SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦] [ પ્રવચનસાર પ્રવચનો જગતમાં જીવો કહે છે કે ભાઈ, આ પંચમકાળમાં અવતાર થયા ને કાળના કારણે ઉપયોગ હીણો થઈ ગયો. પણ તે વાત મિથ્યા છે. ઉપયોગ હીણો થાય તેવું ઉપયોગનું સ્વરૂપ જ નથી. સંસારમાં લક્ષ્મી જતાં તથા પ્રતિકૂળતા આવતાં અજ્ઞાની જીવો માને છે કે અમારી આબરૂ હણાઈ ગઈ, પણ ભાઈ, તેમાં શું હણાયું? અનુકૂળ સંયોગો તથા લક્ષ્મી હતી તો મારી આબરૂ હતી ને પ્રતિકૂળતા આવતાં મારી આબરૂ હણાઈ ગઈ–વે તો તે બધી કલ્પના નવી ઊભી કરી છે. જ્ઞાન પર્યાય પ્રતિકૂળ સંયોગોથી હણાઈ જાય તેવો તેનો સ્વભાવ જ નથી. વળી, કોઈ જીવ અગિયારમા ગુણસ્થાનેથી પડી જાય ને ક્રમશ: તે નિગોદમાં જાય તેવા જીવના જ્ઞાન-ઉપયોગને ઉપયોગ જ કહેવાતો નથી. આત્મામાં જે ઉપયોગ જાય તેને જ ઉપયોગ કહીએ છીએ. જે પરમાં રહે કે રાગમાં રહે તેને ઉપયોગ જ કહ્યો નથી. પરથી હણાય નહિ, જે સ્વથી પાછો પડે નહિ પણ સ્વમાં એકાકાર રહે તે જ ઉપયોગનો સ્વભાવ છે. આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ: અન્નનહિ, લિંગsઉપયોગ, ગ્રહણ=પરથી હરાઈ જવું તે, એટલે ઉપયોગ પરથી હરી જઈ શકાતો નથી. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એવું ઉપયોગનું સ્વરૂપ છે. ઉપયોગ પણ એક શેય છે. તારા ઉપયોગરૂપી પર્યાયને-શયને હે શિષ્ય! તું આમ જાણ. (૧૦) તારા જ્ઞાન ઉપયોગમાં કોઈ મલિનતા નથી એમ તું જાણ. જેને લિંગમાં એટલે કે ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ એટલે કે સૂર્યની માફક ઉપરાગ (મલિનતા, વિકાર) નથી તે અલિંગગ્રહણ Please inform us of any errors on [email protected]
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy