________________
( ૯ ) ન હોવાથી આત્માની ઉજ્વળતા પ્રગટ કરી શકતા નથી. આત્માની ઉપાસના વિના આત્માની નિર્મળતા પ્રગટ થતી નથી એ બતાવવા માટે આત્માની ઉપાસના કરનારા જીવો કોઈક જ હોય છે તે બાબતનું અગીયારમું પ્રકરણ છે.
આત્માની ઉપાસના તેના ગુણો દ્વારા બની શકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માના મુખ્ય ગુણો છે તેની ઉપાસના કરવા માટે જ્ઞાનાદિ રત્નત્રયના સ્વરૂપને બારમા પ્રકરણમાં બતાવવામાં આવેલ છે. જ્ઞાનાદિ રત્નત્રયમાં પ્રવેશ કરવા માટે સાધનોની જરૂર છે. કેમ કે સાધન વિના આત્માની નિર્મળતા થવી મુશ્કેલ છે એટલે તેરમા પ્રકરણમાં વિશુદ્ધિનાં અનેક સાધનો બતાવવામાં આવ્યાં છે; આ સાધનોનું સેવન કરવા છતાં પોતાનું મૂળ સાધ્ય સાધકોએ ભૂલવું ન જોઈએ. મૂળ નિશાન તરફ લક્ષ રાખીને બધાં સાધનો સેવવાં. અને સાધનોનો મૂળ સાધ્ય સાથે સંબંધ જોડાય છે કેમ કે તે બરોબર લક્ષમાં રહે તે માટે ચૌદમા પ્રકરણમાં આત્મલક્ષ રાખવા સાધકોનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે.
મૂળ સાધ્ય તરફ લક્ષ રાખવા છતાં પૂર્વના લાંબા કાળના સંસ્કારને લીધે વારંવાર આત્મા સિવાય પરદ્રવ્યના ચિંતનમાં મન દોડ્યું જાય છે. તે સંબંધી જાગૃતિ આપવા માટે દઢતાથી પણ પર વસ્તુના ચિંતનનો ત્યાગ કરવાનું પંદરમાં પ્રકરણમાં કહેવામાં આવ્યું છે.