________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩
અલિંગગ્રહણ ગાથા ૧૭૨] (૩) આત્મામાં અગંધપણું છે.
આત્મામાં ગંધનો અભાવ છે. સુગંધ-દુર્ગધ આત્મામાં નથી. (૪) આત્મામાં અવ્યક્તપણું છે.
આત્મામાં સ્પર્શની વ્યક્તતાનો અભાવ છે. ટાઢામાંથી ઊનું થવું, લૂખામાંથી ચીકણું થવું, સ્કૂલમાંથી સૂક્ષ્મ થવું, હળવામાંથી ભારે થવું, કર્કશમાંથી સુંવાળું થવું-તે બધી જડની અવસ્થા છે. આત્મામાં તે સ્પર્શની વ્યક્તતાનો અભાવ છે. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને લીધે સ્પર્શની વ્યક્તતા થાય. માટે આત્મા અવ્યક્ત છે. (૫) આભામાં અશબ્દપણું છે.
આત્મામાં શબ્દરૂપ પર્યાયનો અભાવ છે. અજ્ઞાની માને છે કે જે ભાષા બોલવાથી જીવનું હિત થાય તે ભાષા બોલવી ને કઠોર ભાષા બોલવાથી જીવને કલુષિતતા થાય માટે એવી વાણી ન કાઢવી. પણ ભાઈ, વાણી કાઢવી કે ન કાઢવી તે જીવના હાથની વાત નથી. વાણી સ્વતંત્ર છે ને જીવ સ્વતંત્ર છે. વાણીથી લાભ કે નુકશાન નથી. પણ અજ્ઞાનીને ભય લાગે છે કે આમ વાણીને સ્વતંત્ર માનવાથી તો કોઈ જીવ ગુરુનું બહુમાન કરશે નહિ, કોઈ કોઈનો ઉપકાર સ્વીકારશે નહિ ને બધા લૂખા થઈ જશે. પણ ભાઈ, કોઈ જીવ પરનું બહુમાન કરતો નથી. ધર્મી જીવ પોતાના સ્વભાવનું બહુમાન કરે છે ને સ્વભાવમાં ઠરી શકતો નથી ત્યારે શુભભાવમાં ગુરુનું બહુમાન આવી જાય છે. વળી કેવળી ભગવાનને ઈચ્છા વગર વાણી નીકળે છે ને છમસ્થ જીવ ઈચ્છાપૂર્વક વાણી કાઢી શકે છે તે વાત પણ મિથ્યા છે. કારણ કે વાણીની પર્યાયનો બધા જીવમાં ત્રણે કાળે અત્યંત અભાવ છે. (૬) આત્મામાં અલિંગગ્રાહ્યપણું છે.
આત્મામાં રૂપ-રસ-ગંધ વગેરેનો અભાવ હોવાથી આત્મા કોઈ પણ લિંગ એટલે ચિતથી ઓળખી શકાય એવો નથી. શરીરમાં આવો રંગ હોય તો આ ભગવાન ઓળખાય ? આવી વાણી હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com