________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૫૫ ઉપયોગ તે લક્ષણ ને આત્મા તે લક્ષ્ય એમ લક્ષણ-લક્ષ્ય ઉપરથી પાંચ બોલનો સાર. આત્મા દ્રવ્ય છે ને ઉપયોગ તેની પર્યાય છે અથવા આત્મા તે લક્ષ્ય છે ને ઉપયોગ તેનું લક્ષણ છે. લક્ષણ વિના લક્ષ્ય હોઈ શકે નહિ ને લક્ષ્ય વિના લક્ષણ હોઈ શકે નહિ. આત્મા ને ઓળખવા યોગ્ય પદાર્થ લક્ષ્ય છે ને ઉપયોગ તેનું લક્ષણ છે કે જેનાથી આત્મા ઓળખી શકાય છે. ૧. સાતમા બોલમાં ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્ય એવા આત્માને જ
અવલંબે છે તેથી તેને પરપદાર્થોનું અવલંબન નથી. આઠમા બોલમાં ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્ય એવા આત્મામાંથી આવે છે માટે જ્ઞાન પરપદાર્થોમાંથી આવતું નથી. નવમા બોલમાં ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્ય એવા આત્માને જ આશ્રયે છે તેથી જ્ઞાન પરથી હરી જઈ શકાતું નથી. દસમા બોલમાં ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્ય એવા આત્મામાં જ એકાગ્ર થાય છે, પર પદાર્થોમાં એકાગ્ર થતું નથી તેથી તેમાં મલિનતા નથી. અગિયારમાં બોલમાં ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્ય એવા આત્માને જ ગ્રહે છે પણ પર પદાર્થો, કર્મ વગેરેને ગ્રહતું નથી, તેથી તે અસંયુક્ત છે.
એ રીતે અગિયારમા બોલમાં અલિંગગ્રહણનો અર્થ અન્નનહિ, લિંગ=ઉપયોગ, ગ્રહણ=પૌલિક કર્મનું ગ્રહવું. એટલે કે ઉપયોગને પૌદ્ગલિક કર્મનું ગ્રહવું થતું નથી તેથી આત્મા દ્રવ્યકર્મથી અસંયુક્ત છે.
આવી રીતે પોતાનો જ્ઞાન-ઉપયોગ પણ શેય છે. તે શેય પુદ્ગલકર્મને ગ્રતું નથી જેથી ઉપયોગ લક્ષણવાળો આત્મા પણ પુગલ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com