________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨]
[ પ્રવચનસાર પ્રવચનો ગુણવાળો નથી. અભેદ આત્મા ગુણના ભેદને સ્પર્શે તેવો નથી.
૧.
૩.
આત્મા મન, વાણી, દેહુને સ્પર્શતો નથી કારણ કે તે તો જડ છે, તેનો આત્મામાં અભાવ છે. જે વસ્તુ પૃથક હોય તેને કેમ અડે? પૃથકને અડે તો આત્મા અને શરીર એક થઈ જાય પણ એમ કદી બનતું નથી. આત્મા જડકર્મ-જ્ઞાનાવરણીયઆદિને સ્પર્શતો નથી કારણ કે તે બધાં રૂપી છે, તેનો અરૂપી આત્મામાં અભાવ છે. અજ્ઞાનીનો આત્મા પણ કોઈ દિવસે કર્મને અડયો જ નથી, કારણ કે આત્માને અને કર્મને અત્યંત અભાવ વર્તે છે. પોતાનો જ્ઞાતાદષ્ટા સ્વભાવ ચૂકીને પોતાની એક સમયની પર્યાયમાં પુણ્ય પાપના વિકારી ભાવ થાય છે તેને ત્રિકાળી સ્વભાવ કદી સ્પર્યો જ નથી. આખી ચીજ જો વિકારને સ્પર્શ તો ત્રિકાળી સ્વભાવ વિકારમય થઈ જાય અને તેમ થાય તો વિકાર રહિત થવાનો અવસર કદી આવે નહિ. અહીં તો આથી વિશેષ વાત કહેવાની છે. આત્મામાં જ્ઞાનાદિ અનંત ગુણો છે. જ્ઞાનગુણ, દર્શનગુણ એવા ગુણભેદ આત્મામાં છે ખરા, છતાં અનંત ગુણનો એકપિંડરૂપ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી. હું જ્ઞાનનો ધરનાર છું ને જ્ઞાન મારો ગુણ છે, એવા ગુણ-ગુણીના ભેદને અભેદ આત્મા સ્વીકારતો નથી. અભેદ આત્મા ભેદને સ્પર્શે તો તે ભેદરૂપ થઈ જાય, ભેદરૂપ થઈ જતાં અભેદ થવાનો પ્રસંગ કદી આવે નહિ. અને અભેદ માન્યા વિના કદી પણ ધર્મ થતો નથી.
૪.
જુઓ, આ સમ્યગ્દર્શનનો વિષય કેવો હોય તેની વાત ચાલે છે. સમ્યગ્દર્શનનો વિષય આત્મા અભેદ એકરૂપ કેવો છે તે યથાર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com