________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦]
[ પ્રવચનસાર પ્રવચનો સ્વભાવની દષ્ટિ કરી, પોતાની ચૈતન્ય-નિધિની ખાણ જે જીવ ખોદે છે તેને તેમાંથી સ્વભાવની નિર્મળ પર્યાયરૂપી તાજી મીઠાઈઓ સમયે સમયે મળે છે ને તેને તે ભોગવે છે. તે ધર્મી જીવ ચૈતન્ય-લક્ષ્મીનો ધણી ધનવાન કહેવાય છે. પણ જે જીવ પોતાના સ્વરૂપને ભોગવવાનું છોડી, શરીરને ભોગવું, ખાવાપીવાના વિકારી ભાવને ભોગવું, દયા-દાનાદિના પરિણામને ભોગવું-એમ પરલક્ષ કરે છે તે જીવ તીવ્ર આકુળતા ભોગવે છે. તે તાજી મિઠાઈઓ છોડીને ભિખારીની જેમ એઠ ખાવા સમાન છે. તે આત્મસ્વરૂપની લક્ષ્મીનો ધણી નથી પણ ભિખારી છે. એટલે કે મિથ્યાદષ્ટિ છે, તેને ધર્મ થતો નથી.
આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ અન્નનહિ, લિંગ=ઈદ્રિયો દ્વારા, ગ્રહણ =વિષયોનો ઉપભોગ. એટલે કે આત્માને ઈન્દ્રિયો દ્વારા વિષયોનો ઉપભોગ નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ નાસ્તિથી કથન છે. અસ્તિથી આત્મા પોતાના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે નિર્મળ પર્યાયોનો ભોક્તા છે એમ નક્કી થાય છે. આમ આત્મા જે સ્વય છે તેને જેમ છે તેમ શ્રદ્ધવો તે સમ્યકત્વ ને ધર્મનું કારણ છે.
અહો ! મહા સમર્થ અમૃતચંદ્રાચાર્ય દેવે એક અલિંગગ્રહણ શબ્દમાંથી વીસ બોલ કાઢયા છે. બાહ્ય-અભ્યતર નિગ્રંથ ભાવલિંગી મુનિ છઠે-સાતમે ગુણસ્થાને ઝૂલતા હતા. બાહ્ય નગ્ન દિગંબરદશા હતી ને અંતર રાગની ચીકાશના સ્વામીપણા રહિત લૂખી દશા વર્તતી હતી. ચૈતન્યદશામાં આરામ લેતાં લેતાં-ચૈતન્ય બગીચામાં રમતાં રમતાં વીસ બોલ કાઢયા છે.
(૧૩) આત્મા જડ પ્રાણોથી જીવતો નથી એમ સ્વયને
તું જાણ. લિંગ દ્વારા એટલે કે મન અથવા ઇંદ્રિય વગેરે લક્ષણ દ્વારા ગ્રહણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com