Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * શ્રી અલિંગગ્રાહ્ય આત્માને નમસ્કાર * ( શ્રી પ્રવચનસાર ગાથા ૧૭ર ઉપર પૂજ્યશ્રી કાનજીસ્વામીના અદ્ભુત, અપૂર્વ અને સૂક્ષ્મ ન્યાયયુક્ત પ્રવચનો ) વી. નિ. સં. ર૪૭૭ (માહ વદ-૨ શુક્ર) અલિંગ-ગ્રહણ-પ્રવચન अरसमरूवमगंधं अव्वत्तं चेदणगुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसठाणं ।। १७२ ।। अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम् । जानीह्यलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।। १७२।। છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને, વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨. અન્વયાર્થ: જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત ચેતના ગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ ( લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ. પરદ્રવ્યોથી વિભાગના સાધનભૂત જીવનું અસાધારણ સ્વલક્ષણ જીવમાં રસ નથી, ગંધ નથી, સ્પર્શગુણની વ્યક્તતા નથી. તે ચેતનગુણવાળો છે. આત્મા શબ્દ બોલતો નથી તેમ જ શબ્દનું કારણ નથી, લિંગથી ગ્રાહ્ય થઈ શકે તેવો નથી અને પરના આકાર વિનાનો છે–તેમ તું જાણ. અહીં આચાર્ય ભગવાન આદેશ કરે છે કે તું તારા આત્માને આવો જાણ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 99