SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭૨] [૩૩ ક્રિયા છે, વિભાવભાવ છે. જે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે તે સ્વભાવને કેવી રીતે મદદ કરે? ન જ કરે. અશુભથી બચવા માટે શુભભાવ આવે તે જુદી વાત છે પણ તેનાથી ધર્મ માનવો અથવા ધર્મમાં મદદગાર થશે તેમ માનવું મિથ્યા છે. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતાદ્રષ્ટા છે એવાં પ્રથમ શ્રદ્ધાજ્ઞાન કરવાં તે પ્રથમ ધાર્મિક ક્રિયા છે ને પછી તેમાં એકાગ્રતા કરી પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટ કરવું તે મોક્ષની ક્રિયા છે. સાચી શ્રદ્ધાના ફળરૂપી કેવળજ્ઞાન એકલું રહે છે. અહીં તો પ્રત્યક્ષ જ્ઞાતાસ્વભાવની શ્રદ્ધા કરવાની વાત છે. વળી જેમ સાધકદશા પૂરી થતાં એકલો નિશ્ચય રહે છે ને વ્યવહારનો એટલે રાગનો અભાવ થાય છે, પણ એકલો વ્યવહાર રહે તેમ કદી બનતું નથી, તેવી રીતે એકલું અનુમાન જ્ઞાન રહે એમ બને નહિ, પણ આત્મા પ્રત્યક્ષજ્ઞાતા છે તેમાં સંપૂર્ણ એકાગ્ર થતાં સર્વ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય છે ને તે એકલું સર્વદા રહે તેમ બની શકે પણ પરોક્ષ જ્ઞાનનો તો સર્વથા અભાવ થઈ જાય છે. આ પ્રમાણે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. તે અર્થનો ભાવ પોતામાં જે જીવ ઉતારે તે જીવ પર્યાયમાં પ્રત્યક્ષ જ્ઞાતા થઈ શકે છે. પ્રશ્નઃ આવા ભાવની પ્રાપ્તિ કોને થાય? ભગવાનને? ઉત્તરઃ ભગવાનને તો પ્રાપ્તિ થઈ ચૂકી છે તેમને કાંઈ કરવાનું રહેતું નથી અને જેને પ્રત્યક્ષ જ્ઞાન અંશે પણ નથી તે તો મિથ્યાદષ્ટિ છે. તેને અહીં આત્મા ગણ્યો નથી. તેને તો ખબર પણ નથી કે મારામાં આવી ઋદ્ધિઓ ભરેલી છે. પણ સાધક જીવો વિચાર કરે છે કે મારો આત્મા રાગ રહિત સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાતા છે, દેહ, મન, વાણી, દેવશાસ્ત્ર-ગુરુ તથા શુભરાગ વગેરે કોઈની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy