________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
[ પ્રવચનસાર પ્રવચનો
શાંતિનું કારણ છે ને તે જ વધીને પરિપૂર્ણ કેવળજ્ઞાન થતાં સંપૂર્ણ સુખ ને શાંતિ પ્રગટ થશે. આ જ ધાર્મિક ક્રિયા છે.
***
(૫) આત્મા કેવળ અનુમાન ક૨ના૨ો જ નથી એમ તું જાણ
ચોથા બોલમાં એમ કહ્યું હતું કે બીજાઓ તારા આત્માને અથવા પંચપરમેષ્ઠીના આત્માને કેવળ અનુમાન વર્ડ જાણવા જાય તો તે જણાય એવા નથી. હવે અહીં પાંચમા બોલમાં કહે છે કે તું પોતે કેવો છે? તું કેવળ અનુમાન કરનારો જ નથી. આત્મા માત્ર અનુમાન કરનારો હોય તો અનુમાન રહિત પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટ કરવાનો અવસર રહેતો નથી જેવી રીતે પુણ્ય-પાપના ભાવને જ માત્ર કરનારો ને તેને જ સર્વસ્વ માનવાવાળો જે છે તે આત્મા કહેવાતો નથી તેમ એકલું અનુમાન જ્ઞાન કરનારને આત્મા જ કહેતા નથી. તે ઉપરથી ન્યાયો:
૧. આત્મા સદાય એકલું અનુમાન કરનારો હોય તો અનુમાનનો અભાવ કરી સંપૂર્ણ પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટાવવાનો અવસ૨ કદી રહેતો નથી ને સર્વજ્ઞ દશા રહેતી નથી; પણ તેમ બની શકે નહિ માટે આત્મા કેવળ અનુમાન કરનારો નથી.
વળી આત્માની વર્તમાન પર્યાયમાં પ્રગટ એકલું પ્રત્યક્ષ જ્ઞાન હોય તો વર્તમાનમાં જે જ્ઞાનની હીનતા છદ્મસ્થને દેખાય છે તે હોવી ન જોઈએ પણ જ્ઞાનની હીનતા વર્તમાનમાં દેખાય છે માટે એકલું પ્રત્યક્ષ જ્ઞાન છદ્મસ્થને વર્તમાન પર્યાયમાં નથી એમ નક્કી થાય છે. માટે એવી કોઈ દશા હોવી જોઈએ કે જેમાં અંશે પ્રત્યક્ષ ને અંશે પરોક્ષ જ્ઞાન હોઈ શકે ને તે સાધકદશા છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com