________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
[ પ્રવચનસાર પ્રવચનો ઉપયોગ છે. ઉપયોગ લક્ષણ દ્વારા આત્મા ઓળખાય છે. સ્વસન્મુખ દશા છોડી મિલન પરિણામરૂપ અધર્મ ઉત્પન્ન કરી કર્મને ગ્રહવામાં નિમિત્ત થાય તેને આત્માનો ઉપયોગ કહેતા નથી. જે ઉપયોગ આત્મામાં એકાકાર થઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ધર્મ ઉત્પન્ન કરે છે તેને આત્માનો ઉપયોગ કહ્યો છે.
(૧૨ ) આત્મા વિષયોનો ભોક્તા નથી પણ સ્વનો ભોક્તા છે એમ સ્વજ્ઞેયને તું જાણ.
જેને લિંગો દ્વારા એટલે કે ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ઉપભોગ નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા વિષયોનો ઉપભોક્તા નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
આત્માચૈતન્ય જ્ઞાતાદષ્ટા સ્વભાવી છે. તેમાં શાંતિ ને આનંદનો સદ્ભાવ છે. ઈન્દ્રિયો, શરીર, લાડવા, રોટલી, દાળ, ભાત, શાક વગેરે પદાર્થો જડ છે તેમાં સ્પર્શ, રસ, ગંધ વર્ણ રહેલાં છે, તે આત્માથી પર છે. પર પદાર્થોનો આત્મામાં અભાવ છે ને પ૨ પદાર્થોમાં આત્માનો અભાવ છે. તેથી આત્મા તે ૫૨ પદાર્થોને ભોગવતો નથી. જે વસ્તુનો જેમાં અભાવ હોય તેને તે કેવી રીતે ભોગવે? આત્માને ઇંદ્રિયો જ નથી કારણ કે ઇંદ્રિયો તો જડ છે તેથી તેના વડે આત્મા વિષયોને ભોગવે છે તે વાત ખોટી છે.
વળી ઇંદ્રિયો તરફ વલણ કરી વિષયો ભોગવવાના ભાવો થાય છે તે આસવ-બંધતત્ત્વ છે, તે આત્મતત્ત્વ નથી. આત્મા વિષયોને ભોગવતો નથી પણ હરખ-શોકને ભોગવે છે. તે હરખ-શોકનો શુદ્ધ જીવતત્ત્વમાં અભાવ છે તેથી તેને આત્મા કહેતા નથી.
સાધક જીવને સ્વભાવ સન્મુખ દષ્ટિની મુખ્યતા છે તેથી તે સ્વનો ભોક્તા છે.
અગિયારમા બોલમાં કહ્યું હતું કે વિકારી પરિણામ તે આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com