________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[ ૮૯ બોલમાં કહે છે કે એક સમયની પર્યાયમાં જ્ઞાનગુણ ત્રિકાળીનો અભાવ છે. જ્ઞાનગુણની પર્યાય ત્રિકાળી જ્ઞાનગુણના આધારે નથી, વિશેષ તે સામાન્યના આધારે નથી. એક સમયની સભ્યજ્ઞાનની પર્યાય અથવા કેવળજ્ઞાનની પર્યાય તે નિરપેક્ષ છે. ત્રિકાળી ગુણના આધારે તે પ્રગટતી નથી એમ નિરપેક્ષતા બતાવવી છે. આ રીતે આત્મા ત્રિકાળી જ્ઞાનગુણથી નહિ સ્પર્શાયેલો એવો શુદ્ધ પર્યાય છે એમ અહીં બતાવવું છે.
નિર્વિકારી જ્ઞાનની પર્યાય પ્રગટવાની છે તેની અહીં વાત નથી. શુદ્ધ પર્યાય ‘છે’ તેની વાત છે. શુદ્ધ પર્યાય તે વિશેષ છે. વિશેષ ‘છે’ એમ કહેતાં જ તે ત્રિકાળી જ્ઞાનગુણ સામાન્યના આધારે નથી એમ નક્કી થાય છે. પદાર્થ ‘છે’ એમ કહેતાં જ તે પરથી નથી એમ નક્કી થાય છે. પર્યાય છે' એમ કહો ને પાછી પરથી ‘છે' એમ કહો તો તેનું ‘છે’ પણું સાબિત થતું નથી. વિશેષની અપેક્ષાએ સામાન્ય પર છે કારણ કે વિશેષ તે સામાન્ય નથી.
6
સામાન્યના આધારે વિશેષ માનવામાં આવે તો વિશેષ નિરપેક્ષ સાબિત થતું નથી. વિશેષને પરાધીન માને તો પરાધીન દશા થાય છે, તે પર્યાયબુદ્ધિ છે.
આત્મા અનાદિનો દ્રવ્યે શુદ્ધ છે ને નિર્મળ પર્યાય તેના લક્ષે પાછળથી પ્રગટ થાય છે માટે પર્યાયમાં દ્રવ્યનો અભાવ વર્તે છે એમ અહીં બતાવવું નથી. અહીં તો પ્રગટેલી શુદ્ધ પર્યાય છે તેની વાત છે. શુદ્ધ પર્યાય પૂર્વે ન હતી ને પછી દ્રવ્યના આશ્રયે પ્રગટ થઈ માટે પર્યાયમાં દ્રવ્યનો અભાવ વર્તે છે એમ કોઈ દલીલ કરે તો તે દલીલ ખોટી છે, તે વાત જ અહીં લેવી નથી. અહીં તો નિરપેક્ષ થન કરવું છે. શુદ્ધ પર્યાય પૂર્વે ન હતી ને પછી પ્રગટ થઈ એવો પ્રશ્ન રહેતો નથી. નિરપેક્ષ કહો ને સામાન્યના આધારે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com