SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭૨] [ ૬૫ નથી, પોતાના અસંખ્ય પ્રદેશને છોડીને લોકમાં વ્યાપવું તે તેનો સ્વભાવ નથી. આત્મા શુદ્ધ થયા પછી પોતાના છેલ્લા શરીર પ્રમાણથી કિંચિત્ ન્યૂન પોતાના આકાર-નિશ્ચયથી પોતાના અસંખ્ય પ્રદેશમાં રહે છે ને ઊર્ધ્વગમન સ્વભાવના કારણે વ્યવહારથી લોકના અગ્રભાગે બિરાજે છે. અન્યમતવાળા માને છે કે બધા થઈને એક આત્મા છે ને મોક્ષ થયા પછી જુદો આત્મા રહેતો નથી, પણ તે માન્યતા જpઠી છે. બધા થઈને એક આત્મા થઈ જાય તો પોતાના શુદ્ધ સ્વભાવનો સ્વતંત્ર ભોગવટો રહી શકે નહિ. પ્રત્યેક આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે અનંતા ગુણોનો પિંડ છે, શરીર દીઠ ભિન્ન ભિન્ન છે. એવા અનંતા આત્મા છે, બધા થઈને એક આત્મા નથી. વળી શુદ્ધ થયા પછી નિશ્ચયથી તો પોતાના અસંખ્ય પ્રદેશમાં રહે છે ને વ્યવહારે ઊર્ધ્વગમન સ્વભાવના કારણે લોકના અગ્રભાગે બિરાજે છે. તેથી અન્યમતવાળાની માન્યતા વસ્તુસ્વરૂપથી ઘણી વિપરીત છે. જીવ પોતાના અસંખ્ય પ્રદેશને કદી છોડતો નથી ને લોકમાં ફેલાઈ પરમાં વ્યાપતો નથી-એનું નામ અનેકાંત છે. અહીં અલિંગગ્રહણનો અર્થ એ નહિ, લિંગ અમેહનાકાર વડે, ગ્રહણઃલોકમાં વ્યાપવાપણું. એટલે કે આત્મા લોકવ્યાપ્તિવાળો નથી, એમ તું તારા સ્વજ્ઞયને જાણ. આમ પોતાના આત્માને લોકવ્યાપ્તિવાળો નહિ પણ અસંખ્ય પ્રદેશાત્મક આકારે નિશ્ચિત રહેલો છે-એમ શ્રદ્ધા અને જ્ઞાનમાં લેવો તે ધર્મનું કારણ છે. (૧૬) આત્મા દ્રવ્ય કે ભાવે સ્ત્રી, પુરુષ કે નપુંસક નથી એમ તું જાણ. જેને લિંગોનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદોનું ગ્રહણ નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્ય તેમ જ ભાવે સ્ત્રી, પુરુષ અને નપુંસક નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy