________________
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[ ૧૯
ઉત્તર: ભાઈ, દૂધપાકમાં જરાક ઝેર પડતાં બધો દૂધપાક ઝરૂપ થઈ જાય છે ને ખાવામાં કામ આવતો નથી તેમ માત્ર પરલક્ષી જ્ઞાન કરી તેની સાથે શરીરની તથા રાગની ક્રિયા ભેળવવી તે એકાંત મિથ્યા છે.
જીવ શરીરની ક્રિયા કરી શકતો જ નથી ને અધૂરી દશામાં રાગ થાય છે તે રાગ કરવાનો અભિપ્રાય પણ જ્ઞાનીને નથી. શરીર ને રાગનો જ્ઞાતા છે તેવું આત્માનું સ્વરૂપ છે એમ સમજણ કરવી. તે સમજણપૂર્વકની ક્રિયા છે. સમજણપૂર્વકની ક્રિયા કહેતાં જ શરીરની તથા રાગની ક્રિયાનો નિષેધ થઈ જાય છે. આત્મા બહારના કોઈ લિંગથી જણાય એવો નથી એવો તે એક શેય પદાર્થ છે તેમ તેનું જ્ઞાન કરવું તે જ સાચી ક્રિયા છે.
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અહીં તો એમ કહેવું કે અનુમાન જ્ઞાનમાત્રથી આત્મા જણાય એવો નથી. એ ઉપરથી નીચેના ન્યાયો નીકળે છેઃ
પ્રત્યક્ષ-પરોક્ષજ્ઞાનના ન્યાયો.
૧.
૨.
૩.
અનુમાન જ્ઞાનમાત્રથી આત્મા જણાય એવો હોય તો પ્રત્યક્ષ જ્ઞાન અને તેનો વિષય રહેશે નહિ. પણ તેમ બની શકે નહિ.
કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે ને તેમાં આત્મા તથા સર્વ પદાર્થ સાક્ષાત્ જણાય છે. પણ તે વર્તમાનમાં છદ્મસ્થને પૂર્ણ પ્રગટ નથી. જો તે વર્તમાનમાં પૂર્ણ પ્રગટ હોય તો સંપૂર્ણ આનંદ પ્રગટ હોવો જોઈએ.
સાધકને સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન હોય છે ને તેનું અનુમાન જ્ઞાન પ્રમાણ છે કારણકે સ્વસંવેદન વગરનું એકલું અનુમાન જ્ઞાન પ્રમાણ હોઈ શકે નહિ માટે સાધદશામાં અંશે પ્રત્યક્ષ ને પરોક્ષ બન્ને સાથે રહેલાં છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com