
દ્રવ્યમન અને ભાવમનના ભેદથી મન બે પ્રકારનું કહ્યું છે. આ બન્નેમાંનું જે દ્રવ્ય મન છે તે મને વર્ગણારૂપ છે, તે મને વર્ગણાઓને ગ્રહણ કરીને તેમના નિમિત્તથી સંજ્ઞી જીવ જે વિચાર કરે છે તે ભાવમનરૂપ છે. અહીં ભાવમન ગ્રહણ કરવામાં આવ્યું છે. અઢી દ્વીપવતી સંજ્ઞી પંચેન્દ્રિય જીપ દ્વારા વિચારવામાં આવેલી ભાવમનના પર્યાયેને મનઃપર્યાવજ્ઞાની જીવ સાક્ષાત્ જાણે છે. જેમ કે કોઈ એવા વિચાર કરે કે “આત્મા કે છે? શું તે અરૂપી છે? શું તે ચેતના સ્વભાવવાળો છે ? શું તે કમેને કર્તા અને તે કર્મોનાં ફેને ભકતા છે?” આ પ્રકારનું આ જ્ઞાનવિશેષરૂપ ને આત્માદ્વારા વિચારિત જે પરિણામવિશેષ છે, તે પરિણામવિશેષને જાણનારૂં જે જ્ઞાન છે, તે જ્ઞાનનું નામ મન:પર્યવજ્ઞાન છે. એટલે કે મનપર્યાવજ્ઞાની છવ આ સંકલ્પિત મનના પર્યાયને સાક્ષાત જાણી શકે છે. આ કથન દ્વારા એ વાત સૂચિત થાય છે કે મનપર્યવજ્ઞાની છવ મનની પર્યાને જ પ્રત્યક્ષરૂપે જાણે છે-ચિન્તનીય વસ્તુઓને જાણ નથી,
પ્રશ્ન શું મન:પર્યવજ્ઞાની દવ ચિનનીય વરતુઓને જાણી શકતું નથી ?
ઉત્તર–મન:પર્યવજ્ઞાની જીવ ચિન્તનીય વરતુઓને પાછળથી અનુમાન દ્વારા જ જાણી શકે છે. જેવી રીતે કે વિશિષ્ટ ક્ષેપથમિક પ્રતિભાશાળી વિદ્વાન શાન્તભાવે કેઈ અન્ય વ્યકિતની મુખાકૃતિ, તેની ચેષ્ટાઓ આદિને પ્રત્યક્ષ જોઈને તેના મને ગત ભાવને સામને અનુમાનથી જાણી લે છે, એજ પ્રમાણે મન:પર્યવજ્ઞાની છવ કઈ અન્ય જીવના ભાવરૂપ મનને પિતાના મન:પર્ય જ્ઞાન વડે પ્રત્યક્ષ કને અનુમાનથી તગત ચિન્તનીય બાહ્ય વસ્તુઓને પણ જાણી શકે છે. તે મન:પર્યવજ્ઞાની જીવ એવું અનુમાન કરે છે કે આ વ્યકિતએ આ વસ્તુનું ચિન્તન કર્યું છે, કારણ કે તેનું મન તે વસ્તુના ચિન્તન સમયે જેવાં આકારોથી અવશ્ય યુકત હોવું જોઈએ એવા આકારોથી અવશ્ય યુકત છે. મન જ્યારે બાહ્યપદાર્થોનું ચિન્તન કરે છે, ત્યારે તે (મન) તે ચિતિત છે. પદાર્થોના આકાર જેવા આકારવાળું થઈ જાય છે.
મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાનમાં રૂપી પદાર્થોને જાણવાની અપેક્ષાએ, ક્ષા
પથમિકત્વની અપેક્ષાએ અને પ્રત્યક્ષત આદિની અપેક્ષાએ સમાનતા છે. પરંતુ કેટલીક બાબતમાં તે અવધિજ્ઞાનથી જુદું પડે છે.
અવધિજ્ઞાન અવિરત સમ્યકૂદષ્ટિ જીવમાં પણ ઉત્પન્ન થઈ જાય છે, દ્રવ્યની અપેક્ષાએ તે સમસ્તરૂપી પદાર્થોને જોઈ શકે છે, ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લેક તેને વિષય મનાય છે, કાળની અપેક્ષાએ તે અતીત અને અનાગતકાળના અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળને જાણે છે, તથા ભાવની અપેક્ષાએ તે સમસ્તરૂપી દ્રામાંના પ્રત્યેક દ્રયની અસંખ્યાત પર્યાને જાણે છે. મનઃ૫ર્ષવજ્ઞાનની ઉત્પત્તિ અવિરત અવસ્થાવાળા જીવમાં થતી નથી, પરંતુ જે જીવ સંયત હોય છે તેને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. વળી પ્રત્યેક સંયત જીવને તે ઉત્પન્ન થાય છે એવો કોઈ નિયમ નથી. જેમ કે પ્રમત્ત સંયતને તે ઉત્પન્ન થતું નથી, પણ અપ્રમત્ત સંયતને જ ઉત્પન્ન થાય છે. અપ્રમત્ત સંયતમાં પણ આમષ આદિ કાઈ એક લબ્ધિધારીને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. દ્રવ્યની અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનદ્રવ્યને તે વિષય કરે છે–જાણી શકે છે. ક્ષેત્રની અપેક્ષાએ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૦