________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[ ૩૫
તેથી તેનું જ્ઞાન દેવ, ગુરુ કે મંદિરોને અવલંબે છે એવો એનો અર્થ નથી. દેવ-શાસ્ત્ર-ગુરુથી જ્ઞાન થતું નથી કારણ કે તે તો ૫૨ શૈયો છે. એટલે ધર્મી જીવ તેને અવલંબતો જ નથી.
વળી તે દેવ, શાસ્ત્ર-ગુરુને નિશ્ચયથી વંદન કરતો જ નથી પણ પોતાના સ્વભાવને વંદન કરે છે. વિકલ્પ ઊઠે ત્યારે દેવ, ગુરુ તરફ લક્ષ જાય છે છતાં તે વખતે પણ પોતાના સ્વભાવનું બહુમાન ખસતું નથી.
અત્યારે સત્ની વાત દુર્લભ થઈ પડી છે. વાત સાચી બહાર આવે છે ત્યારે સમજવાવાળા અને વિરોધ કરનારા એમ બન્ને પ્રકારો હોય છે. અત્યારની શું વાત કરવી, પણ ઋષભદેવ ભગવાનની વાણી નીકળી તે પહેલાં જીગલીઆંને એક દેવગતિ જ થતી હતી. એવા જ પરિણામવાળા જીવો હતા, પણ જ્યાં ઋષભદેવ ભગવાનની વાણી નીકળી ને કાને પડી ત્યાં ચારે ગતિ શરૂ થઈ ગઈ. ૨૪ દંડકમાં તથા સિદ્ધગતિમાં જનારા થઈ ગયા, કોઈ સિદ્ધગતિમાં જનારા થયા, કોઈ સાધક થયા ને કોઈ નરક-નિગોદમાં જનારા પણ થયા. વાણીને લીધે તેમ થયું નથી. સૌ સૌની યોગ્યતા મુજબ થયા છે. ભગવાન વખતે આવું થાય તો અત્યારે આવું થાય તેમાં નવાઈ નથી.
ઉપયોગ ૫૨નું આલંબન લેતો નથી.
અહીં ઉપયોગની વાત ચાલે છે. ઉપયોગ ચૈતન્યનું એંધાણ અથવા ચિહ્ન છે. ઉપયોગ આત્માને અવલંબે છે. આત્મદ્રવ્ય પણ શૈય છે, ગુણ જ્ઞેય છે ને પર્યાય પણ શેય છે. ઉપયોગ પણ જ્ઞેય છે. ઉપયોગનો સ્વભાવ જાણવા-દેખવાનો છે, તે ૫૨ શૈયોને અવલંબતો નથી, કારણ કે ૫૨ શૈયોમાં ઉપયોગ નથી. જે જેનામાં ન હોય તેનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com