________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[૬૭ આત્મા અવેદી છે એમ શ્રદ્ધા-જ્ઞાન કર્યા પછી દ્રવ્યવેદ જે અજીવ છે તેનું જ્ઞાન કરે તો વ્યવહારે તેનું અજીવ સંબંધીનું જ્ઞાન સાચું છે. પોતાનો આત્મા અવેદી છે એમ શ્રદ્ધા-જ્ઞાન કર્યા પછી ભાવવેદ જે પોતાના અશુભ પરિણામ છે ને પાપતત્ત્વ છે એમ જ્ઞાન કરે તો વ્યવહારે પાપતત્ત્વ સંબંધીનું તેનું જ્ઞાન સાચું છે. પણ જીવતત્ત્વને યથાર્થ જાણ્યા વિના બીજાં તત્ત્વોનું જ્ઞાન સાચું થતું નથી.
અજ્ઞાની જીવ ૫૨ને પોતાનો આધાર માને છે.
અજ્ઞાની જીવોને પોતાના અવેદી આત્માનું ભાન નથી તેથી સંયોગો તથા વિકારીભાવ ઉપર તેની દૃષ્ટિ જાય છે. બાઈઓ કહે કે અમો શું કરીએ ? અમો તો અબળા છીએ માટે કોઈના આધાર વિના જીવી શકીએ નહિ. પુરુષો કહે કે અમો ઘણાને નભાવનારા છીએ, સ્ત્રી, કુટુંબ, બાળ બચ્ચાંને અમારો આધાર છે. નપુંસક કહે કે અમો તો જન્મથી જ નપુંસક છીએ, તેથી અમો શું કરી શકીએ? આમ વેદ ઉપરની સંયોગીષ્ટિના કારણે પરાધીનતા કલ્પ છે તેને કદી પણ ધર્મ થતો નથી.
નારકીમાં દ્રવ્ય અને ભાવવેદ બન્ને નપુંસક હોવા છતાં સમ્યગ્દર્શન પામી શકે છે.
જ્ઞાનીઓ કહે છે કે છોડ એ સંયોગીદષ્ટિને. સ્ત્રીનું, પુરુષનું કે નપુંસકનું શરીર જ તારું નથી. જ્યારે શરીર જ તારું નથી તો પછી શરીરના નિભાવ માટે તારે ૫૨ સામે જોવાનું ક્યાં રહે છે? તું તો તારાં જ્ઞાન, દર્શન વગેરે સ્વશક્તિના આધારે જીવી રહ્યો છે ને ભાવવેદના જે પરિણામ છે તે તો પાપતત્ત્વ છે, તે તારું જીવતત્ત્વ નથી; માટે તેના ઉપરની દૃષ્ટિ છોડ. દ્રવ્યવેદ અને ભાવવેદ સમ્યગ્દર્શન અથવા ધર્મને રોકતા નથી. નારકીના જીવો દ્રવ્યે તેમ જ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com