________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૨૩ જેમ ધુમાડાથી અગ્નિનું અનુમાન થાય છે તેમ ઇદ્રિયગમ્ય કોઈ પણ ચિહ્નથી આત્મા જણાતો નથી પણ સંવેદન જ્ઞાનથી જણાય એવો છે તેમ તું જાણ. “તું જાણ” માંથી “શિષ્ય આત્માને જાણી શકે એવો છે” એવો અર્થ નક્કી થાય છે. હીરાના વેપારીને હીરાની દુકાન શરૂ કરતી વખતે ખ્યાલમાં છે કે હીરાના ગ્રાહક દુનીયામાં છે. તે ગ્રાહકો મારે ત્યાં હીરા લેવા આવશે એમ તેને ખાતરી છે. પણ હું હીરાની દુકાન તો નાખું છું પણ કોઈ ગ્રાહક હીરા લેવા નહીં આવે તો? એવી શંકા તેને થતી નથી. તેમ અહીં આચાર્ય ભગવાને “તું જાણ” એમ કહ્યું છે તો તેમને ખાતરી છે કે હું કહું છું તેવો આત્મા જાણનારા જીવો છે જ. પાછળના જીવો આવો આત્મા–હું કહું છું તેવોનહિ જાણે તો? એવી તેમને શંકા જ નથી. આ વાત ઘણી ઝીણી છે ને આકરી છે માટે ન જણાય એવું કાંઈ છે નહિ પણ તું જાણી શકીશ જ એમ તું ભરોસો લાવ.
આત્મા સ્વતત્ત્વ છે તે પરતત્ત્વ વડ જાણતો નથી, પરતત્ત્વ વડે જણાતો નથી, તેમ જ પરતત્ત્વના અનુમાન દ્વારા પણ જણાતો નથી પણ સ્વતત્ત્વથી જ જાણે છે ને જણાય છે એમ તું જાણ.
*
*
*
(૪) કેવળ અનુમાનથી જ જણાય તેવો આત્મા નથી
એમ તું જાણ.
બીજા જીવો કેવળ અનુમાન કરે ને આત્મા જણાય-એવો આત્મા નથી. બીજાઓ કેવળ અનુમાનજ્ઞાનથી નક્કી કરે કે આ આત્મા આવો છે તો તે આત્માનું જ્ઞાન સાચું નથી. રાગરહિત જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય છું તેના ભાન દ્વારા-સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્મા જણાય એવો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com