________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૪૫ સમુદ્રની અંદર ભરતી આવે છે, તેનું કારણ શું છે? ઉપરથી ખૂબ વરસાદ પડયો માટે ભરતી આવી ? નદીઓ ઘણી આવીને સમુદ્રમાં ભળી માટે સમુદ્ર ઉછળ્યો છે? તો કે ના. ગમે તેટલી નદીઓ ભળી હોય ને ગમે તેટલો વરસાદ પડયો હોય તોપણ સમુદ્રની તે ભરતીને બહારના પાણીનું અવલંબન નથી. તે ભરતી તો સમુદ્રના મધ્ય બિંદુમાંથી આવે છે.
તે ન્યાયે
આ ચૈતન્ય સ્વભાવના મધ્યબિંદુમાંથી જ્ઞાનની ભરતી ઊછળે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે તેમાં એકાગ્રતા કરતાં જે શક્તિઓ અંતર પડી છે તેમાંથી તે પ્રગટ થાય છે. કોઈ બાહ્ય વાણી, ભગવાન કે ગુરુ પ્રત્યેના શુભ રાગમાંથી તે વધારો આવતો નથી. તેને રાગ તથા શ્રવણનો આધાર નથી. તે જ્ઞાનનાં મોજા અંતર શક્તિ સ્વભાવ ચૈતન્ય સમુદ્રમાંથી ઊછળીને પ્રગટ થાય છે.
જ્ઞાનની વૃદ્ધિ વખતે બાહ્ય પદાર્થો ઉપર માત્ર
ઉપચાર કરવામાં આવે છે. કોઈ કહે કે શાસ્ત્રો વાંચ્યા માટે જ્ઞાનની વૃદ્ધિ થઈ. વળી શાસ્ત્રમાં પણ લખાણ આવે કે શિષ્ય વિનયથી ભણે તો જ્ઞાનની વૃદ્ધિ થાય. ગુરુગમે ભણે તો જ્ઞાન વધે. વળી કુંદકુંદાચાર્ય ભગવાન પણ કહે છે કે ગુરુની કૃપાથી અમોને આ જ્ઞાનવૈભવ મળ્યો છે. આ બધા કથનો વ્યવહારનાં છે. પોતાના કારણે શુદ્ધ સ્વભાવમાંથી જ્ઞાનની વૃદ્ધિ કરે છે ત્યારે ગુરુ, શાસ્ત્ર આદિન નિમિત્ત કહી ઉપચાર કરે છે. તે બાહ્ય નિમિત્ત માત્ર છે. ખરેખર તો તે બધું જ્ઞાન અંતરથી પ્રગટ થાય છે.
કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાન અંતરથી પ્રગટ થાય છે તો આ મંદિર, પ્રતિમાજી, સમયસાર વગેરેનું અવલંબન કેમ છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com