________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૪૭ ગ્રહણ છે, આ રીતે આત્માનું જ્ઞાન હરી શકાતું નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
અજ્ઞાનીની ઉપયોગ સંબંધી ભ્રમણા અજ્ઞાની માને છે કે ઘરમાં છોકરાએ ખખડાટ કર્યો માટે મારું જ્ઞાન ખસી ગયું, શરીર રોગવાળું થયું તેથી જ્ઞાન ઘટી ગયું, ધ્યાનમાં બેઠો હતો ત્યાં તલવારથી શરીરને કોઈ મારવા આવતાં મારો ઉપયોગ હીણો થઈ ગયો; અમારે તો ઘણું ધ્યાન કરવું હતું પણ ભાઈ, શું કરીએ, બૈરાં-છોકરાં કોલાહલ કરે છે ને છોકરાંઓ વાજાં વગાડે છે તેથી અમારો ઉપયોગ ખસી જાય છે. પરિષહો આવે છે ત્યારે અમારો ઉપયોગ કામ કરતો નથી. સાત્ત્વિક ખોરાક લેવાય ત્યાંસુધી ઉપયોગ સારો રહે પણ હલકો ખોરાક ખવાય ત્યાં ઉપયોગ ખરાબ થઈ જાય છે, કાનમાં કીડા ખરે તેવી ગાળો સાંભળવાથી ઉપયોગ ખસી જાય, શરીરનું સંઘયણ મજબુત હોય તો ઉપયોગ સારું કામ કરે–આવી રીતે અનેક પ્રકારની ઉપયોગ સંબંધી ભ્રમણા અજ્ઞાની સેવે છે.
ઉપયોગરૂપી ધન કોઈ હરી શકતું નથી.
આ બધી અજ્ઞાનીની ભ્રમણા છે. બહારના પદાર્થો જડ અથવા ચેતનનો આત્મામાં અત્યંત અભાવ છે. તે આત્માના ઉપયોગને કેવી રીતે હણી શકે? ન જ હણી શકે. અનુકૂળ સંયોગોથી જ્ઞાન ઉપયોગ વધે અને પ્રતિકૂળ સંયોગોથી ઘટે, વળી જડકર્મ મંદ પડે તો ઉપયોગ વધે અને કર્મનો ઉદય આકરો આવે તો ઉપયોગ હીણો પડી જાય એવું ઉપયોગનું સ્વરૂપ છે જ નહિ.
લોકોમાં કહેવાય છે કે ચોરો કોઈની અમુક ચીજો લૂંટી ગયાહરી ગયા, તેમ આ ઉપયોગરૂપ ધન કોઈ લૂંટી લેતું હશે? તો કે ના. જ્ઞાન-ઉપયોગરૂપી ધન કોઈથી હરાતું નથી કે કોઈથી લૂંટાતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com