________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ પ્રવચનસાર પ્રવચનો શરીરનો આત્મામાં અભાવ છે.
ચૌદમા બોલમાં કહ્યું હતું કે પુરુષાદિની ઇન્દ્રિયનો આકાર આત્મામાં નથી. અહીં કહે છે કે સ્ત્રી, પુરુષ કે નપુંસક શરીરનો આત્મામાં અભાવ છે કારણ કે તે જડ છે, અજીવ તત્ત્વ છે, અને આત્મા તો જીવ તત્ત્વ છે.
વેદનો વિકારીભાવ ત્રિકાળી સ્વભાવમાં નથી. વળી પોતાનો સ્વભાવ આનંદસ્વરૂપ છે તેને ભોગવવાનું ચૂકીને પર શરીરને ભોગવવાના ભાવ થાય છે. તે ભાવવંદ રૂપ અશુભભાવ છે, તે પાપતત્ત્વ છે. આત્મા જીવતત્ત્વ છે માટે તે ભાવવેદનો ત્રિકાળ આત્મસ્વભાવમાં અભાવ છે. આ પ્રમાણે આત્મા દ્રવ્ય તથા ભાવ વેદોથી રહિત છે. પણ કોઈ કહે કે પુરુષ, સ્ત્રી આદિનું શરીર જે દ્રવ્યવેદ છે ને આત્મામાં થતા વિકારી વેદના ભાવો જે ભાવવેદ છે; તે બિલકુલ છે જ નહિ, તે તો માત્ર ભ્રમ છે–તો તે વાત ખોટી છે. અહીં તો કહે છે કે સંસાર અવસ્થામાં પોતાનો સ્વભાવ ચૂકે છે ત્યારે કોઈ પણ ભાવવેદનો ઉદય છે ખરો ને બાહ્ય કોઈ પણ દ્રવ્યવેદ છે ખરો, પણ તે આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી એમ તે દ્રવ્ય તથા ભાવવેદનો સ્વભાવદષ્ટિએ નિષેધ કરાવે છે.
આત્મા અવેદી છે ને તેના લક્ષે ધર્મ થાય છે. આત્મા અવેદી છે એમ સાચું જ્ઞાન ક્યારે કર્યું કહેવાય? દ્રવ્યવેદ જે અજીવ છે તેની સામે જોયે સમકિત થશે? અથવા ભાવવેદ જે પાપતત્ત્વ છે તેની સામે જોયે સમ્યક પ્રતીતિ થશે?-ના. આત્મા ભાવવેદ અને દ્રવ્યવેદ વિનાનો અવેદી છે, પોતાના જ્ઞાતાદષ્ટા શુદ્ધ આનંદનો ભોગવનારો છે એમ દષ્ટિ કરે ને પર ઉપરની દષ્ટિ છોડે તો સમ્યગ્દર્શન થાય છે ને ધર્મ થાય છે. પોતાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com