Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* ભગવાનશ્રી કુંદકુંદ-કહાન જૈનશાસ્ત્રમાળા પુષ્પ-૧૨૩ *
શ્રીસર્વજ્ઞવીતરાગાય નમ:
અલિંગગ્રહણ પ્રવચન
શ્રીમદ્ ભગવદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી પ્રવચનસાર ગાથા ૧૭ર ઉપર
પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં
-: અપૂર્વ પ્રવચનો :
': પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-: મુદ્રણસ્થાન :
ચેતન પ્રિન્ટર્સ, કુંવરબાઈનું નહેરું, સિહોર (સૌરાષ્ટ્ર)
પીન કોડ નં. ૩૬૪૨૪૦
પ્રથમ આવૃત્તિ પ્રતઃ પ૨૦૦ સને ૧૯૭૩
ફાગણ સુદ-૨ વિ. સં. ૨૦૨૯
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Jashwantlal Chandulal Kotadia and Family, Baroda, India & California, USA who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Alingagrahan Pravachan is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Version
Date
Version Number
001
Changes
23 Oct 2003
First electronic version.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
4 નિવેદન !
શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર, પંચાસ્તિકાય, નિયમસાર તથા અષ્ટપાહુડમાં અલિંગગ્રહણની જે ગાથા છે તે શ્રી પ્રવચનસારજી શાસ્ત્રમાં પણ છે તેથી તે ગાથા અત્યંત મહત્ત્વની છે એમ નક્કી થાય છે. તે ગાથામાં પરદ્રવ્યોથી વિભાગના સાધનભૂત જીવનું અસાધારણ લક્ષણ બતાવ્યું છે. આ ગાથા ૧૭રના “અલિંગગ્રહણ” શબ્દમાંથી શ્રી અમૃતચંદ્રાચાર્યદવે ચૈતન્યબાગમાં રમતાં રમતાં અપૂર્વ ભાવમય ૨૦ બોલ કાઢયા છે. તેના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ વી. નિ. સં. ૨૪૭૭ માં જે અભુત, અપૂર્વ અને સૂક્ષ્મ ન્યાયયુક્ત પ્રવચનો આપેલાં તે “સદ્દગુરુ-પ્રવચન-પ્રસાદ” માં અગાઉ છપાઈ ગયાં છે. તે આ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. આ પ્રવચનો દ્વારા પૂ. ગુરુદેવશ્રીએ જિજ્ઞાસુ જીવો પર મહા ઉપકાર કર્યો છે.
આવાં સુંદર પ્રવચનો સદ્ધર્મપ્રેમી ભાઈશ્રી પ્રેમચંદ કેશવજી શાહના સ્મરણાર્થે, તેમના પુત્ર શ્રી અજીતભાઈ તરફથી આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવા માટે પ્રગટ કરવામાં આવ્યાં છે.
તદુપરાંત સદ્ધર્મપ્રેમી શ્રી ભગવાનજી કચરાભાઈએ આ પુસ્તકની ૧OOO પ્રતિ મૂળ કિંમતે ખરીદ કરી છે. તેમ જ શ્રી કાંતિલાલભાઈ દાહોદવાળાએ આ પુસ્તકની કિંમત ઘટાડવા માટે રૂા. ૫OO આપ્યા છે તે બદલ તેમને સૌને ધન્યવાદ.
શ્રી બ્ર. ગુલાબચંદભાઈએ મૂળ મેટર તપાસી આપવાનું તથા મુફ સંશોધનનું કાર્ય કરી આપેલ છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચેતન પ્રિન્ટર્સ, સિહોરના માલિક શ્રી પ્રવીણભાઈએ આ પુસ્તક બહુ ચીવટ રાખીને થોડા સમયમાં છાપી આપ્યું છે તે બદલ તેમનો આભાર.
નિગ્રંથ આચાર્ય ભગવંતોએ અલિંગગ્રાહ્ય આત્માનો પરમ મહિમા ગાયો છે. સર્વે મુમુક્ષુઓ પણ તેમણે દર્શાવેલ પાવન પંથે વિચરીને શીધ્ર આત્મહિત સાધો-એવી ભાવના
સોનગઢ,
ફાગણ સુદ-૨ સ, ૨૦૦૯
સાહિત્ય પ્રકાશન-સમિતિ, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ, (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગમાર્ગોપદષ્ટા
આત્મજ્ઞ સંત શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* શ્રી અલિંગગ્રાહ્ય આત્માને નમસ્કાર * ( શ્રી પ્રવચનસાર ગાથા ૧૭ર ઉપર પૂજ્યશ્રી કાનજીસ્વામીના અદ્ભુત, અપૂર્વ અને સૂક્ષ્મ ન્યાયયુક્ત પ્રવચનો )
વી. નિ. સં. ર૪૭૭
(માહ વદ-૨ શુક્ર) અલિંગ-ગ્રહણ-પ્રવચન अरसमरूवमगंधं अव्वत्तं चेदणगुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसठाणं ।। १७२ ।। अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम् ।
जानीह्यलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।। १७२।। છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને, વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨.
અન્વયાર્થ: જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત ચેતના ગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ ( લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ.
પરદ્રવ્યોથી વિભાગના સાધનભૂત જીવનું
અસાધારણ સ્વલક્ષણ જીવમાં રસ નથી, ગંધ નથી, સ્પર્શગુણની વ્યક્તતા નથી. તે ચેતનગુણવાળો છે. આત્મા શબ્દ બોલતો નથી તેમ જ શબ્દનું કારણ નથી, લિંગથી ગ્રાહ્ય થઈ શકે તેવો નથી અને પરના આકાર વિનાનો છે–તેમ તું જાણ. અહીં આચાર્ય ભગવાન આદેશ કરે છે કે તું તારા આત્માને આવો જાણ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨]
[ પ્રવચનસાર પ્રવચનો ટીકા:-(૧) આત્મામાં અરસપણું છે.
આત્મામાં રસ નથી કારણ કે તેનો રસગુણના અભાવરૂપ સ્વભાવ છે. (૨) આત્મામાં અરૂપપણું છે.
આત્મામાં રૂપ નથી કારણ કે તેનો રૂપગુણના અભાવરૂપ સ્વભાવ છે.
આત્માને રૂપીનો ઉપચાર આવવાનું કારણ આત્મામાં રૂપીપણું નહિ હોવા છતાં તે રૂપી છે અથવા મૂર્ત છે એમ વ્યવહારશાસ્ત્રમાં કથન આવે છે તેનો શું ખુલાસો છે?
સમાધાનઃ- આત્મા નિશ્ચયથી તો અરૂપી છે પણ કર્મના સંયોગની અપેક્ષાએ વ્યવહાર રૂપી કહ્યો છે પરંતુ ખરેખર તે રૂપી થઈ જાય છે એવો એનો અર્થ નથી. શાસ્ત્રમાં અનેક અપેક્ષાઓ આવે. જીવ પોતે વિકાર કરે છે ત્યારે જડકર્મ નિમિત્તરૂપે હોય છે તે રૂપીકર્મના સંયોગની અપેક્ષાએ આત્માને રૂપીપણાનો ઉપચાર કરવામાં આવે છે. વિકારી પરિણામની જીવની યોગ્યતા ને તે યોગ્યતાના નિમિત્તે રૂપીકર્મનું એકક્ષેત્રે રહેવું તેવો સંબંધ બિલકુલ ન જ હોત તો રૂપીપણાનો ઉપચાર પણ આવી શકત નહિ. જેમકે સિદ્ધદશામાં વિકારની યોગ્યતા પણ નથી ને નિમિત્તરૂપે કર્મો પણ નથી. તેથી સિદ્ધદશામાં રૂપીપણાનો ઉપચાર આવતો નથી, પણ સંસારદશામાં વિકારની યોગ્યતા છે તે રૂપી કર્મોના નિમિત્ત વિના હોઈ શકે નહિ. કર્મના નિમિત્ત વિનાનો જીવ હોય તો સિદ્ધ થઈ જાય. વિકાર અશુદ્ધ પારિણામિક ભાવ છે. જીવ પોતે
સ્વભાવનો આશ્રય ચૂકી કર્મનો આશ્રય કરે છે ને વિકાર કરે છે પણ કર્મ વિકાર કરાવતું નથી. કેમકે આત્મા તથા કર્મને અત્યંત અભાવ છે. જડ કર્મને તો ખબર પણ નથી કે મારો આશ્રય કરીને જીવ વિકાર કરે છે. જીવ વિકાર કરે છે તે જીવની ભૂલ છે પણ તે તેનું ત્રિકાળી સ્વરૂપ નથી. રૂપીના લક્ષ વગર વિકાર હોતો નથી. જીવની એવી યોગ્યતા છે ને રૂપી કર્મનું જોડે નિમિત્ત છે, માટે રૂપીનો ઉપચાર કરેલ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩
અલિંગગ્રહણ ગાથા ૧૭૨] (૩) આત્મામાં અગંધપણું છે.
આત્મામાં ગંધનો અભાવ છે. સુગંધ-દુર્ગધ આત્મામાં નથી. (૪) આત્મામાં અવ્યક્તપણું છે.
આત્મામાં સ્પર્શની વ્યક્તતાનો અભાવ છે. ટાઢામાંથી ઊનું થવું, લૂખામાંથી ચીકણું થવું, સ્કૂલમાંથી સૂક્ષ્મ થવું, હળવામાંથી ભારે થવું, કર્કશમાંથી સુંવાળું થવું-તે બધી જડની અવસ્થા છે. આત્મામાં તે સ્પર્શની વ્યક્તતાનો અભાવ છે. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને લીધે સ્પર્શની વ્યક્તતા થાય. માટે આત્મા અવ્યક્ત છે. (૫) આભામાં અશબ્દપણું છે.
આત્મામાં શબ્દરૂપ પર્યાયનો અભાવ છે. અજ્ઞાની માને છે કે જે ભાષા બોલવાથી જીવનું હિત થાય તે ભાષા બોલવી ને કઠોર ભાષા બોલવાથી જીવને કલુષિતતા થાય માટે એવી વાણી ન કાઢવી. પણ ભાઈ, વાણી કાઢવી કે ન કાઢવી તે જીવના હાથની વાત નથી. વાણી સ્વતંત્ર છે ને જીવ સ્વતંત્ર છે. વાણીથી લાભ કે નુકશાન નથી. પણ અજ્ઞાનીને ભય લાગે છે કે આમ વાણીને સ્વતંત્ર માનવાથી તો કોઈ જીવ ગુરુનું બહુમાન કરશે નહિ, કોઈ કોઈનો ઉપકાર સ્વીકારશે નહિ ને બધા લૂખા થઈ જશે. પણ ભાઈ, કોઈ જીવ પરનું બહુમાન કરતો નથી. ધર્મી જીવ પોતાના સ્વભાવનું બહુમાન કરે છે ને સ્વભાવમાં ઠરી શકતો નથી ત્યારે શુભભાવમાં ગુરુનું બહુમાન આવી જાય છે. વળી કેવળી ભગવાનને ઈચ્છા વગર વાણી નીકળે છે ને છમસ્થ જીવ ઈચ્છાપૂર્વક વાણી કાઢી શકે છે તે વાત પણ મિથ્યા છે. કારણ કે વાણીની પર્યાયનો બધા જીવમાં ત્રણે કાળે અત્યંત અભાવ છે. (૬) આત્મામાં અલિંગગ્રાહ્યપણું છે.
આત્મામાં રૂપ-રસ-ગંધ વગેરેનો અભાવ હોવાથી આત્મા કોઈ પણ લિંગ એટલે ચિતથી ઓળખી શકાય એવો નથી. શરીરમાં આવો રંગ હોય તો આ ભગવાન ઓળખાય ? આવી વાણી હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચનસાર પ્રવચનો તો મુનિ ઓળખાય? પરમ ઔદારિક શરીર હોય તો કેવળી ભગવાન ઓળખાય ? દિવ્યધ્વનિ હોય તો તીર્થકર ભગવાન ઓળખાય ? આ ચિહ્નોથી જીવ ઓળખાતો હશે?-કે ના. તે બધાં ચિહ્નો તો જડનાં છે. તેનાથી આત્મા ઓળખાતો નથી. પોતાના ચેતનાગુણથી દરેક આત્મા ઓળખાય છે. પોતાને ન ઓળખે તે પરને પણ ઓળખે નહિ. પોતાને ઓળખે તે જ પરને યથાર્થ ઓળખે છે. કોઈ બાહ્ય લિંગથી આત્મા ઓળખી શકાતો નથી. (૭) આત્મામાં અસંસ્થાનપણું છે.
- શરીરના જુદાં જુદાં સંસ્થાનોથી એટલે આકારોથી આત્મા ઓળખી શકાતો નથી. આત્મા જડના બધા આકારોથી રહિત સ્વભાવવાળો છે
આ પ્રમાણે આત્માને પુગલથી જુદા પાડવાનું સાધન (૧) અરસપણું, (૨) અરૂપપણું, (૩) અગંધપણું, (૪) અવ્યક્તપણું, (૫) અશબ્દપણું, (૬) અલિંગગ્રાહ્યપણું અને (૭) અસંસ્થાનપણું છે-તે કહ્યું.
(માહુ વદ ૩ શનિવાર. ૨૪-૨-૫૧) જીવને અજીવથી જુદો પાડવાનું સાધન-“ચેતનામયપણું”
પુદ્ગલથી આત્માને જુદો પાડવાનું સાધન કહ્યું. હવે પુગલ તથા અપુગલ એટલે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર અજીવ દ્રવ્યોથી આત્માને જાદો પાડવાનું સાધન-ચેતનાગુણમયપણું કર્યું છે. પુદગલ તથા બીજા અજીવથી જુદો પાડવાનું સાધન વિકાર, કામ, ક્રોધ વગેરે કહેલ નથી. ચેતના ગુણ છે ને ચેતન ગુણી છે. આત્મા જાણવાદેખવાના સ્વભાવથી અભેદ છે ને તે સાધન વડે બધા અજીવથી તેને જુદો પાડવો તે ધર્મ છે.
જીવને બીજા જીવોથી જુદો પાડવાનું સાધન
સ્વજીવદ્રવ્યાશ્રિત ચેતનામયપણું” આત્માને પ્રથમ પુદ્ગલોથી જુદો પાડ્યો. પછી બીજા અજીવથી જાદો પાડ્યો. હવે બીજા જીવોથી જુદો પાડે છે. પોતાનો ચેતના ગુણ પોતાના આત્માના આશ્રયે છે, બીજા આત્માના આશ્રયે નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[ પ
તે પોતાનો ચેતના ગુણ પોતાને અનંતા કેવળીઓ, સિદ્ધો, અનંતા નિગોદ વગેરે અનંતા જીવોથી જુદો પાડે છે. કારણ કે પોતાનો ચેતના ગુણ પોતાનું સ્વલક્ષણ છે. તેને હંમેશાં પોતે ધારી રાખે છે. સાધકદશામાં ધર્મની સાધના માટે ચેતના ગુણ કામ આવે છે.
કોઈ પ્રશ્ન કરે કે આમાં દયા પાળવાનું શું આવ્યું?
ઉત્તર: સ્વ જીવનો પોતાના ચેતનાગુણથી નિર્ણય કરવો તે જ સ્વ દયા છે. ૫૨ની દયા જીવ પાળી શકતો નથી. ૫૨થી જુદો કહ્યો એટલે પરનું કાંઇ પણ કરી શકે એવો રહ્યો નહિ. વળી પોતાને દયાદાનના લક્ષણવાળો કહ્યો નથી, પણ ચૈતન્યમય કહ્યો છે. એમ કહેતાં જ દયા-દાનાદિના વિકાર ક્ષણિક છે, તે ત્રિકાળી સ્વભાવમાં નથી તેમ નક્કી થાય છે. ૫રને તથા સ્વને એક માનવા તે સંસારમાર્ગ છે ને પોતાને ૫૨થી જુદો સાધવો તે મોક્ષમાર્ગ છે.
અલિંગગ્રહણનો અર્થ
અલિંગગ્રહણ એટલે કે પર ચિહ્ન વડે કે લિંગ વડે જીવનો અનુભવ કરી શકાય નહિ. કોઈ ચિહ્નથી કે નિમિત્તથી આત્માનો પત્તો મળી શકે નહિ.
,,
અલિંગગ્રાહ્ય ” એમ કહેવાનું છે ત્યાં જે' અલિંગગ્રહણ ' એમ કહ્યું છે તે ઘણા અર્થોની પ્રાપ્તિ કરવા માટે છે. ઘણા અર્થોનું પ્રતિપાદન કરવા માટે “અલિંગગ્રહણ ” શબ્દ વાચક છે ને તે શબ્દ દ્વારા કહેવા યોગ્ય ભાવ તે વાચ્ય છે. તે ભાવ જાણીને આત્માને લિંગથી જુદો પાડવો ને નિર્ણય કરવો તે ધર્મ છે.
[૧] આત્મા ઇન્દ્રિય વડે જાણતો નથી.
ગ્રાહક એટલે જ્ઞાયક આત્મા લિંગો વડે એટલે ઇંદ્રિયો વડે જાણતો નથી તે અલિંગગ્રહણ છે. આત્મા સ્વ તથા ૫૨ને ઇંદ્રિયોથી જાણતો નથી. સ્વ-પર બન્ને જ્ઞેય છે. સ્વ-પર જ્ઞેયોને જાણનાર એવા આત્માને ઇંદ્રિયોથી જાણવું થતું નથી. અહીં અહીંદ્રિય જ્ઞાનની જાહેરાત છે. “ ચાવી દેવાથી ઘડિયાળ ચાલે છે, આત્મા છે તો શરીર ચાલે છે, અગ્નિ હતી તો પાણી ગરમ થયું, પેટ્રોલ હતું તો મોટ૨
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
66
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬]
[ પ્રવચનસાર પ્રવચનો ચાલી, બાઈ હતી તો રોટલા થયા, હાથ હતો તો લાકડી ઊંચી થઈ, એમ પ્રત્યક્ષ ઈદ્રિયોથી દેખાય છે” એમ અજ્ઞાની દલીલ કરે છે.
પણ તે માન્યતા ભૂલભરેલી છે, અજ્ઞાની જીવ ઈંદ્રિયોની લપ નાખી સંયોગોને જુએ છે. જ્ઞાન સંયોગનું નથી, જ્ઞાન ઇદ્રિયનું નથી, પણ જ્ઞાન આત્માનું છે તેમ નહીં માનતાં ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એમ જે માને છે તે સંયોગને જુએ છે. આત્માનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. પરને પણ ઈદ્રિયોથી જાણે તેવો તેનો સ્વભાવ નથી. અને તો ઇંદ્રિયથી જાણતો નથી અને પર પદાર્થોનું પણ આંખ, કાન, નાક, વગેરે પાંચ ઇંદ્રિયથી જાણવું થતું નથી. સ્વ-પર પ્રકાશક જ્ઞાનસ્વભાવ પોતાને લીધે છે;
ઇન્દ્રિયોથી નથી. પ્રશ્નઃ આંખે મોતિયો ઉત્તરાવવો કે નહિ? મોતિયો ઉતરાવે તો દેખાય છે ને ન ઉતરાવે તો દેખાતું નથી.
ઉત્તરઃ- ભાઈ, મોતિયો ઉતરાવતા પહેલાં કે પછી આંખથી દેખવાનું થતું નથી આત્મામાં જ્ઞાન છે, ઇન્દ્રિયોમાં જ્ઞાન નથી. મોતિયો ઉતરાવતા પહેલાં પોતાના જ્ઞાનના ઉઘાડની યોગ્યતા મુજબ જાણતો ને પછી પણ પોતાની યોગ્યતા મુજબ જાણે છે. પોતાનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ ઈદ્રિયોને લીધે છે? પર પ્રકાશક સ્વભાવ ઈદ્રિયોને લીધે છે?– ના. જ્ઞાનસ્વભાવ ઇંદ્રિયોનો નથી, ઇંદ્રિયને લીધે નથી. સ્વ ને પર બન્નેને જાણવાનો પોતાનો સ્વભાવ છે તે ચૂકીને અજ્ઞાની જીવ ઇન્દ્રિયો વડે જ્ઞાન થાય છે એમ માને છે, તે ભ્રમ છે. શાયસ્વભાવની પ્રતીતિરૂપ” નૉક' (પ્રતિષ્ઠા) વગર
જ્ઞાન સમ્યક્ થતું નથી. બજારમાં કોઈપણ ગ્રાહક માલ લેવા જાય તો તેની પાસે માલ લેવા માટે નગદ નાણાં અથવા “નોક” અર્થાત્ “પ્રતિષ્ઠા' હોવાં જોઈએ. નગદ નાણાંથી માલ મળે ને નાણાં ન હોય તો નૉક (પ્રતિષ્ઠા ) થી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭
અલિંગગ્રહણ ગાથા ૧૭૨] માલ મળે પણ એકેય ન હોય તો ભિખારીને માલ મળતો નથી. તેમ આ આત્મા ગ્રાહક છે તેને માલ લેવો છે એટલે કે ગ્રહવાનું-જાણવાનું કામ કરવું છે. જો તેની પાસે કેવળજ્ઞાનરૂપ નગદ નાણું હોય તો બધું પ્રત્યક્ષ જાણી લ્ય. તે ન હોય તો અલ્પજ્ઞ અવસ્થામાં અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવની પ્રતીતિરૂપ પ્રતિષ્ઠા હોય તો તે જાણવાનું કામ યથાર્થ કરી શકે. પરંતુ જેની પાસે કેવળ જ્ઞાનરૂપી નગદ નાણું નથી ને અખંડજ્ઞાયકની પ્રતીતિરૂપ પ્રતિષ્ઠા નથી તે જીવને ભિખારીની જેમ જ્ઞયનો માલ યથાર્થ રીતે જોવા મળતો નથી એટલે કે તેનું જાણુપણું યથાર્થ થતું નથી. (૧) વળી અજ્ઞાની જીવ ઇંદ્રિયોથી જ્ઞાન થાય છે એમ માને છે
તે મિથ્યા છે કારણ કે જડ ઇન્દ્રિયોનો આત્મામાં અત્યંત અભાવ છે તેથી ઇંદ્રિયો આત્માને કિંચિત્ પણ મદદ કરી શકે નહિ. ઈદ્રિયોમાં જ્ઞાનસ્વભાવનો અભાવ છે. જેનામાં
જ્ઞાનસ્વભાવ જ નથી તે જ્ઞાન કેવી રીતે કરે ?-ન જ કરે. માટે ગ્રાહક એટલે ગ્રહનારો-જાણનારો જે રીતે છે તેમ તેને યથાર્થ જાણવો જોઈએ. આ જ્ઞય અધિકાર છે. પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાય તથા પરનાં દ્રવ્ય-ગુણ-પર્યાયમાંથી એક પણ વસ્તુને આત્મા ઇદ્રિયોથી જાણતો નથી પણ પોતાના જ્ઞાનથી જાણે છે–એમ નક્કી કરે તેનું જ્ઞાન સમ્યક થાય છે.
અજ્ઞાની વર્તમાન પર્યાયનું જ્ઞાન સંયોગથી કરે છે. જ્ઞાયકસ્વભાવનું ભાન નહિ હોવાના કારણે અજ્ઞાની ભ્રાંતિ સેવે છે ને માને કે આ હાથથી લાકડું ઊપડયું, આંખથી પ્રત્યક્ષ દેખાયું, શબ્દથી જ્ઞાન થયું, દુકાને હું હતો તો રૂપિયા આવ્યા એમ સંયોગથી જાએ છે. પોતાના જ્ઞાનની પર્યાય ઈદ્રિયોથી થાય છે તેમ માનનાર જીવ પરપદાર્થોની પર્યાયને પણ સંયોગથી જુએ છે. તે આત્મા કહુવાતો નથી. અજ્ઞાની જીવ ભલે માને કે પોતાને જ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે. પરંતુ ખરેખર તો તેને પણ જ્ઞાન તો આત્માથી જ થાય છે પણ તેમ તે માનતો નથી, તેથી તેને ચૈતન્યનું અવલંબન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮]
[ પ્રવચનસાર પ્રવચનો નથી. આ પ્રમાણે જે જીવ સ્વની પર્યાયને સ્વતંત્ર માનતો નથી તેને પર પદાર્થોની પર્યાયો સ્વતંત્ર જોવાની તાકાત ખીલતી નથી.
અજ્ઞાની ઊંધી માન્યતા કરે તોપણ વસ્તુનો સ્વભાવ ફરી જતો નથી. પણ તેની માન્યતામાં તે દોષ ઉત્પન્ન કરીને દુઃખી થાય છે.
વર્તમાન પર્યાયનું યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય?
સ્વ તથા પર પદાર્થોની વર્તમાન અવસ્થાનું સાચું જ્ઞાન કર્યું ક્યારે કહેવાય ?-કે તે તે પદાર્થનો સ્વભાવ જાણે તો. જે જીવ પોતાનું જ્ઞાન પોતાના જ્ઞાતા સ્વભાવના આશ્રયે થાય છે પણ ઇન્દ્રિયો તથા પરપદાર્થોના અવલંબન થતું નથી એમ માને તે જીવ પર પદાર્થોની પર્યાયોને પણ તેના દ્રવ્યના આશ્રયે થયેલી માને છે. પણ બીજાના આશ્રયે થયેલી માનતો નથી. આ પ્રમાણે માનતાં નક્કી કરે કે મોટર ચાલવાના કાળે પોતાના કારણે ચાલે છે ને અટકવાના કાળે પોતાને કારણે અટકે છે. પેટ્રોલ સાથે મોટરને સંબંધ નથી. લાકડી તેના કારણે ઊંચી-નીચી થાય છે, જીવથી થતી નથી. છોકરાની ભણવાની પર્યાય છોકરાને લીધે છે, શિક્ષકને લીધે નથી. તે તે પર્યાયો તે તે દ્રવ્યોના આશ્રયે થાય છે, પર્યાય પર્યાયવાનની છે તે બીજાને લીધે નથી. નિગોદથી માંડીને સર્વે જીવો પોતાના આત્માથી જાણે છે પણ ઇન્દ્રિયથી જાણતા નથી. એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય જીવોને આંખો નથી માટે જોઈ શકતા નથી ને ચતુરિન્દ્રિય ને પંચેન્દ્રિય જીવોને આંખો છે માટે જોઈ શકે છે તે વાત મિથ્યા છે. જ્ઞાનનો ઉઘાડ પરના આશ્રયે નથી તેમ જ પરમાંથી આવતો નથી. તે જ્ઞાનની પર્યાય પર્યાયવાન દ્રવ્યમાંથી આવે છે. શું આત્મા કોઈપણ વખતે પોતાના જાણવા-દેખવાના સ્વભાવ વિનાનો છે કે તે ઇન્દ્રિયો વડે જાણે ? કદી નહિ. નિગોદમાં પણ પોતાનો સ્વભાવ મોજૂદ છે, ત્યાં પણ પોતાથી જાણે છે. આમ પર્યાય પર્યાયવાનની છે એમ નક્કી કરે તો વર્તમાન પર્યાયનું જ્ઞાન સાચું કર્યું કહેવાય.
પ્રશ્ન: અહીં આપ કહો છો કે ઇન્દ્રિય વગર જ્ઞાન થાય છે પણ શાસ્ત્રમાં લખાણ આવે છે કે ઇન્દ્રિય ન મનના અવલંબને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન થાય છે તે અપ્રમાણ થઈ જશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[૯ - વ્યવહારનય સંયોગોનું જ્ઞાન કરાવે છે.
સમાધાનઃ ઇન્દ્રિયો ને મન વડે મતિજ્ઞાન થાય છે તે વ્યવહારનું કથન છે. વ્યવહારથી મતિજ્ઞાનના અનેક ભેદ પડે છે પણ નિમિત્તની અપેક્ષા ન લ્યો તો એક જ ભેદ રહે છે. જીવ પોતાના આત્માથી જ્ઞાન કરે છે ત્યારે બીજી કઈ ચીજોની ઉપસ્થિતિ હોય છે, તેનું વ્યવહારનય જ્ઞાન કરાવે છે. તે બધા ભેદો પોતાની પર્યાયની તે તે સમયની યોગ્યતાના કારણે પડે છે. ઇન્દ્રિયો વગેરે બાહ્ય સંયોગોને લીધે ભેદ નથી, પણ પોતાના કારણે ભેદ પડે છે ત્યારે નિમિત્ત ઉપર આરોપ આપવામાં આવે છે.
અહીં તો ભેદનો પણ નકાર કરે છે. નિમિત્તોના આશ્રયે જ્ઞાન થતું જ નથી. જ્ઞાયકના આશ્રયે જ્ઞાન ખીલે છે. ઇન્દ્રિયો તથા પરવસ્તુ આત્માને ત્રણકાળમાં અડી જ નથી. માટે તેના વડે આત્મા જાણી ના શકે. પણ પોતાનો જ્ઞાનસ્વભાવ જે અતિરૂપ છે તેના વડે જાણે છે. અજ્ઞાની પોતાની ભ્રમણાના કારણે સંયોગથી હું જાણું છું એમ માને છે, તે માન્યતા સ્વભાવષ્ટિનું ખૂન કરે છે. તે બધી ચીજોને સંયોગથી જુએ છે. પોતાને પ્રત્યક્ષ જ્ઞાનથી જાણે છે એમ નક્કી કરે તો પરપદાર્થને પણ તેના સ્વભાવથી જાણવાનું નક્કી કરી શકે.
અલ્પજ્ઞતા વખતે ઇન્દ્રિયો, મન વગેરે નિમિત્ત છે ને સર્વજ્ઞદશા વખતે ઇન્દ્રિયો, મન વગેરે નિમિત્ત નથી. પણ અલ્પજ્ઞદશામાં ઇન્દ્રિયો, મન નિમિત્ત છે માટે તેના વડે જાણે છે તે વાત ખોટી છે કોઈ પણ જીવ સ્પર્શેન્દ્રિયથી અડતો નથી, કાનથી સાંભળતો નથી અને મનથી વિચાર કરતો નથી પણ જાણવાનું કાર્ય આત્મા પોતાથી કરે છે. ઇન્દ્રિયો ને મન વડે જ્ઞાન થયું તે સંયોગ બતાવવા વ્યવહારનયથી કથન કરેલ છે, વ્યવહારનયનો આવો અર્થ સમજવો; ને સંયોગ વિના જ આત્મા જ્ઞાન કરે છે એમ નિશ્ચયનયનો અર્થ સમજવો. નયના અર્થો શાસ્ત્ર બોલતું નથી પણ આત્મા પોતાના જ્ઞાન દ્વારા જુદી જુદી અપેક્ષા સમજી લ્ય છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અપ્રમાણ નથી પણ પ્રમાણ જ્ઞાન છે, એમ સ્વાશ્રય દ્વારા યથાર્થ સમજવું જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
[પ્રવચનસાર પ્રવચનો
આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે.
આ પ્રમાણે આત્મા અલિંગગ્રહણ છે. અ=નહિં, લિંગ=ઈન્દ્રિયો, ને ગ્રહણ=જાણવું. એટલે કે આત્માને ઈન્દ્રિયો વડે જાણવું થતું નથી માટે અલિંગગ્રહણ છે. તેથી આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે એવા ભાવની પ્રાપ્તિ થાય છે. અતીન્દ્રિય જ્ઞાનમય એટલે ઈન્દ્રિય ને મન વગરનો છે એમ નક્કી થાય છે. ક્યારે ? કેવળજ્ઞાન થયા પછી ?-કે ના. કેવળજ્ઞાની તો અતીન્દ્રિય જ્ઞાનમય જ છે, પણ છદ્મસ્થ જીવ છદ્મસ્થ દશામાં પણ ઇન્દ્રિયો વડે જાણતો નથી. આમ છતાં હું ઇન્દ્રિયોથી જાણું છું એમ અજ્ઞાની અજ્ઞાનને કારણે માને છે તે સંસાર છે. માટે ઇન્દ્રિય ઉપરનું લક્ષ છોડી, જ્ઞાયકસ્વભાવનું લક્ષ કરે તેને ખરેખર અતીન્દ્રિય ભાવની પ્રાપ્તિ પોતામાં થાય છે.
જે સ્વને જાણે છે તે જ દેવ-શાસ્ત્ર-ગુરુને યથાર્થ જાણે છે.
જ
અહીં કોઈ પ્રશ્ન કરે કે આવું સ્વતંત્ર માનવાથી એકબીજાની કોઈ મદદ લેશે નહિ, શુષ્ક થઈ જશે ને દેવ-શાસ્ત્ર-ગુરુને માનશે નહિ તો ?
સમાધાનઃ- ભાઈ, એ બધી તારી ભ્રમણા છે. જે સાચું સમજે છે તે જ દેવ-શાસ્ત્ર-ગુરુને યથાર્થ સમજે છે. કારણ કે દેવ-શાસ્ત્ર-ગુરુ કહે છે કે તું તારા શાયકસ્વભાવથી જાણે છે, ઇન્દ્રિયોથી કે દેવ-શાસ્ત્રગુરુથી જાણતો નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા જીવોની તાકાત સ્વ-પરને જાણવાની પોતાથી છે એમ જે પોતાના જ્ઞાનસ્વભાવને યથાર્થ જાણે છે તે જ જીવ પરને યથાર્થ જાણે છે. દેવશાસ્ત્રગુરુ વગેરે ૫૨૫દાર્થોની હયાતી છે માટે ૫૨ જણાય છે એ વાત સાચી નથી. પણ સ્વ આત્માને જાણતાં ૫૨૫દાર્થો સ્વમાં જણાઈ જાય છે. એવી સાચી પ્રતીતિ ને જ્ઞાનમાં જ કેવળજ્ઞાનનો વિકાસ છે. ૫૨ એવા દેવ-શાસ્ત્ર-ગુરુને સાચા માન્યા ક્યારે કહેવાય? કે ૫૨ એવા દેવ-શાસ્ત્ર-ગુરુથી તથા ઇન્દ્રિયોથી હું જાણતો નથી, પણ પોતાને જાણતાં પર જણાઈ જાય છે એમ નક્કી કરે તો. ને તે જ જીવે દેવ-શાસ્ત્રગુરુને યથાર્થ માન્યા ને જાણ્યા કહેવાય.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[ ૧૧ આ પ્રમાણે અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થવાથી પરાવલંબીપણું છોડી સ્વાવલંબીપણું ઉત્પન્ન થાય છે ને તેમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પર્યાય પ્રગટે છે.
[૨] આત્મા ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય નથી - હવે બીજા બોલમાં આત્મા ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય નથી-એમ કહે છે. આત્મા ઇન્દ્રિયોથી સ્વ તથા પરને જાણતો નથી પણ પોતાથી સ્વ-પર બન્નેને જાણે છે એમ પહેલા બોલમાં કહેવાયું. હવે આ બોલમાં કહે છે કે પ્રમેય એવો આત્મા ઇન્દ્રિયોથી જણાય એવો નથી.
૧. આત્મા જ્ઞાનમાં જણાય જ નહિ. એવી કેટલાકની માન્યતા છે તે આથી ખોટી કરે છે. કારણ કે આત્મામાં પણ પ્રયત્વગુણ છે ને પ્રમેયત્વગુણ ન માને તો ગુણી એવા આત્માના નાશનો પ્રસંગ આવે માટે તે માન્યતા ખોટી છે. પ્રમેયત્વ ગુણના કારણે આત્મા જ્ઞાનમાં જણાય એવો તે પ્રમેય પદાર્થ છે.
૨. આત્મા ઇન્દ્રિયોથી જણાય એવી કેટલાકની માન્યતા છે તે પણ આથી ખોટી ઠરે છે કારણ કે આત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી જણાય એવો છે પણ ઇન્દ્રિયોથી જણાય એવો નથી. જ્ઞાનસ્વભાવ આત્માનો છે, ઇન્દ્રિયોનો નથી.
શાસ્ત્ર તથા વાણીથી ધર્મ થતો નથી અહીં કોઈ પ્રશ્ન કરે કે ભગવાનની વાણી અથવા શાસ્ત્ર ન સાંભળે તે આત્માને કેવી રીતે જાણી શકે? કારણ કે દેશનાલબ્ધિ મળ્યા વગર તો આત્માનું જ્ઞાન થતું નથી ને ધર્મ પમાતો નથી ને?
સમાધાનઃ- ભાઈ, વાણીને શાસ્ત્ર તો પર છે, જડ છે, તેનાથી જ્ઞાન થતું નથી તેમ જ કાન પણ જડ છે. ઇન્દ્રિયોથી જ્ઞાન થાય ને આત્મા જણાય એવો આત્માનો સ્વભાવ જ નથી. વાણી તથા ઇન્દ્રિય રહિત પોતાના અતીન્દ્રિય સ્વભાવથી આત્મા જણાય એવો છે. ને સ્વનું જ્ઞાન કરતાં પર એવાં શાસ્ત્ર ને વાણીનું જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨]
[ પ્રવચનસાર પ્રવચનો પણ યથાર્થ ખ્યાલમાં આવે છે કે પૂર્વે શાસ્ત્ર તથા વાણી તરફ લક્ષ હતું.
સ્વ-પર પ્રકાશક સ્વભાવ ખીલતાં પરનું યથાર્થ જ્ઞાન થાય છે. શાસ્ત્ર, શબ્દ, કાન, આંખમાં આત્મા નથી તો પછી શાસ્ત્ર તથા વાણી વડે આત્મા કેમ જણાય? ન જ જણાય. પણ આત્મા પોતાના જ્ઞાયકસ્વભાવ વડે જ જણાય એવો છે. આ વાત લોકોએ સાંભળી જ નથી તેમ જ કાને પડી નથી. તેથી મોંઘી લાગે છે. વાણીથી ધર્મ નથી તો પછી વાણી સાંભળવાની
શી જરૂર છે? પ્રશ્ન: હમણાં આપ જ કહો છો કે કાન તથા વાણીથી જ્ઞાન થતું નથી. વળી કહો છો કે આ વાત કાને પડી નથી. તો પછી આ વાત કાને પાડવાની ને સાંભળવાની શી જરૂર છે? કારણ કે કાન તથા વાણીથી તો આત્માનું જ્ઞાન થતું નથી એમ તો આપ કહો છો. સમાધાન: “કાને પડી નથી” એમ જે કહ્યું તે તો નિમિત્તથી ને સંયોગથી વાત કરી છે, આવી વાત સાંભળવા મળી નથી એટલે કે તે જીવની પોતાની એવી લાયકાત પણ નથી એમ સમજવું. સમય સમયની સમજવાની પર્યાય તો સત્ છે. તે પર્યાય કાન તથા શબ્દને લીધે નથી. તેટલું સમજવાની લાયકાત તેનામાં નથી એટલે “વાત કાને પડી નથી” એમ કહેવામાં
આવેલ છે. વળી આ વાત જેને કાને પડે ને પોતાના કારણે સમજે તો પણ તે જ્ઞાન ખંડખંડવાળું છે. તેનાથી પણ અખંડ આત્માને લાભ નથી. કારણ કે અંશથી અંશીને લાભ થઈ શકે નહિ. ખંડખંડ અપૂર્ણ જ્ઞાનની યોગ્યતા ઉપરનું લક્ષ ઉઠાવી અખંડ પરિપૂર્ણ ઉપર લક્ષ કરે તો આત્માને ધર્મ થાય છે, તો પછી જેને ખંડખંડ જ્ઞાનવાળી યોગ્યતા પણ પ્રાપ્ત કરી નથી, જેને નિમિત્તરૂપે અવિરોધ વાણી કાને પડી નથી એટલે કે વ્યવહાર દેશનાલબ્ધિનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[૧૩
નિમિત્ત પ્રાપ્ત થયું નથી તેને તો ધર્મ ક્યાંથી થાય? એટલે કે તેવા જીવને કોઈ કાળે ધર્મ થાય જ નહિ એમ કહેવાનો ભાવ છે. ત્યાં પણ તે જીવની યોગ્યતા બતાવવી છે.
આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી
આ પ્રમાણે આત્મા અલિંગગ્રહણ છે. આત્મા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી એટલે ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય નથી તેથી આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
અજ્ઞાની જીવ માને છે કે ૫૨ વિના, શબ્દ વિના, કાન વિના, આત્મા જણાય નહિ પણ તેની તે માન્યતા મિથ્યા છે. તે માન્યતા જ આત્મસ્વભાવથી વિપરીત છે. ૫૨ વિના જ જણાય તેવો સ્વભાવ છે. આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી પણ જ્ઞાનપ્રત્યક્ષનો વિષય છે એવો તેમાંથી ભાવ નીકળે છે.
ઇન્દ્રિયોના આશ્રયે આત્મા જણાતો નથી પણ આત્માના આશ્રયે આત્મા જણાય છે એમ ખ્યાલ આવતાં ઇન્દ્રિયો તરફનું લક્ષ છૂટી જાય છે ને પોતાના જ્ઞાનસ્વભાવપ્રત્યક્ષનાં શ્રદ્ધા-જ્ઞાન થતાં ધર્મ થાય છે.
******
જ્ઞાનસ્વભાવમાં જણાતો આત્મજ્ઞેયપદાર્થ કેવો છે ?
(માહ વદ ૪ રિવવાર )
આત્મા જ્ઞેય છે ને તે જ્ઞાનવડે જણાવાયોગ્ય પદાર્થ છે. લિંગ વડે તે જણાય તેવો નથી.
(૧) આત્મા ઇન્દ્રિયોથી જાણે તેવો તે જ્ઞેયપદાર્થ નથી.
તેમાં પ્રથમ બોલઃ આત્માને ઇન્દ્રિયોથી જાણવું થતું નથી તેવો તે શેય પદાર્થનો સ્વભાવ છે. આ જ્ઞેયતત્ત્વ અધિકારમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪]
[ પ્રવચનસાર પ્રવચનો અલિંગગ્રહણ કહેવાનું કારણ એ છે કે આત્મા જ્ઞાન-દર્શન આદિ અનંત ગુણો તથા પર્યાયોનો પિંડ છે. તે જ્ઞય પદાર્થ ઈન્દ્રિયોથી કામ કરે તેવો તેનો સ્વભાવ નથી. ઇન્દ્રિયના અવલંબન વિના પોતાથી જ્ઞાન કરે તેવો તે જ્ઞયનો સ્વભાવ છે. જેવાં જ્ઞયો છે તેવો જ્ઞયનો સ્વભાવ જાણે ને સ્વસમ્મુખ થઈ શ્રદ્ધા કરે તો ધર્મ થાય. વિરુદ્ધ જાણે તો ધર્મ ક્યાંથી થાય? ન થાય, માટે આત્મા ઇન્દ્રિયો વડ જ્ઞાન કરે તેવો તે જ્ઞય પદાર્થ નથી.
(૨) આત્મા ઇન્દ્રિયોથી જણાય તેવો તે શેયપદાર્થ નથી.
બીજો બોલ-આમા ઇન્દ્રિયો વડે જણાય એવો તે શેય પદાર્થ નથી, અંતર્મુખ જોવાથી જણાય એવો છે. આ જ્ઞય અધિકાર છે, બીજી રીતે કહીએ તો સમ્યગ્દર્શન અધિકાર છે. ઇન્દ્રિયોથી જણાય તે આત્મા નથી. સમ્યગ્દર્શનનો વિષય આત્મા છે માટે ઇન્દ્રિયો વડે સમ્યગ્દર્શન થતું નથી એટલે કે ધર્મ થતો નથી.
આત્મા વસ્તુ શય છે. જ્ઞય કહો કે પ્રમેય કહો–બ એક જ છે. જગતની અંદર જે સ્વ-પર પ્રમેય છે તે કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય જરૂર થાય કારણ કે તેમાં પ્રયત્ન નામનો ગુણ છે. આત્મા ઇન્દ્રિયો વડ જ્ઞાન કરે તેવો તેનો સ્વભાવ નથી, ઈન્દ્રિય દ્વારા જ્ઞાન કરે તો તે પ્રમાણ રહેતું નથી. પ્રમેયને જ્ઞાનમાં જણાવા યોગ્ય કહેલ છે પણ ઇન્દ્રિયોથી જણાવા યોગ્ય કહેલ નથી. છયે દ્રવ્યો પોતાના પ્રમેયત્વ ગુણના કારણે કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય થાય છે તેમ કહ્યું છે, પણ ઇન્દ્રિયો વડે જણાય તેવું તેનું સ્વરૂપ નથી. આત્મવસ્તુ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે અનંત શક્તિનો પિંડ છે. તે પ્રમેય ઇન્દ્રિયોનો વિષય થાય તેમ નથી. આત્મા પ્રમાતા ને પ્રમેય બને છે. જગતના પદાર્થો પ્રમેય છે. ઈન્દ્રિયો પ્રમેય છે. તે પ્રમેયમાં પણ એવી તાકાત નથી કે તે આત્માને જાણે ને આત્મા સ્વ પ્રમેય છે, તેનો સ્વભાવ એવો નથી કે તે ઇન્દ્રિયોથી જણાય.
પ્રશ્ન:- તો પછી ઇન્દ્રિયો જીવને કેમ મળી છે? તથા તેને ઇન્દ્રિયવાળો કેમ કહ્યો છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[૧૫ ઉત્ત૨:- કોઈ પદાર્થને કોઈ બીજો પદાર્થ મળતો નથી. કોઈ બીજા પદાર્થમાં જતું કે આવતું નથી. જગતના જ્ઞેય પદાર્થો પોતાના કા૨ણે આવે ને જાય છે. પરમાણુની પર્યાય આત્માના એક ક્ષેત્રે આવી તેને ઓળખાવવામાં આવી છે.
નિશ્ચયથી ઇન્દ્રિયો પરમાણુની પર્યાય છે. પણ તેની વર્તમાન પર્યાયમાં પુદ્દગલની બીજી પર્યાય કરતાં ફેર છે તેથી તેને ઇન્દ્રિય તરીકે ઓળખાવી છે. નિશ્ચયથી પુદ્દગલ પરમાણુમાં ફેર નથી. ઇન્દ્રિયજ્ઞાન જે કહેવામાં આવ્યું છે તે વ્યવહારથી ઇન્દ્રિયોનો સંયોગ બતાવવા કહેવામાં આવ્યું છે. પણ તેનાથી જ્ઞાન થાય છે તેવો તેનો અર્થ નથી. પણ જીવના ઉઘાડની લાયકાત વખતે ઇન્દ્રિયો નિમિત્તરૂપે હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે.
જ્ઞાનથી આત્મા જણાય એમ શ્રદ્ધા કબૂલે છે.
આત્મા પોતે પ્રમેય છે. પોતે ઇન્દ્રિયો વડે જણાય એવો પ્રમેય પદાર્થ નથી, માટે તે ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી, પણ જ્ઞાનપ્રત્યક્ષનો વિષય છે. આ સમ્યગ્દર્શન અધિકાર છે. આત્મા શ્રદ્ધાનો એટલે સમ્યગ્દર્શનનો વિષય છે, તેથી શ્રદ્ધા એમ કબૂલે છે કે ઇન્દ્રિયોથી જણાય એવો આત્મપદાર્થ નથી પણ જ્ઞાનપ્રત્યક્ષથી જણાય એવો આત્મપદાર્થ છે. આવી સ્વાશ્રયદ્વારા શ્રદ્ધાની કબૂલાત કરવી તે ધર્મ છે. આવી શ્રદ્ધા અને જ્ઞાન વિના વ્રત-તપ આદિ સાચાં હોઈ શકે નહિ.
(૩) આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનથી જણાય તેવો નથી.
ત્રીજો બોલઃ- ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ છે. તેમ બાહ્ય કોઈ ઇન્દ્રિયોથી જણાવા યોગ્ય ચિહ્ન દ્વારા આત્માનું જાણવું થતું નથી તેવો તે જ્ઞેય છે.
શરીરના હાલવા-ચાલવાથી, વાણીના બોલાવાથી તથા ગર્ભના વધવાથી તે બધાં ચિહ્નથી આત્મા ઓળખી શકાય ખરો ?-કે ના.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[ પ્રવચનસાર પ્રવચનો તે એંધાણથી આત્મા ઓળખી શકાતો નથી. જેમ તાવનું માપ થરર્મોમિટર દ્વારા જણાય છે તેમ બાહ્ય કોઈ ચિલથી આત્મા ઓળખાતો નથી. અહીં ઈન્દ્રિયોના અનુમાનની આત્માના જાણપણા માટે જરૂર નથી એમ કહેવામાં આવ્યું છે.
કોઈ કહે કે આત્મા આત્માના જ્ઞાન દ્વારા ઓળખાય અને પરપદાર્થો ઈન્દ્રિયો દ્વારા ઓળખાય તો તે સ્થૂલ અજ્ઞાન છે. કોઈ પણ પદાર્થ ઇન્દ્રિયથી જણાતો નથી, જ્ઞાનથી જણાય છે. વળી આત્મા નિશ્ચયથી આત્મા દ્વારા ઓળખાય ને વ્યવહારથી ઇન્દ્રિયોદ્વારા ઓળખાય એમ જ કહે છે તે પણ ભૂલ છે, તે મિથ્યા અનેકાન્ત છે. આત્મા આત્માદ્વારા જ ઓળખાય ને બીજા કોઈ ચિહ્ન-ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોના અનુમાન દ્વારા ન ઓળખાય તે જ સમ્યક અનેકાન્ત છે ને તે ધર્મ છે.
અહીં અલિંગગ્રહણનો અર્થ એવો છે કે અન્નનહિ, લિંગઇન્દ્રિયોથી જણાવા યોગ્ય ચિહ્ન, ગ્રહણ=જાણવું. એટલે આત્મા કોઈ ઇન્દ્રિયગમ્ય ચિહ્નથી જણાતો નથી. જેમકે શરીર નાનામાંથી મોટું થાય તેવા બાહ્ય ચિતથી આત્મા નક્કી થતો નથી માટે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી–એવો તેમાંથી અર્થ નીકળે છે. આત્મા એવો શેય પદાર્થ છે કે તે સીધો જ્ઞાનથી જણાય-તેમાં ઇન્દ્રિયના અનુમાનની જરૂર નથી. (૪) આત્મા કેવળ અનુમાનથી જ જણાય એવો તે
શેય પદાર્થ નથી. બીજા આત્મા વડે માત્ર અનુમાન દ્વારા જણાય એવો જીવનો સ્વભાવ નથી. અહીં અલિંગગ્રહણનો અર્થ: અ નહિ, લિંગ=અનુમાનજ્ઞાન અને ગ્રહણ=જાણવું. અર્થાત્ આત્મા માત્ર અનુમાનજ્ઞાનનો વિષય થાય તેવો તે જ્ઞય પદાર્થ નથી. અહીં માત્ર અનુમાન” કહ્યું છે. માત્ર” કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા અંશે સ્વસંવેદન સહિત અનુમાનનો વિષય છે ખરો, પણ કેવળ અનુમાનનો વિષય નથી. જો આત્મા કેવળ અનુમાનનો જ વિષય હોય તો આત્મા કદી પણ પ્રત્યક્ષજ્ઞાનનો વિષય થઈ શકે નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૧૭ કેવળજ્ઞાનમાં તો તે સર્વથા પ્રત્યક્ષ જણાય છે અને નીચલી દશામાં શ્રુતજ્ઞાનમાં પ્રતીતિમાં આવે છે. સાધકદશામાં પણ એકલા અનુમાનથી જણાવાયોગ્ય નથી. સાધકદશામાં એકલા અનુમાન જ્ઞાનથી જણાતો હોય તો વસંવેદન અંશે પ્રત્યક્ષ થઈ શકે નહિ ને સ્વસંવેદન જ્ઞાન સાધકદશામાં અંશે પ્રત્યક્ષ ન હોય તો તે વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ થઈ શકે નહિ, માટે સાધકદશામાં પણ સ્વસંવેદન પ્રત્યક્ષપૂર્વક અનુમાનજ્ઞાનનો વિષય થાય છે. બીજાઓ કે જેને આ આત્મા જાણવો છે તેમને સ્વસંવેદન જ્ઞાન હોવું જ જોઈએ તો જ તે જીવો આ આત્માને જાણી શકે. બીજા જીવો સ્વસંવેદન સહિત અનુમાન જ્ઞાન કરીને જ્ઞાન લંબાવે ને આ આત્માની ઓળખાણ કરે તો બરાબર છે પણ બીજા જીવો સ્વસંવેદન વિનાના માત્ર અનુમાનથી આ આત્માને ઓળખવા જાય તો તે વડે આ આત્મા જણાય એવો એ જ્ઞય પદાર્થ નથી.
*
*
*
*
*
(૫) આત્મા કેવળ અનુમાનથી જ જાણે એવો તે
શેય પદાર્થ નથી. આ આત્મા એકલું અનુમાન કરી પોતાને તથા પરને જાણતો નથી. અલિંગગ્રહણનો અર્થ- અન્નનહિ, લિંગ=અનુમાન જ્ઞાન, ગ્રહણ જાણવું. આત્મા માત્ર અનુમાન જ્ઞાનથી પોતાને અથવા પર જાણે એવો નથી. માટે સ્વ અને પર બન્નેને જાણવા માટે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન હોવું જોઈએ.
આત્મા પોતે કેવળ અનુમાન કરનારો હોય તો કદીપણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરી શકે નહિ. અનુમાન જ્ઞાન છે ખરું પણ કેવળ અનુમાન માને તો તે યથાર્થ નથી. અનુમાન સાથે અંશે સ્વસંવેદન જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે ને તે વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ એવું કેવળજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[પ્રવચનસાર પ્રવચનો
થાય છે અને ત્યારે અનુમાનનો અભાવ થાય છે. તેથી અહીં કેવળ અનુમાનથી જાણતો નથી એમ કહ્યું છે.
સ્વસંવેદન જ્ઞાન વિના ૫૨ પદાર્થોનું જ્ઞાન યથાર્થ નથી.
આત્મા પોતાને તો અનુમાનથી જાણતો નથી પણ અન્ય જીવોને, શરીરને તથા ૫૨૫દાર્થોને કેવળ અનુમાનથી જાણે તેવો પણ તેનો સ્વભાવ નથી. કેવળ અનુમાન જ્ઞાનથી ૫૨૫દાર્થોનું જ્ઞાન કરવું તે યથાર્થ જ્ઞાન નથી. આ રીતે આત્મા કેવળ અનુમાન કરનારો જ નથી એવા ભાવની પ્રાપ્તિ થાય છે. દેવ, ગુરુ, સ્ત્રી, કુટુંબકબીલો, તેમજ નિગોદથી માંડીને સિદ્ધ સુધીના બધા જીવોને કેવળ અનુમાન કરી જાણી લેવાય તેવો તે જ્ઞેયોનો સ્વભાવ નથી. અંશે સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ, સ્વસંવેદન સહિત અનુમાન જ્ઞાન દ્વારા જાણે તે જ યથાર્થ જ્ઞાન કહેવાય. સ્વસંવેદન વગર એકલું અનુમાન તે સાચું અનુમાન પણ કહેવાતું નથી.
ક્રિયાનું સ્વરૂપ.
કોઈ પ્રશ્ન કરે કે આ બધું જાણ્યા પછી તો અમારી માનેલી ક્રિયા કરવી ખરીને ? સમજણપૂર્વક ક્રિયા કરીએ તો શું વાંધો?
સમાધાનઃ સમજણપૂર્વક ક્રિયામાં રાગની ને શ૨ી૨ની ક્રિયા આવતી નથી. આત્માના ભાન વિના વિધિ કહેવી કોને? જો તને સાચી સમજણ થઈ હશે તો આ પ્રશ્ન જ થશે નહિ કારણ કે સમજણ કહેતાં જ તેમાં જ્ઞાનની ક્રિયા આવે છે, ને શરીર તથા રાગની ક્રિયાનો નિષેધ થાય છે.
પ્રશ્ન: જ્ઞાનપૂર્વક ક્રિયામાં અમારી માનેલી ક્રિયાનું મિશ્રપણું કરીએ તો?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[ ૧૯
ઉત્તર: ભાઈ, દૂધપાકમાં જરાક ઝેર પડતાં બધો દૂધપાક ઝરૂપ થઈ જાય છે ને ખાવામાં કામ આવતો નથી તેમ માત્ર પરલક્ષી જ્ઞાન કરી તેની સાથે શરીરની તથા રાગની ક્રિયા ભેળવવી તે એકાંત મિથ્યા છે.
જીવ શરીરની ક્રિયા કરી શકતો જ નથી ને અધૂરી દશામાં રાગ થાય છે તે રાગ કરવાનો અભિપ્રાય પણ જ્ઞાનીને નથી. શરીર ને રાગનો જ્ઞાતા છે તેવું આત્માનું સ્વરૂપ છે એમ સમજણ કરવી. તે સમજણપૂર્વકની ક્રિયા છે. સમજણપૂર્વકની ક્રિયા કહેતાં જ શરીરની તથા રાગની ક્રિયાનો નિષેધ થઈ જાય છે. આત્મા બહારના કોઈ લિંગથી જણાય એવો નથી એવો તે એક શેય પદાર્થ છે તેમ તેનું જ્ઞાન કરવું તે જ સાચી ક્રિયા છે.
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અહીં તો એમ કહેવું કે અનુમાન જ્ઞાનમાત્રથી આત્મા જણાય એવો નથી. એ ઉપરથી નીચેના ન્યાયો નીકળે છેઃ
પ્રત્યક્ષ-પરોક્ષજ્ઞાનના ન્યાયો.
૧.
૨.
૩.
અનુમાન જ્ઞાનમાત્રથી આત્મા જણાય એવો હોય તો પ્રત્યક્ષ જ્ઞાન અને તેનો વિષય રહેશે નહિ. પણ તેમ બની શકે નહિ.
કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે ને તેમાં આત્મા તથા સર્વ પદાર્થ સાક્ષાત્ જણાય છે. પણ તે વર્તમાનમાં છદ્મસ્થને પૂર્ણ પ્રગટ નથી. જો તે વર્તમાનમાં પૂર્ણ પ્રગટ હોય તો સંપૂર્ણ આનંદ પ્રગટ હોવો જોઈએ.
સાધકને સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન હોય છે ને તેનું અનુમાન જ્ઞાન પ્રમાણ છે કારણકે સ્વસંવેદન વગરનું એકલું અનુમાન જ્ઞાન પ્રમાણ હોઈ શકે નહિ માટે સાધદશામાં અંશે પ્રત્યક્ષ ને પરોક્ષ બન્ને સાથે રહેલાં છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦] ૪.
[ પ્રવચનસાર પ્રવચનો સાધકદશામાં જ એકલું પરોક્ષ જ માનવામાં આવે તો પ્રત્યક્ષ કદી થાય નહિ પણ તેમ બને નહિ. માટે સ્વસંવેદન અંશ પ્રત્યક્ષ ત્યાં રહેલું છે જે વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ કેવળજ્ઞાન થાય છે.
સાધકદશામાં અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન છે તે ક્રમે ક્રમે વધતાં પરોક્ષનો અભાવ થતો જાય છે ને પૂર્ણ પ્રત્યક્ષ થતાં પરોક્ષનો સર્વથા અભાવ થાય છે.
અનુમાન જ્ઞાન એકલું હોઈ શકે જ નહિ કારણ કે અનુમાન જ્ઞાન એકલું હોય તો તે કાયમ રહે ને પ્રત્યક્ષ થવાનો પ્રસંગ જ બને નહિ.
સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન એકલું હોઈ શકે કારણ કે ત્યાં પરોક્ષનો સર્વથા અભાવ હોય છે.
સ્વસંવેદન વગરનું એકલું અનુમાન તે જ્ઞાન જ નથી. તેથી કેવળ અનુમાન જ્ઞાનમાત્રથી આત્મા જણાય એવો નથી તેમ જ કેવળ અનુમાનમાત્રથી આત્મા સ્વ કે પરને જાણતો નથી. આ પ્રમાણે આત્મા અનુમાતા માત્ર નથી.
એકલા અનુમાનથી જાણે તેવો જ્ઞાનનો સ્વભાવ નથી તેમ જ એકલા અનુમાનથી જણાય તેવો શેયનો પણ સ્વભાવ નથી. આવી રીતે આત્મા કેવળ અનુમાનથી જ જાણે એવો તે શેયપદાર્થ નથી. એમ સ્વયનું યથાર્થ સ્વરૂપ જાણવું તે ધર્મનું કારણ છે.
મહામુનિઓ જંગલમાં વસતા હતા. એક “અલિંગગ્રહણ” માંથી વીસ બોલ કાઢયા છે તેમાંથી શુદ્ધ આત્મા ઊભો થાય તેમ છે. ઘણી જ અદ્દભુત વાત કરી છે. લૌકિકમાં કોઈ તૈયાર કરીને લાડવા આપે તે પણ જેને ખાતાં ન આવડે તે મૂર્ખ છે તેમ અહીં અદભુત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[ ૨૧ રીતે આત્મા ઊભો થાય તેવો માલ હાજર કર્યો છે છતાં જે જીવ તેનો વિચાર કરી, શ્રદ્ધા કરી, સ્વરૂપાનંદનો ભોગવટો ન કરે તે મૂર્ખ છે.
*
*
*
*
*
*
*
F * *
*
*
*
* *
(માહ વદ ૫ સોમવાર)
(૧) આત્મા અતિક્રિયજ્ઞાનમય છે એમ તું જાણ.
આ આત્મા શરીર આદિથી પર છે. તે શું છે? શરીર વગેરે પરજ્ઞય છે ને આત્મા સ્વજ્ઞય છે. પોતાને પોતા વડે જાણતાં આત્મા
સ્વપણે જણાય છે ને પર પદાર્થો પરપણે જણાય છે. આત્મા બાહ્ય લિંગથી જણાય એવો નથી એમ “તું જાણ.” અહીં આચાર્ય ભગવાન આદેશ કરે છે. એ શેયરૂપ આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, અસ્તિત્વ, વિભુત્વ, પ્રભુત્વ વગેરે અનંત અનંત શક્તિનો પિંડ છે ને અલિંગગ્રહણ છે એમ તું જાણ”. આત્માને ઈન્દ્રિયોથી જાણવું થતું નથી તેમ તું જાણ. આત્મા અતીન્દ્રિય છે એટલે કે ઇન્દ્રિય તથા મનના અવલંબન વગરનો છે માટે ઇન્દ્રિયો વડે જાણતો નથી એમ તું જાણ.
શ્રીગુરુ શિષ્યને કહે છે કે “તું જાણ” તો તે ઉપરથી આત્મા જાણી શકાય છે એમ નક્કી થાય છે. જો શિષ્ય આત્માને જાણી શકે એમ ન હોત તો શ્રી ગુરુ “તું જાણ” એમ કહેત નહિ. “તું જાણ” કહેતાં જ શિષ્ય જાણી શકે એવો આત્મા છે એમ નક્કી થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૨]
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
[પ્રવચનસાર પ્રવચનો
આત્મામાં જેનો અભાવ છે તેવી ઇંદ્રિયો વડે
કેવી રીતે જાણે ?
આ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તે ઇન્દ્રિયોથી જાણતો નથી એમ તું જાણ. આત્મામાં ઇન્દ્રિયોનો અભાવ છે. જે પદાર્થમાં જેનો અભાવ હોય તેનાથી તે કામ કરે એમ બની શકે નહિ. ભગવાન આત્મામાં ઇન્દ્રિયોનો અભાવ છે ને અભાવ વડે આત્માને જાણે તો સસલાનાં શિંગડા વડે કોઈને દુઃખ થાય તેના જેવું બને. સસલાનાં શિંગડાં જગતમાં છે જ નહિ તો પછી તે સુખદુઃખનું કારણ કેમ હોઈ શકે? ન જ હોય. તેમ આત્મામાં ઇન્દ્રિયોનો અભાવ છે તો પછી તે અભાવરૂપ ઇન્દ્રિયો વડે આત્મા જાણે એમ કેમ બને? ન જ જાણે. માટે આત્મા અતીન્દ્રિય સ્વભાવવાળો છે એમ તું જાણ. આનું નામ સમ્યગ્દર્શન ને ધર્મ છે.
(૨) આત્મા ઇંદ્રિયપ્રત્યક્ષનો વિષય નથી એમ તું જાણ.
આત્મા એવો છે કે તે ઇંદ્રિયો વડે જણાતો નથી એમ તું જાણ. ઇંદ્રિયો તેનામાં છે જ નહિ. જે વસ્તુ જેનામાં ન હોય તેનાથી તે જણાય એવું કદી બને નિહ. આત્મામાં ઇંદ્રિયો જ નથી માટે તે ઇંદ્રિયપ્રત્યક્ષનો વિષય નથી. તે તો પોતાથી જણાય તેવો છે એમ તું જાણ.
(૩) આત્મા ઈન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એમ તું જાણ.
શરીર હાલેચાલે છે, વાણી બોલાય છે માટે આત્મા છે એમ ઇન્દ્રિયના પ્રત્યક્ષપૂર્વક અનુમાન કરી શકાય એવો આત્મા નથી. આત્મામાં ઇંદ્રિયો જ નથી તેથી ઇંદ્રિયપ્રત્યક્ષ અનુમાનથી આત્મા જાણી શકાતો નથી એમ તું જાણ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૨૩ જેમ ધુમાડાથી અગ્નિનું અનુમાન થાય છે તેમ ઇદ્રિયગમ્ય કોઈ પણ ચિહ્નથી આત્મા જણાતો નથી પણ સંવેદન જ્ઞાનથી જણાય એવો છે તેમ તું જાણ. “તું જાણ” માંથી “શિષ્ય આત્માને જાણી શકે એવો છે” એવો અર્થ નક્કી થાય છે. હીરાના વેપારીને હીરાની દુકાન શરૂ કરતી વખતે ખ્યાલમાં છે કે હીરાના ગ્રાહક દુનીયામાં છે. તે ગ્રાહકો મારે ત્યાં હીરા લેવા આવશે એમ તેને ખાતરી છે. પણ હું હીરાની દુકાન તો નાખું છું પણ કોઈ ગ્રાહક હીરા લેવા નહીં આવે તો? એવી શંકા તેને થતી નથી. તેમ અહીં આચાર્ય ભગવાને “તું જાણ” એમ કહ્યું છે તો તેમને ખાતરી છે કે હું કહું છું તેવો આત્મા જાણનારા જીવો છે જ. પાછળના જીવો આવો આત્મા–હું કહું છું તેવોનહિ જાણે તો? એવી તેમને શંકા જ નથી. આ વાત ઘણી ઝીણી છે ને આકરી છે માટે ન જણાય એવું કાંઈ છે નહિ પણ તું જાણી શકીશ જ એમ તું ભરોસો લાવ.
આત્મા સ્વતત્ત્વ છે તે પરતત્ત્વ વડ જાણતો નથી, પરતત્ત્વ વડે જણાતો નથી, તેમ જ પરતત્ત્વના અનુમાન દ્વારા પણ જણાતો નથી પણ સ્વતત્ત્વથી જ જાણે છે ને જણાય છે એમ તું જાણ.
*
*
*
(૪) કેવળ અનુમાનથી જ જણાય તેવો આત્મા નથી
એમ તું જાણ.
બીજા જીવો કેવળ અનુમાન કરે ને આત્મા જણાય-એવો આત્મા નથી. બીજાઓ કેવળ અનુમાનજ્ઞાનથી નક્કી કરે કે આ આત્મા આવો છે તો તે આત્માનું જ્ઞાન સાચું નથી. રાગરહિત જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય છું તેના ભાન દ્વારા-સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્મા જણાય એવો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
[ પ્રવચનસાર પ્રવચનો પંચપરમેષ્ઠી ભગવાન એકલા અનુમાનથી જણાય તેવા નથી.
બીજા જીવો એકલું અનુમાન કરે ને કહે કે આ વીતરાગદેવ છે, આ નિગ્રંથ ગુરુ છે તો તેવી રીતે પારખવું બની શકે નહિ એમ તું જાણ. સર્વજ્ઞ દેવાધિદેવ, અહંત તથા સિદ્ધ અને આચાર્ય, ઉપાધ્યાય, મુનિ વગેરેના આત્માને જાણવા હોય તો એકલા અનુમાન વડે જાણી શકાય એવા તે આત્મા જ નથી.
હીરાની દુકાને બે પૈસા લઈને જાય તો હીરા-માણેક મળે નહિ. વળી કોઈ ભિખારી ભીખ માગે તો તેને લાડવાનો ભૂકો મળે પણ મિઠાઈનું આખું ચોસલું મળે નહિ. આખું ચોસલું માગવાની તેનામાં હિંમત પણ હોતી નથી તેમ જ ઘરની રિદ્ધિ-સિદ્ધિ, હીરા વગેરે અમોને બતાવજો એવું કહેવાની હિંમત પણ તેનામાં હોતી નથી. તેવી રીતે કેવળ અનુમાનજ્ઞાન ભિખારી જેવું છે, તે વડે હીરા સમાન પંચપરમેષ્ઠીના આત્માઓ પારખી શકાય એમ નથી. જેમ ભિખારીમાં
હીરા બતાવજો” એમ કહેવાની હિંમત જ નથી તેમ અનુમાનજ્ઞાનમાં પંચપરમેષ્ઠીના આત્મા પારખે તેવી તાકાત જ નથી. પોતાનો આત્મા શુદ્ધસ્વભાવી છે તેનાં શ્રદ્ધા-જ્ઞાન તથા રાગરહિત અંશે સ્વસંવેદન જે જીવમાં નથી તે જીવ એકલા અનુમાનજ્ઞાનથી તે પંચ પરમેષ્ઠીના આત્માઓ જાણી શકે નહિ. સંવેદન જ્ઞાન વિનાના મિથ્યાષ્ટિઓ ભલે શાસ્ત્રના ઘણા ઘણા જાણકાર હોય ને તે જ્ઞાનથી એકલું અનુમાન કરે કે અતિ આવા હોવા જોઈએ ને મુનિ આવા હોવા જોઈએ તો તેમનું તે બધું અનુમાનજ્ઞાન જ્ઞાન જ નથી. તેનાથી પંચપરમેષ્ઠી ઓળખાય તેવા તે આત્મા નથી એમ તું જાણ.
પંચપરમેષ્ઠી ભગવાન સ્વસંવેદન જ્ઞાનથી જણાય તેવા છે.
એકલા અનુમાનથી પંચપરમેષ્ઠી જણાય એવા નથી તો કયા જ્ઞાનથી જણાય એવા તે આત્મા છે? તો કહે છે કે ભાઈ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[૨૫
તારે પંચપરમેષ્ઠીના આત્માને જાણવા હોય તો પ્રથમ તો તારામાં સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કર તો તે જ્ઞાનથી તેઓ જણાય એવા છે. આત્મા શરીર તથા ઈન્દ્રિય વિનાનો છે, રાગ રહિત છે, પર પદાર્થો તથા મનના અવલંબન વિનાનો છે તેવા પોતાના આત્માની શ્રદ્ધા ને જ્ઞાન કર.
૧.
તેવા સ્વસંવેદન સહિતના જ્ઞાનને લંબાવીને અનુમાન કર કે મારું જ્ઞાન અંશે પ્રત્યક્ષ ઊઘડયું છે તો અંશ પ્રત્યક્ષ વધીને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણી શકે એવું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકશે. એવી ખાતરી તને થઈ તો તે ઉપરથી અનુમાન કર કે એવા સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાનને પામેલા અર્હુતને સિદ્ધ હોવા જોઈએ અને તેમની સર્વજ્ઞદશા સંપૂર્ણ રાગરહિત અને મનના અવલંબન રહિત હોવી જોઈએ. વળી તે સર્વજ્ઞદશા એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને જાણવારૂપ હોવી જોઈએ.
વળી જેમ અંશે સ્વસંવેદન જ્ઞાન મને થયું છે તેમ આત્મા રાગરહિત શુદ્ધ, નિરાવલંબી તત્ત્વ છે તેનો આશ્રય કરીને પોતામાં પણ સ્વસંવેદન જ્ઞાન અંશે પ્રગટ કરનારા બીજા સાધક જીવો પણ મારી માફક હોવા જોઈએ. જે અંશે સાધી રહ્યા છે ને પછી પરિપૂર્ણ દશા પ્રગટ કરવાના તે સાધક જીવો આચાર્ય, ઉપાધ્યાય ને મુનિ છે.
આવી રીતે આત્માના સ્વસંવેદન જ્ઞાનને લંબાવીને નિર્ણય કરે કે પંચપરમેષ્ઠીમાં પૂરા સર્વજ્ઞ કેવા હોય ને અધૂરા જ્ઞાની કેવા હોય તો તેનો નિર્ણય સાચો છે ને તે જ્ઞાનમાં પંચપરમેષ્ઠી જણાય એમ છે. મિથ્યાદષ્ટિના સ્વસંવેદન વિનાના એકલા અનુમાન જ્ઞાનમાં તે પંચ પરમેષ્ઠીના આત્મા જણાય એમ નથી. તેથી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬]
[ પ્રવચનસાર પ્રવચનો એકલા અનુમાન જ્ઞાનને લિંગમાં નાખી તે લિંગથી બીજા આત્માઓ ગ્રહણ થઈ શકે એવા નથી (જણાય એવા નથી) એવો અલિંગ ગ્રહણનો અર્થ, હે શિષ્ય! તું જાણ.
સ્વસંવેદન વગરનું માત્ર અનુમાન તે પ્રમાણજ્ઞાન નથી
પણ મિથ્યાજ્ઞાન છે.
૧.
એક પદાર્થની અંદર વર્તમાન પર્યાયમાં પોતાની યોગ્યતાના કારણે કાર્ય થાય છે ત્યારે બીજી સંયોગી ચીજને નિમિત્ત કહેવાય છે. ઉપાદાનમાં કાર્ય ન થાય તો બીજી ચીજને નિમિત્ત પણ કહેવાતું નથી. એટલે કે ઉપાદાનમાં કાર્ય થયા વગર બીજી સંયોગી ચીજમાં નિમિત્તપણાનો આરોપ જ આવતો નથી. જીવ પોતાના શુદ્ધસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિશ્ચયપર્યાય પ્રગટ કરે તો દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેના શુભરાગને વ્યવહારનો આરોપ આપવામાં આવે છે. પોતામાં નિશ્ચય નિર્મળ પર્યાય પ્રગટ ન કરે તો પૂર્વના રાગને વ્યવહાર નામ પણ આપી શકાતું નથી, એટલે કે નિશ્ચય વગર એકલો વ્યવહાર હોતો જ નથી.
તે ન્યાયે
૩.
જીવ પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રયે સંવેદન જ્ઞાન પ્રગટ કરે તો તે સ્વસંવેદન સહિતના અનુમાન જ્ઞાનને અનુમાન જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. પોતામાં સ્વસંવેદન જ્ઞાન પ્રગટ ન કરે તો એકલું અનુમાન તે પ્રમાણ જ્ઞાન કહેવાતું નથી પણ તે મિથ્યાજ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૨૭
ભાવ-નમસ્કારનું સ્વરૂપ ને તેનું ફળ
પંચ પરમેષ્ઠીના આત્મા તારા એકલા અનુમાન જ્ઞાનથી જણાય એવા નથી એમ તું જાણ. તારે પંચ પરમેષ્ઠીને જાણવા હોય ને તેમને ભાવ નમસ્કાર કરવા હોય તો જેવી રીતે મુનિઓ સમ્યક શ્રદ્ધાજ્ઞાનપૂર્વક સ્થિરતામાં આગળ વધી રહ્યા છે ને અહંત, સિદ્ધ પૂર્ણ પરમાત્મા થઈ ગયા છે તેવી રીતે તારામાં શ્રદ્ધા-જ્ઞાન કરી સ્વસંવેદન પ્રગટ કર, તો તે જ્ઞાનપૂર્વક અનુમાન કરી શકીશ કે સર્વજ્ઞ ભગવાન સંપૂર્ણ દશાને પામ્યા છે. પુણ્ય, વ્યવહાર ને વિકલ્પની એકતા વિનાનું ને જ્ઞાતાદ્રષ્ટા શુદ્ધ સ્વભાવ સાથેની એકતાવાળું જ્ઞાન તે જ્ઞાન જ યથાર્થ છે એમ તું જાણ. આવું સંવેદન જ્ઞાન થયા પછી યથાર્થ અનુમાન થાય છે કે સર્વજ્ઞ પૂર્ણ પદને પામી ગયા, સાધકો અંશે સાધી રહ્યા છે ને આગળ વધીને પૂર્ણ પદ લેશે. આમ પંચપરમેષ્ઠી કે જે પર આત્માઓ છે તેનો આવો પ્રમેય-ધર્મ છે એમ તું જાણ.
પંચ પરમેષ્ઠીનો પ્રમેય-ધર્મ આવો છે એમ જે જીવ જાણે છે તેણે પંચપરમેષ્ઠીને યથાર્થ ઓળખ્યા છે ને તેણે જ સાચા ભાવનમસ્કાર કર્યા કહેવાય છે.
કોઈ કહે કે આટલો બધો વિસ્તાર જાણવા જતાં અમારી માનેલી બધી ક્રિયા ઊડી જાય છે.
સમાધાન: ભાઈ, તારે શાંતિ ને સુખ જોઈએ છે ને? ધર્મ કરવો છે ને? ધર્મ કહો, શાંતિ કહો, સુખ કહો એ બધું એક જ છે. તે શાંતિ સત્ય વસ્તુના શરણે મળે છે પણ અસત્ય વસ્તુના શરણે મળતી નથી. માટે વસ્તુ જેમ છે તેમ સત્ય જાણ ને અસંવેદન જ્ઞાન દ્વારા તારા શુદ્ધ આત્માનો અનુભવ કર. તે જ
Osl.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
[ પ્રવચનસાર પ્રવચનો
શાંતિનું કારણ છે ને તે જ વધીને પરિપૂર્ણ કેવળજ્ઞાન થતાં સંપૂર્ણ સુખ ને શાંતિ પ્રગટ થશે. આ જ ધાર્મિક ક્રિયા છે.
***
(૫) આત્મા કેવળ અનુમાન ક૨ના૨ો જ નથી એમ તું જાણ
ચોથા બોલમાં એમ કહ્યું હતું કે બીજાઓ તારા આત્માને અથવા પંચપરમેષ્ઠીના આત્માને કેવળ અનુમાન વર્ડ જાણવા જાય તો તે જણાય એવા નથી. હવે અહીં પાંચમા બોલમાં કહે છે કે તું પોતે કેવો છે? તું કેવળ અનુમાન કરનારો જ નથી. આત્મા માત્ર અનુમાન કરનારો હોય તો અનુમાન રહિત પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટ કરવાનો અવસર રહેતો નથી જેવી રીતે પુણ્ય-પાપના ભાવને જ માત્ર કરનારો ને તેને જ સર્વસ્વ માનવાવાળો જે છે તે આત્મા કહેવાતો નથી તેમ એકલું અનુમાન જ્ઞાન કરનારને આત્મા જ કહેતા નથી. તે ઉપરથી ન્યાયો:
૧. આત્મા સદાય એકલું અનુમાન કરનારો હોય તો અનુમાનનો અભાવ કરી સંપૂર્ણ પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટાવવાનો અવસ૨ કદી રહેતો નથી ને સર્વજ્ઞ દશા રહેતી નથી; પણ તેમ બની શકે નહિ માટે આત્મા કેવળ અનુમાન કરનારો નથી.
વળી આત્માની વર્તમાન પર્યાયમાં પ્રગટ એકલું પ્રત્યક્ષ જ્ઞાન હોય તો વર્તમાનમાં જે જ્ઞાનની હીનતા છદ્મસ્થને દેખાય છે તે હોવી ન જોઈએ પણ જ્ઞાનની હીનતા વર્તમાનમાં દેખાય છે માટે એકલું પ્રત્યક્ષ જ્ઞાન છદ્મસ્થને વર્તમાન પર્યાયમાં નથી એમ નક્કી થાય છે. માટે એવી કોઈ દશા હોવી જોઈએ કે જેમાં અંશે પ્રત્યક્ષ ને અંશે પરોક્ષ જ્ઞાન હોઈ શકે ને તે સાધકદશા છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૨૯ ૩. વળી સાધકદશામાં અંશે પ્રત્યક્ષ ને અંશે પરોક્ષ જ્ઞાન ન હોય તો
અંશ પ્રત્યક્ષજ્ઞાન વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ કદી થઈ શકે નહિ ને પરોક્ષનો અભાવ થઈ શકે નહિ માટે સાધકદશામાં અંશે પ્રત્યક્ષ જ્ઞાન છે, એમ નક્કી થાય છે. જેવી રીતે સાધકદશામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય અંશે ઊઘડલી છે તે વખતે દેવ શાસ્ત્ર ગુરુ આદિ તરફનો રાગરૂપી વ્યવહાર જોડે હોય છે.
તે ન્યાયે સાધકદશામાં પોતાના સ્વભાવનાં શ્રદ્ધા જ્ઞાન સહિત સ્વસંવેદના અંશે પ્રત્યક્ષ જ્ઞાન પર્યાયમાં પ્રગટ હોય છે ત્યારે અનુમાન જ્ઞાન પણ અંશે પરોક્ષ તે જ પર્યાયમાં સાથે રહેલું છે. ૫. વળી, જેવી રીતે વિશેષ પુરુષાર્થ થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રની
સંપૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટે છે ત્યારે દેવશાસ્ત્રગુરુ તરફના શુભરાગરૂપી વ્યવહારનો સર્વથા અભાવ થાય છે ને નિશ્ચય એકલો રહે છે.
તે ન્યાયે સાધક દશામાં જ્ઞાનસ્વભાવી આત્મામાં સંપૂર્ણ એકાગ્રતા થતાં સંપૂર્ણ પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટે છે તે વખતે પરોક્ષ જ્ઞાનનો સર્વથા અભાવ થાય છે, ને સકલ પ્રત્યક્ષ પ્રત્યક્ષ કેવળજ્ઞાન એકલું રહે છે.
આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ. અન્નનહિ, લિંગ=કેવળ અનુમાન માત્ર, ગ્રહણ=જાણવું. તું કેવળ અનુમાતા માત્ર નથી. ઉપર કહ્યું તેમ અનુમાન માત્ર હોય તો કદી કેવળજ્ઞાન થાય નહિ માટે સાધક દશામાં વસંવેદન સહિતનું અનુમાન છે. તારું જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦]
[પ્રવચનસાર પ્રવચનો સ્વ કે પરને જાણવામાં સ્વસંવેદન સહિત કામ ન કરે તો તારું જાણવું યથાર્થ થતું નથી. વળી તારો આત્મા જ્ઞાતા ઉપરાંત શેય પણ છે. તે એકલો અનુમાન કરનારો નથી, પણ સ્વ તથા પર એવા સમસ્ત જગતના જડ તથા ચેતન બધા પદાર્થને સ્વસંવેદન જ્ઞાનપૂર્વક જાણે એવો તે જ્ઞય આત્માનો સ્વભાવ છે એમ તું જાણ.
તું જાણ” નું રહસ્ય શ્રી કુંદકુંદાચાર્ય ભગવાને તેમની ગાથામાં “ના” એમ કહ્યું. પાછળથી શ્રી અમૃતચંદ્રાચાર્ય આટલો બધો વિસ્તાર કરી
અલિંગગ્રહણ” ના વીસ બોલથી જુદા જુદા ભાવ સમજાવી આત્માને આવો જાણ એમ કહ્યું. તે મુનિઓ પાંચમા આરાના છે. પાંચમો આરો કઠણ છે માટે આ શબ્દો ચોથા આરાના જીવો માટે હશે?–કે ના. આ પાઠ તથા ટીકા પાંચમા આરાના જીવો નહિ સમજી શકે એમ જો હોત તો “તું જાણ” એમ આદેશ કરત? ભાઈ, પાંચમા આરાના જીવો માટે જ ટીકા કરી છે ને જીવો સમજી શકશે જ એવી તેમને ખાતરી છે. સહજ યોગ બની ગયો છે. જ્ઞાની પુરુષો “તું જાણ” કહે ને આદેશ આપે ત્યારે તેમના રહસ્યને જાણનાર ન હોય એમ બની શકે જ નહિ. સમજાવનાર ને સમજનાર બન્નેને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. આચાર્ય “તું જાણ” એમ કહ્યું છે માટે હું મારા આત્માને જાણી શકીશ, એમાં કોઈ કાળ નડશે નહિ એમ વિચારી આત્માનું સ્વરૂપ યથાર્થ સમજવા પુરુષાર્થ કરવો જોઈએ.
જેમ પુણ્ય-પાપથી લાભ થાય છે તેમ માનનાર જીવ આત્માને જાણતો નથી તેમ ઈદ્રિયોથી જ્ઞાન થાય ને અનુમાતામાત્ર આત્મા છે તેમ માનનાર જીવ પણ આત્માને જાણતો નથી. જીવનું સ્વરૂપ યથાર્થ જાણે તો ધર્મ થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૧
અલિંગગ્રહણ ગાથા ૧૭]
આ પાંચ બોલ થયા. તેમાં નાસ્તિથી વાત કરી છે. હવે છઠ્ઠી બોલમાં અસ્તિથી વાત કરે છે.
(૬) આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ તું જાણ. આત્મા કોઈ બાહ્ય ચિહ્ન તથા અનુમાન વગેરે જે પાંચ લિંગ ઉપર કહ્યાં તે લિંગ દ્વારા જણાય તેવો નથી, પણ સ્વભાવ વડે જણાય એવો છે. આત્મા સ્વભાવ વડે જણાય એવો છે એમ કહેતાં જ તે પરોક્ષ અનુમાનમાત્રથી જણાય એવો નથી, તેમ જ ઇંદ્રિયો ને મનના અવલંબનથી જણાય એવો નથી-એમ નાસ્તિથી આવી જાય છે. અહીં તો અસ્તિથી આ બોલ કહ્યો છે. પરોક્ષતા હોવા છતાં આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ
કેમ કહ્યું? અહીં તો સાધકદશાની વાત છે. કેવળીને સમજવાનું બાકી હોતું નથી કારણ કે તેઓ તો સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાતા થઈ ગયા છે. ત્યારે અહીં આ બોલમાં પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા ભાવની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. તેનો શું અર્થ છે? પ્રત્યક્ષ જ્ઞાતા તો કેવળી હોય છે છતાં અહીં પ્રત્યક્ષ જ્ઞાતા કહેલ છે કારણ કે સાધક જીવ પોતાના આત્માને પ્રત્યક્ષ જ્ઞાતા માને છે. સાધકને પરોક્ષતા અંશે છે તેની અહીં ગૌણતા છે, મુખ્યતા પ્રત્યક્ષની છે. રાગરહિત તથા મનના અવલંબન રહિત, પ્રત્યક્ષ જ્ઞાતા પોતાના આત્માને જે માને નહિ તેને ધર્મ કદી થાય નહિ.
અહીં કહ્યું કે આત્મા ઇન્દ્રિયોથી સ્વ-પરને જાણતો નથી, આત્મા ઇંદ્રિયો વડે જણાતો નથી, આત્મા ઇદ્રિયગમ્ય ચિહ્નથી જણાતો નથી, આત્મા કેવળ અનુમાન જ્ઞાનથી જણાતો નથી ને આત્મા કેવળ અનુમાન જ્ઞાનથી સ્વ-પરને જાણતો નથી. આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
[ પ્રવચનસાર પ્રવચનો પાંચ લિંગ દ્વારા આત્મા જણાતો નથી તેથી આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા ભાવની પ્રાપ્તિ થાય છે.
આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે તેવાં શ્રદ્ધા-જ્ઞાનનું ફળ કેવળજ્ઞાન
જેમ કોઈ જીવ રાગને પોતાનું સ્વરૂપ માને તો તે કદી રાગ રહિત થઈ શકે નહિ, પણ રાગ હોવા છતાં તે જ વખતે પોતાનું ત્રિકાળી સ્વરૂપ રાગ રહિત છે એમ જો શ્રદ્ધા-જ્ઞાન કરે તો અંશે વીતરાગતા પ્રગટ થાય ને પછી સ્થિરતા વધતાં પરિપૂર્ણ વીતરાગ દશા પ્રગટ થાય.
તે ન્યાયે પરોક્ષ જ્ઞાન આત્માનો સ્વભાવ હોય તો કદી પરોક્ષ રહિત થઈ શકે નહિ, કારણ કે જે ચીજ પોતાની કાયમની હોય તે તેનાથી કદી જુદી પડી શકે નહિ. પણ પરોક્ષ જ્ઞાનનો અભાવ કરી સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરીને અનેક જીવો સર્વજ્ઞ થઈ ગયા છે માટે પરોક્ષ જ્ઞાન તે આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી એમ નક્કી થાય છે. માટે ઉપર કહ્યાં તે પાંચ લિંગથી આત્મા જણાય એવો નથી. તો આત્મા કેવો છે? આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. વર્તમાનમાં પરોક્ષ જ્ઞાન હોવા છતાં પ્રત્યક્ષ જ્ઞાતા મારો સ્વભાવ છે એમ શ્રદ્ધા જ્ઞાન કરે તો પોતામાં અંશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય ને વિશેષ વધીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે.
ક્રિયાનું સ્વરૂપ પ્રશ્ન: આટલું સમજ્યા પછી પૌષધ, પ્રતિક્રમણ વગેરેની ક્રિયા કરવી તો ખરીને ?
ઉત્તર: ભાઈ, શરીરની ક્રિયા તો આત્મા કદી કરી શકતો નથી. ભક્તિ વગેરેનો શુભભાવ તે પુણ્ય આસ્રવ છે, તે વિકારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૩૩ ક્રિયા છે, વિભાવભાવ છે. જે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે તે સ્વભાવને કેવી રીતે મદદ કરે? ન જ કરે. અશુભથી બચવા માટે શુભભાવ આવે તે જુદી વાત છે પણ તેનાથી ધર્મ માનવો અથવા ધર્મમાં મદદગાર થશે તેમ માનવું મિથ્યા છે. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતાદ્રષ્ટા છે એવાં પ્રથમ શ્રદ્ધાજ્ઞાન કરવાં તે પ્રથમ ધાર્મિક ક્રિયા છે ને પછી તેમાં એકાગ્રતા કરી પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટ કરવું તે મોક્ષની ક્રિયા છે.
સાચી શ્રદ્ધાના ફળરૂપી કેવળજ્ઞાન એકલું રહે છે.
અહીં તો પ્રત્યક્ષ જ્ઞાતાસ્વભાવની શ્રદ્ધા કરવાની વાત છે. વળી જેમ સાધકદશા પૂરી થતાં એકલો નિશ્ચય રહે છે ને વ્યવહારનો એટલે રાગનો અભાવ થાય છે, પણ એકલો વ્યવહાર રહે તેમ કદી બનતું નથી, તેવી રીતે એકલું અનુમાન જ્ઞાન રહે એમ બને નહિ, પણ આત્મા પ્રત્યક્ષજ્ઞાતા છે તેમાં સંપૂર્ણ એકાગ્ર થતાં સર્વ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય છે ને તે એકલું સર્વદા રહે તેમ બની શકે પણ પરોક્ષ જ્ઞાનનો તો સર્વથા અભાવ થઈ જાય છે. આ પ્રમાણે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. તે અર્થનો ભાવ પોતામાં જે જીવ ઉતારે તે જીવ પર્યાયમાં પ્રત્યક્ષ જ્ઞાતા થઈ શકે છે.
પ્રશ્નઃ આવા ભાવની પ્રાપ્તિ કોને થાય? ભગવાનને?
ઉત્તરઃ ભગવાનને તો પ્રાપ્તિ થઈ ચૂકી છે તેમને કાંઈ કરવાનું રહેતું નથી અને જેને પ્રત્યક્ષ જ્ઞાન અંશે પણ નથી તે તો મિથ્યાદષ્ટિ છે. તેને અહીં આત્મા ગણ્યો નથી. તેને તો ખબર પણ નથી કે મારામાં આવી ઋદ્ધિઓ ભરેલી છે. પણ સાધક જીવો વિચાર કરે છે કે મારો આત્મા રાગ રહિત સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાતા છે, દેહ, મન, વાણી, દેવશાસ્ત્ર-ગુરુ તથા શુભરાગ વગેરે કોઈની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪]
[ પ્રવચનસાર પ્રવચનો પણ અપેક્ષા રાખતો નથી, એકલા પોતાના આત્માની જ અપેક્ષા રાખે છે. તેના જ્ઞાન માટે કોઈ બહારનાં લિંગોની જરૂર નથી. એકલો પ્રત્યક્ષ જ્ઞાતા સ્વરૂપ છે એમ શ્રદ્ધા-શાન કરી ધર્મદશાને પામે છે. આવી રીતે ધર્મી જીવ “અલિંગગ્રહણ” શબ્દ તે વાચક તેમાંથી વાચ્ય તે ભાવ આવા પ્રકારનો કાઢે છે.
આચાર્ય ભગવાન પણ શિષ્યને એ જ ભાવ કહે છે કે હે શિષ્ય! તારો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવું તારું સ્વજ્ઞય છે એમ તું જાણ. (૭) ઉપયોગને શેય પદાર્થોનું અવલંબન
નથી એમ તું જાણ. પહેલા પાંચ બોલમાં દ્રવ્યની (આત્માની) નાસ્તિથી વાત કરી હતી. આત્મા કોઈ બાહ્ય ચિહ્નથી જણાય એવો નથી એમ નાસ્તિથી આત્મદ્રવ્યની વાત કરેલ. છઠ્ઠા બોલમાં આત્મદ્રવ્યની અસ્તિથી વાત કરેલ હતી. હવે સાતમાં બોલમાં આત્માના જ્ઞાનગુણની પર્યાય જે ઉપયોગ છે તેની વાત કરે છે.
અહીં લિંગ એટલે ઉપયોગ કહેલ છે. જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞય પદાર્થોનું આલંબન નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
કોઈ પ્રશ્ન કરે કે દેવ-શાસ્ત્ર–ગુરુ વગેરે જોયોનું અવલંબન નથી તો મંદિરો તથા પંચકલ્યાણક વગેરે શા માટે કરાવ્યાં?
ધર્મી જીવ સ્વભાવનું અવલંબન લે છે ને
સ્વભાવનું બહુમાન કરે છે. સમાધાન: સાધક જીવને અશુભથી બચવા માટે શુભરાગ આવે છે ત્યારે કેવાં નિમિત્તો હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[ ૩૫
તેથી તેનું જ્ઞાન દેવ, ગુરુ કે મંદિરોને અવલંબે છે એવો એનો અર્થ નથી. દેવ-શાસ્ત્ર-ગુરુથી જ્ઞાન થતું નથી કારણ કે તે તો ૫૨ શૈયો છે. એટલે ધર્મી જીવ તેને અવલંબતો જ નથી.
વળી તે દેવ, શાસ્ત્ર-ગુરુને નિશ્ચયથી વંદન કરતો જ નથી પણ પોતાના સ્વભાવને વંદન કરે છે. વિકલ્પ ઊઠે ત્યારે દેવ, ગુરુ તરફ લક્ષ જાય છે છતાં તે વખતે પણ પોતાના સ્વભાવનું બહુમાન ખસતું નથી.
અત્યારે સત્ની વાત દુર્લભ થઈ પડી છે. વાત સાચી બહાર આવે છે ત્યારે સમજવાવાળા અને વિરોધ કરનારા એમ બન્ને પ્રકારો હોય છે. અત્યારની શું વાત કરવી, પણ ઋષભદેવ ભગવાનની વાણી નીકળી તે પહેલાં જીગલીઆંને એક દેવગતિ જ થતી હતી. એવા જ પરિણામવાળા જીવો હતા, પણ જ્યાં ઋષભદેવ ભગવાનની વાણી નીકળી ને કાને પડી ત્યાં ચારે ગતિ શરૂ થઈ ગઈ. ૨૪ દંડકમાં તથા સિદ્ધગતિમાં જનારા થઈ ગયા, કોઈ સિદ્ધગતિમાં જનારા થયા, કોઈ સાધક થયા ને કોઈ નરક-નિગોદમાં જનારા પણ થયા. વાણીને લીધે તેમ થયું નથી. સૌ સૌની યોગ્યતા મુજબ થયા છે. ભગવાન વખતે આવું થાય તો અત્યારે આવું થાય તેમાં નવાઈ નથી.
ઉપયોગ ૫૨નું આલંબન લેતો નથી.
અહીં ઉપયોગની વાત ચાલે છે. ઉપયોગ ચૈતન્યનું એંધાણ અથવા ચિહ્ન છે. ઉપયોગ આત્માને અવલંબે છે. આત્મદ્રવ્ય પણ શૈય છે, ગુણ જ્ઞેય છે ને પર્યાય પણ શેય છે. ઉપયોગ પણ જ્ઞેય છે. ઉપયોગનો સ્વભાવ જાણવા-દેખવાનો છે, તે ૫૨ શૈયોને અવલંબતો નથી, કારણ કે ૫૨ શૈયોમાં ઉપયોગ નથી. જે જેનામાં ન હોય તેનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ પ્રવચનસાર પ્રવચનો અવલંબન તે કેવી રીતે ભે? પર શયોમાં કોઈમાં જાણવા–દેખવાનો સ્વભાવ એટલે કે ઉપયોગ નથી માટે ઉપયોગ પરનું અવલંબન લ્ય તેવો ઉપયોગનો સ્વભાવ નથી.
હવે અહીં કોઈ કહે કે અમો તો વ્રતધારી છીએ, પડિમાધારી છીએ, ઉપદેશક છીએ એથી અમોને આ સાંભળવાની જરૂર લાગતી નથી કારણ કે અમોએ જે માન્યું છે તેમાં અમોને ભૂલ દેખાતી નથી.
મારામાં ભૂલ નથી એમ માનનાર કદીપણ
ભૂલ રહિત થતો નથી. સમાધાન : મારામાં હીણાપણું છે એમ જે જાણે તેને હીણાપણું ટાળી અધિક થવાનો પ્રસંગ રહે. પણ હીણપ જ નથી એમ કહે તો હીણપ ટાળવી રહેતી નથી, સંસારી જીવોને, વીતરાગ ન થાય ત્યાં સુધી, ભૂલ હોય ખરી, ને ભૂલ પોતામાં છે એમ કબૂલે તો ભૂલ ટાળી શકે પણ મારામાં ભૂલ જ નથી, હું તો ભૂલરહિત છું એમ બાહ્ય ક્રિયાકાંડના અભિમાનમાં માને તો ભૂલથી છૂટવાનો પ્રસંગ રહેતો નથી એટલે કે તેનો સંસાર ટળતો નથી માટે જીવે પોતાની ભૂલ ક્યાં છે તે જાણી, તેની કબૂલાત કરી તેને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અહીં ઉપયોગનું લક્ષણ જાણવું-દેખવું તે છે ને તે લક્ષણ લક્ષ્યને એટલે કે આત્માને જણાવે છે એમ કહ્યું છે.
કોઈ પ્રશ્ન કરે કે ઉપયોગ તો આત્મામાં પર તરફનો અનાદિનો છે પણ તે ક્યારે સુધરે? શુભરાગના અવલંબને અથવા દેવ-શાસ્ત્રગુના અવલંબને સુધરે ખરો કે નહિ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૩૭
ઉપયોગની પર્યાય અકારણીય છે. સમાધાન : શુભરાગના અવલંબને અથવા દેવ-શાસ્ત્ર-ગુરુના અવલંબને ઉપયોગ સુધરે એમ માનવું તે ભ્રમ છે. ઉપયોગ તો એકલા આત્માનું અવલંબન લ્ય છે. જેમ આત્મદ્રવ્ય અકારણીય છે, તેના ગુણ અકારણીય છે, તેને કોઈ કારણ નથી તેમ પર્યાય પણ અકારણીય છે. ઉપયોગ તે જ્ઞાન ગુણની પર્યાય છે, તેને માટે કોઈ કારણ નથી. તે ઉપયોગની પર્યાયને દેવ-શાસ્ત્ર-ગુરુ અથવા શુભરાગનું કારણ આપીએ તો તે સુધરી જાય એમ કદી બનતું નથી. ઉપયોગરૂપ પર્યાય પણ અકારણીય છે, માટે પોતાના શુદ્ધ આત્માનું અવલંબન ત્યે તો તે ઉપયોગ સુધરે છે.
જ્ઞાન જોયોથી સ્વતંત્ર છે. આત્માને પર શેયોનું અવલંબન તો નથી જ પણ તેની જ્ઞાનપર્યાય જે ઉપયોગ તેને પણ શેયોનું અવલંબન નથી. ઉપયોગનો સ્વભાવ જાણવા-દેખવાનો છે, તે યોને લીધે જાણતો નથી. ઉપયોગનું આવું સ્વરૂપ છે-એમ તે જ્ઞયને તું જાણ. ઉપયોગ અકારણીય છે એમ જાણ. ઉપયોગમાં પર શેયનો અભાવ છે તો તેનું આલંબન કેવી રીતે હોય? ન જ હોય. પણ વ્યવહારનું કથન આવે ત્યાં જીવો અજ્ઞાનના કારણે ભૂલ કરી બેસે છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાન શયોને અવલંબે છે ને? સમાધાનઃ જ્યારે જ્ઞાનની પર્યાય પ્રગટે છે ત્યારે શેયો હોય છે. એમ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, પણ જગતમાં અનંત જ્ઞયો છે તેને અવલંબીને જ્ઞાન થાય છે એવું જ્ઞાન પરાધીન નથી.
૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ ] ૨.
૩.
[ પ્રવચનસાર પ્રવચનો જીવ વર્તમાનમાં જ્ઞાન કરે છે માટે જ્ઞયોને આવવું પડે છે. એમ પણ નથી, બન્ને સ્વતંત્ર છે. વળી તે શેયોનો આધાર ઉપયોગ લે તો ઉપયોગ સુધરે એમ પણ નથી કારણ જ્ઞાન શેયોનો આધાર કદી લેતું નથી. તેમ જ પરયો જગતમાં અનંતાં છે માટે ઉપયોગ પરને જાણવાનું કામ કરે છે એમ પણ નથી. કારણ ઉપયોગનો સ્વભાવ સ્વ-પર બન્નેને જાણવાનો છે, પર છે માટે નહિ. ઉપયોગ સ્વતંત્ર પોતાના આત્માના આધારે કામ કરે છે.
»
એકાંત પરલક્ષી જ્ઞાન તે જ્ઞાન જ નથી.
પર પદાર્થને જ માત્ર લક્ષમાં લઈ, પરના અવલંબને પ્રગટ થતું જ્ઞાન તે જ્ઞાન જ નથી. નિમિત્તોના અવલંબનવાળું, મનના અવલંબનવાળું, ઇંદ્રિયોના અવલંબનવાળું, પંચપરમેષ્ઠીના અવલંબનવાળું, શાસ્ત્રના અવલંબનવાળું-એવા એકલા પરલક્ષી જ્ઞાનને જ્ઞાન જ કહ્યું નથી, પણ તેને મિથ્યાજ્ઞાન કહ્યું છે, તેને અહીં ઉપયોગમાં લીધેલ નથી.
સાધકદશામાં વ્યવહાર અને નિમિત્તનું સ્વરૂપ
શુદ્ધ આત્મા જ્ઞાતાદષ્ટા છે, તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરીને જે જ્ઞાન સ્વ તરફ વળે છે તેને જ અહીં જ્ઞાન કહેલ છે. સમ્યગ્દષ્ટિ જીવોને પરિપૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાંસુધી શુભરાગ આવે છે ને સાચા દેવ-શાસ્ત્રગુરુને માનવાનો વિકલ્પ ઊઠે છે. રાગની ભૂમિકા હોવાથી પર તરફ લક્ષ જાય છે. પણ દેવ-શાસ્ત્ર-ગુરુ છે માટે પર તરફ લક્ષ જાય છે એમ ધર્મી જીવ માનતા નથી. સાધકદશામાં નિશ્ચય સાથે વ્યવહાર હોય છે ખરો ને તે વખતે સાચા દેવશાસ્ત્રગુરુનું લક્ષ હોય પણ કુદેવ-કુગુરુકુશાસ્ત્રને માનવાનું લક્ષ ન જ હોય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[ ૩૯ સાચા દેવશાસ્ત્રગુરુ છે માટે શુભરાગ થાય છે એમ નથી પણ નિશ્ચયના ભાન સહિતના જીવોને રાગવાળી દશામાં થતા રાગનો તથા સાચા દેવશાસ્ત્રગુરુનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે.
પ્રશ્ન- સાચા દેવશાસ્ત્રગુરુને માનવાનો શુભરાગરૂપ વ્યવહાર પણ બંધનું કારણ છે ને કુદેવ વગેરેને માનવાનો અશુભરાગરૂપ વ્યવહાર પણ બંધનું કારણ છે તો બન્ને વ્યવહારમાં કાંઈ ફરક રહેશે નહિ.
શુભરાગ તથા સત્ દેવશાસ્ત્રગુરુને નિમિત્તિનૈમિત્તિક સંબંધ છે.
સમાધાન : હા, બન્ને પ્રકારના રાગ નિરર્થક જ છે, બન્ને બંધનું કારણ છે, આત્માને એક રાગથી ધર્મ થતો નથી. જેમ પાણી પાણીના આધારે છે છતાં પાણી ભરવા માટે ગોળો હોય છે પણ કપડામાં કોઈ પાણી ભરતું નથી, એવો ત્યાં નિમિત્તનો મેળ છે. તેમ સાચા દેવશાસ્ત્રગુરુ તરફનો શુભરાગ ને કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુ તરફનો અશુભરાગ-બન્ને રાગ ચૈતન્યની જાત માટે નિરર્થક છે, બન્ને બંધનાં કારણ છે; છતાં સાધક જીવને શુભરાગ વખતે સાચા દેવશાસ્ત્રગુરુ જ નિમિત્તરૂપે હોય છે. શુભરાગ થાય છે માટે સાચા દેવ-ગુરુને આવવું પડે છે-એમ નથી ને સાચા દેવ-ગુરુ છે માટે શુભરાગ થયો છે-એમ પણ નથી, છતાં શુભરાગમાં સાચા દેવ-ગુરુ જ નિમિત્ત હોય, બીજા હોય નહિ-એવો મેળ છે.
જ્ઞાન ઉપયોગને શુભરાગનું અવલંબન નથી.
અહીં તો ખાસ એ કહેવાનું છે કે વિકલ્પવાળી દશામાં રાગ હોવા છતાં ધર્મી જીવના જ્ઞાન ઉપયોગને રાગનું અવલંબન નથી. તે વખતે પણ પોતાનો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે તેને જ તેનો ઉપયોગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦]
[ પ્રવચનસાર પ્રવચનો અવલંબી રહ્યો છે. રાગ પણ શય છે, ને તે શેયનો જ્ઞાનમાં સદાકાળ અભાવ છે માટે ઉપયોગ રાગ વિનાનો છે.
શેયો શેયોમાં છે, જોયો જ્ઞાન ઉપયોગમાં નથી” પ્રશ્ન- બધાં શેયોને કાઢી નાખ્યાં?
સમાધાનઃ શેયોને કાઢી નાખવાનો પ્રશ્ન જ રહેતો નથી કારણ કે જે વસ્તુ કોઈમાં ભળી ગઈ હોય-પ્રવેશી હોય તેને કાઢવાનો પ્રશ્ન રહે પણ જે વસ્તુ જેમાં ન હોય તેને કાઢી નાખવાનો પ્રસંગ જ રહેતો નથી. પંચપરમેષ્ઠી વગેરે પરજ્ઞયો તેનામાં છે, તેમનો જ્ઞાન ઉપયોગમાં અભાવ છે. શુભરાગ પણ જ્ઞય છે, તે શુભરાગનો પણ જ્ઞાન ઉપયોગમાં અભાવ છે. ઉપયોગ સ્વ આત્માનો છે, તેને આત્મામાં રાખ્યો છે એમ કહી શકાય.
એટલે આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ એ થયો કે અન્નનહિ, લિંગ-ઉપયોગ, ગ્રહણ-mય પદાર્થોનું આલંબન. ઉપયોગને શેય પદાર્થોનું આલંબન નથી એવો “અલિંગગ્રહણ” નો અર્થ અહીં થાય છે.
જે ઉપયોગને શેય પદાર્થોનું આલંબન નથી પણ સ્વનું આલંબન છે એવા ઉપયોગ લક્ષણવાળો તારો આત્મા છે એમ તારા સ્વજ્ઞયને તું જાણ. આ રીતે તારા આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી પણ સ્વભાવના આલંબનવાળું જ્ઞાન છે-એમ તારા આત્મારૂપ સ્વજ્ઞયને તું જાણ. (૮) આત્મા ઉપયોગને બહારથી લાવતો નથી
એમ તું જાણ
જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે પોતે (ક્યાંય બહારથી) લાવતો નથી. તે અલિંગગ્રહણ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૪૧ આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
હવે આ બોલમાં ઉપયોગ બહારથી લવાતો નથી એમ કહે છે અનાદિથી મિથ્યાષ્ટિનો ઉપયોગ પર તરફ હતો, તે હવે પોતે કાંઈ સત્સમાગમ કરે, વાણી સાંભળે વગેરે શુભભાવ કરે તો ઉપયોગ સુધરે ખરો કે નહિ? કે-ના. ઉપયોગ ક્યાંય બહારથી લવાતો નથી, તે ક્રમસર અંતરમાંથી પ્રગટે છે; બહારના કોઈ કારણમાંથી પ્રગટતો નથી, માટે અકારણીય છે.
આમ આત્માના ઉપયોગને યથાર્થ શ્રદ્ધવો-જાણવો તે ધર્મનું કારણ છે.
-
જે
છે
(માહ સુદ ૬ મંગળવાર) જ્ઞાનોપયોગ નિરાવલંબી છે એમ તું જાણ.... આત્મા દ્રવ્ય છે, તે પોતે ઇંદ્રિયોથી સ્વ તથા પરને જાણે તેવું તેનું સ્વરૂપ નથી. આત્મા પોતે ઇંદ્રિયોથી જણાય તેવું તેનું સ્વરૂપ નથી. ધુમાડાથી અગ્નિ જણાય તેમ આત્મા ઇંદ્રિયોના અનુમાનથી જણાય તેવો તેનો સ્વભાવ નથી. બીજાઓ વડે આત્મા કેવળ અનુમાનથી જણાય તેવો તે પ્રમેય પદાર્થ નથી. બીજા જીવો રાગરહિત સ્વસંવેદન જ્ઞાન વડે આત્માને જાણે તો તે જાણી શકાય. પોતે બીજા આત્માને કેવળ અનુમાનથી જાણે તેવો પોતાનો
સ્વભાવ નથી, તે સ્વસંવેદનથી જાણી શકે છે. ૬. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. પર પદાર્થની અપેક્ષા વિનાનો,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
>
સં
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨]
[ પ્રવચનસાર પ્રવચનો ઇંદ્રિય તથા મનના અવલંબન વિનાનો પોતે પોતાને પ્રત્યક્ષ જાણે તેવો જ્ઞાતાસ્વભાવ છે. છ બોલમાં દ્રવ્યની વાત કરી છે. સાતમામાં જ્ઞાન ઉપયોગની વાત કરે છે. ઉપયોગ પણ જ્ઞય છે. તે જ્ઞયનો સ્વભાવ કેવો છે તે કહે છે:
પ્રથમ જ્ઞાન ઓછું હતું ને પછી વધ્યું તો તે નિમિત્તો તથા બાહ્ય પદાર્થો હતા માટે વધ્યું? અથવા તે પદાર્થોનું અવલંબન લેતો હશે? તો કહે કે ના. તે ઉપયોગ પર પદાર્થનું અવલંબન લેતો નથી. તેમ જ્ઞાનમાં જે શયો નિમિત્ત થાય છે તે શયોના અવલંબને જ્ઞાન થતું નથી; તે જ્ઞાન પોતાના જ્ઞાતાદષ્ટા સ્વભાવના જ અવલંબને થાય છે.
(૮) જ્ઞાન ઉપયોગની વૃદ્ધિ બહારમાંથી આવતી નથી
એમ તું જાણ. જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે પોતે (ક્યાંય બહારથી) લાવતો નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
પ્રથમ જ્ઞાનની પર્યાયમાં હીણપ હતી, પછી બીજે સમયે જ્ઞાનનો વધારો થાય છે તે વધારો બહારથી આવ્યો? સાતમા બોલમાં કહ્યું કે જ્ઞાન ઉપયોગને દેવશાસ્ત્રગુરુનું અવલંબન નથી તો તેના આશ્રય વિના આ વધ્યું કેવી રીતે?
ભાઈ, તે બહારથી આવતું નથી, અંતરતત્ત્વમાંથી આવે છે. હવે આઠમા બોલમાં કહે છે કે જ્ઞાન પરમાંથી લવાતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[૪૩
જે જ્ઞાનનો વ્યાપાર જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવનું અવલંબન છોડી નિમિત્તનું લક્ષ કરે તેને જ્ઞાન ઉપયોગ જ કહેતા નથી. જેવી રીતે ઇંદ્રિયોથી જાણે તે આત્મા કહેવાતો નથી તેમ જે ઉપયોગ પરનું અવલંબન લ્યે તેને ઉપયોગ કહેતા નથી.
અજ્ઞાની દલીલ કરે છે કે દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ એકરૂપ છે, તેને અવલંબન ન હોય એમ કહો તો તો ઠીક છે પણ એક પછી એક થતી પર્યાયોમાં એકરૂપતા રહેતી નથી ને જ્ઞાનની વિશેષ વિશેષ નિર્મળતા અનેક પ્રકારની થાય છે તે જ્ઞેયોના આધારે થતી હશે ને? મન તથા શુભરાગનું અવલંબન છે માટે શુદ્ધતા વધીને ?-કે ના. તે નિર્મળતાની વૃદ્ધિ પ૨ પદાર્થોમાંથી કે શુભ રાગમાંથી આવતી નથી. તે પોતાના શુદ્ધ દ્રવ્ય સ્વભાવમાંથી જ આવે છે, અંતર પરિણમનની એકાગ્રતા વધતાં બહારમાં પ્રગટ દેખાય છે.
જ્ઞાનના વૈભવનું કા૨ણ પૂર્વ આચાર્યોની ૫૨૫૨ા કેમ કહ્યું ?
પ્રશ્ન:- જો નિર્મળતા અંતરથી પ્રગટે છે એમ કહો તો કુંદકુંદાચાર્ય ભગવાને સમયસાર ગાથા ૫માં કહેલ છે કે અમારા સ્વસંવેદન જ્ઞાનનો જન્મ પૂર્વાચાર્યોના અનુગ્રહપૂર્વક ઉપદેશથી થયેલો છે ને આચાર્યોની પરંપરાથી આ વૈભવ અમોને મળેલ છે એમ કેમ કહ્યું ?
સમાધાન : જ્યારે કોઈપણ જ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવી ચેતનના આશ્રયે પોતાના જ્ઞાનની અતૂટ ધારા ટકાવી રાખે છે ત્યારે પોતાના જ્ઞાનમાં નિમિત્તરૂપે થતા પૂર્વ આચાર્યો કેવા છે તે નિમિત્તોનું જ્ઞાન કરાવે છે. દરેક આત્મા પોતે પોતાનો જ્ઞાનપ્રવાહ ઉત્તરોત્તર ટકાવી રાખે છે ત્યારે કયા કયા નિમિત્તો હતાં તેનું જ્ઞાન કરાવે છે. જેમ જ્ઞાનીઓની પરંપરામાં ઉત્તરોત્તર જ્ઞાન ટકાવી રાખવામાં સંધિ છે તેમ તેનાં નિમિત્તોની પરંપરામાં ઉત્તરોત્તર
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
[ પ્રવચનસાર પ્રવચનો સંધિ બતાવી નિમિત્તનેમિત્તિક સંબંધની વાત કરી છે.
જ્ઞાન ઉપયોગની એકાએક વૃદ્ધિનું કારણ કોણ?
ગૌતમ ગણધર પ્રભુ પાસે ગયા, તેમને પહેલાં જ્ઞાન ઘણું ઓછું હતું ને ભગવાનના સમવસરણમાં ગયા, ભગવાનની વાણી સાંભળીને બાર અંગ ને ચૌદ પૂર્વનું જ્ઞાન થયું. પૂર્વે મતિ-શ્રુત જ્ઞાન હતાં ને થોડા સમયમાં ચાર જ્ઞાનના ધણી થઈ ગયા તો આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? ભગવાનની વાણીમાંથી આવ્યું? નિમિત્ત ઉપર લક્ષ કર્યું માટે આવ્યું?
કોઈ જીવને સામાન્ય મતિ-શ્રુતજ્ઞાન હોય ને પછી બે ઘડીમાં પુરુષાર્થ કરી એકાગ્ર થઈને કેવળજ્ઞાન પ્રગટ કરે છે તો આટલો બધો વધારો ક્યાંથી આવ્યો?
અહીં પણ સાંભળતા પહેલાં જ્ઞાન ઓછું હોય છે ને શબ્દો ને વાણી કાને પડ્યા પછી જ્ઞાન વધે છે તે વધારો વાણીમાંથી આવતો હશે?
અજ્ઞાની કહે છે કે બધા આત્મામાં દ્રવ્ય-ગુણ તો અનાદિઅનંત શુદ્ધ પરિપૂર્ણ ભર્યા છે ને પર્યાયમાં પ્રગટતાનો વધારો દેખાય છે તે નિમિત્ત આવે ત્યારે વધે છે ને નિમિત્ત ન આવે તો વધતું નથી.
જ્ઞાની પુરુષો કહે છે કે ના. તે વધારો બાહ્ય કોઈ પદાર્થોમાંથી અથવા શુભ રાગમાંથી આવતો નથી. અંતરમાં જ્ઞાન શક્તિનો ભંડાર પડ્યો છે તેમાંથી પોતાના પુરુષાર્થ વડે તે પ્રગટ થાય છે.
જ્ઞાનની ભરતીનાં મોજાં ચૈતન્યસમુદ્રના મધ્યબિંદુમાંથી ઊછળે છે. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે જેમ, પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.”
(શ્રીમદ્ રાજચંદ્ર)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૪૫ સમુદ્રની અંદર ભરતી આવે છે, તેનું કારણ શું છે? ઉપરથી ખૂબ વરસાદ પડયો માટે ભરતી આવી ? નદીઓ ઘણી આવીને સમુદ્રમાં ભળી માટે સમુદ્ર ઉછળ્યો છે? તો કે ના. ગમે તેટલી નદીઓ ભળી હોય ને ગમે તેટલો વરસાદ પડયો હોય તોપણ સમુદ્રની તે ભરતીને બહારના પાણીનું અવલંબન નથી. તે ભરતી તો સમુદ્રના મધ્ય બિંદુમાંથી આવે છે.
તે ન્યાયે
આ ચૈતન્ય સ્વભાવના મધ્યબિંદુમાંથી જ્ઞાનની ભરતી ઊછળે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે તેમાં એકાગ્રતા કરતાં જે શક્તિઓ અંતર પડી છે તેમાંથી તે પ્રગટ થાય છે. કોઈ બાહ્ય વાણી, ભગવાન કે ગુરુ પ્રત્યેના શુભ રાગમાંથી તે વધારો આવતો નથી. તેને રાગ તથા શ્રવણનો આધાર નથી. તે જ્ઞાનનાં મોજા અંતર શક્તિ સ્વભાવ ચૈતન્ય સમુદ્રમાંથી ઊછળીને પ્રગટ થાય છે.
જ્ઞાનની વૃદ્ધિ વખતે બાહ્ય પદાર્થો ઉપર માત્ર
ઉપચાર કરવામાં આવે છે. કોઈ કહે કે શાસ્ત્રો વાંચ્યા માટે જ્ઞાનની વૃદ્ધિ થઈ. વળી શાસ્ત્રમાં પણ લખાણ આવે કે શિષ્ય વિનયથી ભણે તો જ્ઞાનની વૃદ્ધિ થાય. ગુરુગમે ભણે તો જ્ઞાન વધે. વળી કુંદકુંદાચાર્ય ભગવાન પણ કહે છે કે ગુરુની કૃપાથી અમોને આ જ્ઞાનવૈભવ મળ્યો છે. આ બધા કથનો વ્યવહારનાં છે. પોતાના કારણે શુદ્ધ સ્વભાવમાંથી જ્ઞાનની વૃદ્ધિ કરે છે ત્યારે ગુરુ, શાસ્ત્ર આદિન નિમિત્ત કહી ઉપચાર કરે છે. તે બાહ્ય નિમિત્ત માત્ર છે. ખરેખર તો તે બધું જ્ઞાન અંતરથી પ્રગટ થાય છે.
કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાન અંતરથી પ્રગટ થાય છે તો આ મંદિર, પ્રતિમાજી, સમયસાર વગેરેનું અવલંબન કેમ છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬]
[ પ્રવચનસાર પ્રવચનો ભાઈ, એ બધી ચીજો આત્માના કારણે આવી નથી ને આત્માને તેનું અવલંબન નથી. જીવને શુભરાગ હોય ત્યારે તે પદાર્થો ઉપર લક્ષ જાય છે. પોતે જ્ઞાનની વૃદ્ધિ કરે છે ત્યારે તે પદાર્થોને નિમિત્ત કહેવાય છે.
ઉપયોગનું સ્વરૂપ જેવી રીતે જે આત્મા ઇંદ્રિયોથી જાણવાનું કામ કરે છે તેને આત્મા કહેવાતો નથી, તેમ જ જે આત્મા પોતાને પુણ્ય-પાપવાળો માને તેને આત્મા કહેવાતો નથી; તેવી રીતે જે ઉપયોગ પોતાના જ્ઞાતાદ્રષ્ટા શુદ્ધસ્વભાવનું અવલંબન છોડી, પરનું એટલે દેવ-શાસ્ત્ર-ગુરુ વગેરે બાહ્ય નિમિત્તોનું, વાણીનું અથવા શુભરાગનું અવલંબન લે છે તેને અહીં ઉપયોગ જ કહ્યો નથી.
જે આત્મા ઇંદ્રિયોનું લક્ષ છોડી અતીન્દ્રિય સ્વભાવનું લક્ષ કરે છે, વળી, જે પોતાને પુણ્ય-પાપ રહિત શુદ્ધ જાણે છે તે જ આત્મા છે તેવી રીતે દેવ, શાસ્ત્ર, ગુરુ, વાણી તથા શુભ રાગ તથા અનંતા પર પદાર્થોનું અવલંબન છોડી પોતાના જ્ઞાનસ્વભાવમાં જે ઉપયોગ એકાગ્ર થાય તેને જ ઉપયોગ કહેવામાં આવે છે.
અહીં આઠમા બોલમાં એમ કહ્યું કે અગનહિ, લિંગ=ઉપયોગ, ગ્રહણ=બહારથી લાવવું, એટલે જ્ઞાન ઉપયોગની વૃદ્ધિ ક્યાંય બહારથી થતી નથી એમ ઉપયોગરૂપ જે શેય તેનો સ્વભાવ તું જાણ તેથી આત્મા ક્યાંય બહારથી જ્ઞાન લાવતો નથી એમ તારા સ્વજ્ઞયને જાણ. (૯) તારો જ્ઞાન-ઉપયોગ કોઈ હરી શકતો નથી
એમ તું જાણ. લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ શકતું નથી (બીજાથી લઈ જઈ શકાતું નથી) તે અલિંગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૪૭ ગ્રહણ છે, આ રીતે આત્માનું જ્ઞાન હરી શકાતું નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
અજ્ઞાનીની ઉપયોગ સંબંધી ભ્રમણા અજ્ઞાની માને છે કે ઘરમાં છોકરાએ ખખડાટ કર્યો માટે મારું જ્ઞાન ખસી ગયું, શરીર રોગવાળું થયું તેથી જ્ઞાન ઘટી ગયું, ધ્યાનમાં બેઠો હતો ત્યાં તલવારથી શરીરને કોઈ મારવા આવતાં મારો ઉપયોગ હીણો થઈ ગયો; અમારે તો ઘણું ધ્યાન કરવું હતું પણ ભાઈ, શું કરીએ, બૈરાં-છોકરાં કોલાહલ કરે છે ને છોકરાંઓ વાજાં વગાડે છે તેથી અમારો ઉપયોગ ખસી જાય છે. પરિષહો આવે છે ત્યારે અમારો ઉપયોગ કામ કરતો નથી. સાત્ત્વિક ખોરાક લેવાય ત્યાંસુધી ઉપયોગ સારો રહે પણ હલકો ખોરાક ખવાય ત્યાં ઉપયોગ ખરાબ થઈ જાય છે, કાનમાં કીડા ખરે તેવી ગાળો સાંભળવાથી ઉપયોગ ખસી જાય, શરીરનું સંઘયણ મજબુત હોય તો ઉપયોગ સારું કામ કરે–આવી રીતે અનેક પ્રકારની ઉપયોગ સંબંધી ભ્રમણા અજ્ઞાની સેવે છે.
ઉપયોગરૂપી ધન કોઈ હરી શકતું નથી.
આ બધી અજ્ઞાનીની ભ્રમણા છે. બહારના પદાર્થો જડ અથવા ચેતનનો આત્મામાં અત્યંત અભાવ છે. તે આત્માના ઉપયોગને કેવી રીતે હણી શકે? ન જ હણી શકે. અનુકૂળ સંયોગોથી જ્ઞાન ઉપયોગ વધે અને પ્રતિકૂળ સંયોગોથી ઘટે, વળી જડકર્મ મંદ પડે તો ઉપયોગ વધે અને કર્મનો ઉદય આકરો આવે તો ઉપયોગ હીણો પડી જાય એવું ઉપયોગનું સ્વરૂપ છે જ નહિ.
લોકોમાં કહેવાય છે કે ચોરો કોઈની અમુક ચીજો લૂંટી ગયાહરી ગયા, તેમ આ ઉપયોગરૂપ ધન કોઈ લૂંટી લેતું હશે? તો કે ના. જ્ઞાન-ઉપયોગરૂપી ધન કોઈથી હરાતું નથી કે કોઈથી લૂંટાતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
[પ્રવચનસાર પ્રવચનો
અપ્રતિહત ઉપયોગ.
જ્ઞાન-ઉપયોગ પરથી હણાય એવું તો સ્વરૂપ છે જ નહિ કારણ કે પર પદાર્થો જ્ઞાનને કાંઈ પણ કરી શકવા સમર્થ નથી. પણ જે જ્ઞાનનો ઉપયોગ પોતાની પર્યાયની નબળાઈથી થતા રાગને કા૨ણે હીણો પડે છે તે વાત પણ અહીં લીધી નથી અને તેને ઉપયોગ જ કહ્યો નથી. કારણ કે જે ઉપયોગ ચૈતન્ય-સ્વભાવના આશ્રયે કામ કરે ને તેનું જ અવલંબન લ્યે છે તે ઉપયોગમાં રાગ જ નથી, પછી તે હીણો કેમ પડે? સ્વના અવલંબનપૂર્વકનો ઉપયોગ આત્મામાં એકાકાર થાય છે તેને જ અહીં ઉપયોગ કહ્યો છે. જે ઉપયોગ ૫૨ પદાર્થોથી પણ હરાય નહિ તે સ્વથી કેમ હરાય? જે ઉપયોગ પાછો પડે છે તેને અહીં ઉપયોગ ગણ્યો જ નથી પણ ચૈતન્યના આશ્રયે એકાકા૨ થઈ વૃદ્ધિ પામે છે તેવા અપ્રતિહત ઉપયોગને જ ઉપયોગ કહ્યો છે.
નિમિત્તોમાં તથા રાગમાં અટકે તે ઉપયોગ જ નથી.
જે જીવ પોતાનું સ્વરૂપ સમજતો નથી તે અનાત્મા છે. જે ઉપયોગ સ્વદ્રવ્યનો આશ્રય ન કરે ને પરમાં ભમ્યા કરે તેને ઉપયોગ જ કહેતા નથી. જેમ આત્મા અનાદિઅનંત છે, તે કોઈના કારણે છે જ નહિ તેમ ઉપયોગ પણ બહારના કારણે લવાય કે વૃદ્ધિ થાય કે ઘટાડો થાય તેવું તેનું સ્વરૂપ છે જ નહિ. ઉપયોગ પોતાના દ્રવ્યનો આશ્રય છોડ નહિ ને પરનો આશ્રય લ્યે નહિ, તે જ ઉપયોગ છે. દ્રવ્યનો આશ્રય છોડે નહિ એટલે સ્વભાવમાં એકાકાર થતાં વૃદ્ધિ જ પામે ને ૫૨નો આશ્રય કરે નહિ એટલે કોઈ દિવસ હરાય નહિ–એવું ઉપયોગનું સ્વરૂપ છે. નિમિત્તો તથા રાગમાં અટકે તે ઉપયોગ જ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૪૯
ઉપયોગ પર્યાય છે. “છે તેને કોણ હરી શકે?
આ જગતમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણ વસ્તુ છે. જેમ દ્રવ્ય જ્ઞય છે, ગુણ શય છે તેમ પર્યાય પણ શેય છે. ઉપયોગ તે જ્ઞાનગુણની પર્યાય છે, તથા તે શેય પણ છે. અહીં જ્ઞય અધિકાર છે. પર્યાય જ્ઞય કેવો હોય તેની વાત કરે છે. સાતમા બોલમાં કહેલ હતું કે જ્ઞાનપર્યાયને પરનું અવલંબન નથી.
શેય પદાર્થ-ઉપયોગ જે “છે, છે, છે,” તેને પરનું અવલંબન કેમ હોય? વળી જ્ઞય પદાર્થ-ઉપયોગ જે “છે, છે, છે, છે, તેને બહારથી કેમ લવાય? વળી ય પદાર્થ-ઉપયોગ જે “છે, છે, છે, તેને કોઈ બીજો કેમ હરી શકે ?
એટલે જે ઉપયોગ છે તેને પરનું અવલંબન હોઈ શકે નહિ એમ સાતમા બોલમાં કહ્યું, તેને બહારથી લવાતો નથી એમ આઠમાં બોલમાં કહ્યું, તેને કોઈ હરણ કરી શકતો નથી એમ નવમાં બોલમાં કહ્યું. જેમ દ્રવ્ય છે, ગુણ છે, તેમ પર્યાય પણ છે તો પછી જ્ઞાન ઉપયોગરૂપ પર્યાય જે “છે તેને કોણ હરી જાય? કોઈ હરી જાય એમ કહો તો છે” રહેતું નથી, છે” ની શ્રદ્ધા રહેતી નથી. માટે પર્યાય છે” એમ સ્વીકારનારને કોઈ હરી જાય એવી શંકા પડે જ નહિ.
પંચમકાળ અથવા પ્રતિકૂળતા
જ્ઞાનઉપયોગને હરી શકતાં નથી. તે ય પર્યાયનો સ્વભાવ એવો છે કે તે નિમિત્ત કે બહારથી લવાતો નથી, તે સ્વનો આશ્રય છોડતો નથી ને કોઈ હરી જાય તેવો નથી. જ્ઞાનનું કામ શું? શયોનું અવલંબન ત્યે તે જ્ઞાનનું કામ નથી, જ્ઞાન બહારથી વૃદ્ધિ પામે એવું જ્ઞાનનું કામ નથી, કોઈથી હીણું પડી જાય એવું તે જ્ઞાન નથી. એવો તે શેયનો સ્વભાવ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦]
[ પ્રવચનસાર પ્રવચનો જગતમાં જીવો કહે છે કે ભાઈ, આ પંચમકાળમાં અવતાર થયા ને કાળના કારણે ઉપયોગ હીણો થઈ ગયો. પણ તે વાત મિથ્યા છે. ઉપયોગ હીણો થાય તેવું ઉપયોગનું સ્વરૂપ જ નથી. સંસારમાં લક્ષ્મી જતાં તથા પ્રતિકૂળતા આવતાં અજ્ઞાની જીવો માને છે કે અમારી આબરૂ હણાઈ ગઈ, પણ ભાઈ, તેમાં શું હણાયું? અનુકૂળ સંયોગો તથા લક્ષ્મી હતી તો મારી આબરૂ હતી ને પ્રતિકૂળતા આવતાં મારી આબરૂ હણાઈ ગઈ–વે તો તે બધી કલ્પના નવી ઊભી કરી છે. જ્ઞાન પર્યાય પ્રતિકૂળ સંયોગોથી હણાઈ જાય તેવો તેનો સ્વભાવ જ નથી.
વળી, કોઈ જીવ અગિયારમા ગુણસ્થાનેથી પડી જાય ને ક્રમશ: તે નિગોદમાં જાય તેવા જીવના જ્ઞાન-ઉપયોગને ઉપયોગ જ કહેવાતો નથી. આત્મામાં જે ઉપયોગ જાય તેને જ ઉપયોગ કહીએ છીએ. જે પરમાં રહે કે રાગમાં રહે તેને ઉપયોગ જ કહ્યો નથી. પરથી હણાય નહિ, જે સ્વથી પાછો પડે નહિ પણ સ્વમાં એકાકાર રહે તે જ ઉપયોગનો સ્વભાવ છે.
આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ: અન્નનહિ, લિંગsઉપયોગ, ગ્રહણ=પરથી હરાઈ જવું તે, એટલે ઉપયોગ પરથી હરી જઈ શકાતો નથી. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એવું ઉપયોગનું સ્વરૂપ છે. ઉપયોગ પણ એક શેય છે. તારા ઉપયોગરૂપી પર્યાયને-શયને હે શિષ્ય! તું આમ જાણ.
(૧૦) તારા જ્ઞાન ઉપયોગમાં કોઈ મલિનતા નથી
એમ તું જાણ.
જેને લિંગમાં એટલે કે ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ એટલે કે સૂર્યની માફક ઉપરાગ (મલિનતા, વિકાર) નથી તે અલિંગગ્રહણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[ ૫૧ છે. આ રીતે આત્મા શુદ્ધપયોગસ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
દ્રવ્ય-ગુણ તો અનાદિઅનંત શુદ્ધ છે પરંતુ ઉપયોગની અંદર પણ મલિનતા નથી એમ આ બોલમાં કહે છે. ચંદ્ર કલંકવાળો કહેવાય છે પણ સૂર્યમાં કોઈ ડાધ નથી. સૂર્યમાં જેમ કોઈપણ પ્રકારની મલિનતા નથી તેમ ઉપયોગ પણ સૂર્યની જેમ કલંકરહિત છે.
સ્વ-સ્વરૂપનાં ગાણાં એ જ ભગવાનનાં ગાણાં છે.
ચંદ્રની અંદર જે હરણનો આકાર દેખાય છે તે ઉપરથી પદ્મનંદિઆચાર્ય ભગવાન અલંકાર કરી ભગવાનનાં ગુણગ્રામ કરે છે કે હે ભગવાન! હે નાથ! ચંદ્રલોકમાં તારા ગુણગ્રામ દેવીઓ સિતારથી ગાઈ રહી છે, તે એટલાં સુંદર ને ભક્તિવાળાં છે કે તે સાંભળવાને હરણિયાં પણ ચંદ્રલોકમાં જાય છે. દેવીઓ, અપ્સરાઓ, દેવો બધાં તારાં ગુણગ્રામ કરે છે ને ત્રિછાલોકમાંથી હરણિયાં ત્યાં ગયાં તો અમો નિગ્રંથ મુનિઓ આ સ્વરૂપનાં ગાણાં ગાઈએ છીએ તે તારાં જ ગાણાં છે કેમ કે તારા સ્વરૂપમાં અને અમારા સ્વરૂપમાં નિશ્ચયથી કાંઈ ફેર નથી.
ઉપયોગ કેવો છે? અહીં શુદ્ધોપયોગની વાત ચાલે છે. શુદ્ધોપયોગમાં વિકાર જ નથી. પર લક્ષે જે ઉપયોગ વધે તથા પરમાં અટકીને જે ઉપયોગ હણાય તેને અહીં ઉપયોગ જ કહ્યો નથી. દયા, દાન, કામ, ક્રોધ ભાવ તે આત્મા નથી, અનાત્મા છે, અધર્મભાવ છે, તે ધર્મભાવ નથી. તેવા અશુદ્ધોપયોગને ઉપયોગ જ કહ્યો નથી. અજ્ઞાની માને કે મલિનતા મારા ઉપયોગમાં છે; તો તે ભ્રાંતિ છે.
જેમ દ્રવ્ય શુદ્ધ છે, ગુણો શુદ્ધ છે તેમ જ્ઞાનની પર્યાય પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર]
[પ્રવચનસાર પ્રવચનો શુદ્ધ છે એમ કહેવું છે. પોતાનો જ્ઞાતાદાસ્વભાવ શુદ્ધ છે તેમાં જે પર્યાય એકાકાર થાય છે તે પર્યાયને જ ઉપયોગ કહેલ છે ને શુદ્ધોપયોગસ્વભાવી આત્માને જ આત્મા કહેલ છે.
જ્ઞાનીને વર્તમાનમાં રાગ નબળાઈના કારણે છે. તે તરફના અશુદ્ધ ઉપયોગને પણ અહીં ઉપયોગમાં ગણેલ નથી. શુદ્ધ સ્વભાવ સન્મુખ રહેતાં શુદ્ધતા થાય છે તે શુદ્ધતાને જ ઉપયોગ કહ્યો છે.
અહીં અલિંગગ્રહણનો અર્થ: અન્નનહિ, લિંગsઉપયોગ, ગ્રહણ=મલિનતા. એટલે જેમાં મલિનતા નથી તેવો ઉપયોગ જેનું લક્ષણ છે એવો શુદ્ધ ઉપયોગસ્વભાવી આત્મા તારો છે એમ તારા સ્વજ્ઞયને તું
જાણ.
(૧૧) ઉપયોગ દ્રવ્યકર્મને ગ્રહણ કરતો નથી
એમ તું જાણ. લિંગ દ્વારા એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે કે પૌલિક કર્મનું ગ્રહવું જેને નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્ય-કર્મથી અસંયુક્ત (અસંબદ્ધ ) છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
ઉપયોગ દ્રવ્યકર્મને ગ્રહતો તો નથી પણ દ્રવ્યકર્મના આવવામાં નિમિત્ત પણ થતો નથી, એમ અહીં કહેવું છે. શુદ્ધોપયોગને જડકર્મ સાથે નિમિત્તનૈમિત્તિક
સંબંધ પણ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રમાં લખાણ તો આવે છે કે કષાયથી સ્થિતિબંધ તથા અનુભાગબંધ પડે છે ને યોગથી પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધ પડે છે, તેથી જડકર્મોનું આવવું થાય છે, ને અહીં કહો છો કે ઉપયોગ દ્રવ્યકર્મમાં નિમિત્ત પણ નથી તો તેનો શું ખુલાસો છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
| [ ૫૩ સમાધાન : ભાઈ, યોગને કષાયની વિકારી પર્યાયને આત્મા જ કહેતા નથી. મલિનતા ઉપયોગમાં છે જ નહિ, એમ દશમાં બોલમાં કહ્યું છે. જ્યારે મલિનતા જ ઉપયોગમાં નથી તો પછી તેના નિમિત્તે આવતાં દ્રવ્યકર્મને ઉપયોગ કેવી રીતે ગ્રહણ કરે અથવા દ્રવ્યકર્મમાં ઉપયોગ નિમિત્ત પણ કેવી રીતે થાય? એટલે કે ગ્રહણ પણ ન કરે તેમ નિમિત્ત પણ ન થાય. જડકર્મોનું જે આત્માના એકક્ષેત્રે, તેના પોતાના કારણે, આવવું થાય છે તેમાં મલિનતા નિમિત્તરૂપે હોય છે પણ જ્યાં ઉપયોગમાં મલિનતા જ નથી ત્યાં મલિનતા તથા જડકર્મનો જે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તે નિમિત્તનૈમિત્તિક સંબંધ પણ ઉપયોગમાં રહ્યો નહિ. અહીં નિમિત્તનૈમિત્તિક સંબંધ ઉડાવી દીધો છે. શુદ્ધ ઉપયોગમાં એવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે જ નહિ.
આત્મા સામાન્ય દ્રવ્ય તથા ગુણો જડકર્મને ગ્રહણ કરતા નથી તેમ જ શુદ્ધ ઉપયોગ પણ કર્મને ગ્રહણ કરતો નથી. અહીં ગ્રહણ કરવાની વાત તો નથી પણ દ્રવ્યકર્મ એના કારણે આવે તેમાં નિમિત્ત દ્રવ્ય-ગુણ તો નથી પરંતુ શુદ્ધ ઉપયોગ પણ નિમિત્ત નથી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રમાં લખાણ છે કે
“જીવ વિર્યની ફુરણા ગ્રહણ કરે જડધૂપ”
ત્યાં તો કહ્યું છે કે જીવના ઊંધા વીર્યની ફુરણાથી આત્મા જડ કર્મ ગ્રહણ કરે છે ને આપ તો ના પાડો છો તો તેનો શું ખુલાસો છે?
સમાધાન : ત્યાં જીવની વિકારી પર્યાય સાબિત કરવી છે. જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરે છે ત્યારે જડકર્મની સાથે તેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ત્યાં પણ જીવની વિકારી પર્યાય કર્મને ગ્રહે છે અથવા અડ છે અથવા ખેંચી લાવે છે એમ કહેવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
[ પ્રવચનસાર પ્રવચનો નથી પણ અશુદ્ધ ઉપાદાનને તથા જડકર્મને નિમિત્તનૈમિત્તિક સંબંધ બતાવવો છે. અહીં આપણે વાત શુદ્ધ ઉપયોગની ચાલે છે ને શુદ્ધ ઉપયોગમાં મલિનતાનો અભાવ છે તેથી તે કર્મને ગ્રહતો નથી અથવા તેની સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ નથી એમ કહેવામાં આવ્યું છે.
સાધક જીવને સમયે સમયે
શુદ્ધોપયોગની જ મુખ્યતા વર્તે છે. આવી રીતે શુદ્ધ, દ્રવ્ય, શુદ્ધ ગુણો તથા શુદ્ધ ઉપયોગ થઈને આખો આત્મા છે. નિમિત્તનૈમિત્તિક સંબંધવાળી પર્યાયને અનાત્મા કહેલ છે, તે આત્મા જ નથી. ગોમટસારમાં લખાણ તો ઘણાં આવે કે ચોથે ગુણસ્થાને જીવને આટલી પ્રકૃતિનો બંધ પડે છે ને છઠ્ઠ ગુણસ્થાને આટલી પ્રકૃતિનો બંધ પડે છે. તે બધાં લખાણો અશુદ્ધ ઉપાદાન સાથેનો જડકર્મનો નિમિત્તનૈમિત્તિક સંબંધ તે તે ભૂમિકાએ કેવો છે તે બતાવે છે પણ તે ભૂમિકામાં રહેલા શુદ્ધ ઉપયોગને જડકર્મ સાથે બિલકુલ સંબંધ નથી. સાધકદશામાં મલિનતા અલ્પ છે પણ તેને ગૌણ કરીને શુદ્ધ ઉપયોગ જે સ્વભાવ તરફ વળેલો છે તેને મુખ્ય ગણી મલિનતાને અનાત્મા કહેલ છે. આ સાધકની વાત છે. સાધક જીવને સમયે સમયે હું જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવી છું તે તરફનાવલણની જ મુખ્યતા વર્તે છે, ને દયા દાન વગેરે શુભાશુભ ભાવોની પર્યાય કે જેમાં દ્રવ્ય કર્મ નિમિત્ત થાય છે તેને તે ગૌણ કરે છે, તેની મુખ્યતા કરતો નથી. મલિનતાવાળી પર્યાયને એક સમય પણ મુખ્ય કરે તો તે સાધક રહેતો નથી પણ મિથ્યાદષ્ટિ થઈ જાય છે. સાધકને હરહંમેશ શુદ્ધ જ્ઞાતા તરફ વળેલી પર્યાય જે સ્વભાવ સાથે અભેદ થાય છે તેની મુખ્યતા હોય છે. તે મુખ્યતાની અપેક્ષાએ તે ઉપયોગને દ્રવ્યકર્મનું ગ્રહવું થતું નથી એમ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૫૫ ઉપયોગ તે લક્ષણ ને આત્મા તે લક્ષ્ય એમ લક્ષણ-લક્ષ્ય ઉપરથી પાંચ બોલનો સાર. આત્મા દ્રવ્ય છે ને ઉપયોગ તેની પર્યાય છે અથવા આત્મા તે લક્ષ્ય છે ને ઉપયોગ તેનું લક્ષણ છે. લક્ષણ વિના લક્ષ્ય હોઈ શકે નહિ ને લક્ષ્ય વિના લક્ષણ હોઈ શકે નહિ. આત્મા ને ઓળખવા યોગ્ય પદાર્થ લક્ષ્ય છે ને ઉપયોગ તેનું લક્ષણ છે કે જેનાથી આત્મા ઓળખી શકાય છે. ૧. સાતમા બોલમાં ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્ય એવા આત્માને જ
અવલંબે છે તેથી તેને પરપદાર્થોનું અવલંબન નથી. આઠમા બોલમાં ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્ય એવા આત્મામાંથી આવે છે માટે જ્ઞાન પરપદાર્થોમાંથી આવતું નથી. નવમા બોલમાં ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્ય એવા આત્માને જ આશ્રયે છે તેથી જ્ઞાન પરથી હરી જઈ શકાતું નથી. દસમા બોલમાં ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્ય એવા આત્મામાં જ એકાગ્ર થાય છે, પર પદાર્થોમાં એકાગ્ર થતું નથી તેથી તેમાં મલિનતા નથી. અગિયારમાં બોલમાં ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્ય એવા આત્માને જ ગ્રહે છે પણ પર પદાર્થો, કર્મ વગેરેને ગ્રહતું નથી, તેથી તે અસંયુક્ત છે.
એ રીતે અગિયારમા બોલમાં અલિંગગ્રહણનો અર્થ અન્નનહિ, લિંગ=ઉપયોગ, ગ્રહણ=પૌલિક કર્મનું ગ્રહવું. એટલે કે ઉપયોગને પૌદ્ગલિક કર્મનું ગ્રહવું થતું નથી તેથી આત્મા દ્રવ્યકર્મથી અસંયુક્ત છે.
આવી રીતે પોતાનો જ્ઞાન-ઉપયોગ પણ શેય છે. તે શેય પુદ્ગલકર્મને ગ્રતું નથી જેથી ઉપયોગ લક્ષણવાળો આત્મા પણ પુગલ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬]
[ પ્રવચનસાર પ્રવચનો કર્મને ગ્રહતો નથી–તેવા તારા સ્વયને જેમ છે તેમ તું જાણે એમ આચાર્ય ભગવાન આદેશ આપે છે.
આ પ્રમાણે જ્ઞય જેમ છે તેમ યથાર્થ જાણવું તે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનનું કારણ છે, ને તેથી ધર્મ અને શાંતિ થાય છે.
*
*
*
*
(માહ વદ ૭ બુધવાર)
આ આત્મા છે તેનો જ ઉપયોગ અર્થાત્ જ્ઞાનનો વ્યાપાર છે તેમાં પૌગલિક કર્મનું ગ્રહવું નથી. સ્વસમ્મુખ ઉપયોગને અહીં ઉપયોગ કહે છે. પર સન્મુખ દષ્ટિ કરે તેને પુણ્ય-પાપના પરિણામ થાય છે. પુણ્ય-પાપના પરિણામ તે આત્મા નથી પણ આસ્રવ છે-વિકાર છે, તે આત્માનો સ્વભાવ નથી. આત્મા ઉપયોગલક્ષણ દ્વારા કર્મને ગ્રહતો નથી. જે સ્વસમ્મુખતા છોડતો નથી તેને ઉપયોગ કહે છે.
(૭) જ્ઞાન ઉપયોગને પરનું આલંબન નથી. સાતમાં બોલમાં કહ્યું હતું કે જ્ઞાનઉપયોગને શેયોનું આલંબન નથી. ઉપયોગને સ્વય આત્મપદાર્થનું અવલંબન છે. સ્વમાં પરશયોનો અભાવ છે. જેમાં જેનો અભાવ છે તેનું આલંબન હોઈ શકે નહિ. માટે આત્માને તે શેયોનું આલંબન નથી. સ્વનું આલંબન કરે તેને ઉપયોગ કહે છે ને જે જ્ઞાન પર પદાર્થનું આલંબન ત્યે તેને ઉપયોગ કહેતા નથી.
(૮) જ્ઞાન ઉપયોગ બહારથી લવાતો નથી. આઠમા બોલમાં કહ્યું હતું કે ઉપયોગ પર પદાર્થમાંથી લાવી શકાતો નથી. પર પદાર્થ તરફ વળેલા ઉપયોગને ઉપયોગ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
| [ ૫૭ કહેતા નથી, તે આત્મા જ નથી. જે આત્મતત્ત્વ તરફ વળે છે તે જ ઉપયોગ છે ને તે જ ' આત્મા છે. આત્મામાં પર પદાર્થો તથા પુણ્યપાપનો અભાવ છે માટે ઉપયોગ પુણ્ય-પાપ તથા પર પદાર્થોમાંથી લાવી શકાતો નથી.
(૯) જ્ઞાન-ઉપયોગ હરણ થઈ શકતો નથી. નવમા બોલમાં કહ્યું હતું કે સ્વસમ્મુખ રહીને જે કામ કરે તે ઉપયોગ છે. જ્ઞાન આત્માનું છે માટે તેને કોઈ બીજી ચીજ હરણ કરે તેમ બની શકે નહિ. બીજી ચીજનો આત્મામાં અભાવ છે માટે જ્ઞાન હરી શકાતું નથી. એવા ઉપયોગ લક્ષણવાળો તારો આત્મા છે એમ તું
જાણ.
(૧૦) જ્ઞાન ઉપયોગમાં મલિનતા નથી. દશમા બોલમાં કહ્યું હતું કે જ્ઞાન ઉપયોગમાં મલિનતા નથી. જે ઉપયોગ સ્વસમ્મુખ વળે ને આત્મામાં એકાકાર થાય તેને ઉપયોગ કર્યું છે. જેનો ઉપયોગ છે તે તો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે અનંતગુણોનો પિંડ છે. જ્ઞાન આત્માનું છે છતાં તે જ્ઞાન જ પુણ્ય-પાપનું કામ કરે તો તેને જ્ઞાન કહેતા જ નથી એમ હે શિષ્ય! તું જાણ. જ્ઞાન-ઉપયોગ તારી તરફ વળે તે તારી ચીજ કહેવાય પણ પુણ્ય-પાપ તરફ વળે તે તારી ચીજ કહેવાય નહિ. સ્વ તરફ વળવું તે ધર્મનું કામ છે ને પર તરફ વળવું તે અધર્મનું કામ છે. સૂર્યને મલિનતા નથી તેમ અહીં શુદ્ધોપયોગમાં મલિનતા નથી.
(૧૧) જ્ઞાન-ઉપયોગ કર્મને ગ્રહતો નથી. અગિયારમાં બોલમાં કહ્યું કે ઉપયોગ પોતાનો છે તે પરને કેમ ગ્રહણ કરે ? અથવા પરને ગ્રહણ કરવામાં નિમિત્ત પણ કેમ થાય ?-ન જ થાય. પર તરફ વલણ કરી કર્મ થવામાં જે નિમિત્ત થાય તે સ્વનો ઉપયોગ જ નથી પણ જે શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાનું કામ કરે તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
[ પ્રવચનસાર પ્રવચનો ઉપયોગ છે. ઉપયોગ લક્ષણ દ્વારા આત્મા ઓળખાય છે. સ્વસન્મુખ દશા છોડી મિલન પરિણામરૂપ અધર્મ ઉત્પન્ન કરી કર્મને ગ્રહવામાં નિમિત્ત થાય તેને આત્માનો ઉપયોગ કહેતા નથી. જે ઉપયોગ આત્મામાં એકાકાર થઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ધર્મ ઉત્પન્ન કરે છે તેને આત્માનો ઉપયોગ કહ્યો છે.
(૧૨ ) આત્મા વિષયોનો ભોક્તા નથી પણ સ્વનો ભોક્તા છે એમ સ્વજ્ઞેયને તું જાણ.
જેને લિંગો દ્વારા એટલે કે ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ઉપભોગ નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા વિષયોનો ઉપભોક્તા નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
આત્માચૈતન્ય જ્ઞાતાદષ્ટા સ્વભાવી છે. તેમાં શાંતિ ને આનંદનો સદ્ભાવ છે. ઈન્દ્રિયો, શરીર, લાડવા, રોટલી, દાળ, ભાત, શાક વગેરે પદાર્થો જડ છે તેમાં સ્પર્શ, રસ, ગંધ વર્ણ રહેલાં છે, તે આત્માથી પર છે. પર પદાર્થોનો આત્મામાં અભાવ છે ને પ૨ પદાર્થોમાં આત્માનો અભાવ છે. તેથી આત્મા તે ૫૨ પદાર્થોને ભોગવતો નથી. જે વસ્તુનો જેમાં અભાવ હોય તેને તે કેવી રીતે ભોગવે? આત્માને ઇંદ્રિયો જ નથી કારણ કે ઇંદ્રિયો તો જડ છે તેથી તેના વડે આત્મા વિષયોને ભોગવે છે તે વાત ખોટી છે.
વળી ઇંદ્રિયો તરફ વલણ કરી વિષયો ભોગવવાના ભાવો થાય છે તે આસવ-બંધતત્ત્વ છે, તે આત્મતત્ત્વ નથી. આત્મા વિષયોને ભોગવતો નથી પણ હરખ-શોકને ભોગવે છે. તે હરખ-શોકનો શુદ્ધ જીવતત્ત્વમાં અભાવ છે તેથી તેને આત્મા કહેતા નથી.
સાધક જીવને સ્વભાવ સન્મુખ દષ્ટિની મુખ્યતા છે તેથી તે સ્વનો ભોક્તા છે.
અગિયારમા બોલમાં કહ્યું હતું કે વિકારી પરિણામ તે આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ પ૯ નથી. પણ શ્રદ્ધાજ્ઞાનરૂપ નિર્વિકારી પરિણામ સહિતના આત્માને જ આત્મા કહેવાય છે. તેને દ્રવ્યકર્મનું ગ્રહવું થતું નથી. અસ્થિરતાના રાગદ્વેષ થાય છે તેને ગૌણ કરી સ્વભાવદષ્ટિને મુખ્ય કરી છે. સ્વભાવ તરફ જે વળે છે તેને કર્મબંધ નથી. તે જ ન્યાયે આત્મા જ્ઞાતાદરા શુદ્ધ સ્વભાવી છે. તેમાં શાંતિ, સુખ, આનંદ છે. અજ્ઞાની જીવ ઇંદ્રિયો સન્મુખ થઈ પર પદાર્થને તો ભોગવતો નથી પણ પરપદાર્થને હું ભોગવું એવો જે ભોક્તાનો વિકારી ભાવ-તે આત્મા કહેવાતો નથી, કારણ કે તે આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી. પરસમ્મુખ દષ્ટિ છોડી, સ્વસમ્મુખ દષ્ટિ કરી પોતાના અતીન્દ્રિય આનંદ-જ્ઞાન વગેરેને ભોગવે છે તે જ આત્મા છે. સમ્યગ્દષ્ટિને અલ્પ હાસ્ય, રતિના ભાવ હોવા છતાં તે તરફ દૃષ્ટિ નથી. પણ સ્વભાવ-સન્મુખ રહી પોતાના જ્ઞાનસુખાદિના ભાવને ભોગવવાની જ દષ્ટિ મુખ્યપણે હોય છે. તેથી તે વિકારી ભાવનો ભોક્તા થતો નથી. આવા આત્માને શ્રદ્ધવો તે ધર્મ છે.
પુણ્યનો ભોગવટો તે ચૈતન્ય શાંત અમૃતરસની મિઠાઈ
છોડી, ભિખારીની જેમ એઠ ખાવા સમાન છે.
વળી, શબ્દો તો પુદ્ગલની અવસ્થા છે તેમાં ઠીક-અઠકપણું નથી; સ્પર્શ, રસ, ગંધવાળા રૂપી પદાર્થોમાં અનુકૂળતા-પ્રતિકૂળતા છે જ નહિ. અજ્ઞાની જીવ ખાવાપીવાના પદાર્થોમાં ઠીક-અઠીક માની તેને ભોગવવાના ભાવ કરે છે પણ તે તેની ભ્રાંતિ છે. પરવસ્તુને ભોગવવાનો ભાવ તે આત્માનું સ્વરૂપ નથી. લૌકિકમાં પણ ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં જે સારી સારી ચીજો હોય તે ખાય છે પણ જે જીવ ભૂકો કે એઠું ખાય તેને ભિખારી કહેવામાં આવે છે. તેમ આત્માની ખાણમાં જ્ઞાન, આનંદ, સુખ વગેરે ચૈતન્ય-શક્તિઓ અખૂટ ભરી પડી છે, સંયોગ તથા પુણ્ય-પાપની રુચિ છોડીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦]
[ પ્રવચનસાર પ્રવચનો સ્વભાવની દષ્ટિ કરી, પોતાની ચૈતન્ય-નિધિની ખાણ જે જીવ ખોદે છે તેને તેમાંથી સ્વભાવની નિર્મળ પર્યાયરૂપી તાજી મીઠાઈઓ સમયે સમયે મળે છે ને તેને તે ભોગવે છે. તે ધર્મી જીવ ચૈતન્ય-લક્ષ્મીનો ધણી ધનવાન કહેવાય છે. પણ જે જીવ પોતાના સ્વરૂપને ભોગવવાનું છોડી, શરીરને ભોગવું, ખાવાપીવાના વિકારી ભાવને ભોગવું, દયા-દાનાદિના પરિણામને ભોગવું-એમ પરલક્ષ કરે છે તે જીવ તીવ્ર આકુળતા ભોગવે છે. તે તાજી મિઠાઈઓ છોડીને ભિખારીની જેમ એઠ ખાવા સમાન છે. તે આત્મસ્વરૂપની લક્ષ્મીનો ધણી નથી પણ ભિખારી છે. એટલે કે મિથ્યાદષ્ટિ છે, તેને ધર્મ થતો નથી.
આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ અન્નનહિ, લિંગ=ઈદ્રિયો દ્વારા, ગ્રહણ =વિષયોનો ઉપભોગ. એટલે કે આત્માને ઈન્દ્રિયો દ્વારા વિષયોનો ઉપભોગ નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ નાસ્તિથી કથન છે. અસ્તિથી આત્મા પોતાના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે નિર્મળ પર્યાયોનો ભોક્તા છે એમ નક્કી થાય છે. આમ આત્મા જે સ્વય છે તેને જેમ છે તેમ શ્રદ્ધવો તે સમ્યકત્વ ને ધર્મનું કારણ છે.
અહો ! મહા સમર્થ અમૃતચંદ્રાચાર્ય દેવે એક અલિંગગ્રહણ શબ્દમાંથી વીસ બોલ કાઢયા છે. બાહ્ય-અભ્યતર નિગ્રંથ ભાવલિંગી મુનિ છઠે-સાતમે ગુણસ્થાને ઝૂલતા હતા. બાહ્ય નગ્ન દિગંબરદશા હતી ને અંતર રાગની ચીકાશના સ્વામીપણા રહિત લૂખી દશા વર્તતી હતી. ચૈતન્યદશામાં આરામ લેતાં લેતાં-ચૈતન્ય બગીચામાં રમતાં રમતાં વીસ બોલ કાઢયા છે.
(૧૩) આત્મા જડ પ્રાણોથી જીવતો નથી એમ સ્વયને
તું જાણ. લિંગ દ્વારા એટલે કે મન અથવા ઇંદ્રિય વગેરે લક્ષણ દ્વારા ગ્રહણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૬૧ એટલે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા શુક્ર અને આર્તવને અનુવિધાયી (અનુસરીને થનારો) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
પાંચ ઈદ્રિયો, ત્રણ બલ, શ્વાસોચ્છવાસ અને આયુ-એ દસ પ્રાણ છે, પણ તેનાથી જીવ જીવતો નથી; કારણકે તે દસે પ્રાણો જડ છે, ને આત્મા તો ચૈતન્ય-પ્રાણવાળો છે. જડ પ્રાણનો આત્મામાં અભાવ છે તેથી આત્મા તે જડ પ્રાણથી જીવતો નથી.
અજ્ઞાનીની પ્રાણ સંબંધી ભ્રમણા
અજ્ઞાની માને છે કે શ્વાસ ને આયુ ટકે ત્યાં સુધી જીવ જીવે છે, મન વચન કાયા હોય તો ટકે, પાંચ ઇન્દ્રિયો સારી હોય તો જીવ ટકે, વાણી સરખી બોલાતી હોય ત્યાં સુધી જીવ કહેવાય, મન નબળું પડી ગયા પછી જીવથી કામ ઓછું થાય છે, પણ આ બધી ભ્રમણા છે. કારણ કે મન, વચન, કાયા એ બધા જડ પદાર્થો છે, તેનાથી આત્મા જીવતો નથી. વળી અજ્ઞાની માને છે કે –
પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ ઘેર ચાર દીકરા; ત્રીજાં સુખ તે સુકુળની નાર, ચોથું સુખ તે કોઠીએ જાર.
આવી રીતે અજ્ઞાની શરીર, દીકરા, સ્ત્રી તથા અનાજમાં સુખ માને છે, તે મહા ભ્રમણા છે. અહીં તો પાંચ ઇન્દ્રિયો વગેરે જડ પદાર્થોને કાઢી નાખ્યા છે, તેનાથી જીવ જીવતો નથી તો પછી દસ પ્રાણથી પ્રત્યક્ષ જુદાં એવા બાહ્ય પદાર્થો-દીકરા, નાર, અનાજ વગેરે સુખનાં કારણ ક્યાંથી હોઈ શકે ? તે સુખનાં કારણ છે જ નહિ. અજ્ઞાનીઓ પૈસાને પણ પ્રાણ માને છે તે બધી સ્થૂલ ભ્રમણા છે. દસ પ્રાણ તો અજીવ તત્ત્વ છે. અજીવ તો જીવનું જ્ઞય છે માટે અજીવ એવા દસ પ્રાણોથી જીવ જીવતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨]
[ પ્રવચનસાર પ્રવચનો
આત્મા ચેતના-પ્રાણથી જીવે છે
આ રીતે આત્મા માતા-પિતાનાં શુક્ર અને આર્તવને અનુસરીને થનારો નથી ને તે વડે ઊપજતો નથી, આત્મા દસ પ્રાણવાળો નથી વગેરે બધી વાત નાસ્તિથી કરી છે, તો પછી આત્મા કોણ છે? કેવો છે? આત્મા સદાકાળ પોતાના ચેતના-પ્રાણથી જીવે છે ને પોતાના પરમ બોધ અને આનંદને અનુસરીને થનારો છે. અનાદિકાળથી દસ પ્રાણ ઉપર તારી દષ્ટિ છે ને એનાથી જીવ જીવી રહ્યો છે એમ હું માને છે-તે તારી દષ્ટિ છોડ ને ચૈતન્યપ્રાણ સ્વરૂપ છો એવી દષ્ટિ કર.
અહીં અલિંગગ્રહણનો અર્થ અન્નનહિં, લિંગ=ઈન્દ્રિય, મન, ગ્રહણ=જીવત્વને ધારી રાખવું. એટલે કે ઈન્દ્રિય અને મન વગેરે લક્ષણ દ્વારા આત્મા જીવત્વને ધારણ કરતો નથી-એમ ભાવ સમજી સ્વજ્ઞયનાં યથાર્થ શ્રદ્ધા જ્ઞાન કરવાં તે ધર્મનું કારણ છે.
(૧૪) આત્મા જડ ઇંદ્રિયોના આકારને ગ્રહણ કરતો
નથી એમ સ્પશેયને જાણ.
લિંગનું એટલે મેહનાકારનું (પુરુષાદિની ઇંદ્રિયના આકારનું ) ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા લૌકિક સાધન માત્ર નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
આ શરીરની ઈદ્રિયોના જે આકાર દેખાય છે તેને જીવે ગ્રહ્યા નથી. પુરુષની ઈદ્રિયની, સ્ત્રીની ઇંદ્રિયની, નપુંસકની ઈદ્રિયની આકૃતિઓ જે દેખાય છે તે તો બધી પુદ્ગલની અવસ્થા છે. તે આકૃતિનો આત્મામાં અભાવ છે અને આત્માનો તે આકારમાં અભાવ છે. જે વસ્તુનો જેમાં અભાવ હોય તે અભાવવાળી વસ્તુને ગ્રહે એમ બની શકે જ નહિ માટે આત્મા ઇંદ્રિયોના આકારને ગ્રહતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૬૩ અજ્ઞાની જીવ આત્માને લૌકિકસાધનમાત્ર માને છે.
અજ્ઞાની માતા કહે કે અમે દીકરાને જન્મ આપ્યો, પુરુષ કહે કે અમારે લીધે દીકરો થયો. પુત્રના શરીરમાં પુત્રના આત્માનો પણ અભાવ છે તો પુત્રના શરીરના આકારમાં માબાપ નિમિત્ત થાય, એ કેમ બને? વળી આત્મામાં ઇંદ્રિયોનો અભાવ છે, પછી નિમિત્ત થવાપણું રહેતું નથી. છતાં પુત્રનો જન્મ થતાં પિતા ફાવ્યો ને દીકરી જન્મતાં માતા ફાવી એમ ભ્રમણાથી અજ્ઞાની માને છે.
આત્મા લૌકિકસાધનમાત્ર નથી. ઇંદ્રિયોની સમય સમયની પર્યાયને આત્માએ ગ્રહી જ નથી. આદિમાં માબાપ હતા તો વંશ રહ્યો, એમ માનવું તે ભ્રમણા છે. પરની પર્યાય કોણ કરી શકે ? કોઈ કરી શકે નહિ. શરીરના આકારની અવસ્થા તેના કારણે તથા ઈદ્રિયોની અવસ્થા તેના કારણે થાય છે, આત્મા તેને ગ્રતો નથી. પરયનીય આકૃતિનો આત્મામાં અભાવ છે. તેથી આત્મા કુટુંબનો વારસો રાખે તેવો અથવા લૌકિકસાધન માત્ર છે જ નહિ.
આત્મા વીતરાગી પર્યાય પ્રગટાવવામાં લોકોત્તર સાધન છે.
તો પછી આત્મા કેવો છે? લૌકિક સાધન નથી, પણ લોકોત્તર સાધન છે. આત્મા ચૈતન્ય જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવી છે. તે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયનો (પ્રજાનો) ઉત્પાદક છે પણ સંસારની પ્રજાનો ઉત્પાદક નથી. આવી રીતે આત્મા વીતરાગી પર્યાયને જન્મ આપે છે. આવી વીતરાગી પર્યાયનું સાધન ત્રિકાળી શુદ્ધ આત્મા થયો માટે તેને લોકોત્તર સાધન કહે છે.
અહીં અલિંગગ્રહણનો અર્થ: અન્નનહિ, લિંગ-પુરુષાદિની ઈદ્રિયના આકાર, ગ્રહણ=પકડવું. આત્મા પુરુષાદિની ઇંદ્રિયના આકારને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪]
[ પ્રવચનસાર પ્રવચનો ગ્રહતો નથી તેથી આત્મા લૌકિક સાધનમાત્ર નથી. આચાર્ય ભગવાન કહે છે કે તું જડ ઈદ્રિયોનો આશ્રય છોડ અને ચૈતન્ય જ્ઞાતાદેટા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરી, તેમાં સ્થિરતા કર તો તારામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્યરૂપ પર્યાય પ્રગટશે. તેથી આત્મા લોકોત્તર સાધન છે.
આ પ્રમાણે આત્મા લૌકિકસાધનમાત્ર નથી, પણ લોકોત્તર સાધન છે; એમ સ્વજ્ઞયનાં જ્ઞાન-શ્રદ્ધાન કરવાં તે ધર્મનું કારણ છે. (૧૫) આત્મા લોકવ્યાતિવાળો નથી એમ સ્પશેયને તું જાણ.
લિંગ વડે એટલે કે અમેહનાકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપવાપણું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો-લોકવ્યાતિવાળો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
અન્યમતવાળા આત્માને લોકવ્યાતિવાળો માને છે.
અમુક લોકોનું માનવું છે કે આત્મા વિભાવથી છૂટો થાય એટલે કે મુક્ત થાય ત્યારે આખા લોક પ્રમાણે વ્યાપી જાય છે. જેમ પક્ષીની પાંખો તૂટી જાય ત્યારે પક્ષી ત્યાં જ પડયું રહે ને હાલે ચાલે નહિ તેમ આ આત્માની પુણ્ય-પાપરૂપ પાંખો તૂટી જાય ત્યારે તે લોકમાં વ્યાપીને પડયો રહે, તેના ઊર્ધ્વગમન સ્વભાવ વડે વ્યવહારથી ઊંચે જતો નથી એમ ઘણા પાખંડીઓ માને છે. અશુદ્ધ હોય ત્યાં સુધી મર્યાદિત ક્ષેત્રમાં રહે પણ શુદ્ધ થઈ ગયા પછી અમર્યાદિત ક્ષેત્રપ્રમાણ રહે એમ પાખંડી લોકો માને છે, પણ તે વાત ખોટી છે.
આત્મા પોતાના અસંખ્ય પ્રદેશાત્મક ક્ષેત્રમાં જ રહે છે.
દરેક આત્મા જેમ સંસારમાં શરીર દીઠ ભિન્ન ભિન્ન રહે છે તેમ મુક્ત થયા પછી પણ ભિન્ન ભિન્ન રહે છે. તે લોકમાં વ્યાપતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[ ૬૫ નથી, પોતાના અસંખ્ય પ્રદેશને છોડીને લોકમાં વ્યાપવું તે તેનો સ્વભાવ નથી. આત્મા શુદ્ધ થયા પછી પોતાના છેલ્લા શરીર પ્રમાણથી કિંચિત્ ન્યૂન પોતાના આકાર-નિશ્ચયથી પોતાના અસંખ્ય પ્રદેશમાં રહે છે ને ઊર્ધ્વગમન સ્વભાવના કારણે વ્યવહારથી લોકના અગ્રભાગે બિરાજે છે.
અન્યમતવાળા માને છે કે બધા થઈને એક આત્મા છે ને મોક્ષ થયા પછી જુદો આત્મા રહેતો નથી, પણ તે માન્યતા જpઠી છે. બધા થઈને એક આત્મા થઈ જાય તો પોતાના શુદ્ધ સ્વભાવનો સ્વતંત્ર ભોગવટો રહી શકે નહિ. પ્રત્યેક આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે અનંતા ગુણોનો પિંડ છે, શરીર દીઠ ભિન્ન ભિન્ન છે. એવા અનંતા આત્મા છે, બધા થઈને એક આત્મા નથી. વળી શુદ્ધ થયા પછી નિશ્ચયથી તો પોતાના અસંખ્ય પ્રદેશમાં રહે છે ને વ્યવહારે ઊર્ધ્વગમન
સ્વભાવના કારણે લોકના અગ્રભાગે બિરાજે છે. તેથી અન્યમતવાળાની માન્યતા વસ્તુસ્વરૂપથી ઘણી વિપરીત છે. જીવ પોતાના અસંખ્ય પ્રદેશને કદી છોડતો નથી ને લોકમાં ફેલાઈ પરમાં વ્યાપતો નથી-એનું નામ અનેકાંત છે.
અહીં અલિંગગ્રહણનો અર્થ એ નહિ, લિંગ અમેહનાકાર વડે, ગ્રહણઃલોકમાં વ્યાપવાપણું. એટલે કે આત્મા લોકવ્યાપ્તિવાળો નથી, એમ તું તારા સ્વજ્ઞયને જાણ. આમ પોતાના આત્માને લોકવ્યાપ્તિવાળો નહિ પણ અસંખ્ય પ્રદેશાત્મક આકારે નિશ્ચિત રહેલો છે-એમ શ્રદ્ધા અને જ્ઞાનમાં લેવો તે ધર્મનું કારણ છે.
(૧૬) આત્મા દ્રવ્ય કે ભાવે સ્ત્રી, પુરુષ કે નપુંસક નથી
એમ તું જાણ. જેને લિંગોનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદોનું ગ્રહણ નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્ય તેમ જ ભાવે સ્ત્રી, પુરુષ અને નપુંસક નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ પ્રવચનસાર પ્રવચનો શરીરનો આત્મામાં અભાવ છે.
ચૌદમા બોલમાં કહ્યું હતું કે પુરુષાદિની ઇન્દ્રિયનો આકાર આત્મામાં નથી. અહીં કહે છે કે સ્ત્રી, પુરુષ કે નપુંસક શરીરનો આત્મામાં અભાવ છે કારણ કે તે જડ છે, અજીવ તત્ત્વ છે, અને આત્મા તો જીવ તત્ત્વ છે.
વેદનો વિકારીભાવ ત્રિકાળી સ્વભાવમાં નથી. વળી પોતાનો સ્વભાવ આનંદસ્વરૂપ છે તેને ભોગવવાનું ચૂકીને પર શરીરને ભોગવવાના ભાવ થાય છે. તે ભાવવંદ રૂપ અશુભભાવ છે, તે પાપતત્ત્વ છે. આત્મા જીવતત્ત્વ છે માટે તે ભાવવેદનો ત્રિકાળ આત્મસ્વભાવમાં અભાવ છે. આ પ્રમાણે આત્મા દ્રવ્ય તથા ભાવ વેદોથી રહિત છે. પણ કોઈ કહે કે પુરુષ, સ્ત્રી આદિનું શરીર જે દ્રવ્યવેદ છે ને આત્મામાં થતા વિકારી વેદના ભાવો જે ભાવવેદ છે; તે બિલકુલ છે જ નહિ, તે તો માત્ર ભ્રમ છે–તો તે વાત ખોટી છે. અહીં તો કહે છે કે સંસાર અવસ્થામાં પોતાનો સ્વભાવ ચૂકે છે ત્યારે કોઈ પણ ભાવવેદનો ઉદય છે ખરો ને બાહ્ય કોઈ પણ દ્રવ્યવેદ છે ખરો, પણ તે આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી એમ તે દ્રવ્ય તથા ભાવવેદનો સ્વભાવદષ્ટિએ નિષેધ કરાવે છે.
આત્મા અવેદી છે ને તેના લક્ષે ધર્મ થાય છે. આત્મા અવેદી છે એમ સાચું જ્ઞાન ક્યારે કર્યું કહેવાય? દ્રવ્યવેદ જે અજીવ છે તેની સામે જોયે સમકિત થશે? અથવા ભાવવેદ જે પાપતત્ત્વ છે તેની સામે જોયે સમ્યક પ્રતીતિ થશે?-ના. આત્મા ભાવવેદ અને દ્રવ્યવેદ વિનાનો અવેદી છે, પોતાના જ્ઞાતાદષ્ટા શુદ્ધ આનંદનો ભોગવનારો છે એમ દષ્ટિ કરે ને પર ઉપરની દષ્ટિ છોડે તો સમ્યગ્દર્શન થાય છે ને ધર્મ થાય છે. પોતાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[૬૭ આત્મા અવેદી છે એમ શ્રદ્ધા-જ્ઞાન કર્યા પછી દ્રવ્યવેદ જે અજીવ છે તેનું જ્ઞાન કરે તો વ્યવહારે તેનું અજીવ સંબંધીનું જ્ઞાન સાચું છે. પોતાનો આત્મા અવેદી છે એમ શ્રદ્ધા-જ્ઞાન કર્યા પછી ભાવવેદ જે પોતાના અશુભ પરિણામ છે ને પાપતત્ત્વ છે એમ જ્ઞાન કરે તો વ્યવહારે પાપતત્ત્વ સંબંધીનું તેનું જ્ઞાન સાચું છે. પણ જીવતત્ત્વને યથાર્થ જાણ્યા વિના બીજાં તત્ત્વોનું જ્ઞાન સાચું થતું નથી.
અજ્ઞાની જીવ ૫૨ને પોતાનો આધાર માને છે.
અજ્ઞાની જીવોને પોતાના અવેદી આત્માનું ભાન નથી તેથી સંયોગો તથા વિકારીભાવ ઉપર તેની દૃષ્ટિ જાય છે. બાઈઓ કહે કે અમો શું કરીએ ? અમો તો અબળા છીએ માટે કોઈના આધાર વિના જીવી શકીએ નહિ. પુરુષો કહે કે અમો ઘણાને નભાવનારા છીએ, સ્ત્રી, કુટુંબ, બાળ બચ્ચાંને અમારો આધાર છે. નપુંસક કહે કે અમો તો જન્મથી જ નપુંસક છીએ, તેથી અમો શું કરી શકીએ? આમ વેદ ઉપરની સંયોગીષ્ટિના કારણે પરાધીનતા કલ્પ છે તેને કદી પણ ધર્મ થતો નથી.
નારકીમાં દ્રવ્ય અને ભાવવેદ બન્ને નપુંસક હોવા છતાં સમ્યગ્દર્શન પામી શકે છે.
જ્ઞાનીઓ કહે છે કે છોડ એ સંયોગીદષ્ટિને. સ્ત્રીનું, પુરુષનું કે નપુંસકનું શરીર જ તારું નથી. જ્યારે શરીર જ તારું નથી તો પછી શરીરના નિભાવ માટે તારે ૫૨ સામે જોવાનું ક્યાં રહે છે? તું તો તારાં જ્ઞાન, દર્શન વગેરે સ્વશક્તિના આધારે જીવી રહ્યો છે ને ભાવવેદના જે પરિણામ છે તે તો પાપતત્ત્વ છે, તે તારું જીવતત્ત્વ નથી; માટે તેના ઉપરની દૃષ્ટિ છોડ. દ્રવ્યવેદ અને ભાવવેદ સમ્યગ્દર્શન અથવા ધર્મને રોકતા નથી. નારકીના જીવો દ્રવ્યે તેમ જ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮]
[ પ્રવચનસાર પ્રવચનો ભાવે નપુંસકવેદી છે છતાં આત્મા ત્રિકાળ અવેદી છે એવું ભાન કરીને પુરુષાર્થી નારકીના જીવો ઘણા પ્રતિકૂળ સંયોગોમાં હોવા છતાં પણ સમ્યગ્દર્શનરૂપ ધર્મ પામી શકે છે, તો તું અહીં મનુષ્યપણામાં ધર્મ ન પામી શકે એમ બને નહિ. માટે વેદો ઉપરની દષ્ટિ છોડ અને અવેદી આત્મા ઉપર સ્વસમ્મુખ દષ્ટિ કર-એમ કહેવાનો આશય છે.
આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ: અન્નનહિ, લિંગઃસ્ત્રી, પુરુષ અને નપુંસકવેદ, ગ્રહણઃગ્રહવું. જેને સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદ દ્રવ્ય તેમ જ ભાવે નથી એટલે કે આત્મા અવેદી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા તો પોતાનાં જ્ઞાન, દર્શન, સુખ વગેરેને વેદવાવાળો છે, પર શરીર તથા વિકારીભાવને વેદવાવાળો નથી એવો તારો આત્મા જે તારું સ્વજ્ઞય છે તેને તું જાણ.
આ પ્રમાણે સ્વય એવા આત્માને શ્રદ્ધવો અને જ્ઞાનમાં લેવો તે સમ્યગ્દર્શનનું કારણ છે.
*
*
*
*
*
(માહ વદ ૮, ગુરુવાર)
આ આત્મા જેવી રીતે છે તેવી રીતે તેનું અસલી સ્વરૂપ જાણે અને માને તો ધર્મ થાય છે. તેનો અર્થ એમ થાય છે કે તેનું અસલી સ્વરૂપ અનંતકાળથી એક સેકન્ડમાત્ર પણ જાણ્યું નથી, આત્મા જેવો છે તેવો નહીં માનતાં તેની ઊલટી માન્યતા કરી છે. માટે હે જીવ! આત્માને અલિંગગ્રહણ જાણ. કોઈ પણ ઈન્દ્રિયો વડે પરને જાણે તેવો આત્મા નથી. ઈન્દ્રિયો વડે મને જ્ઞાન થાય છે એવી અનાદિથી માન્યતા કરી છે. એવી માન્યતારૂપ ભ્રમ અવસ્થામાં છે, ઇન્દ્રિયો પણ છે એમ કબૂલ કરીને એ દશા તે આત્મા નથી એમ કહ્યું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૬૯ છે. વળી તે ઈન્દ્રિયોથી જણાય એવો નથી, પણ અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવી છે એમ કહ્યું છે. ઈન્દ્રિયોથી જ્ઞાન થાય છે એવો ભ્રમ છે, પણ ઈન્દ્રિયોથી ખરેખર આત્મા સ્વ-પરને જાણતો નથી. બધા બોલમાં વ્યવહાર બતાવી, તેનો નિષેધ કરાવી જ્ઞાન કરાવ્યું છે.
આત્મા દ્રવ્ય તથા ભાવવેદથી રહિત છે.
સોળમો બોલ ફરીથી કહેવામાં આવે છે. આત્માને લિંગોનું એટલે કે સ્ત્રી-પુરુષ વેદોનું ગ્રહણ નથી, સ્ત્રી-પુરુષોના આકાર આત્મામાં નથી. વ્યવહારે શરીર સ્ત્રી-પુરુષના આકારરૂપે સંયોગે હોય છે પણ તે આત્મામાં નથી. વળી સ્ત્રી કે પુરુષ વેદનો ભાવ ઔપાધિકભાવ છે પણ તે આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી, તે એક સમય પૂરતી અવસ્થા છે; માટે જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવને છોડી એના જેટલો આત્માને માનવો તે પર્યાયબુદ્ધિ છે, ભ્રમણા છે, અજ્ઞાન છે. પુરુષાદિના આકારને આત્મા માનવો તે જડને જીવ માનવા બરાબર છે ને ભાવવંદને આત્મા માનવો તે પાપ તત્ત્વને જીવતત્ત્વ માનવા બરાબર છે. અજીવને જીવ માનવો તથા પાપને જીવ માનવો તે અધર્મ છે. પણ શરીરો તથા ભાવવેદથી રહિત આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવાં શ્રદ્ધા જ્ઞાન કરવાં તે ધર્મ છે. લ્યો, આ જીવનકલા છે. સુખી જીવન કેમ જીવવું તેની આ ચાવી છે. (૧૭) આત્મા બાહ્ય ધર્મચિહ્નોને ગ્રહતો નથી એમ
સ્વયને તું જાણ.
| લિંગોનું એટલે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બહિરંગ (બાહ્ય) યતિલિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
શરીરની નગ્ન દિગંબર દશા તે ધર્મનું ચિહ્ન નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦]
| [ પ્રવચનસાર પ્રવચનો ૧. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવું ભાન થયા પછી
સ્વભાવમાં વિશેષ સ્થિરતા થવી તે અંતર મુનિદશા છે ને અંતર નિગ્રંથદશા પ્રગટે છે ત્યારે બાહ્ય વસ્ત્ર આદિ હોતાં નથી અર્થાત્ શરીરની નગ્ન દિગંબર દશા હોય છે તથા મોરપીછ અને કમંડળ હોય છે. બાહ્યમાં નદશા હોતી જ નથી એમ કોઈ માને તો તે
સ્થૂળ ભૂલ છે. ૨. પણ તે બાહ્ય નિમિત્ત-મોરપીંછ આદિ તથા શરીરની નગ્નદશા
વગેરેનો આત્મામાં અભાવ છે. તેને આત્મા ગ્રહણ કરતો નથી કારણ કે તે જડપદાર્થો છે, તે તેના કારણે હોય છે. તેને લેવા
મૂકવાની ક્રિયા આત્મા કરી શકતો નથી. ૩. વળી તે નગ્નદશા, મોરપીંછ, કમંડળ વગેરે છે માટે મુનિનું
મુનિપણું ટકેલ છે એમ પણ નથી, કારણ કે અંતર ભાવલિંગી દશા તે મુનિપણું છે.
આ પ્રમાણે વ્યવહારે બાહ્ય સંયોગનું જ્ઞાન કરાવીને તે વ્યવહારનો નિશ્ચયમાં અભાવ વર્તે છે, એમ કહે છે. હું શરીરની અવસ્થા કરી શકું છું, દિગંબર છું, મુનિપણાની અવસ્થા જેટલો જ છું એમ મુનિ કદી માનતા નથી; છતાં અંતર મુનિદશા વર્તે છે ત્યારે શરીરની અવસ્થા શરીરના કારણે નગ્ન હોય છે.
શરીરની નગ્નદશા આત્માથી થાય છે એમ માનનાર
જીવ મુનિ નથી પણ મિથ્યાદષ્ટિ છે. જે જીવ એમ માને કે શરીરની નસદશા મેં કરી, ઈચ્છાથી મે વસ્ત્ર કાઢી નાખ્યું-એમ શરીર અને વસ્ત્રની ક્રિયાનો જે ધણી થાય છે તે સ્કૂલ મિથ્યાષ્ટિ છે. અંતરંગમાં ત્રણ પ્રકારના કષાય રહિત વીતરાગી રમણતા થાય ત્યારે જડની નઝદશા તેના કારણે હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૭૧ છે; એવું ભાન જેને નથી ને પર પદાર્થોની ક્રિયા થાય છે તેનો કર્તાહર્તા થાય છે તે મૂઢ છે, અજ્ઞાની છે, તેને આત્માના ધર્મની ખબર નથી. પર વસ્તુનાં ગ્રહણ-ત્યાગનો ભાવ એ જ અધર્મભાવ છે. ત્યારે કોઈ પ્રશ્ન કરે કે બાહ્ય લિંગની ધર્મ માટે જરૂર નથી તો ગમે તે બાહ્ય લિંગ હોય તો પણ ધર્મ થાય-એમ કોઈ કહે તો તે માન્યતા પણ ઘણી જ ભૂલભરેલી છે. ગમે તે લિંગ હોય ને કેવળજ્ઞાન થાય, તથા મુનિ હોય ને વસ્ત્રપાત્ર રાખે ને તે દશામાં પણ કેવળજ્ઞાન પામે એમ માનનાર તો ઘણી સ્થૂળ ભૂલમાં છે. તે તો બાહ્યથી પણ મુનિ નથી. પહેલાં વ્યવહાર સાબિત કર્યો છે. તેટલો વ્યવહાર કબૂલ રાખવો પડશે કે મુનિદશા હોય ત્યારે નગ્નદશા જ હોય ને બાહ્ય ઉપકરણ તરીકે મોરપીંછ, કમંડળ સિવાય બીજું કાંઈ હોય નહિ. એટલું કબૂલ રાખ્યા પછી અહીં તો એમ કહે છે કે એનાથી આત્મા ઓળખાતો નથી.
અહીં અલિંગગ્રહણનો અર્થઃ અન્નનહિ, લિંગ=બાહ્ય ધર્મ ચિહ્નો, ગ્રહણઃગ્રહણ. એટલે કે આત્મા બાહ્ય ધર્મચિહ્નો ને ગ્રતો નથી, પણ શુદ્ધ ચિદાનંદ સ્વભાવને ગ્રહે તેવો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એવા તારા સ્વજ્ઞયને તું જાણ ને શ્રદ્ધા કર એમ આચાર્ય ભગવાન કહે છે. ને તે સમ્યગ્દર્શનનું કારણ છે.
(૧૮) તારો અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી
એમ સ્વજોયને તું જાણ. લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ (પદાર્થજ્ઞાન) તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
આત્મા વસ્તુ છે. તે અનંત ગુણનો પિંડ છે. તે એકલા જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨]
[ પ્રવચનસાર પ્રવચનો ગુણવાળો નથી. અભેદ આત્મા ગુણના ભેદને સ્પર્શે તેવો નથી.
૧.
૩.
આત્મા મન, વાણી, દેહુને સ્પર્શતો નથી કારણ કે તે તો જડ છે, તેનો આત્મામાં અભાવ છે. જે વસ્તુ પૃથક હોય તેને કેમ અડે? પૃથકને અડે તો આત્મા અને શરીર એક થઈ જાય પણ એમ કદી બનતું નથી. આત્મા જડકર્મ-જ્ઞાનાવરણીયઆદિને સ્પર્શતો નથી કારણ કે તે બધાં રૂપી છે, તેનો અરૂપી આત્મામાં અભાવ છે. અજ્ઞાનીનો આત્મા પણ કોઈ દિવસે કર્મને અડયો જ નથી, કારણ કે આત્માને અને કર્મને અત્યંત અભાવ વર્તે છે. પોતાનો જ્ઞાતાદષ્ટા સ્વભાવ ચૂકીને પોતાની એક સમયની પર્યાયમાં પુણ્ય પાપના વિકારી ભાવ થાય છે તેને ત્રિકાળી સ્વભાવ કદી સ્પર્યો જ નથી. આખી ચીજ જો વિકારને સ્પર્શ તો ત્રિકાળી સ્વભાવ વિકારમય થઈ જાય અને તેમ થાય તો વિકાર રહિત થવાનો અવસર કદી આવે નહિ. અહીં તો આથી વિશેષ વાત કહેવાની છે. આત્મામાં જ્ઞાનાદિ અનંત ગુણો છે. જ્ઞાનગુણ, દર્શનગુણ એવા ગુણભેદ આત્મામાં છે ખરા, છતાં અનંત ગુણનો એકપિંડરૂપ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી. હું જ્ઞાનનો ધરનાર છું ને જ્ઞાન મારો ગુણ છે, એવા ગુણ-ગુણીના ભેદને અભેદ આત્મા સ્વીકારતો નથી. અભેદ આત્મા ભેદને સ્પર્શે તો તે ભેદરૂપ થઈ જાય, ભેદરૂપ થઈ જતાં અભેદ થવાનો પ્રસંગ કદી આવે નહિ. અને અભેદ માન્યા વિના કદી પણ ધર્મ થતો નથી.
૪.
જુઓ, આ સમ્યગ્દર્શનનો વિષય કેવો હોય તેની વાત ચાલે છે. સમ્યગ્દર્શનનો વિષય આત્મા અભેદ એકરૂપ કેવો છે તે યથાર્થ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૭૩ જાણે નહિ તો તે જ્ઞાન વિના બાળતપ અને બાળવ્રત કાર્યકારી થતાં નથી. ત્રિલોકનાથ તીર્થકર દેવાધિદેવે પોતાના કેવળજ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ જેવું જોયું એવું તેમની વાણી દ્વારા આવ્યું ને તે પ્રમાણે કુંદકુંદાચાર્ય ભગવાને વસ્તુસ્વરૂપને જાણી-અનુભવીને આ મહાન રચના કરી છે. તે માન્ય સમ્યગ્દર્શન થાય છે. લોકો બાહ્યમાં આ કરું ને તે કરું એમ બાહ્ય પદાર્થોમાં ને ક્રિયામાં ધર્મ માને છે. જેને વસ્તુસ્વભાવની ખબર નથી તેને ધર્મ કદી પણ થાય નહિ.
સમ્યગ્દર્શનનો વિષય-શુદ્ધ એકાકાર, અભેદ આત્મા છે.
સમ્યગ્દર્શનના વિષયભૂત આત્મા કેવો છે? તે જેવો છે તેવો જાણે તો ધર્મ થાય. કોઈ જીવ સાકરને અફીણ માને તો તેનું સાકરનું જ્ઞાન સાચું કહેવાય? અથવા સાકર અને અફીણ બેને એક જ પદાર્થ માને તો તેનું સાકરનું જ્ઞાન સાચું કહેવાય? અને સાકર ઉપર જે મેલ છે તેને સાકરનું સ્વરૂપ માને તો સાચું જ્ઞાન કહેવાય?–કે ના. તે સાચું જ્ઞાન કહેવાતું નથી. સાકર તે સાકર છે, અફીણ નથી; અને જુદા છે. સાકર ઉપરનો મેલ તે પણ સાકરનું સ્વરૂપ નથી. તેમ શરીરને આત્મા માને તો આત્માનું જ્ઞાન સાચું થતું નથી, આત્મા અને શરીર બન્નેને એક માને તોપણ આત્માનું જ્ઞાન સાચું થતું નથી, આત્માની પર્યાયમાં ક્ષણિક વિકાર છે તેને પોતાનું ત્રિકાળી સ્વરૂપ માને તો પણ આત્માનું જ્ઞાન સાચું થતું નથી. શરીર-મન-વાણી રહિત, વિકલ્પ રહિત ને ગુણભેદરહિત એકાકાર અભેદ આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે.
અહીં વીસેય બોલમાં પહેલાં વ્યવહાર સાબિત કરતા જાય છે ને તે પછી વ્યવહારનો નિષેધ કરી નિશ્ચયનું જ્ઞાન કરાવેલ છે. વ્યવહાર એકલો કબૂલ રાખે ને તેમાં અટકી જાય તો પણ ધર્મ થતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪]
[ પ્રવચનસાર પ્રવચનો ગુણભેદ હોવા છતાં આત્મા ગુણભેદને સ્પર્શતો નથી.
અહીં ૧૮માં બોલમાં વ્યવહાર સાબિત કરીને નિષેધ કરાવેલ છે, જો વસ્તુ હોય તેનો નિષેધ કરાય પણ જે ન હોય તેનો નિષેધ શું થાય ?
જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વચ્છત્વ, વિભુત્વ વગેરે અનંત ગુણો આત્મામાં છે. આવા ગુણભેદ છે જ નહિ એમ કોઈ માને તો તેની વ્યવહારશ્રદ્ધાના પણ ઠેકાણાં નથી. એક ગુણ તે બીજો ગુણ નથી-એમ ગુણભેદ છે, છતાં તેમાં જીવ અટકે તો ધર્મ થતો નથી. ગુણભેદમાં આત્મા એકાકાર થાય તો આત્માનું એકપણું ભિન્ન રહેતું નથી. આત્મા ત્રિકાળી ગુણનો પિંડ છે. તે સામાન્ય છે ને દર્શન, જ્ઞાન વગેરે ગુણો તે વિશેષ છે. સામાન્ય તે વિશેષને સ્પર્શતું નથી, સામાન્ય તે સામાન્યમાં છે, વિશેષ વિશેષમાં છે. સામાન્યમાં વિશેષ નથી, વિશેષમાં સામાન્ય નથી. સામાન્ય એવો આત્મા વિશેષ એવા જ્ઞાનગુણને સ્પર્શ તો સામાન્ય અને વિશેષ એક થઈ જાય, બન્ને પૃથક રહેતાં નથી. અનંતા ગુણોના સમૂહુરૂપ એકાકાર આત્મા એકલા જ્ઞાનગુણને સ્પર્યો નથી. અહીં શુદ્ધ દ્રવ્યની શ્રદ્ધા કરાવવી છે. શરીર નહિ, કર્મ નહિ, વિકાર નહિ, ગુણભેદ નહિ–એવા અભેદ શુદ્ધ દ્રવ્યની દષ્ટિ કરાવવી છે.
શુદ્ધ દ્રવ્ય એકરૂપ છે, તે જો ગુણભેદને સ્પર્શે તો દ્રવ્ય શુદ્ધ રહેતું નથી. ગુણભેદ છે તેનો નિષેધ કરાવે છે. ગુણભેદ બિલકુલ ન હોત તો નિષેધ કરવાપણું રહેત નહિ, સામાન્ય તે વિશેષમાં આવી જાય તો સામાન્ય પદાર્થ એકરૂપ રહેતો નથી માટે અહીં કહ્યું છે કે સામાન્ય સ્વભાવ જ્ઞાનગુણને સ્પર્યો નથી. આ જ્ઞાનગુણ છે ને આત્મા જ્ઞાનગુણનો ધરનાર છે એવા ભેદના વિકલ્પથી ધર્મ થતો નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[૭૫ પણ આત્મા અખંડ જ્ઞાતા એકાકાર છે તેની શ્રદ્ધા કરવાથી ધર્મ થાય છે.
અહીં અલિંગગ્રહણનો અર્થ અન્નનહિ, લિંગ=ગુણ, ગ્રહણ= પદાર્થજ્ઞાન તે જેને નથી એવો આત્મા છે એટલે કે આત્મા ગુણ વિશેષથી નહીં સ્પર્શાએલું એવું શુદ્ધદ્રવ્ય છે. આ બોલથી જ્ઞાનગુણ અને જ્ઞાનનો ધરનાર આત્મા ગુણી એવા ગુણગુણી ભેદનો નિષેધ કરાવી એકાકાર આત્માની શ્રદ્ધા કરાવે છે.
ગુણભેદ રહિત આત્મા તારું સ્વશય છે એમ તું જાણ-એમ આચાર્ય ભગવાન કહે છે. આવી રીતે સ્વયનાં શ્રદ્ધા-જ્ઞાન કરવાં તે ધર્મ છે.
(૧૯) તારો નિત્ય આત્મા અનિત્ય નિર્મળ પર્યાયને પણ
સ્પર્શતો નથી-એમ સ્પશેયને જાણ.
લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અથવબોધ વિશેષ તે જેને નથી તે અલિંગગ્રહણ છે, આ રીતે આત્મા પર્યાય વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
નિર્મળ પર્યાયને નહીં અડતો આત્મા શુદ્ધ દ્રવ્ય છે. ૧૮મા બોલમાં “અર્થાવબોધ' શબ્દ વાપરેલ હતો અને કહ્યું હતું કે ગુણભેદ હોવા છતાં અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી એમ ગુણભેદનો નિષેધ કરાવી અભેદ આત્માની શ્રદ્ધા કરાવી હતી. અહીં એમ કહે છે કે સાધકદશામાં સમ્યજ્ઞાનની નિર્મળ પર્યાયને અથવા કેવળજ્ઞાન વખતે કેવળજ્ઞાનની પૂરી નિર્મળ પર્યાયને આત્મા ચૂંબતો નથી, અડતો નથી, સ્પર્શતો નથી. દ્રવ્ય પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[ પ્રવચનસાર પ્રવચનો જેટલું જ નથી એમ કહીને પર્યાય-અંશ ઉપરનું લક્ષ છોડાવવું છે અને અંશી દ્રવ્યની શ્રદ્ધા કરાવવી છે.
આત્મા સામાન્ય એકરૂપ છે તે સમયસમયની પર્યાયમય થઈ જાય તો દ્રવ્ય અને પર્યાય બે ભિન્ન રહેતાં નથી અને પર્યાય જેમ ક્ષણિક છે તેમ દ્રવ્ય પણ ક્ષણિક થઈ જાય, એટલે કે દ્રવ્ય અનાદિઅનંત રહે નહિ.
પ્રવાહરૂપે અનાદિના જે વિકારી પરિણામ તે કર્યા છે તેને તો આત્મા કદી અડયો નથી, સ્પર્યો નથી, એકરૂપ થયો નથી. અજ્ઞાની ભલે માને કે હું આખો વિકારી થઈ ગયો પરંતુ તેનો આત્મા પણ ઊંધી માન્યતા વખતે દ્રવ્યદૃષ્ટિએ તો વિકાર રહિત જ છે કારણ કે શુદ્ધ દ્રવ્ય જો વિકારમય થઈ જાય તો વિકાર રહિત થવાનો કદી પ્રસંગ બને નહિ, અહીં તો એ વાત જ નથી.
અહીં તો એથી પણ આગળ વાત કહેવી છે કે આત્મા જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવી છે તેનાં શ્રદ્ધા-શાન કરીને જે નિર્મળ પર્યાય પ્રગટે છે તે પર્યાયને પણ આત્મા સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી, પરંતુ આત્મા નિત્ય શુદ્ધ દ્રવ્ય છે. આવો તારો જ્ઞય સ્વભાવ છે. જેવો શેય સ્વભાવ છે તેવો જાણ તો સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટે. આવી અપૂર્વ વાત અનંતકાળે શ્રવણ કરવા મળે છે. યથાર્થ સમજણ કરીને સમ્યક પ્રતીતિ કરે તો ધર્મ થાય, પણ જેને આ વાત સાંભળવા પણ મળી નથી તેને તો ધર્મ ક્યાંથી થાય? ન જ થાય.
પ્રશ્ન: દ્રવ્ય પર્યાયને અડતું નથી એમ કહો છો તો શું દ્રવ્ય પર્યાય વિનાનું હશે? ઉત્તર: દ્રવ્ય સામાન્ય નિશ્ચયથી તો પર્યાય વિનાનું છે. દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૭૭
અલિંગગ્રહણ ગાથા ૧૭૨] સામાન્ય અને પર્યાય વિશેષ-બે થઈને આખું દ્રવ્ય થાય તેવો દ્રવ્યનો અર્થ અહીં લેવો નહિ. અહીં શુદ્ધ દ્રવ્યનો અર્થ સામાન્ય સદશ એકરૂપ ત્રિકાળી સ્વભાવ લેવો. દ્રવ્ય તે સામાન્ય છે, પર્યાય તે વિશેષ છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે. અભાવ કહેતાં જ જે ત્રિકાળી સ્વભાવ છે તે એક સમયની પર્યાયને અડતો નથી એમ નક્કી થાય છે.
શુદ્ધ સ્વભાવી દ્રવ્ય તે નિત્ય છે ને નિર્મળ પર્યાય તે એક સમયની-અનિત્ય છે. નિત્ય એવું શુદ્ધ દ્રવ્ય અનિત્ય એવા સમ્યજ્ઞાનની અથવા કેવળજ્ઞાનની પર્યાયને નિશ્ચયથી અડે તો દ્રવ્ય નિત્ય રહેતું નથી અર્થાત્ દ્રવ્ય ક્ષણિક થવાનો પ્રસંગ આવે છે; પણ તેમ બનતું નથી.
અનિત્ય પર્યાય ઉપરનું લક્ષ છોડ ને નિત્ય દ્રવ્યનું લક્ષ કર.
જેમ ૧૮મા બોલમાં કહ્યું હતું કે અભેદ આત્મામાં ભેદનો અભાવ છે તેથી અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી, તેમ અહીં નિત્ય જ્ઞાનાનંદ શુદ્ધસ્વભાવી આત્મા જે ત્રિકાળી છે તે એક સમયની અનિત્ય નિર્મળ પર્યાયને સ્પર્શતો નથી–એમ કહી નિર્મળ પર્યાય જે અનિત્ય છે તેના ઉપરનું લક્ષ છોડાવી નિત્ય દ્રવ્ય જે શુદ્ધ એકરૂપ અભેદ પડયું છે તેના ઉપર દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. નિર્મળ પર્યાય જેટલો તારો આત્મા નથી, તું તો ત્રિકાળી શુદ્ધ છો. તે ઉપર લક્ષ કર તો સમ્યગ્દર્શન થશે ને નિત્યના લક્ષે જ નિર્મળતા વધીને પરિપૂર્ણ નિર્મળતા થશે એમ કહેવાનો આશય છે.
અહીં અલિંગગ્રહણનો અર્થ: અન્નનહિ, લિંગ=પર્યાય, ગ્રહણ=જ્ઞાનની નિર્મળ પર્યાય-તે જેને નથી એટલે કે શુદ્ધ દ્રવ્ય જ્ઞાનની એક સમયની નિર્મળ પર્યાય જેટલું જ નથી પણ નિત્ય સંદેશ સામાન્ય એકરૂપ છે એમ તું સ્વયને જાણ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮]
[ પ્રવચનસાર પ્રવચનો આવી રીતે સ્વયનાં શ્રદ્ધા-જ્ઞાન કરવા તે ધર્મનું કારણ છે. (૨૦) શુદ્ધ પર્યાયની અનુભૂતિ તે જ આત્મા છે એમ
સ્વજોયને તું જાણ. લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય છે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધપર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
સમ્યજ્ઞાનનો પર્યાય ત્રિકાળી જ્ઞાનગુણને સ્પર્શતો નથી, એમ અહીં કહેવું છે. લિંગ એટલે પ્રત્યભિજ્ઞાનનું કારણ, ગ્રહણ એટલે અર્થાવબોધ સામાન્ય એટલે ત્રિકાળી જ્ઞાનગુણ, પ્રત્યભિજ્ઞાન એટલે કે આ તે જ છે એવું જે ભૂત-વર્તમાનની સંધિવાળું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન છે. પૂર્વની સ્મૃતિ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. એવા પ્રત્યભિજ્ઞાનનું કારણ સામાન્ય ત્રિકાળી ગુણ છે. આત્મા તે સામાન્ય ત્રિકાળી ગુણને નહિ સ્પર્શતો એવો શુદ્ધપર્યાય છે-એમ કહેવું છે.
સમ્યજ્ઞાનની પર્યાય જે છે તે શરીરને લીધે નથી, શુભભાવને લીધે નથી, તેમ જ ત્રિકાળી જ્ઞાનગુણ સામાન્ય જે શક્તિરૂપ છે તેને લીધે પણ નથી. જો તે પર્યાય દ્રવ્યને લીધે છે એમ કહો તો પર્યાયનું ‘છે પણું રહેતું નથી, અહેતુક સારું રહેતું નથી.
૧૮મા બોલમાં કહ્યું હતું કે આત્મદ્રવ્ય સામાન્ય અભેદ છે, તે ગુણભેદ-વિશેષને સ્પર્શતું નથી. ૧૯મા બોલમાં કહ્યું હતું કે આત્મદ્રવ્ય સામાન્ય તે પર્યાયના ભેદ-વિશેષને સ્પર્શતું નથી. ૨૦માં બોલમાં એનાથી ઝીણી વાત છે. સાધકદશામાં જે સમ્યજ્ઞાનની પર્યાય છે અથવા મોક્ષમાં કેવળજ્ઞાનની જે પર્યાય છે તે વિશેષ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
'લા.
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[ ૭૯
તે વિશેષ શુભભાવ અથવા શરીરના આધારે તો નથી જ, પણ તે ત્રિકાળી જ્ઞાનગુણ સામાન્ય એકરૂપ છે તેને લીધે પણ નથી. શુદ્ધ પર્યાય જે વિશેષ છે તે સામાન્યના આધારે પ્રગટે એમ માનવામાં આવે તો વિશેષ જે નિરપેક્ષ તત્ત્વ છે તેની સ્વાધીનતા રહેતી નથી, પરાધીન થઈ જાય છે, ને અનિત્યસત્ શુદ્ધપર્યાય છે ‘છે' તે ‘છે’–નો અભાવ થઈ જાય છે માટે શુદ્ધ પર્યાય જે છે તે ધ્રુવ સામાન્યને અડતી નથી-સ્પર્શતી નથી-ચૂંબતી નથી. સ્વતંત્ર અનુભવની પર્યાય સામાન્ય દ્રવ્યને અડતી નથી કેમ કે પર્યાય દ્રવ્યને નિશ્ચયથી અડે તો બન્ને એક થઈ જાય.
અહીં કોઈ પ્રશ્ન કરે કે શુદ્ધપર્યાય ‘છે’ એમ કહીને પર્યાયનો આશ્રય તો કરાવવો નથી ને?
ઉત્તરઃ ના, પર્યાયનો આશ્રય કરાવવો નથી. નિર્વિકારી પર્યાય જે વિશેષ છે તે સામાન્યના આધારે નથી એમ કહેવું છે. નિરપેક્ષતા સાબિત કરવી છે.
નિર્વિકારી જ્ઞાનપર્યાય સામાન્ય જ્ઞાનગુણને અડતી હોય તો સામાન્ય અને વિશેષ એક થઈ જાય, દાંણ રહે નહિ. નિર્વિકારી પર્યાયમાં ધ્રુવસામાન્યનો અભાવ છે. તેથી આત્મા, દ્રવ્યથી નહિ આલિંગિત એવો, શુદ્ધ પર્યાય છે.
શુદ્ધ પર્યાય અહેતુક છે.
એક તરફ ત્રિકાળી સામાન્ય જ્ઞાનગુણ છે, બીજી તરફ જ્ઞાનની નિર્મળ પર્યાય છે, બન્ને એકી સમયે છે, સમયભેદ નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી ગુણનો અભાવ છે. આ રીતે શુદ્ધ પર્યાય અહેતુક છે, અકારણીય છે, તેને કોઈ કારણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦]
[ પ્રવચનસાર પ્રવચનો વીતરાગી નિમિત્તો મળ્યાં માટે શુદ્ધ પર્યાય પ્રગટી, એમ કોઈ કહે તો તે સ્વતંત્ર રહેતી નથી, પરાધીન થઈ જાય છે. શુભરાગ તે વ્યવહાર છે માટે તેને લીધે શુદ્ધ પર્યાય પ્રગટી એમ કોઈ કહે તો પણ તે સ્વતંત્ર રહેતી નથી, પરાધીન થઈ જાય છે. ત્રિકાળી જ્ઞાનગુણ સામાન્ય છે માટે સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટી એ પણ બરાબર નથી કારણ કે એમ હોય તો શુદ્ધ પર્યાય “છે” એમ રહેતું નથી. શુદ્ધ પર્યાય સ્વતંત્ર સત્ અહેતુક છે એમ અહીં કહેવું છે. વેદન-જાણવું તો પર્યાયમાં જ છે, અપ્રગટ શક્તિરૂપ ત્રિકાળી સામાન્યને કોઈ વેદન, ક્રિયા વા જાણવું નથી–એમ પર્યાય સમાં આત્મા જાગ્યો ત્યારે તે શુદ્ધ પર્યાયને આત્મા કહ્યો.
જે શુદ્ધ પર્યાયનો અનુભવ કરે છે તે આત્મા છે, જે રાગનો અનુભવ કરે છે તે આત્મા નથી. નિમિત્ત, વિકલ્પ અને ભેદ ઉપરની દષ્ટિ છૂટી, ચિદાનંદ સ્વભાવની દષ્ટિ થઈ તે સંવર-નિર્જરાની અનુભૂતિરૂપ શુદ્ધ પર્યાય થઈ તે જ આત્મા છે-એમ સ્વયને જાણ.
આમ સ્યાદ્વાદ સહિત સ્વજ્ઞયને યથાર્થ જાણવું તે ધર્મનું કારણ છે.
*
*
*
*
*
(માહ વદ ૯ શુક્રવાર) આજે આ ૧૮-૧૯-૨૦ બોલ ફરીથી લેવાય છે. (૧૮) આત્મા ગુણભેદથી નહિ સ્પર્શાવેલ એવું
શુદ્ધ દ્રવ્ય છે-એમ સ્વયને જાણ. આ આત્મા કેવો છે કે જે જાણે ધર્મ થાય? ધર્મ કરનારો આત્મા છે. ધર્મ કરનારમાં શાંતિ છે કે બહારથી આવે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[ ૮૧
કરનાર કહો કે ધર્મરૂપે થનાર કહો-એક જ છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પર્યાય તે ધર્મ છે. આત્માને જાણવાથી અવિકારી પરિણામ થાય અર્થાત્ ધર્મ થાય. હું શિષ્ય ! તું આત્માને અલિંગગ્રહણ જાણ. કોઈ ચિહ્ન દ્વારા તે ઓળખી શકાય એવો નથી. ૨૦ પ્રકાર જે કહ્યા છે તેવો આત્માને જાણ તો તેના લક્ષ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય તેમ છે.
પાંચ લાખ રૂપિયા કેવી રીતે પેદા થાય તેની રીત કોઈને બતાવવામાં આવે તો કેવી ગરજથી સાંભળે છે? તે રૂપિયા તો જડ છે. તેને મીઠા માની મમતા કરે છે. તે મમતા પૈસામાં નથી તેમ જ આત્મામાં પણ નથી. અજ્ઞાની જીવ મમતા નવી ઊભી કરે છે. આત્મવસ્તુમાં કૃત્રિમતા નથી, કૃત્રિમતા નવી નવી ઊભી કરે છે. તેને ટાળી સ્વભાવ સન્મુખ થવાથી સમતિની નવી પર્યાય પ્રગટ થાય છે. કેવા ચૈતન્ય સ્વરૂપ આત્મા ઉ૫૨ દૃષ્ટિ કરવાથી તે પ્રગટ થાય તેમ છે? આત્મા કોણ છે? તે આ બોલમાં કહે છે.
હે ભવ્ય! તું આત્માને અલિંગગ્રહણ જાણ એમ કુંદકુંદાચાર્યદેવ કહે છે. આ ૧૮મા બોલમાં અલિંગગ્રહણનો અર્થ: અ=નહિ, લિંગ-ગુણ, ગ્રહણ=અર્થાવબોધ અથવા જ્ઞાન. લિંગ અને ગ્રહણના અર્થો જુદા પાડયા છે. જાઓ, લિંગનો અર્થ તો ગુણ કહ્યો છે પણ તે ગુણ તો સામાન્ય થયા. ગુણ તો ઘણા છે, તેમાંથી ક્યો ગુણ?–તો કે જ્ઞાનગુણ. ગ્રહણ શબ્દમાંથી જ્ઞાનગુણ કાઢેલ છે. એટલે આત્મા કે જેને જ્ઞાન ગુણ નથી એટલે કે જેમાં જ્ઞાન ગુણ અને આત્મા ગુણી એવો ભેદ નથી તે આત્મા શુદ્ઘ દ્રવ્ય છે.
૧.
શરીર-મન-વાણીની ક્રિયા તો આત્મામાં નથી કારણ કે તે તો અજીવ પદાર્થ છે, માટે તેના લક્ષે ધર્મ થઈ શકે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ] ૨.
[ પ્રવચનસાર પ્રવચનો દયા, દાન, કામ, ક્રોધ આદિના ભાવો તે પાધિકભાવ છે, કૃત્રિમ છે; તે વસ્તુ સ્વરૂપમાં નથી માટે તેના લક્ષે ધર્મ થાય નહિ. આત્મા અનંતગુણરૂપ એક અભેદ વસ્તુ છે. તે અભેદ વસ્તુમાં આ જ્ઞાન ગુણ છે એવો ભેદ પાડે તો વસ્તુ અભેદ રહેતી નથી. એવા ભેદને લક્ષે પણ ધર્મ થતો નથી તેથી અહીં કહે છે કે અભેદ આત્મા એક જ્ઞાનગુણને સ્પર્શતો નથી એમ તું આત્માને જાણ.
આ શેય અધિકાર છે. શય આત્મપદાર્થ કેવો છે કે જેની શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શન થાય? સમ્યગ્દર્શન એટલે પ્રથમ ધર્મ અનાદિકાળથી નહિ થયેલો અપૂર્વ સમ્યગ્દર્શનરૂપી ધર્મ, કેવા આત્માને શ્રદ્ધામાં લેવાથી થાય ?
આત્મસ્વરૂપથી વિપરીત માન્યતાવાળો અજૈન છે
| મિથ્યાદષ્ટિ છે.
هم
به
૧. આત્મામાં પર વસ્તુનો તો અભાવ છે, માટે જે જીવ આત્માને
શરીરવાળો કે કર્મવાળો માને તે મિથ્યાદષ્ટિ છે. વળી આત્મામાં શુભાશુભ પરિણામ થાય છે તે પુણ્ય-પાપ તત્ત્વ છે, આસ્રવ તત્ત્વ છે, તેને જીવતત્ત્વ માને તે પણ મિથ્યાદષ્ટિ છે. આત્મા એક અભેદ વસ્તુ છે તેમાં આ જ્ઞાનગુણ છે ને આ જ્ઞાનગુણનો ધરનાર ગુણી છે એવા ભેદ પાડીને તેમાં અટકે તે પણ મિથ્યાષ્ટિ છે.
તેથી આ બોલમાં કહે છે કે અભેદ આત્મા જ્ઞાનગુણને સ્પર્શતો નથી, આલિંગતો નથી, અડતો નથી, તે એકરૂપ શુદ્ધ અસંગી તત્ત્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮૩
અલિંગગ્રહણ ગાથા ૧૭૨] છે. શરીર-મન-વાણી-વિનાનો કર્મ વિનાનો; શુભાશુભ પરિણામ જેટલો નહિ તેમ જ ગુણભેદમાં અટકે તેવો પણ નહિ; શુદ્ધ અભેદ એકાકાર પરિપૂર્ણ આત્મા છે તેને દષ્ટિમાં લેવો-શ્રદ્ધામાં લેવો તે સમ્યકદર્શન છે.
પરના અભાવસ્વભાવવાળો આત્મા.
૧. શરીર, મન, વાણી, કર્મ, જડ ચીજો તથા બીજા આત્માઓ તે
બધાનો આ આત્મામાં અભાવ છે એટલે કે તે તેનાથી અભાવસ્વભાવવાળો છે. પુણ્ય-પાપના ભાવો ત્રિકાળી સ્વભાવમાં નથી માટે આત્મા તેનાથી અભાવ-સ્વભાવવાળો છે. આત્માને વિકારવાળો
માનવાથી સાચી શ્રદ્ધા થતી નથી. ૩. સામાન્યમાં વિશેષનો અભાવ છે. નિશ્ચયથી સામાન્ય પદાર્થ
વિશેષને સ્પર્શે તો સામાન્ય અને વિશેષ એક થઈ જાય. સામાન્ય- વિશેષના ભેદ રહિત અભેદ એકાકાર આત્મા તે શુદ્ધ દ્રવ્ય છે.
આ ગાથામાં લિંગનો અર્થ ગુણ કર્યો છે. પણ ગુણો તો ઘણા છે તેથી ગ્રહણ શબ્દનો અર્થ જ્ઞાન કર્યો છે. અભેદ આત્મા જ્ઞાન ગુણને સ્પર્શતો નથી.
અનાદિથી અજ્ઞાની જીવ માને છે કે એક શરીર બીજા શરીરને અડે છે, એક આત્મા શરીરને અડે છે, કર્મને અડે છે અને બીજા આત્માને અડે છે, ત્રિકાળી સ્વભાવ વિકારને અડે છે અને ગુણભેદને અડે છે પણ આ બધી માન્યતા ભૂલભરેલી છે. એકનો બીજામાં અભાવ હોવાથી એક બીજાને પરમાર્થ અડતું નથી.
આ રીતે આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે. વસ્તુ અભેદ છે તેમાં ગુણ-ગુણીના ભેદ પડતા નથી. સમ્યક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪]
[ પ્રવચનસાર પ્રવચનો દર્શનનો વિષય આખો આત્મા છે-એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
આત્મા અભેદ-એકરૂપ વસ્તુ છે, તે જ્ઞાનવિશેષને અડતો નથી. તેને જાણ્યા વિના ધર્મ થાય નહિ. ધર્મ ધર્મીમાંથી આવે છે. અભેદ એકરૂપ આત્માની શ્રદ્ધા કરવાથી નવી ધર્મપર્યાય પ્રગટે છે.
ત્રિકાળી અભેદ સ્વભાવમાં જ્ઞાનાદિ ગુણભેદનો અભાવ છે.
અભેદ આત્મા જ્ઞાનાદિગુણભેદને સ્પર્શતો નથી અને આખા દ્રવ્યમાં જ્ઞાનગુણના ભેદનો અભાવ છે. બે વસ્તુ હોય તેમાં કોઈ પ્રકારે અભાવ બતાવાય. જો વસ્તુ ન જ હોય તો અભાવ બતાવી શકાય નહિ. માટે આત્મામાં જ્ઞાન આદિનો ગુણભેદ છે, ગુણભેદ જ કોઈ ન માને તો તેનો વ્યવહાર જ સાચો નથી. ભેદ અને અભેદરૂપ વસ્તુ એકી સમયે છે. એમ વ્યવહારે જ્ઞાન કરાવ્યા પછી અભેદ દ્રવ્યમાં જ્ઞાન ગુણના ભેદનો અભાવ બતાવાય છે. ભેદના લક્ષે સમ્યગ્દર્શન થતું નથી પણ અભેદના લક્ષે સમ્યકદર્શન થાય છે.
આ પ્રમાણે ગુણભેદથી નહિ સ્પર્ધાયેલો અભેદ આત્મા તારું સ્વજ્ઞય છે એમ તું જાણ. આમ શ્રદ્ધા-જ્ઞાન કરવાથી ધર્મ થાય છે.
(૧૯) આત્મા જ્ઞાનપર્યાયવિશેષથી નહિ સ્પર્શાયેલું
શુદ્ધદ્રવ્ય છે-એમ સ્વયને જાણ. લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધવિશેષ તે જેને નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાયવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય
અહીં લિંગ એટલે કે પર્યાય, પણ પર્યાયો તો અનંત છે તેથી ગ્રહણનો અર્થ જ્ઞાનનો પર્યાય લીધો છે. તે જેને એટલે કે આત્માને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧.
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૮૫ નથી તે શુદ્ધ દ્રવ્ય છે. અહીં આત્માને જ્ઞાનનો પર્યાય નથી એટલે કે શુદ્ધ દ્રવ્ય એક પર્યાય જેટલું નથી, ત્રિકાળી દ્રવ્યમાં ક્ષણિક પર્યાયનો અભાવ છે એમ કહેવું છે.
સમ્યગ્દર્શન કોના આશ્રયે પ્રગટે છે તે કહે છે. ત્રિકાળી સ્વભાવ જ નિમિત્તનો આશ્રય કરે તો પર સાથે એકતાબુદ્ધિ થાય છે, સમ્યગ્દર્શન થતું નથી. ત્રિકાળી સ્વભાવ જો દયાદાનાદિનો આશ્રય કરે તો આત્મા વિકારી થઈ જાય અને તેથી ધર્મ થવાનો પ્રસંગ રહે નહિ. ત્રિકાળી સ્વભાવ જો નિર્મળ પર્યાય જેટલો માને તો પણ ધર્મ થતો નથી. (૧) શુદ્ધ સ્વભાવ ત્રિકાળી છે ને પર્યાય એક સમયની છે. (૨) શુદ્ધ સ્વભાવ અંશી છે ને પર્યાય તે અંશ છે. (૩) શુદ્ધ સ્વભાવ સામાન્ય છે ને પર્યાય તે વિશેષ છે.
નિશ્ચયથી અંશી સ્વભાવ અંશને અડે તો અંશી ને અંશ જુદા રહેતા નથી, તે વસ્તુસ્વરૂપથી વિપરીત છે. માટે આત્મા જ્ઞાનપર્યાયથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે. પોતાના સ્વભાવનું અખંડપણું ભૂલી અજ્ઞાની જીવ
પરમાં અખંડપણું કહ્યું છે. જેમ લૌકિકમાં કોઈની પાસે પાંચ કરોડ રૂપિયાની મૂડી હોય તો તેના દીકરા, દીકરી, દીકરાની વહુ જે હોય તે બધા એમ માને કે અમે પાંચ કરોડના આસામી છીએ. ઘરમાં ૨૫ જણા હોય તેમાં એક જણાને તો પચીસમા ભાગે મૂડી આવવાની છે, છતાં કહે છે કે અમે પાંચ કરોડના આસામી છીએ. ત્યાં ખંડ પાડવો પાલવતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬]
[ પ્રવચનસાર પ્રવચનો નથી, કેમ કે ત્યાં રુચિ પડી છે. તેમ અંતર સ્વભાવ આખા દ્રવ્યને લક્ષમાં લે તેવો છે, તે ખંડખંડ દશાને કે અધૂરી દશાને લક્ષમાં લે તેવો નથી. પોતે અખંડ વસ્તુ છે, તે પર પદાર્થથી રહિત, વિકારથી રહિત, ગુણભેદથી રહિત, નિર્મળ પર્યાયના ભેદથી રહિત છે. તેનું જેને ભાન નથી તે બહારના સંયોગો કે જે કોઈ કાળે પોતા સાથે રહે તેવા નથી તેમાં અખંડપણાની કલ્પના કરે છે. તે સંયોગો કોઈ કાળે તેના થાય તેમ નથી ને અખંડપણે તેની સાથે રહે તેવા છે જ નહિ, છતાં અજ્ઞાની તેમાં અખંડપણે માની સુખ મેળવવા માગે છે તે તેનો મોહ છે અને તે સંસારનું કારણ છે. ધર્મની રુચિવાળા જીવે ત્રિકાળી સ્વરૂપની શ્રદ્ધા
કરવી જોઈએ. માટે જેને સંસારનો નાશ કરવો હોય તેણે અખંડ જ્ઞાયકસ્વભાવની શ્રદ્ધા કરવી જોઈએ. જે સ્વભાવમાં વિકારનો અભાવ છે, જે સ્વભાવમાં ગુણભેદ નથી, તેમ જ જે સ્વભાવ નિર્મળ જ્ઞાનપર્યાય જેટલો નથી પણ ત્રિકાળી એકરૂપ છે, જે નિત્યાનંદ ધ્રુવ વસ્તુ છે તેના આશ્રયે જ સમ્યગ્દર્શન અને ધર્મ થાય છે.
ત્રિકાળી સ્વભાવને લક્ષમાં લીધા વગર, માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં જે જીવ ધર્મ માને છે તેને કદાપિ ધર્મ થતો નથી. ૧. જિનમંદિર આદિ જડ પદાર્થો છે તેને આત્મા કરી શકતો નથી,
છતાં તેની ક્રિયા આત્મા કરી શકે એમ માને તો મિથ્યાત્વ થાય
વળી જિનમંદિરને લીધે રાગ થયો અથવા રાગ થયો માટે જિનમંદિર થયું એમ માને તો મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે. જિનમંદિરનો શુભરાગ થયો માટે જીવને ધર્મ થશે એમ માને તે મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે.
૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૮૭ ૪. પર્યાય ઉપર દષ્ટિ રાખે પણ અખંડ દ્રવ્યને ખ્યાલમાં ન લ્ય
તોપણ મિથ્યાત્વ થાય છે.
ત્રિકાળી શુદ્ધસ્વભાવ સામાન્યમાં નિર્મળ
જ્ઞાન પર્યાયવિશેષનો અભાવ છે.
માટે જીવે જેમ છે તેમ આત્મા ખ્યાલમાં લેવો જોઈએ. આ બોલમાં નિર્મળ પર્યાયથી પણ નહિ સ્પર્શાયેલું એવું શુદ્ધ દ્રવ્ય કહેવું છે, એટલે ત્રિકાળી દ્રવ્યમાં વર્તમાન જ્ઞાનપર્યાયનો પણ અભાવ છે. પરંતુ તે અભાવ ક્યારે કહેવાય? પ્રથમ બે અંશ છે એમ બતાવીને પછી અભાવ કહેવાય. અહીં શુદ્ધ પર્યાય ભવિષ્યમાં પ્રગટવાની છે એમ લેવું નથી કારણ કે જે વર્તમાનમાં ન હોય તેની સાથે અભાવ વર્તે છે એમ કહી શકાતું નથી. પણ ત્રિકાળી દ્રવ્ય જે સમયે છે તે જ સમયે શુદ્ધ જ્ઞાનપર્યાય છે, આગળ પાછળ નથી. એમ વ્યવહારો પર્યાય સાબિત કરી છે, “છે' તેનું જ્ઞાન કરાવેલ છે. પછી કહ્યું છે કે શુદ્ધ જ્ઞાનપર્યાય તો વર્તમાન પૂરતી છે અને તે વર્તમાન પર્યાયનો ત્રિકાળી સ્વભાવમાં અભાવ છે.
નિર્મળ પર્યાય તે અંશ છે તેના લક્ષે સમ્યગ્દર્શન થતું નથી પણ અંશી એવા આત્માના લક્ષે સમ્યગ્દર્શન થાય છે તેથી જ્ઞાનની પર્યાય જે અંશ છે તેનો, અંશી એવા આત્મામાં અભાવ બતાવી, અંશી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરાવ્યું છે. આત્મા સામાન્ય છે ને પર્યાય વિશેષ છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે, એમ કહી સામાન્ય દ્રવ્યનું લક્ષ કરાવ્યું છે.
આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ: અગનહિ, લિંગપર્યાય, ગ્રહણ=જ્ઞાનનો પર્યાય-તે જેને નથી એટલે આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮]
[ પ્રવચનસાર પ્રવચનો શુદ્ધ જ્ઞાનના પર્યાયને પણ અડતો નથી-સ્પર્શતો નથી એવું શુદ્ધ દ્રવ્ય છે એમ સ્વયને જાણ.
આવું સ્વજ્ઞય શ્રદ્ધા જ્ઞાનમાં લેવું તે ધર્મનું કારણ છે.
(૨૦) આત્મા સામાન્ય ત્રિકાળી જ્ઞાનગુણથી નહિ સ્પર્ધાયેલો એવો શુદ્ધ પર્યાય છે એમ સ્પશેયને જાણ.
લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય છે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય
પહેલાં પ્રત્યભિજ્ઞાનનો અર્થ કહેવાય છે. આત્મામાં અનંત ગુણો છે, તેમાં સમયે સમયે અવસ્થા થાય છે. ગુણો કાયમ રહે છે. પ્રત્યભિજ્ઞાન તે એક સમયની જ્ઞાનની પર્યાય છે. આ તે જ વસ્તુ છે જે પૂર્વે જોઈ હતી તેવા ડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. તે પ્રત્યભિજ્ઞાનની પર્યાયનું કારણ ત્રિકાળી જ્ઞાન ગુણ સામાન્ય છે.
આત્મા ત્રિકાળી જ્ઞાનગુણ સામાન્યથી નહિ સ્પર્ધાયેલો શુદ્ધ પર્યાય છે, અવિકારી જ્ઞાનની પર્યાય ત્રિકાળી ગુણના આધારે પ્રગટતી નથી, નિશ્ચયથી તેને સામાન્યનો પણ આધાર નથી-એમ અહીં સાબિત કરવું છે.
અહીં ઝીણી વાત લેવી છે. અઢારમા બોલમાં એમ કહ્યું હતું-ત્રિકાળી દ્રવ્ય સામાન્ય તે જ્ઞાનરૂપ ગુણભેદને અડતું નથી. આત્મામાં જ્ઞાનગુણનો ભેદ નથી એટલે કે આત્મા સામાન્ય અભેદરૂપ છે એમ કહ્યું હતું. ઓગણીસમાં બોલમાં એમ કહ્યું હતું-ત્રિકાળી જ્ઞાનગુણમાં જ્ઞાનની પર્યાય નથી એટલે કે સામાન્યમાં વિશેષ નથી, સામાન્યમાં વિશેષનો અભાવ છે એમ કહ્યું હતું. અહીં વીસમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[ ૮૯ બોલમાં કહે છે કે એક સમયની પર્યાયમાં જ્ઞાનગુણ ત્રિકાળીનો અભાવ છે. જ્ઞાનગુણની પર્યાય ત્રિકાળી જ્ઞાનગુણના આધારે નથી, વિશેષ તે સામાન્યના આધારે નથી. એક સમયની સભ્યજ્ઞાનની પર્યાય અથવા કેવળજ્ઞાનની પર્યાય તે નિરપેક્ષ છે. ત્રિકાળી ગુણના આધારે તે પ્રગટતી નથી એમ નિરપેક્ષતા બતાવવી છે. આ રીતે આત્મા ત્રિકાળી જ્ઞાનગુણથી નહિ સ્પર્શાયેલો એવો શુદ્ધ પર્યાય છે એમ અહીં બતાવવું છે.
નિર્વિકારી જ્ઞાનની પર્યાય પ્રગટવાની છે તેની અહીં વાત નથી. શુદ્ધ પર્યાય ‘છે’ તેની વાત છે. શુદ્ધ પર્યાય તે વિશેષ છે. વિશેષ ‘છે’ એમ કહેતાં જ તે ત્રિકાળી જ્ઞાનગુણ સામાન્યના આધારે નથી એમ નક્કી થાય છે. પદાર્થ ‘છે’ એમ કહેતાં જ તે પરથી નથી એમ નક્કી થાય છે. પર્યાય છે' એમ કહો ને પાછી પરથી ‘છે' એમ કહો તો તેનું ‘છે’ પણું સાબિત થતું નથી. વિશેષની અપેક્ષાએ સામાન્ય પર છે કારણ કે વિશેષ તે સામાન્ય નથી.
6
સામાન્યના આધારે વિશેષ માનવામાં આવે તો વિશેષ નિરપેક્ષ સાબિત થતું નથી. વિશેષને પરાધીન માને તો પરાધીન દશા થાય છે, તે પર્યાયબુદ્ધિ છે.
આત્મા અનાદિનો દ્રવ્યે શુદ્ધ છે ને નિર્મળ પર્યાય તેના લક્ષે પાછળથી પ્રગટ થાય છે માટે પર્યાયમાં દ્રવ્યનો અભાવ વર્તે છે એમ અહીં બતાવવું નથી. અહીં તો પ્રગટેલી શુદ્ધ પર્યાય છે તેની વાત છે. શુદ્ધ પર્યાય પૂર્વે ન હતી ને પછી દ્રવ્યના આશ્રયે પ્રગટ થઈ માટે પર્યાયમાં દ્રવ્યનો અભાવ વર્તે છે એમ કોઈ દલીલ કરે તો તે દલીલ ખોટી છે, તે વાત જ અહીં લેવી નથી. અહીં તો નિરપેક્ષ થન કરવું છે. શુદ્ધ પર્યાય પૂર્વે ન હતી ને પછી પ્રગટ થઈ એવો પ્રશ્ન રહેતો નથી. નિરપેક્ષ કહો ને સામાન્યના આધારે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦]
[ પ્રવચનસાર પ્રવચનો કહો તો નિરપેક્ષપણું સ્વતંત્ર રહેતું નથી. વળી શુદ્ધ પર્યાયમાં ત્રિકાળી સામાન્ય જ્ઞાનગુણનો અભાવ છે, એટલે વિશેષમાં સામાન્યનો અભાવ છે. અભાવ શેમાં બતાવાય? બે અંશ વર્તમાનમાં હોય તેમાં અભાવ બતાવાય. જે તે અતિરૂપ વસ્તુ જ ન હોય તો અભાવ બતાવી શકાય
નહિ.
જેમ ૧૮મા બોલમાં કહ્યું હતું કે દ્રવ્ય અભેદ છે તે જ સમયે જ્ઞાનાદિ ગુણભેદ છે ખરો પણ અભેદ સ્વભાવમાં જ્ઞાનાદિ ગુણભેદનો અભાવ છે માટે દ્રવ્ય જ્ઞાનને સ્પર્શતું નથી.
૧૯મા બોલમાં કહ્યું હતું કે ગુણો સામાન્ય છે તે જ સમયે જ્ઞાનની નિર્મળ પર્યાય છે પણ સામાન્યશક્તિસ્વરૂપ ગુણમાં જ્ઞાનની નિર્મળ પર્યાયનો અભાવ છે. એટલે સામાન્યમાં વિશેષનો અભાવ છે માટે દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી.
અહીં ૨૦મા બોલમાં એમ કહે છે કે શુદ્ધ પર્યાય છે તે જ સમયે ત્રિકાળી ધ્રુવ જ્ઞાનગુણ છે. પણ જ્ઞાનની શુદ્ધ પર્યાયમાં જ્ઞાનના ધ્રુવ સામાન્યપણાનો અભાવ છે એટલે કે વિશેષમાં સામાન્યનો અભાવ છે માટે શુદ્ધ પર્યાય સામાન્ય જ્ઞાનગુણને સ્પર્શતી નથી.
શુદ્ધ પર્યાયમાં સામાન્યનો અભાવ છે કારણ કે વિશેષમાં સામાન્યનો અભાવ ન હોય તો વિશેષ અને સામાન્ય એક થઈ જાય. વસ્તુસ્વરૂપ એવું નથી. વિશેષ વિશેષથી જ છે, સામાન્યથી નથી.
વિશેષ નિરપેક્ષ છે તે સાબિત કરવું છે.
૧૮-૧૯-૨૦ બોલમાં બન્ને પ્રકારને વર્તમાન સિદ્ધ કરીને એકબીજાને અડતો નથી એમ કહી અભેદની શ્રદ્ધા કરાવવી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯૧
અલિંગગ્રહણ ગાથા ૧૭૨] ૧૮માં બોલમાં ગુણભેદનો ગુણીમાં અભાવ બતાવી, અભેદ ગુણી તે
સમ્યગ્દર્શનનો વિષય થાય છે એમ બતાવ્યું. ૧૯મા બોલમાં પ્રગટેલી સમ્યજ્ઞાનની પર્યાય છે તેને સામાન્ય ધ્રુવ
જ્ઞાતાદરા સદશ સ્વભાવ અડતો નથી એમ બતાવી, સામાન્ય ધ્રુવ સદેશ સ્વભાવરૂપ આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે એમ
બતાવ્યું. ૨૦મા બોલમાં એમ કહે છે કે વર્તમાન નિર્મળ જ્ઞાન પર્યાય તે ધ્રુવ
જ્ઞાનસ્વભાવને અડતો નથી. શુદ્ધ પર્યાય વર્તમાન પ્રગટ છે.
છે તેની વાત છે. શુદ્ધ પર્યાય પૂર્વે ન હતી ને પછી ધ્રુવના લક્ષે પ્રગટશે તે સાપેક્ષતાની વાત જ લેવી નથી. શુદ્ધ પર્યાય છે, છે ને છે, સામાન્ય ધ્રુવ પણ છે. પણ શુદ્ધ પર્યાય સામાન્યને લીધે નથી કેમ કે વિશેષમાં સામાન્યનો અભાવ છે. શુદ્ધ પ્રગટેલી પર્યાય, નિમિત્તો-દેવ શાસ્ત્ર ગુરુ આવ્યા માટે પ્રગટી છે એમ નથી. શુદ્ધ પ્રગટેલી પર્યાય, પુણના શુભભાવ છે માટે પ્રગટી છે એમ નથી. શુદ્ધ પ્રગટેલી પર્યાય, સામાન્ય જ્ઞાનગુણ શક્તિરૂપે છે માટે પ્રગટી છે એમ પણ નથી. પૂર્વની અનુભૂતિને લીધે વર્તમાન અનુભૂતિ થઈ એમ પણ નથી. શુદ્ધ પર્યાય છે-તે નિરપેક્ષ છે, અહેતુક છે.
આમ નક્કી કરતાં નિમિત્તો ઉપરથી ને શુભરાગ ઉપરથી લક્ષ તો છૂટે જ છે, તેમ જ વિશેષ અને સામાન્યના ભેદ ઉપરથી પણ લક્ષ છૂટી એકાકાર વસ્તુ ઉપર લક્ષ જાય છે. બધા ગુણો અસહાય કહ્યા છે, એક ગુણમાં બીજા ગુણનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 92 ] [ પ્રવચનસાર પ્રવચનો અભાવ છે તેને અતભાવ કહે છે. દર્શન ગુણ જ્ઞાનની અપેક્ષા રાખતો નથી અને જ્ઞાનગુણ દર્શનની અપેક્ષા રાખતો નથી. ગુણો અસહાય છે, સ્વતંત્ર નિરપેક્ષ છે તેવી જ રીતે જ્ઞાનની શુદ્ધ પર્યાય જે પ્રગટ છે તે જ્ઞાનગુણ સામાન્યની અપેક્ષા રાખતી નથી. શુદ્ધ પર્યાયમાં ત્રિકાળી જ્ઞાનગુણનો અભાવ છે. એક એક શુદ્ધ પર્યાય-સમ્યજ્ઞાનની અથવા કેવળજ્ઞાનની અસહાય છે, નિરપેક્ષ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે નિરપેક્ષ પર્યાય કહીને શું પર્યાયદષ્ટિ કરાવવી છે? ઉત્તરઃ ના, પર્યાયદષ્ટિ કરાવવી નથી. સમય સમયની પર્યાય સત્ અહેતુક છે. તે નિમિત્તની કે રાગની અપેક્ષા તો રાખતી નથી પણ જ્ઞાનગુણ સામાન્ય છે તેની પણ અપેક્ષા રાખતી નથી, એમ નિરપેક્ષતા બતાવવી છે. શુદ્ધ પર્યાયરૂપે પરિણમેલો તે જ આત્મા છે, આત્મા પોતે જ શુદ્ધ પર્યાય છે. એમ બતાવી દ્રવ્યદૃષ્ટિ કરાવવી છે. સામાન્ય તથા વિશેષના ભેદવાળો આત્મા તે સમ્યગ્દર્શનનો ધ્યેય નથી. શુદ્ધ પર્યાય તે જ આત્મા છે એમ કહી અભેદદષ્ટિ કરાવવી છે. આ પ્રમાણે અહીં અલિંગગ્રહણનો અર્થ અન્નનહિ, લિંગ= પ્રત્યભિજ્ઞાનનું કારણ, ગ્રહણ જ્ઞાનગુણ ત્રિકાળી સામાન્ય. એટલે જેને જ્ઞાનગુણ સામાન્ય નથી એવો આત્મા તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા ત્રિકાળી જ્ઞાનગુણથી નહિ સ્પર્શાયેલો એવો શુદ્ધ પર્યાય છે. આત્મા પોતે જ શુદ્ધ પર્યાય છે. આત્મા અને શુદ્ધ પર્યાયમાં ભેદ નથી, એમ તારા સ્વયને જાણ. આવા સ્વય આત્માને જાણવો-શ્રદ્ધવો તે ધર્મ છે. (*) - (*) - (*) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com