________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૭૧ છે; એવું ભાન જેને નથી ને પર પદાર્થોની ક્રિયા થાય છે તેનો કર્તાહર્તા થાય છે તે મૂઢ છે, અજ્ઞાની છે, તેને આત્માના ધર્મની ખબર નથી. પર વસ્તુનાં ગ્રહણ-ત્યાગનો ભાવ એ જ અધર્મભાવ છે. ત્યારે કોઈ પ્રશ્ન કરે કે બાહ્ય લિંગની ધર્મ માટે જરૂર નથી તો ગમે તે બાહ્ય લિંગ હોય તો પણ ધર્મ થાય-એમ કોઈ કહે તો તે માન્યતા પણ ઘણી જ ભૂલભરેલી છે. ગમે તે લિંગ હોય ને કેવળજ્ઞાન થાય, તથા મુનિ હોય ને વસ્ત્રપાત્ર રાખે ને તે દશામાં પણ કેવળજ્ઞાન પામે એમ માનનાર તો ઘણી સ્થૂળ ભૂલમાં છે. તે તો બાહ્યથી પણ મુનિ નથી. પહેલાં વ્યવહાર સાબિત કર્યો છે. તેટલો વ્યવહાર કબૂલ રાખવો પડશે કે મુનિદશા હોય ત્યારે નગ્નદશા જ હોય ને બાહ્ય ઉપકરણ તરીકે મોરપીંછ, કમંડળ સિવાય બીજું કાંઈ હોય નહિ. એટલું કબૂલ રાખ્યા પછી અહીં તો એમ કહે છે કે એનાથી આત્મા ઓળખાતો નથી.
અહીં અલિંગગ્રહણનો અર્થઃ અન્નનહિ, લિંગ=બાહ્ય ધર્મ ચિહ્નો, ગ્રહણઃગ્રહણ. એટલે કે આત્મા બાહ્ય ધર્મચિહ્નો ને ગ્રતો નથી, પણ શુદ્ધ ચિદાનંદ સ્વભાવને ગ્રહે તેવો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એવા તારા સ્વજ્ઞયને તું જાણ ને શ્રદ્ધા કર એમ આચાર્ય ભગવાન કહે છે. ને તે સમ્યગ્દર્શનનું કારણ છે.
(૧૮) તારો અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી
એમ સ્વજોયને તું જાણ. લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ (પદાર્થજ્ઞાન) તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
આત્મા વસ્તુ છે. તે અનંત ગુણનો પિંડ છે. તે એકલા જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com