________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭
અલિંગગ્રહણ ગાથા ૧૭૨] માલ મળે પણ એકેય ન હોય તો ભિખારીને માલ મળતો નથી. તેમ આ આત્મા ગ્રાહક છે તેને માલ લેવો છે એટલે કે ગ્રહવાનું-જાણવાનું કામ કરવું છે. જો તેની પાસે કેવળજ્ઞાનરૂપ નગદ નાણું હોય તો બધું પ્રત્યક્ષ જાણી લ્ય. તે ન હોય તો અલ્પજ્ઞ અવસ્થામાં અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવની પ્રતીતિરૂપ પ્રતિષ્ઠા હોય તો તે જાણવાનું કામ યથાર્થ કરી શકે. પરંતુ જેની પાસે કેવળ જ્ઞાનરૂપી નગદ નાણું નથી ને અખંડજ્ઞાયકની પ્રતીતિરૂપ પ્રતિષ્ઠા નથી તે જીવને ભિખારીની જેમ જ્ઞયનો માલ યથાર્થ રીતે જોવા મળતો નથી એટલે કે તેનું જાણુપણું યથાર્થ થતું નથી. (૧) વળી અજ્ઞાની જીવ ઇંદ્રિયોથી જ્ઞાન થાય છે એમ માને છે
તે મિથ્યા છે કારણ કે જડ ઇન્દ્રિયોનો આત્મામાં અત્યંત અભાવ છે તેથી ઇંદ્રિયો આત્માને કિંચિત્ પણ મદદ કરી શકે નહિ. ઈદ્રિયોમાં જ્ઞાનસ્વભાવનો અભાવ છે. જેનામાં
જ્ઞાનસ્વભાવ જ નથી તે જ્ઞાન કેવી રીતે કરે ?-ન જ કરે. માટે ગ્રાહક એટલે ગ્રહનારો-જાણનારો જે રીતે છે તેમ તેને યથાર્થ જાણવો જોઈએ. આ જ્ઞય અધિકાર છે. પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાય તથા પરનાં દ્રવ્ય-ગુણ-પર્યાયમાંથી એક પણ વસ્તુને આત્મા ઇદ્રિયોથી જાણતો નથી પણ પોતાના જ્ઞાનથી જાણે છે–એમ નક્કી કરે તેનું જ્ઞાન સમ્યક થાય છે.
અજ્ઞાની વર્તમાન પર્યાયનું જ્ઞાન સંયોગથી કરે છે. જ્ઞાયકસ્વભાવનું ભાન નહિ હોવાના કારણે અજ્ઞાની ભ્રાંતિ સેવે છે ને માને કે આ હાથથી લાકડું ઊપડયું, આંખથી પ્રત્યક્ષ દેખાયું, શબ્દથી જ્ઞાન થયું, દુકાને હું હતો તો રૂપિયા આવ્યા એમ સંયોગથી જાએ છે. પોતાના જ્ઞાનની પર્યાય ઈદ્રિયોથી થાય છે તેમ માનનાર જીવ પરપદાર્થોની પર્યાયને પણ સંયોગથી જુએ છે. તે આત્મા કહુવાતો નથી. અજ્ઞાની જીવ ભલે માને કે પોતાને જ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે. પરંતુ ખરેખર તો તેને પણ જ્ઞાન તો આત્માથી જ થાય છે પણ તેમ તે માનતો નથી, તેથી તેને ચૈતન્યનું અવલંબન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com