________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[ ૩૯ સાચા દેવશાસ્ત્રગુરુ છે માટે શુભરાગ થાય છે એમ નથી પણ નિશ્ચયના ભાન સહિતના જીવોને રાગવાળી દશામાં થતા રાગનો તથા સાચા દેવશાસ્ત્રગુરુનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે.
પ્રશ્ન- સાચા દેવશાસ્ત્રગુરુને માનવાનો શુભરાગરૂપ વ્યવહાર પણ બંધનું કારણ છે ને કુદેવ વગેરેને માનવાનો અશુભરાગરૂપ વ્યવહાર પણ બંધનું કારણ છે તો બન્ને વ્યવહારમાં કાંઈ ફરક રહેશે નહિ.
શુભરાગ તથા સત્ દેવશાસ્ત્રગુરુને નિમિત્તિનૈમિત્તિક સંબંધ છે.
સમાધાન : હા, બન્ને પ્રકારના રાગ નિરર્થક જ છે, બન્ને બંધનું કારણ છે, આત્માને એક રાગથી ધર્મ થતો નથી. જેમ પાણી પાણીના આધારે છે છતાં પાણી ભરવા માટે ગોળો હોય છે પણ કપડામાં કોઈ પાણી ભરતું નથી, એવો ત્યાં નિમિત્તનો મેળ છે. તેમ સાચા દેવશાસ્ત્રગુરુ તરફનો શુભરાગ ને કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુ તરફનો અશુભરાગ-બન્ને રાગ ચૈતન્યની જાત માટે નિરર્થક છે, બન્ને બંધનાં કારણ છે; છતાં સાધક જીવને શુભરાગ વખતે સાચા દેવશાસ્ત્રગુરુ જ નિમિત્તરૂપે હોય છે. શુભરાગ થાય છે માટે સાચા દેવ-ગુરુને આવવું પડે છે-એમ નથી ને સાચા દેવ-ગુરુ છે માટે શુભરાગ થયો છે-એમ પણ નથી, છતાં શુભરાગમાં સાચા દેવ-ગુરુ જ નિમિત્ત હોય, બીજા હોય નહિ-એવો મેળ છે.
જ્ઞાન ઉપયોગને શુભરાગનું અવલંબન નથી.
અહીં તો ખાસ એ કહેવાનું છે કે વિકલ્પવાળી દશામાં રાગ હોવા છતાં ધર્મી જીવના જ્ઞાન ઉપયોગને રાગનું અવલંબન નથી. તે વખતે પણ પોતાનો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે તેને જ તેનો ઉપયોગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com