________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ ] ૨.
૩.
[ પ્રવચનસાર પ્રવચનો જીવ વર્તમાનમાં જ્ઞાન કરે છે માટે જ્ઞયોને આવવું પડે છે. એમ પણ નથી, બન્ને સ્વતંત્ર છે. વળી તે શેયોનો આધાર ઉપયોગ લે તો ઉપયોગ સુધરે એમ પણ નથી કારણ જ્ઞાન શેયોનો આધાર કદી લેતું નથી. તેમ જ પરયો જગતમાં અનંતાં છે માટે ઉપયોગ પરને જાણવાનું કામ કરે છે એમ પણ નથી. કારણ ઉપયોગનો સ્વભાવ સ્વ-પર બન્નેને જાણવાનો છે, પર છે માટે નહિ. ઉપયોગ સ્વતંત્ર પોતાના આત્માના આધારે કામ કરે છે.
»
એકાંત પરલક્ષી જ્ઞાન તે જ્ઞાન જ નથી.
પર પદાર્થને જ માત્ર લક્ષમાં લઈ, પરના અવલંબને પ્રગટ થતું જ્ઞાન તે જ્ઞાન જ નથી. નિમિત્તોના અવલંબનવાળું, મનના અવલંબનવાળું, ઇંદ્રિયોના અવલંબનવાળું, પંચપરમેષ્ઠીના અવલંબનવાળું, શાસ્ત્રના અવલંબનવાળું-એવા એકલા પરલક્ષી જ્ઞાનને જ્ઞાન જ કહ્યું નથી, પણ તેને મિથ્યાજ્ઞાન કહ્યું છે, તેને અહીં ઉપયોગમાં લીધેલ નથી.
સાધકદશામાં વ્યવહાર અને નિમિત્તનું સ્વરૂપ
શુદ્ધ આત્મા જ્ઞાતાદષ્ટા છે, તેનાં શ્રદ્ધા-જ્ઞાન કરીને જે જ્ઞાન સ્વ તરફ વળે છે તેને જ અહીં જ્ઞાન કહેલ છે. સમ્યગ્દષ્ટિ જીવોને પરિપૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાંસુધી શુભરાગ આવે છે ને સાચા દેવ-શાસ્ત્રગુરુને માનવાનો વિકલ્પ ઊઠે છે. રાગની ભૂમિકા હોવાથી પર તરફ લક્ષ જાય છે. પણ દેવ-શાસ્ત્ર-ગુરુ છે માટે પર તરફ લક્ષ જાય છે એમ ધર્મી જીવ માનતા નથી. સાધકદશામાં નિશ્ચય સાથે વ્યવહાર હોય છે ખરો ને તે વખતે સાચા દેવશાસ્ત્રગુરુનું લક્ષ હોય પણ કુદેવ-કુગુરુકુશાસ્ત્રને માનવાનું લક્ષ ન જ હોય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com