________________
( ૮ ) માર્ગનો અજાણ હોય તો આત્મસ્મરણથી પ્રગટ થતી શક્તિનો ઉપયોગ એક માર્ગે કરી બેસે, અથવા એકલા વ્યવહારને માર્ગે દોરવાઈ જઈ ખરૂં કર્તવ્ય ભૂલી જાય અથવા એકલા નિશ્ચયના માર્ગને જાણીને કર્તવ્ય કરતો અટકી બેસે તેટલા માટે નિશ્ચય અને વ્યવહાર માર્ગની સમજ આપનારું સાતમું પ્રકરણ આપવામાં આવ્યું છે. આ નિશ્ચય અને વ્યવહારને જડ વસ્તુની બનેલી વિવિધ આકૃતિઓમાં તથા ચેતન આત્મામાં બનતા વિવિધ ઉપયોગોમાં યથાયોગ્ય પણે મૂળ વસ્તુનું ભાન કાયમ રાખીને યોજવાની જરૂર છે. જો તેમ કરવામાં ન આવે તો નિશ્ચય વ્યવહારના એકલા જ્ઞાનથી વિશેષ લાભ થતો નથી એટલા માટે આઠમા પ્રકરણમાં જડ ચેતનનો વિવેક બતાવવામાં આવ્યા છે. આમ જડચેતનના વિવેકનું જ્ઞાન કરનાર જીવે મોહનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જો મોહનો ત્યાગ કરવામાં ન આવે તો જડ ચેતનનો વિવેક નકામો છે એ બતાવવા માટે નવમાં પ્રકરણમાં મોહનો ત્યાગ કરવા સંબંધી વિવેચન કરવામાં આવેલ છે. મોહનો ત્યાગ કરનાર જરૂર અહંકારનો ત્યાગ કરે, કેમ કે અહંકાર એ ભવ વૃક્ષનું બીજ છે. અહંવૃત્તિ કામ ક્રોધાદિ મોહના બધા સુભટોનું જીવન છે, તે હોય તો જ તેમની હૈયાતિ છે. અહંકારમાંથી તેમને પોષણ મળે છે માટે દશમા પ્રકરણમાં અહંકારનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે.
વ્યવહારમાં મોહ તથા અહંકાર વિગેરેનો ત્યાગ કરનારા મળી આવે છે પણ તેઓ આત્મ તરફ પ્રવૃત્તિ કરતા