________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૨૭
ભાવ-નમસ્કારનું સ્વરૂપ ને તેનું ફળ
પંચ પરમેષ્ઠીના આત્મા તારા એકલા અનુમાન જ્ઞાનથી જણાય એવા નથી એમ તું જાણ. તારે પંચ પરમેષ્ઠીને જાણવા હોય ને તેમને ભાવ નમસ્કાર કરવા હોય તો જેવી રીતે મુનિઓ સમ્યક શ્રદ્ધાજ્ઞાનપૂર્વક સ્થિરતામાં આગળ વધી રહ્યા છે ને અહંત, સિદ્ધ પૂર્ણ પરમાત્મા થઈ ગયા છે તેવી રીતે તારામાં શ્રદ્ધા-જ્ઞાન કરી સ્વસંવેદન પ્રગટ કર, તો તે જ્ઞાનપૂર્વક અનુમાન કરી શકીશ કે સર્વજ્ઞ ભગવાન સંપૂર્ણ દશાને પામ્યા છે. પુણ્ય, વ્યવહાર ને વિકલ્પની એકતા વિનાનું ને જ્ઞાતાદ્રષ્ટા શુદ્ધ સ્વભાવ સાથેની એકતાવાળું જ્ઞાન તે જ્ઞાન જ યથાર્થ છે એમ તું જાણ. આવું સંવેદન જ્ઞાન થયા પછી યથાર્થ અનુમાન થાય છે કે સર્વજ્ઞ પૂર્ણ પદને પામી ગયા, સાધકો અંશે સાધી રહ્યા છે ને આગળ વધીને પૂર્ણ પદ લેશે. આમ પંચપરમેષ્ઠી કે જે પર આત્માઓ છે તેનો આવો પ્રમેય-ધર્મ છે એમ તું જાણ.
પંચ પરમેષ્ઠીનો પ્રમેય-ધર્મ આવો છે એમ જે જીવ જાણે છે તેણે પંચપરમેષ્ઠીને યથાર્થ ઓળખ્યા છે ને તેણે જ સાચા ભાવનમસ્કાર કર્યા કહેવાય છે.
કોઈ કહે કે આટલો બધો વિસ્તાર જાણવા જતાં અમારી માનેલી બધી ક્રિયા ઊડી જાય છે.
સમાધાન: ભાઈ, તારે શાંતિ ને સુખ જોઈએ છે ને? ધર્મ કરવો છે ને? ધર્મ કહો, શાંતિ કહો, સુખ કહો એ બધું એક જ છે. તે શાંતિ સત્ય વસ્તુના શરણે મળે છે પણ અસત્ય વસ્તુના શરણે મળતી નથી. માટે વસ્તુ જેમ છે તેમ સત્ય જાણ ને અસંવેદન જ્ઞાન દ્વારા તારા શુદ્ધ આત્માનો અનુભવ કર. તે જ
Osl.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com