________________
आगमप्रतिपक्षनिराकरणम्
प्रणम्य श्रीमदर्हन्तं, तत्सिद्धान्तविरोधिनम् । परं ज्ञापयितुं साक्षात्, कुर्वे प्रकरणं नवम् |१||
શ્રી અરિહંત ભગવંતને પ્રણામ કરીને શ્રી અરિહંતકથિત સિદ્ધાન્તનો જે વિરોધિ છે, તે પરને પ્રત્યક્ષ જણાવવા માટે હું નૂતન પ્રકરણની રચના કરું છે.
અહીં પરના બે અર્થ થઇ શકે, એક તો 'અન્ય' અને બીજો શત્રુ. જિનસિદ્ધાન્તનો જે વિરોધિ છે, તેવા અન્યપક્ષને જણાવવા માટે હું નવું પ્રકરણ રચું છું, આ એક અર્થ. અને બીજો અર્થ - જે જિનસિદ્ધાન્તનો વિરોધી છે, માટે જે આગમનો શત્રુ છે, તેને જણાવવા માટે હું નવું પ્રકરણ રચું . __ इह हि श्रीमदागमाविसंवादि शास्त्रं यत्सम्भवति तदेव प्रमाणीकार्यम्, नान्यत्
અહીં જે શ્રી આગમથી અવિસંવાદી શાસ્ત્ર સંભવતુ હોય, તેને જ પ્રમાણ કરવું જોઇએ, અન્યને નહીં.
શાસ્ત્રમાં બે ગુણ હોવા જોઇએ. એક તો એ યુક્તિયુક્ત હોવું જોઇએ = તર્કસંગત હોવું જોઇએ. અને બીજો ગુણ એ કે એ આગમો સાથે સંવાદ ધરાવતું હોવું જોઇએ. આ પણ ઉપલક્ષણ છે, તેના પરથી પ્રત્યક્ષાદિ પ્રમાણ સાથે પણ શાસ્ત્ર સંવાદ ધરાવતું હોવું જોઇએ.
૧. ૨ - ofવસંથા૦િ |