________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[ ૭૯
તે વિશેષ શુભભાવ અથવા શરીરના આધારે તો નથી જ, પણ તે ત્રિકાળી જ્ઞાનગુણ સામાન્ય એકરૂપ છે તેને લીધે પણ નથી. શુદ્ધ પર્યાય જે વિશેષ છે તે સામાન્યના આધારે પ્રગટે એમ માનવામાં આવે તો વિશેષ જે નિરપેક્ષ તત્ત્વ છે તેની સ્વાધીનતા રહેતી નથી, પરાધીન થઈ જાય છે, ને અનિત્યસત્ શુદ્ધપર્યાય છે ‘છે' તે ‘છે’–નો અભાવ થઈ જાય છે માટે શુદ્ધ પર્યાય જે છે તે ધ્રુવ સામાન્યને અડતી નથી-સ્પર્શતી નથી-ચૂંબતી નથી. સ્વતંત્ર અનુભવની પર્યાય સામાન્ય દ્રવ્યને અડતી નથી કેમ કે પર્યાય દ્રવ્યને નિશ્ચયથી અડે તો બન્ને એક થઈ જાય.
અહીં કોઈ પ્રશ્ન કરે કે શુદ્ધપર્યાય ‘છે’ એમ કહીને પર્યાયનો આશ્રય તો કરાવવો નથી ને?
ઉત્તરઃ ના, પર્યાયનો આશ્રય કરાવવો નથી. નિર્વિકારી પર્યાય જે વિશેષ છે તે સામાન્યના આધારે નથી એમ કહેવું છે. નિરપેક્ષતા સાબિત કરવી છે.
નિર્વિકારી જ્ઞાનપર્યાય સામાન્ય જ્ઞાનગુણને અડતી હોય તો સામાન્ય અને વિશેષ એક થઈ જાય, દાંણ રહે નહિ. નિર્વિકારી પર્યાયમાં ધ્રુવસામાન્યનો અભાવ છે. તેથી આત્મા, દ્રવ્યથી નહિ આલિંગિત એવો, શુદ્ધ પર્યાય છે.
શુદ્ધ પર્યાય અહેતુક છે.
એક તરફ ત્રિકાળી સામાન્ય જ્ઞાનગુણ છે, બીજી તરફ જ્ઞાનની નિર્મળ પર્યાય છે, બન્ને એકી સમયે છે, સમયભેદ નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી ગુણનો અભાવ છે. આ રીતે શુદ્ધ પર્યાય અહેતુક છે, અકારણીય છે, તેને કોઈ કારણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com