________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨]
[ પ્રવચનસાર પ્રવચનો ટીકા:-(૧) આત્મામાં અરસપણું છે.
આત્મામાં રસ નથી કારણ કે તેનો રસગુણના અભાવરૂપ સ્વભાવ છે. (૨) આત્મામાં અરૂપપણું છે.
આત્મામાં રૂપ નથી કારણ કે તેનો રૂપગુણના અભાવરૂપ સ્વભાવ છે.
આત્માને રૂપીનો ઉપચાર આવવાનું કારણ આત્મામાં રૂપીપણું નહિ હોવા છતાં તે રૂપી છે અથવા મૂર્ત છે એમ વ્યવહારશાસ્ત્રમાં કથન આવે છે તેનો શું ખુલાસો છે?
સમાધાનઃ- આત્મા નિશ્ચયથી તો અરૂપી છે પણ કર્મના સંયોગની અપેક્ષાએ વ્યવહાર રૂપી કહ્યો છે પરંતુ ખરેખર તે રૂપી થઈ જાય છે એવો એનો અર્થ નથી. શાસ્ત્રમાં અનેક અપેક્ષાઓ આવે. જીવ પોતે વિકાર કરે છે ત્યારે જડકર્મ નિમિત્તરૂપે હોય છે તે રૂપીકર્મના સંયોગની અપેક્ષાએ આત્માને રૂપીપણાનો ઉપચાર કરવામાં આવે છે. વિકારી પરિણામની જીવની યોગ્યતા ને તે યોગ્યતાના નિમિત્તે રૂપીકર્મનું એકક્ષેત્રે રહેવું તેવો સંબંધ બિલકુલ ન જ હોત તો રૂપીપણાનો ઉપચાર પણ આવી શકત નહિ. જેમકે સિદ્ધદશામાં વિકારની યોગ્યતા પણ નથી ને નિમિત્તરૂપે કર્મો પણ નથી. તેથી સિદ્ધદશામાં રૂપીપણાનો ઉપચાર આવતો નથી, પણ સંસારદશામાં વિકારની યોગ્યતા છે તે રૂપી કર્મોના નિમિત્ત વિના હોઈ શકે નહિ. કર્મના નિમિત્ત વિનાનો જીવ હોય તો સિદ્ધ થઈ જાય. વિકાર અશુદ્ધ પારિણામિક ભાવ છે. જીવ પોતે
સ્વભાવનો આશ્રય ચૂકી કર્મનો આશ્રય કરે છે ને વિકાર કરે છે પણ કર્મ વિકાર કરાવતું નથી. કેમકે આત્મા તથા કર્મને અત્યંત અભાવ છે. જડ કર્મને તો ખબર પણ નથી કે મારો આશ્રય કરીને જીવ વિકાર કરે છે. જીવ વિકાર કરે છે તે જીવની ભૂલ છે પણ તે તેનું ત્રિકાળી સ્વરૂપ નથી. રૂપીના લક્ષ વગર વિકાર હોતો નથી. જીવની એવી યોગ્યતા છે ને રૂપી કર્મનું જોડે નિમિત્ત છે, માટે રૂપીનો ઉપચાર કરેલ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com