________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪]
[ પ્રવચનસાર પ્રવચનો ગ્રહતો નથી તેથી આત્મા લૌકિક સાધનમાત્ર નથી. આચાર્ય ભગવાન કહે છે કે તું જડ ઈદ્રિયોનો આશ્રય છોડ અને ચૈતન્ય જ્ઞાતાદેટા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરી, તેમાં સ્થિરતા કર તો તારામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્યરૂપ પર્યાય પ્રગટશે. તેથી આત્મા લોકોત્તર સાધન છે.
આ પ્રમાણે આત્મા લૌકિકસાધનમાત્ર નથી, પણ લોકોત્તર સાધન છે; એમ સ્વજ્ઞયનાં જ્ઞાન-શ્રદ્ધાન કરવાં તે ધર્મનું કારણ છે. (૧૫) આત્મા લોકવ્યાતિવાળો નથી એમ સ્પશેયને તું જાણ.
લિંગ વડે એટલે કે અમેહનાકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપવાપણું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો-લોકવ્યાતિવાળો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
અન્યમતવાળા આત્માને લોકવ્યાતિવાળો માને છે.
અમુક લોકોનું માનવું છે કે આત્મા વિભાવથી છૂટો થાય એટલે કે મુક્ત થાય ત્યારે આખા લોક પ્રમાણે વ્યાપી જાય છે. જેમ પક્ષીની પાંખો તૂટી જાય ત્યારે પક્ષી ત્યાં જ પડયું રહે ને હાલે ચાલે નહિ તેમ આ આત્માની પુણ્ય-પાપરૂપ પાંખો તૂટી જાય ત્યારે તે લોકમાં વ્યાપીને પડયો રહે, તેના ઊર્ધ્વગમન સ્વભાવ વડે વ્યવહારથી ઊંચે જતો નથી એમ ઘણા પાખંડીઓ માને છે. અશુદ્ધ હોય ત્યાં સુધી મર્યાદિત ક્ષેત્રમાં રહે પણ શુદ્ધ થઈ ગયા પછી અમર્યાદિત ક્ષેત્રપ્રમાણ રહે એમ પાખંડી લોકો માને છે, પણ તે વાત ખોટી છે.
આત્મા પોતાના અસંખ્ય પ્રદેશાત્મક ક્ષેત્રમાં જ રહે છે.
દરેક આત્મા જેમ સંસારમાં શરીર દીઠ ભિન્ન ભિન્ન રહે છે તેમ મુક્ત થયા પછી પણ ભિન્ન ભિન્ન રહે છે. તે લોકમાં વ્યાપતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com