________________
(૭) આ ગ્રંથ ઘણો નાનો છે, છતાં ઉપયોગી વિષયોથી ભરપૂર છે. આ ગ્રંથનાં અઢાર પ્રકરણો છે. જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે શુદ્ધ આત્માનું પ્રતિપાદન કરનાર પ્રથમ પ્રકરણ છે. આ શુદ્ધ આત્મા જ આરાધવા યોગ્ય છે, બાકી વગર ઉપદેશે પણ જીવો માયાની આરાધના તો કરી રહ્યા જ છે એટલે શુદ્ધ આત્માના આરાધના કરવાનો ઉત્સાહ ઉત્પન્ન કરનાર બીજું પ્રકરણ છે. આ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં ઉપયોગી સાધનોની જરૂરીયાત જીવોને હોય છે. તેના વિના આરાધના કેવી રીતે કરી શકાય? તેટલા માટે ત્રીજા પ્રકરણમાં આત્મપ્રાપ્તિનાં સાધનો બતાવવામાં આવ્યાં છે. આ સાધનોમાં મનના અનેક પ્રકારનાં વિકલ્પો આડે આવે છે. આ વિકલ્પો એ જ દુઃખનું બીજ છે તે સમજાવવા માટે ચોથું પ્રકરણ આપવામાં આવેલ છે. વિકલ્પો એ જ દુઃખનું બીજ છે એમ જ્યારે જીવને બરોબર સમજાય છે ત્યારે જીવ પોતાની પાછલી જીંદગી અને તેમાં કરેલાં સત્ય માર્ગથી વિરૂદ્ધ વર્તનો યાદ કરીને તેનો પશ્ચાત્તાપ કરે છે, તે બાબતને જણાવનારું પાંચમું પ્રકરણ છે. આમ પોતાના ખરા જીવનનો દુરૂપયોગ કરનાર પશ્ચાત્તાપ કરીને નિરાશ ન થઈ જાય પણ શૂરવીર થઈને થયેલી ભૂલોને સુધારે અને પ્રભુના માર્ગમાં આગળ વધે તેટલા માટે જાગૃત થયેલ આત્મા આગળ વધવા માટે આત્મસ્મરણની પ્રતિજ્ઞા કરે છે એ વાતને જણાવનારૂં છઠું પ્રકરણ આપવામાં આવેલ છે. આત્મસ્મરણની પ્રતિજ્ઞા કરનાર જીવ જો પોતાને કરવા યોગ્ય