________________ વિવિધ શાસ્ત્રીય ગ્રંથો, અભ્યાસ ગ્રંથો, વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જિનવાણીનો નિર્ભેળ અને નિર્મળ રસાસ્વાદ કરાવતા પ્રવચનોના સવાસોથી ય વધુ પુસ્તકો તેમજ પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના સરળ, સુપાચ્ય, સુરેખ શૈલીમાં શાસ્ત્રીય પદાર્થને પીરસતાં ચાલીસ જેટલાં પુસ્તકો પ્રકાશિત કરી અમો યત્કિંચિત્ શ્રુત સેવા કરી શક્યા છીએ. એ જ શ્રેણીના એક મણકારૂપે “અંજનશલાકાનાં રહસ્યો’ નામનું આ પુસ્તક વાચક બાંધવોના કરકમળમાં સમર્પિત કરીએ છીએ. સર્વ ક્ષેત્ર સર્વકાળમાં પ્રાયઃ સર્વાધિક ઉપકારક બનતા શ્રી તીર્થંકરદેવોના સ્થાપનાનિશેપા એટલે જ પ્રતિમાંમાં પરમાત્મતત્ત્વના આરોપણની પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ “અંજનશલાકા’ના નામે જનવિખ્યાત છે. “અંજનશલાકા વિધાન પરિપૂર્ણ થયા બાદ જ જિનપ્રતિમા જિનરૂપ બને છે. પ્રતિમા જિનરૂપ બન્યા પછી જિનભક્તિનો સ્ત્રોત શરૂ થાય છે અને એ સ્રોત જ આગળ વધી પરમાનંદ મોક્ષની સંપત્તિ આપે છે. આવા “અંજનશલાકા’ વિધાનના વિધ-વિધ પાસાઓને પ્રવચન પ્રભાવક પૂજ્યશ્રીએ વિધ-વિધ “અંજનશલાકા’ના પ્રસંગોએ આપેલાં પ્રવચનોમાં ખૂબ આગવી પ્રતિભાથી ખોલી આપ્યાં છે. સાથો સાથ જિનભક્તિ' આત્માના ઊર્ધીકરણ માટે કેવી રીતે ઉપકારક છે ?, “જિનભક્તિ' એટલે શું ?, એના પ્રકારો કયા ? એનું સ્વરૂપ શું ? એના અનંતર-પરંપર ફળો ક્યાં ક્યાં ? જિનભકત જિન ભક્તિ અને જિનરાજનો પરસ્પર ભેદ-અભેદ એટલે શું ? આ અને આવી અનેક પ્રશ્ન શ્રેણીઓનાં સમાધાનો ખૂબ જ પ્રવાહી અને શાસ્ત્રસાપેક્ષ નીતિ-રીતિથી આ પ્રવચનોમાં પ્રસ્તુત કરાયાં છે. પરમાત્મા શ્રી તીર્થંકરદેવનું આધ્યાત્મિક વ્યક્તિત્વ, પુણ્યપ્રભાવ, ગુણસમૃદ્ધિ, અતિશયોની મહાનતા, પ્રાતિહાર્યોની શોભા, ચારે નિક્ષેપાનું સ્વરૂપ, પંચ કલ્યાણક 5