Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 44
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭ર ] [ ૩૭ ઉપયોગની પર્યાય અકારણીય છે. સમાધાન : શુભરાગના અવલંબને અથવા દેવ-શાસ્ત્ર-ગુરુના અવલંબને ઉપયોગ સુધરે એમ માનવું તે ભ્રમ છે. ઉપયોગ તો એકલા આત્માનું અવલંબન લ્ય છે. જેમ આત્મદ્રવ્ય અકારણીય છે, તેના ગુણ અકારણીય છે, તેને કોઈ કારણ નથી તેમ પર્યાય પણ અકારણીય છે. ઉપયોગ તે જ્ઞાન ગુણની પર્યાય છે, તેને માટે કોઈ કારણ નથી. તે ઉપયોગની પર્યાયને દેવ-શાસ્ત્ર-ગુરુ અથવા શુભરાગનું કારણ આપીએ તો તે સુધરી જાય એમ કદી બનતું નથી. ઉપયોગરૂપ પર્યાય પણ અકારણીય છે, માટે પોતાના શુદ્ધ આત્માનું અવલંબન ત્યે તો તે ઉપયોગ સુધરે છે. જ્ઞાન જોયોથી સ્વતંત્ર છે. આત્માને પર શેયોનું અવલંબન તો નથી જ પણ તેની જ્ઞાનપર્યાય જે ઉપયોગ તેને પણ શેયોનું અવલંબન નથી. ઉપયોગનો સ્વભાવ જાણવા-દેખવાનો છે, તે યોને લીધે જાણતો નથી. ઉપયોગનું આવું સ્વરૂપ છે-એમ તે જ્ઞયને તું જાણ. ઉપયોગ અકારણીય છે એમ જાણ. ઉપયોગમાં પર શેયનો અભાવ છે તો તેનું આલંબન કેવી રીતે હોય? ન જ હોય. પણ વ્યવહારનું કથન આવે ત્યાં જીવો અજ્ઞાનના કારણે ભૂલ કરી બેસે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાન શયોને અવલંબે છે ને? સમાધાનઃ જ્યારે જ્ઞાનની પર્યાય પ્રગટે છે ત્યારે શેયો હોય છે. એમ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, પણ જગતમાં અનંત જ્ઞયો છે તેને અવલંબીને જ્ઞાન થાય છે એવું જ્ઞાન પરાધીન નથી. ૧. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99