Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 37
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦] [પ્રવચનસાર પ્રવચનો સ્વ કે પરને જાણવામાં સ્વસંવેદન સહિત કામ ન કરે તો તારું જાણવું યથાર્થ થતું નથી. વળી તારો આત્મા જ્ઞાતા ઉપરાંત શેય પણ છે. તે એકલો અનુમાન કરનારો નથી, પણ સ્વ તથા પર એવા સમસ્ત જગતના જડ તથા ચેતન બધા પદાર્થને સ્વસંવેદન જ્ઞાનપૂર્વક જાણે એવો તે જ્ઞય આત્માનો સ્વભાવ છે એમ તું જાણ. તું જાણ” નું રહસ્ય શ્રી કુંદકુંદાચાર્ય ભગવાને તેમની ગાથામાં “ના” એમ કહ્યું. પાછળથી શ્રી અમૃતચંદ્રાચાર્ય આટલો બધો વિસ્તાર કરી અલિંગગ્રહણ” ના વીસ બોલથી જુદા જુદા ભાવ સમજાવી આત્માને આવો જાણ એમ કહ્યું. તે મુનિઓ પાંચમા આરાના છે. પાંચમો આરો કઠણ છે માટે આ શબ્દો ચોથા આરાના જીવો માટે હશે?–કે ના. આ પાઠ તથા ટીકા પાંચમા આરાના જીવો નહિ સમજી શકે એમ જો હોત તો “તું જાણ” એમ આદેશ કરત? ભાઈ, પાંચમા આરાના જીવો માટે જ ટીકા કરી છે ને જીવો સમજી શકશે જ એવી તેમને ખાતરી છે. સહજ યોગ બની ગયો છે. જ્ઞાની પુરુષો “તું જાણ” કહે ને આદેશ આપે ત્યારે તેમના રહસ્યને જાણનાર ન હોય એમ બની શકે જ નહિ. સમજાવનાર ને સમજનાર બન્નેને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. આચાર્ય “તું જાણ” એમ કહ્યું છે માટે હું મારા આત્માને જાણી શકીશ, એમાં કોઈ કાળ નડશે નહિ એમ વિચારી આત્માનું સ્વરૂપ યથાર્થ સમજવા પુરુષાર્થ કરવો જોઈએ. જેમ પુણ્ય-પાપથી લાભ થાય છે તેમ માનનાર જીવ આત્માને જાણતો નથી તેમ ઈદ્રિયોથી જ્ઞાન થાય ને અનુમાતામાત્ર આત્મા છે તેમ માનનાર જીવ પણ આત્માને જાણતો નથી. જીવનું સ્વરૂપ યથાર્થ જાણે તો ધર્મ થાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99