________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[ ૧૧ આ પ્રમાણે અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થવાથી પરાવલંબીપણું છોડી સ્વાવલંબીપણું ઉત્પન્ન થાય છે ને તેમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પર્યાય પ્રગટે છે.
[૨] આત્મા ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય નથી - હવે બીજા બોલમાં આત્મા ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય નથી-એમ કહે છે. આત્મા ઇન્દ્રિયોથી સ્વ તથા પરને જાણતો નથી પણ પોતાથી સ્વ-પર બન્નેને જાણે છે એમ પહેલા બોલમાં કહેવાયું. હવે આ બોલમાં કહે છે કે પ્રમેય એવો આત્મા ઇન્દ્રિયોથી જણાય એવો નથી.
૧. આત્મા જ્ઞાનમાં જણાય જ નહિ. એવી કેટલાકની માન્યતા છે તે આથી ખોટી કરે છે. કારણ કે આત્મામાં પણ પ્રયત્વગુણ છે ને પ્રમેયત્વગુણ ન માને તો ગુણી એવા આત્માના નાશનો પ્રસંગ આવે માટે તે માન્યતા ખોટી છે. પ્રમેયત્વ ગુણના કારણે આત્મા જ્ઞાનમાં જણાય એવો તે પ્રમેય પદાર્થ છે.
૨. આત્મા ઇન્દ્રિયોથી જણાય એવી કેટલાકની માન્યતા છે તે પણ આથી ખોટી ઠરે છે કારણ કે આત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી જણાય એવો છે પણ ઇન્દ્રિયોથી જણાય એવો નથી. જ્ઞાનસ્વભાવ આત્માનો છે, ઇન્દ્રિયોનો નથી.
શાસ્ત્ર તથા વાણીથી ધર્મ થતો નથી અહીં કોઈ પ્રશ્ન કરે કે ભગવાનની વાણી અથવા શાસ્ત્ર ન સાંભળે તે આત્માને કેવી રીતે જાણી શકે? કારણ કે દેશનાલબ્ધિ મળ્યા વગર તો આત્માનું જ્ઞાન થતું નથી ને ધર્મ પમાતો નથી ને?
સમાધાનઃ- ભાઈ, વાણીને શાસ્ત્ર તો પર છે, જડ છે, તેનાથી જ્ઞાન થતું નથી તેમ જ કાન પણ જડ છે. ઇન્દ્રિયોથી જ્ઞાન થાય ને આત્મા જણાય એવો આત્માનો સ્વભાવ જ નથી. વાણી તથા ઇન્દ્રિય રહિત પોતાના અતીન્દ્રિય સ્વભાવથી આત્મા જણાય એવો છે. ને સ્વનું જ્ઞાન કરતાં પર એવાં શાસ્ત્ર ને વાણીનું જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com