________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[ પ
તે પોતાનો ચેતના ગુણ પોતાને અનંતા કેવળીઓ, સિદ્ધો, અનંતા નિગોદ વગેરે અનંતા જીવોથી જુદો પાડે છે. કારણ કે પોતાનો ચેતના ગુણ પોતાનું સ્વલક્ષણ છે. તેને હંમેશાં પોતે ધારી રાખે છે. સાધકદશામાં ધર્મની સાધના માટે ચેતના ગુણ કામ આવે છે.
કોઈ પ્રશ્ન કરે કે આમાં દયા પાળવાનું શું આવ્યું?
ઉત્તર: સ્વ જીવનો પોતાના ચેતનાગુણથી નિર્ણય કરવો તે જ સ્વ દયા છે. ૫૨ની દયા જીવ પાળી શકતો નથી. ૫૨થી જુદો કહ્યો એટલે પરનું કાંઇ પણ કરી શકે એવો રહ્યો નહિ. વળી પોતાને દયાદાનના લક્ષણવાળો કહ્યો નથી, પણ ચૈતન્યમય કહ્યો છે. એમ કહેતાં જ દયા-દાનાદિના વિકાર ક્ષણિક છે, તે ત્રિકાળી સ્વભાવમાં નથી તેમ નક્કી થાય છે. ૫રને તથા સ્વને એક માનવા તે સંસારમાર્ગ છે ને પોતાને ૫૨થી જુદો સાધવો તે મોક્ષમાર્ગ છે.
અલિંગગ્રહણનો અર્થ
અલિંગગ્રહણ એટલે કે પર ચિહ્ન વડે કે લિંગ વડે જીવનો અનુભવ કરી શકાય નહિ. કોઈ ચિહ્નથી કે નિમિત્તથી આત્માનો પત્તો મળી શકે નહિ.
,,
અલિંગગ્રાહ્ય ” એમ કહેવાનું છે ત્યાં જે' અલિંગગ્રહણ ' એમ કહ્યું છે તે ઘણા અર્થોની પ્રાપ્તિ કરવા માટે છે. ઘણા અર્થોનું પ્રતિપાદન કરવા માટે “અલિંગગ્રહણ ” શબ્દ વાચક છે ને તે શબ્દ દ્વારા કહેવા યોગ્ય ભાવ તે વાચ્ય છે. તે ભાવ જાણીને આત્માને લિંગથી જુદો પાડવો ને નિર્ણય કરવો તે ધર્મ છે.
[૧] આત્મા ઇન્દ્રિય વડે જાણતો નથી.
ગ્રાહક એટલે જ્ઞાયક આત્મા લિંગો વડે એટલે ઇંદ્રિયો વડે જાણતો નથી તે અલિંગગ્રહણ છે. આત્મા સ્વ તથા ૫૨ને ઇંદ્રિયોથી જાણતો નથી. સ્વ-પર બન્ને જ્ઞેય છે. સ્વ-પર જ્ઞેયોને જાણનાર એવા આત્માને ઇંદ્રિયોથી જાણવું થતું નથી. અહીં અહીંદ્રિય જ્ઞાનની જાહેરાત છે. “ ચાવી દેવાથી ઘડિયાળ ચાલે છે, આત્મા છે તો શરીર ચાલે છે, અગ્નિ હતી તો પાણી ગરમ થયું, પેટ્રોલ હતું તો મોટ૨
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
66