________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦]
[ પ્રવચનસાર પ્રવચનો અવલંબી રહ્યો છે. રાગ પણ શય છે, ને તે શેયનો જ્ઞાનમાં સદાકાળ અભાવ છે માટે ઉપયોગ રાગ વિનાનો છે.
શેયો શેયોમાં છે, જોયો જ્ઞાન ઉપયોગમાં નથી” પ્રશ્ન- બધાં શેયોને કાઢી નાખ્યાં?
સમાધાનઃ શેયોને કાઢી નાખવાનો પ્રશ્ન જ રહેતો નથી કારણ કે જે વસ્તુ કોઈમાં ભળી ગઈ હોય-પ્રવેશી હોય તેને કાઢવાનો પ્રશ્ન રહે પણ જે વસ્તુ જેમાં ન હોય તેને કાઢી નાખવાનો પ્રસંગ જ રહેતો નથી. પંચપરમેષ્ઠી વગેરે પરજ્ઞયો તેનામાં છે, તેમનો જ્ઞાન ઉપયોગમાં અભાવ છે. શુભરાગ પણ જ્ઞય છે, તે શુભરાગનો પણ જ્ઞાન ઉપયોગમાં અભાવ છે. ઉપયોગ સ્વ આત્માનો છે, તેને આત્મામાં રાખ્યો છે એમ કહી શકાય.
એટલે આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ એ થયો કે અન્નનહિ, લિંગ-ઉપયોગ, ગ્રહણ-mય પદાર્થોનું આલંબન. ઉપયોગને શેય પદાર્થોનું આલંબન નથી એવો “અલિંગગ્રહણ” નો અર્થ અહીં થાય છે.
જે ઉપયોગને શેય પદાર્થોનું આલંબન નથી પણ સ્વનું આલંબન છે એવા ઉપયોગ લક્ષણવાળો તારો આત્મા છે એમ તારા સ્વજ્ઞયને તું જાણ. આ રીતે તારા આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી પણ સ્વભાવના આલંબનવાળું જ્ઞાન છે-એમ તારા આત્મારૂપ સ્વજ્ઞયને તું જાણ. (૮) આત્મા ઉપયોગને બહારથી લાવતો નથી
એમ તું જાણ
જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે પોતે (ક્યાંય બહારથી) લાવતો નથી. તે અલિંગગ્રહણ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com