________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર]
[પ્રવચનસાર પ્રવચનો શુદ્ધ છે એમ કહેવું છે. પોતાનો જ્ઞાતાદાસ્વભાવ શુદ્ધ છે તેમાં જે પર્યાય એકાકાર થાય છે તે પર્યાયને જ ઉપયોગ કહેલ છે ને શુદ્ધોપયોગસ્વભાવી આત્માને જ આત્મા કહેલ છે.
જ્ઞાનીને વર્તમાનમાં રાગ નબળાઈના કારણે છે. તે તરફના અશુદ્ધ ઉપયોગને પણ અહીં ઉપયોગમાં ગણેલ નથી. શુદ્ધ સ્વભાવ સન્મુખ રહેતાં શુદ્ધતા થાય છે તે શુદ્ધતાને જ ઉપયોગ કહ્યો છે.
અહીં અલિંગગ્રહણનો અર્થ: અન્નનહિ, લિંગsઉપયોગ, ગ્રહણ=મલિનતા. એટલે જેમાં મલિનતા નથી તેવો ઉપયોગ જેનું લક્ષણ છે એવો શુદ્ધ ઉપયોગસ્વભાવી આત્મા તારો છે એમ તારા સ્વજ્ઞયને તું
જાણ.
(૧૧) ઉપયોગ દ્રવ્યકર્મને ગ્રહણ કરતો નથી
એમ તું જાણ. લિંગ દ્વારા એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે કે પૌલિક કર્મનું ગ્રહવું જેને નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્ય-કર્મથી અસંયુક્ત (અસંબદ્ધ ) છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
ઉપયોગ દ્રવ્યકર્મને ગ્રહતો તો નથી પણ દ્રવ્યકર્મના આવવામાં નિમિત્ત પણ થતો નથી, એમ અહીં કહેવું છે. શુદ્ધોપયોગને જડકર્મ સાથે નિમિત્તનૈમિત્તિક
સંબંધ પણ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રમાં લખાણ તો આવે છે કે કષાયથી સ્થિતિબંધ તથા અનુભાગબંધ પડે છે ને યોગથી પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધ પડે છે, તેથી જડકર્મોનું આવવું થાય છે, ને અહીં કહો છો કે ઉપયોગ દ્રવ્યકર્મમાં નિમિત્ત પણ નથી તો તેનો શું ખુલાસો છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com