________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[૨૫
તારે પંચપરમેષ્ઠીના આત્માને જાણવા હોય તો પ્રથમ તો તારામાં સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કર તો તે જ્ઞાનથી તેઓ જણાય એવા છે. આત્મા શરીર તથા ઈન્દ્રિય વિનાનો છે, રાગ રહિત છે, પર પદાર્થો તથા મનના અવલંબન વિનાનો છે તેવા પોતાના આત્માની શ્રદ્ધા ને જ્ઞાન કર.
૧.
તેવા સ્વસંવેદન સહિતના જ્ઞાનને લંબાવીને અનુમાન કર કે મારું જ્ઞાન અંશે પ્રત્યક્ષ ઊઘડયું છે તો અંશ પ્રત્યક્ષ વધીને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણી શકે એવું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકશે. એવી ખાતરી તને થઈ તો તે ઉપરથી અનુમાન કર કે એવા સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાનને પામેલા અર્હુતને સિદ્ધ હોવા જોઈએ અને તેમની સર્વજ્ઞદશા સંપૂર્ણ રાગરહિત અને મનના અવલંબન રહિત હોવી જોઈએ. વળી તે સર્વજ્ઞદશા એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને જાણવારૂપ હોવી જોઈએ.
વળી જેમ અંશે સ્વસંવેદન જ્ઞાન મને થયું છે તેમ આત્મા રાગરહિત શુદ્ધ, નિરાવલંબી તત્ત્વ છે તેનો આશ્રય કરીને પોતામાં પણ સ્વસંવેદન જ્ઞાન અંશે પ્રગટ કરનારા બીજા સાધક જીવો પણ મારી માફક હોવા જોઈએ. જે અંશે સાધી રહ્યા છે ને પછી પરિપૂર્ણ દશા પ્રગટ કરવાના તે સાધક જીવો આચાર્ય, ઉપાધ્યાય ને મુનિ છે.
આવી રીતે આત્માના સ્વસંવેદન જ્ઞાનને લંબાવીને નિર્ણય કરે કે પંચપરમેષ્ઠીમાં પૂરા સર્વજ્ઞ કેવા હોય ને અધૂરા જ્ઞાની કેવા હોય તો તેનો નિર્ણય સાચો છે ને તે જ્ઞાનમાં પંચપરમેષ્ઠી જણાય એમ છે. મિથ્યાદષ્ટિના સ્વસંવેદન વિનાના એકલા અનુમાન જ્ઞાનમાં તે પંચ પરમેષ્ઠીના આત્મા જણાય એમ નથી. તેથી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com