________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ પ૯ નથી. પણ શ્રદ્ધાજ્ઞાનરૂપ નિર્વિકારી પરિણામ સહિતના આત્માને જ આત્મા કહેવાય છે. તેને દ્રવ્યકર્મનું ગ્રહવું થતું નથી. અસ્થિરતાના રાગદ્વેષ થાય છે તેને ગૌણ કરી સ્વભાવદષ્ટિને મુખ્ય કરી છે. સ્વભાવ તરફ જે વળે છે તેને કર્મબંધ નથી. તે જ ન્યાયે આત્મા જ્ઞાતાદરા શુદ્ધ સ્વભાવી છે. તેમાં શાંતિ, સુખ, આનંદ છે. અજ્ઞાની જીવ ઇંદ્રિયો સન્મુખ થઈ પર પદાર્થને તો ભોગવતો નથી પણ પરપદાર્થને હું ભોગવું એવો જે ભોક્તાનો વિકારી ભાવ-તે આત્મા કહેવાતો નથી, કારણ કે તે આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી. પરસમ્મુખ દષ્ટિ છોડી, સ્વસમ્મુખ દષ્ટિ કરી પોતાના અતીન્દ્રિય આનંદ-જ્ઞાન વગેરેને ભોગવે છે તે જ આત્મા છે. સમ્યગ્દષ્ટિને અલ્પ હાસ્ય, રતિના ભાવ હોવા છતાં તે તરફ દૃષ્ટિ નથી. પણ સ્વભાવ-સન્મુખ રહી પોતાના જ્ઞાનસુખાદિના ભાવને ભોગવવાની જ દષ્ટિ મુખ્યપણે હોય છે. તેથી તે વિકારી ભાવનો ભોક્તા થતો નથી. આવા આત્માને શ્રદ્ધવો તે ધર્મ છે.
પુણ્યનો ભોગવટો તે ચૈતન્ય શાંત અમૃતરસની મિઠાઈ
છોડી, ભિખારીની જેમ એઠ ખાવા સમાન છે.
વળી, શબ્દો તો પુદ્ગલની અવસ્થા છે તેમાં ઠીક-અઠકપણું નથી; સ્પર્શ, રસ, ગંધવાળા રૂપી પદાર્થોમાં અનુકૂળતા-પ્રતિકૂળતા છે જ નહિ. અજ્ઞાની જીવ ખાવાપીવાના પદાર્થોમાં ઠીક-અઠીક માની તેને ભોગવવાના ભાવ કરે છે પણ તે તેની ભ્રાંતિ છે. પરવસ્તુને ભોગવવાનો ભાવ તે આત્માનું સ્વરૂપ નથી. લૌકિકમાં પણ ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં જે સારી સારી ચીજો હોય તે ખાય છે પણ જે જીવ ભૂકો કે એઠું ખાય તેને ભિખારી કહેવામાં આવે છે. તેમ આત્માની ખાણમાં જ્ઞાન, આનંદ, સુખ વગેરે ચૈતન્ય-શક્તિઓ અખૂટ ભરી પડી છે, સંયોગ તથા પુણ્ય-પાપની રુચિ છોડીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com