________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦] ૪.
[ પ્રવચનસાર પ્રવચનો સાધકદશામાં જ એકલું પરોક્ષ જ માનવામાં આવે તો પ્રત્યક્ષ કદી થાય નહિ પણ તેમ બને નહિ. માટે સ્વસંવેદન અંશ પ્રત્યક્ષ ત્યાં રહેલું છે જે વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ કેવળજ્ઞાન થાય છે.
સાધકદશામાં અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન છે તે ક્રમે ક્રમે વધતાં પરોક્ષનો અભાવ થતો જાય છે ને પૂર્ણ પ્રત્યક્ષ થતાં પરોક્ષનો સર્વથા અભાવ થાય છે.
અનુમાન જ્ઞાન એકલું હોઈ શકે જ નહિ કારણ કે અનુમાન જ્ઞાન એકલું હોય તો તે કાયમ રહે ને પ્રત્યક્ષ થવાનો પ્રસંગ જ બને નહિ.
સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન એકલું હોઈ શકે કારણ કે ત્યાં પરોક્ષનો સર્વથા અભાવ હોય છે.
સ્વસંવેદન વગરનું એકલું અનુમાન તે જ્ઞાન જ નથી. તેથી કેવળ અનુમાન જ્ઞાનમાત્રથી આત્મા જણાય એવો નથી તેમ જ કેવળ અનુમાનમાત્રથી આત્મા સ્વ કે પરને જાણતો નથી. આ પ્રમાણે આત્મા અનુમાતા માત્ર નથી.
એકલા અનુમાનથી જાણે તેવો જ્ઞાનનો સ્વભાવ નથી તેમ જ એકલા અનુમાનથી જણાય તેવો શેયનો પણ સ્વભાવ નથી. આવી રીતે આત્મા કેવળ અનુમાનથી જ જાણે એવો તે શેયપદાર્થ નથી. એમ સ્વયનું યથાર્થ સ્વરૂપ જાણવું તે ધર્મનું કારણ છે.
મહામુનિઓ જંગલમાં વસતા હતા. એક “અલિંગગ્રહણ” માંથી વીસ બોલ કાઢયા છે તેમાંથી શુદ્ધ આત્મા ઊભો થાય તેમ છે. ઘણી જ અદ્દભુત વાત કરી છે. લૌકિકમાં કોઈ તૈયાર કરીને લાડવા આપે તે પણ જેને ખાતાં ન આવડે તે મૂર્ખ છે તેમ અહીં અદભુત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com