________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[ ૫૧ છે. આ રીતે આત્મા શુદ્ધપયોગસ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
દ્રવ્ય-ગુણ તો અનાદિઅનંત શુદ્ધ છે પરંતુ ઉપયોગની અંદર પણ મલિનતા નથી એમ આ બોલમાં કહે છે. ચંદ્ર કલંકવાળો કહેવાય છે પણ સૂર્યમાં કોઈ ડાધ નથી. સૂર્યમાં જેમ કોઈપણ પ્રકારની મલિનતા નથી તેમ ઉપયોગ પણ સૂર્યની જેમ કલંકરહિત છે.
સ્વ-સ્વરૂપનાં ગાણાં એ જ ભગવાનનાં ગાણાં છે.
ચંદ્રની અંદર જે હરણનો આકાર દેખાય છે તે ઉપરથી પદ્મનંદિઆચાર્ય ભગવાન અલંકાર કરી ભગવાનનાં ગુણગ્રામ કરે છે કે હે ભગવાન! હે નાથ! ચંદ્રલોકમાં તારા ગુણગ્રામ દેવીઓ સિતારથી ગાઈ રહી છે, તે એટલાં સુંદર ને ભક્તિવાળાં છે કે તે સાંભળવાને હરણિયાં પણ ચંદ્રલોકમાં જાય છે. દેવીઓ, અપ્સરાઓ, દેવો બધાં તારાં ગુણગ્રામ કરે છે ને ત્રિછાલોકમાંથી હરણિયાં ત્યાં ગયાં તો અમો નિગ્રંથ મુનિઓ આ સ્વરૂપનાં ગાણાં ગાઈએ છીએ તે તારાં જ ગાણાં છે કેમ કે તારા સ્વરૂપમાં અને અમારા સ્વરૂપમાં નિશ્ચયથી કાંઈ ફેર નથી.
ઉપયોગ કેવો છે? અહીં શુદ્ધોપયોગની વાત ચાલે છે. શુદ્ધોપયોગમાં વિકાર જ નથી. પર લક્ષે જે ઉપયોગ વધે તથા પરમાં અટકીને જે ઉપયોગ હણાય તેને અહીં ઉપયોગ જ કહ્યો નથી. દયા, દાન, કામ, ક્રોધ ભાવ તે આત્મા નથી, અનાત્મા છે, અધર્મભાવ છે, તે ધર્મભાવ નથી. તેવા અશુદ્ધોપયોગને ઉપયોગ જ કહ્યો નથી. અજ્ઞાની માને કે મલિનતા મારા ઉપયોગમાં છે; તો તે ભ્રાંતિ છે.
જેમ દ્રવ્ય શુદ્ધ છે, ગુણો શુદ્ધ છે તેમ જ્ઞાનની પર્યાય પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com