________________
૪૮ ]
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
[પ્રવચનસાર પ્રવચનો
અપ્રતિહત ઉપયોગ.
જ્ઞાન-ઉપયોગ પરથી હણાય એવું તો સ્વરૂપ છે જ નહિ કારણ કે પર પદાર્થો જ્ઞાનને કાંઈ પણ કરી શકવા સમર્થ નથી. પણ જે જ્ઞાનનો ઉપયોગ પોતાની પર્યાયની નબળાઈથી થતા રાગને કા૨ણે હીણો પડે છે તે વાત પણ અહીં લીધી નથી અને તેને ઉપયોગ જ કહ્યો નથી. કારણ કે જે ઉપયોગ ચૈતન્ય-સ્વભાવના આશ્રયે કામ કરે ને તેનું જ અવલંબન લ્યે છે તે ઉપયોગમાં રાગ જ નથી, પછી તે હીણો કેમ પડે? સ્વના અવલંબનપૂર્વકનો ઉપયોગ આત્મામાં એકાકાર થાય છે તેને જ અહીં ઉપયોગ કહ્યો છે. જે ઉપયોગ ૫૨ પદાર્થોથી પણ હરાય નહિ તે સ્વથી કેમ હરાય? જે ઉપયોગ પાછો પડે છે તેને અહીં ઉપયોગ ગણ્યો જ નથી પણ ચૈતન્યના આશ્રયે એકાકા૨ થઈ વૃદ્ધિ પામે છે તેવા અપ્રતિહત ઉપયોગને જ ઉપયોગ કહ્યો છે.
નિમિત્તોમાં તથા રાગમાં અટકે તે ઉપયોગ જ નથી.
જે જીવ પોતાનું સ્વરૂપ સમજતો નથી તે અનાત્મા છે. જે ઉપયોગ સ્વદ્રવ્યનો આશ્રય ન કરે ને પરમાં ભમ્યા કરે તેને ઉપયોગ જ કહેતા નથી. જેમ આત્મા અનાદિઅનંત છે, તે કોઈના કારણે છે જ નહિ તેમ ઉપયોગ પણ બહારના કારણે લવાય કે વૃદ્ધિ થાય કે ઘટાડો થાય તેવું તેનું સ્વરૂપ છે જ નહિ. ઉપયોગ પોતાના દ્રવ્યનો આશ્રય છોડ નહિ ને પરનો આશ્રય લ્યે નહિ, તે જ ઉપયોગ છે. દ્રવ્યનો આશ્રય છોડે નહિ એટલે સ્વભાવમાં એકાકાર થતાં વૃદ્ધિ જ પામે ને ૫૨નો આશ્રય કરે નહિ એટલે કોઈ દિવસ હરાય નહિ–એવું ઉપયોગનું સ્વરૂપ છે. નિમિત્તો તથા રાગમાં અટકે તે ઉપયોગ જ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com