Book Title: Anjanshalakana Rahasyo Author(s): Vijaykirtiyashsuri Publisher: Sanmarg Prakashan View full book textPage 9
________________ પ્રાણાય અચિંત્ય માહાસ્યનિધિ શ્રી ધરણેન્દ્ર-પાર્શ્વયક્ષ-પદ્માવતી-વૈરુટ્યાદિ દેવદેવી પરિપૂજિત સર્વવાંછિત-મોક્ષફલપ્રદાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની અસીમ અનુગ્રહ ધારાને ઝીલી શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાના લોકોત્તર, ભવતારક, જૈનશાસનના શ્રુતનિધિને વિધ-વિધ રૂપ-સ્વરૂપમાં ભવ્યાત્માઓ સુધી પહોંચાડવાના શુભ લક્ષ્યથી “સન્માર્ગ પ્રકાશન’ની સંસ્થાપના થઈ છે. ભાવાચાર્ય ભગવંત, જૈન શાસન શિરતાજ , તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુશાસનને ઝીલી પ્રારંભાયેલ શ્રુત-પ્રકાશનની આ પ્રવૃત્તિ, વાત્સલ્યનિધિ સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના પ્રેરક પીઠબળથી ખૂબ પાંગરી-વિસ્તરી શકી છે. વિગત સરેરક વર્ષમાં 300 થી વધુ પુસ્તકો-પ્રતો અને ગુજરાતી-હિંદી અલગ-અલગ આવૃત્તિવાળા સન્માર્ગ-પાફિકના નિયમિત પ્રકાશન દ્વારા હજારો શાસનપ્રેમીઓને સન્માર્ગનો બોધ અને સન્માર્ગ પર ચાલવાની સંપ્રેરણા પૂરી પાડવામાં અમો નિમિત્ત બની શક્યા, તે બદલ અમોને આનંદ છે. તપાગચ્છાધિરાજ પૂજ્યપાદશ્રીજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજનો અખંડ સ્વાધ્યાય યજ્ઞ અમારા માટે દીવાદાંડીરૂપ બનેલ છે તો તેઓ શ્રીમના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનું શાસ્ત્રીય સંગીન માર્ગદર્શન અમારા માટે અમ્મલિત વિકાસનો ઉપાય બનેલ છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 150