Book Title: $JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/000202/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ d JAINA જૈન દર્શન અને આચારની સરળ સમજ Education 902 Gujarati Reference Book E5 STD Shrys CUPU परस्परोपग्रहो जीवानाम् Compassionate Living सम्यग्दर्शन - सम्यग्ज्ञान - सम्यक्चारित्राणि मोक्षमार्गः Enlightened Intuition. Enlightened Knowledge. Enlightened Conduct Leads to Liberation Series JAINA Education Committee Federation of Jain Associations in North America Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને આચારની સરળ સમજ Forgiveness &əluori દરેક પ્રાણી પ્રત્યે સમાદર ખામેમિ સવ્વજીવે, સવ્વ જીવા ખમંતુ મે | મિત્તી એ સવ્વ ભૂસુ, વેરમ મન્ઝ ન કેણઈ || સર્વ જીવોને હું નમાવું છું, સર્વ જીવો મને ક્ષમા આપે, સર્વ જીવો સાથે મારે મૈત્રી છે, કોઈની સાથે મને વેર નથી. JAINA Education Committee Federation of Jain Associations in North America Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને આચારની સરળ સમજ (JAINA Education Series - JES 902 - Gujarati) પાંચમી આવૃત્તિનુ ગુજરાતિ – મે ૨૦૧૬ ISBN (10 digit) 1-59406-068-1. ISBN (13 digit) 978-1-59406-068-7 This book has no copyright Use the religious material respectfully લેખક પ્રવીણ કે શાહ જૈના એજ્યુકેશન કમિટી અનુવાદક કુમુદ પાલખીવાલા પ્રકાશક અને ડીસ્ટ્રીબ્યુટર જૈના એજ્યુકેશન કમિટી ફેડરેશન ઑફ જૈન એસોસિએશન ઈન નૉર્થ અમેરિકા જૈન એજ્યુકેશન ઇંટર્નેશનલ 509, Carriage Wood Circle, Raleigh N. C. USA – 27607-3969 _1-919-859-4994 (USA) E-mail - jainaedu@gmail.com Website - www.jainelibrary.Org સલાહ - સૂચન આવકાર્ય જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #4 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક ચેતનાનું પ્રેમ તત્વ દયા પ્રેરિત જીવન જીવવા વચનબદ્ધ થયેલા વિશ્વના તમામ લોકને અર્પણ કે જેઓ અહિંસા, પર્યાવરણ સુરક્ષા અને અન્યોન્યાશ્રયી તમામ જીવો તથા વનસ્પતિ પ્રત્યે દયાભાવ રાખી તે પ્રમાણે જીવન જીવવાનું પ્રોત્સાહન સતત આપી રહ્યા છે. જેઓ આચરણ-વ્યવહારમાં ચુસ્ત અને સંપૂર્ણ શાકાહારી (દૂધ કે તેમાંથી બનતી વસ્તુઓ ન વાપરનાર વિગન) છે. અને આલ્કોહોલ કે નશીલા પદાર્થો વગરની જીવન પદ્ધતિ અપનાવી અહિંસા ના સિદ્ધાંતને અપનાવવાની આપણને પ્રેરણા આપી રહ્યા છે. નૈતિક અને ચારિત્ર્ય યુક્ત જીવન શૈલી માટે વિગન અને નશા મુક્ત જીવન શૈલી અનિવાર્ય છે. તે સભાન પણે કોઈપણ પ્રાણીને દુઃખ ન પહોંચાડવાના પ્રયત્નો કરે છે અને તેઓને શરીર, વાણી અને મનથી પણ ઈજા પહોંચાડતા નથી. પરિણામે તે બધી પ્રાણીજન્ય પેદાશો વાપરવાનું ટાળે છે જેમ કે: • ખોરાક - ખોરાક માટે પાળેલાં મરઘાં, દરિયાઈ જીવો, માંસ, ડેરી પેદાશનો (દૂધ, દહીં, ચીઝ, માખણ, ઘી, આઈસક્રીમ વગેરે) અને બધા પ્રકારના નશીલા પદાર્થોનો ત્યાગ. • કપડાં – સિલ્ક, રુંવાવાળા ઊનના અને ચામડાનાં કપડા નો ત્યાગ. • દાગીના - મોતીનો ત્યાગ. જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જય જિનેન્દ્ર, જૈનધર્મનાં કરોડરજ્જુ સમાન ત્રણ મૂળભૂત સિદ્ધાંતો છે; અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ. • અહિંસા – દરેક વ્યક્તિના સારા આચરણ/વર્તનને મજબૂત બનાવે છે. • અનેકાંતવાદ – દરેક મનુષ્યની તટસ્થ વિચાર શક્તિને મજબૂત કરે છે. • અપરિગ્રહ – દરેક માનવીનાં અસ્તિત્વના અભિગમને મજબૂત બનાવે જો આપણે આ ત્રણ સિદ્ધાંતો સમજપૂર્વક સાચી રીતે જીવનમાં ઉતારીએ તો આપણા પોતાનામાં અને વિશ્વમાં શાંતિ તથા સુમેળ પ્રાપ્ત કરી શકીએ. જૈન ધર્મના પ્રાથમિક સિદ્ધાંતો વૈજ્ઞાનિક છે અને જૈન ધર્મગ્રંથોનાં ‘સત્યો ' વિશ્વવ્યાપક છે. પરંતુ તેનું અર્થઘટન જે સમયે અને સ્થળે આપણે હોઇએ તે પ્રમાણે કરવું પડે. અંગ્રેજી ભાષા બોલાતી હોય તેવા દેશો (જેમકે અમેરિકા, કેનેડા, યુકે, આફ્રિકા) જ્યાં ઘણાં જૈનો કાયમ માટે વસવાટ કરે છે, ત્યાં બાળકોને જૈનધર્મનાં જ્ઞાનનાં પુસ્તકો સહજ રીતે ઉપલબ્ધ નથી. જૈન સિદ્ધાંતોને વૈશ્વિક સ્તરે જાણીતા કરવા માટે જૈન પુસ્તકો અંગ્રેજી ભાષામાં સરળતાથી મળવા જોઈએ. સાથે સાથે જૈન ધર્મગ્રંથો જુદી જુદી રીતે જેમકે ચોપડીઓ, કેસેટ, વીડિયો, ડીવીડી, સીડી, ઇન્ટરનેટ વિગેરે પર સહેલાઈથી ઉપલબ્ધ થવા જોઈએ. ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઇન નોર્થ અમેરિકાની જૈના એજ્યુકેશન કમિટીએ આ કાર્યની શુભ શરૂઆત કરી છે. જૈન ધર્મને સમજવા માટે, જાણવા માટે, જૈના એજ્યુકેશન કમિટીએ જૈન પાઠશાળા એજ્યુકેશન ની વિવિધ ચોપડીઓ પ્રકાશિત કરેલ છે. આ ચોપડીઓ ઉંમર પ્રમાણે ચાર વિભાગમાં વહેંચાયેલી છે અને પાંચમા ભાગમાં સંદર્ભ વિભાગના પુસ્તકો છે. આ પુસ્તકો ની pdf file - www.jaineLibrary.org વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #6 -------------------------------------------------------------------------- ________________ આ ચોપડીઓની હારમાળા તૈયાર કરવામાં વિવિધ પાઠશાળાનાં શિક્ષકો, કેળવણીકારો અને વિદ્યાર્થીઓનાં વિચાર, સૂચનો સામેલ છે. જૈના એજ્યુકેશન કમિટીનાં સભ્યો જુદાં જુદાં કેન્દ્રોની પાઠશાળાનાં શિક્ષકો છે, જેમણે અગણિત કલાકો આપી ખૂબજ કાળજીથી અને ખંતપૂર્વક આ ચોપડીઓ તૈયાર કરેલ છે. આ પાઠશાળાનાં શિક્ષકો જૈન વિદ્વાનો નથી. તેથી કદાચ આ પુસ્તકોનાં લખાણ (જૈન સિદ્ધાંત અને આચાર) ની રજૂઆતમાં કોઈ ખામી કે ક્ષતિ જણાય તો કૃપા કરી માફ કરશો. ખાસ વિનંતિ કરીએ કે આપ આ લખાણને વાંચો, પરીક્ષણ કરો, ઉપયોગ કરો અને કોઈ સૂચન હોય તો જરૂરથી જણાવશો. આ પુસ્તક જૈન દર્શન અને આચારની સરળ સમજ' મૂળ અંગ્રેજી પુસ્તકનું ગુજરતી છાયાનુવાદ છે. તેમાં લેખકે બે નવા પ્રકરણ ઉમેર્યા છે અને અમુક પ્રકરણોનો વિસ્તાર કરેલ છે. અહીં પ્રસ્તુત થયેલ અનુવાદનું કાર્ય સહેલું નથી હોતું. પરંતુ આ કાર્ય કુમુદબેન પાલખીવાલા (અમદાવાદ) એ ઘણા જ ઉત્સાહથી પુરું કર્યું તે બદલ તેમનો અને તેમને સહાયક થનારા દરેક વ્યક્તિઓનો ઘણો જ આભાર માનું છું. જો કોઈ છપાયેલ લખાણ, તીર્થંકરનાં સિદ્ધાંતો કે માર્ગદર્શન વિરુદ્ધ હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. મિચ્છામિ દુક્કડંમ પ્રવીણ કે. શાહ, અધ્યક્ષ જૈના એજ્યુકેશન કમિટી ૧૦ મે ૨૦૧૬ જૈન દર્શન અને આચારની સરળ સમજ 5 Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાક-કથન જૈના એજ્યુકેશન કમિટી દ્વારા પ્રકાશિત Jainism 901 - Reverence for Life પુસ્તકનો આ ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તકમાં જૈન અધ્યાત્મના સિદ્ધાંતો, કર્મ વિજ્ઞાન - તેના નવ તત્ત્વો તથા મુક્તિનો માર્ગ – સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્યફ ચારિત્રની સરળ સમજ, આચાર, પવિત્ર ગ્રંથો, ધાર્મિક તહેવારો, પ્રાર્થનાઓ, જૈન પ્રતીકો અને ભગવાન મહાવીરના જીવનને ટૂંકમાં સરળ રીતે સમાવી લેવામાં આવ્યા છે. અંગ્રેજી ભાષાનો ઊંડો અભ્યાસ કે ઉપયોગ ન હોય તેવી ગુજરાતી પ્રજાને આ પુસ્તક ઉપયોગી થઈ શકશે. જૈન ધર્મની પ્રાથમિક માહિતી આપતું આ પુસ્તક ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકતાં મને ગર્વ થાય છે. અને તે કામની તક આપવા બદલ જૈના એજ્યુકેશન કમિટીની આભારી છું. અહીં પ્રસ્તુત થયેલ અનુવાદનું કાર્ય સહેલું નથી હોતું. આવા સૈદ્ધાંતિક દ્રષ્ટિએ મહત્વના અનુવાદમાં શાસ્ત્રીયતા, નૈતિક્તા અને આધ્યાત્મિકતા જળવાઈ રહે, તેમજ જૈન ધર્મ અને જૈન દર્શનને લગતા પારિભાષિક શબ્દોનો યોગ્ય ઉપયોગ પણ થાય તે માટે તેમજ અનુવાદ અંગેના યોગ્ય સુચનો માટે હું પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદીઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય શ્રી અજયસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ (કોબા-અમદાવાદ) ની ખૂબ ખૂબ આભારી છું. શ્રી મહેંદ્રભાઇ અને ઇંદીરાબેન દોશી (Raleigh, NC, USA) એ આ લેખન ને જોઇને તેમાં રહેલી ક્ષતિઓને સુધારવાનું કામ કરી આપ્યું છે તેમ જ સુદેશભાઇ શાહ (અમદાવાદ) કપ્યુટરમાં મૂકવા બદલ અને અનીતાબેન પરિખ (Connecticut, USA) ને બૂકની ડીઝાઇન માટે હું સર્વેનો ઘણો જ આભાર વ્યક્ત કરૂ છું. કુમુદ પાલખીવાલા અનુવાદક જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિભાગ-૧ જૈન દર્શન.. ૦૧. જૈન પ્રાર્થના ૦૨. ભગવાન અને તીર્થંકર. 03. ભગવાન મહાવીર વિભાગ-૨ તત્વજ્ઞાન.. ૦૪. જૈન ધર્મની મૂળભૂત માન્યતાઓ.. ૦૫. સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો ૦૬. નવ તત્ત્વ અને કર્મ સિધ્ધાંત. ૦૭. કર્મોનું વર્ગીકરણ - પ્રકૃતિબંધના પ્રકારો ............. ૦૮. સંવર - નવા કર્મબંધને રોકવાના પ્રકારો. ૦૯. નિર્જરા - બાંધેલા કર્મોનો નાશ કરવાના ઉપાયો. ૧૦. પુણ્ય અને પાપ કર્મ. ૧૧. ગુણસ્થાન અથવા ગુણશ્રેણી. ૧૨. જૈન ધર્મમાં મુક્તિનો માર્ગ.......... વિભાગ-૩ જૈન આચાર ૧૩. આચારના પાયાના સિદ્ધાંતો અને વ્રતો. ૧૪. સાધુ અને શ્રાવકના આચારો... ૧૫. જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ. ૧૬. છ આવશ્યક અનુષ્ઠાનો ૧૭. જૈન યોગ. વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો.. ૧૮. જૈન મંદિરો.... ૧૯. જૈન પ્રતીકો. ૨૦. ધાર્મિક તહેવારો........ ૨૧. મુખ્ય સંપ્રદાયો. ૨૨. જૈન ધર્મગ્રંથો અને સાહિત્ય. જૈન દર્શન અને આચારની સરળ સમજ .10 .11 .16 ..20 ..24 .25 .27 ..37 .44 .51 59 ..63 .70 ..77 ..82 .83 ..88 ..94 .106 .108 .117 .118 .121 .124 .126 .130 7 Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ધાત ભારતના ઉપખંડમાં વિશ્વની ત્રણ મહાન પ્રાચીન ધર્મ સંસ્કૃતિનું ઉદ્ગમ છે. ત્યાં વિકસેલી એ સંસ્કૃતિ - હિંદુ ધર્મ (સનાતન ધર્મ અથવા વૈદિક ધર્મ), બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. તેમાં જૈન ધર્મ અને તેનું તત્ત્વજ્ઞાન આધ્યાત્મિક પરંપરામાં મહત્ત્વનાં સ્થાન ધરાવે છે. જૈન ધર્મની જીવન પદ્ધતિ અહિંસા, દયાભાવ અને સાદા (સંયમી) જીવન પર આધારિત છે. જેમાં આત્મા ક્રોધ, માન, માયા, અને લોભ જેવા કષાયો દૂર કરી, રાગ દ્વેષમાંથી બહાર નીકળી આત્માને શુદ્ધ કરી, ભગવાનની સર્વોપરિતા તરફ લઈ જાય છે. જૈન તત્વજ્ઞાન સમર્થનકારી અને આશાવાદી છે. આ પ્રક્રિયા તે કર્મના સિદ્ધાંતો (કર્મવાદ) ને નામે જૈનધર્મમાં સમજાવામાં આવી જૈન ધર્મની પ્રાચીન પરંપરા અને તત્ત્વજ્ઞાન “જિન” દ્વારા આપણા સુધી પહોંચાડાઈ છે. આ જિન, અરિહંત કે તીર્થકર તરીકે ઓળખાય છે. તેવા જૈન ધર્મમાં મુખ્ય ૨૪ તીર્થકરો છે. તેનું અનુસંધાન અનાદિ કાળથી ચાલ્યું આવે છે. ભગવાન મહાવીર સૌથી છેલ્લા (599 BCE થી 527 BCE) અને આદિનાથ ભગવાન સૌથી પહેલા તીર્થકર ગણાય છે. જૈનો કર્મવાદ, પુનર્જન્મ અને કર્મ અનુસાર સ્વર્ગ, નરક, મનુષ્ય કે પશુપણું પામી ચાર ગતિમાં ફરે છે. કાળક્રમે જીવનમાં સંયમ પાળી અને મહાપુરુષાર્થ વડે કષાયોને દૂર કરી વીતરાગ થઈ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવે અહિંસા એ જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે. જૈનો માને છે કે જીવ માત્ર પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા (ઘડનાર) છે. જૈન ધર્મ આત્મ-જાગૃતિ અને સ્વ પ્રયત્ન દ્વારા જ મોક્ષ પર નિર્ભર છે. જૈન ધર્મગ્રંથો જણાવે છે કે આ બ્રહ્માંડ (ચૌદ રાજ લોક) અને તેમાં રહેલા જડ અને ચેતન દ્રવ્યો સનાતન છે અને તેઓ સ્વયં સંચાલિત છે આ જડ અને ચેતન દ્રવ્યો સતત પરિવર્તનશીલ છે. કોઈ તેનો નાશ નહીં કરી શકે. જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ માને છે કે અનાદિ કાળથી આત્મા તેના સાચા સ્વરૂપથી અજ્ઞાન છે. અને તે કર્મના આવરણથી બંધાયેલો છે. કર્મને કારણે આત્મા એક જન્મમાંથી બીજા જન્મમાં જાય છે અને અજ્ઞાન આત્મા પોતાના રાગ અને દ્વેષ દ્વારા સુખ કે દુ:ખ ભોગવે છે અને નવા કર્મો બાંધે છે. આ કર્મમાંથી મુક્તિ મેળવવા માટે જૈન ધર્મમાં સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્યક ચારિત્ર - આ રત્નત્રયી માર્ગ સૂચવ્યો છે. મોક્ષના માર્ગમાં આગળ વધવા માટે દરેક વ્યક્તિમાં આ રત્નત્રયીનું સમાંતર (અભેદ) સ્થાન હોવું જોઈએ. શરૂઆતમાં દરેક વ્યક્તિએ આત્માનું અને પુદ્ગલ દ્રવ્યોનુ તથા કર્મ અંગેનું સાચું જ્ઞાન મેળવવું જોઈએ. આ જ્ઞાનથી તેને આત્માના સાચા સ્વરૂપનું ભાન થાય છે. અને પછી જ્યારે તેને તે જ્ઞાન ઉપર અતૂટ શ્રદ્ધા થાય તે સમયે તે આધ્યાત્મિક સ્થિતિને સમ્યક્ત અથવા આત્મજાગૃતિ કહેવાય છે. આ આત્માની આત્મજાગૃતિ એટલે કે સમ્યક્ત, તેને સમ્યક ચારિત્ર તરફ લઈ જાય છે. સમ્યક ચારિત્રમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. • જીવ માત્ર માટે દયા ભાવ અને અહિંસાનું આચરણ. ગૃહસ્થ જીવન જીવવામાં ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવવું. અન્ય ધર્મોની અને વ્યક્તિઓની માન્યતા અને વિચારોને સાપેક્ષ પણે સ્વીકારવા જેને અનેકાન્તવાદ કે સ્યાદ્વાદ કહે છે. ગૃહસ્થ જીવન જીવવામાં મર્યાદિત પરિગ્રહની જરૂર છે પરંતુ પરિગ્રહ પ્રત્યે સહેજ પણ મૂછ ન હોવી જોઇએ. • આત્મશુદ્ધિ કરવા સંયમ, તપ, અને ધ્યાનમય જીવન જીવવું. ટૂંકમાં, જૈન ધર્મ પ્રમાણે આત્માનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિનું છે. જીવન પ્રત્યેનો ઊંડો આદર, અહિંસા, દયાભાવ, અપરિગ્રહ અને ઈન્દ્રિયોને જીતવાથી તે પ્રાપ્ત થઈ શકે છે. આ બધા ગુણો વૈશ્વિક પ્રેમ અને જીવ માત્ર માટેની અનુકંપા દ્વારા વ્યક્ત થાય છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ જૈન દર્શન વિભાગ-૧ જૈન દર્શન 10 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૦૧. જૈન પ્રાર્થના ૦૧ જૈન પ્રાર્થના નમસ્કાર મહામંગલ સૂત્રનો પરિચય નમસ્કાર મહામંગલ સૂત્ર, નમસ્કાર મંત્ર, નવકાર મંત્ર અથવા નમોક્કાર મંત્રથી પણ જાણીતું છે. જૈન ધર્મમાં ઊંડો આદરભાવ સૂચવતા આ સૂત્રમાં પાંચ મહાન વિભૂતિઓના ગુણોને પ્રાર્થના દ્વારા વંદન કરવામાં આવે છે. અરિહંત (અંતરંગ શત્રુ ને નાશ કરનાર અને માનવ જાતને બોધ આપનાર), સિદ્ધ (મુક્ત આત્મા), આચાર્ય (જૈન ચતુર્વિધ સંઘના વડા), ઉપાધ્યાય (સંયમી તત્ત્વજ્ઞ અને શિક્ષક), તથા જગતના સર્વ સાધુઓ તથા સાધ્વીઓ, જેઓ પાંચ મહાવ્રતો - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાળે છે. તેઓ તેમની આચારક્રિયા આ પાંચે વ્રતો જળવાય એ લક્ષમાં રાખીને કરે છે. તેમના વિચારમાં અનેકાંતવાદ વર્તે છે. આ મહાન વિભૂતિઓ તેમના સદ્ગુણોને લીધે ઓળખાય છે અને પૂજાય છે, નહીં કે તેમની વ્યક્તિગત ઓળખને લીધે. આમ જગતના તમામ સાચા આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા સાધુ મહાત્માઓ ને અહીં વંદન કરવામાં આવે છે. જેવી રીતે પ્રકાશ ચારે બાજુનો અંધકાર દૂર કરે છે તેવી રીતે આ નમસ્કાર મહામંગલ સૂત્ર દ્વારા કરેલ વંદન આત્માના દિવ્ય ગુણોને જાગૃત કરે છે, પ્રકાશિત કરે છે. આ જૈન ધર્મની સનાતન અભિવ્યક્તિની પરાકાષ્ઠા છે. તે આપણી અંદરના જીવ વિજ્ઞાનને પ્રગટ કરે છે. તે જ્ઞાનનાં દિવ્ય ખજાનાની ચાવી છે. આ પાંચ સર્વોપરી સદ્ગુણોના ૧૦૮ ગુણો - વિશેષતાઓ આ પ્રમાણે છે. અરિહંતના ૧૨ ગુણો, સિદ્ધના ૮ ગુણો, આચાર્યનાં ૩૬ ગુણો, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭ ગુણો એમ કુલ ૧૦૮ ગુણો. જૈન નવકારવાળીના ૧૦૮ મણકા પાંચ મહાન પદોના ગુણોનું પ્રતીક છે. નમસ્કાર મહામંગલના નવ પદો છે, પહેલા પાંચ પદોમાં પાંચ પૂજનીય વ્યક્તિઓને પ્રણામ કરવામાં આવે છે અને બાકીના ચાર પદો પ્રણામનું મહત્વ સમજાવે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 11 Page #13 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ જૈન દર્શન નમો અરિહંતાણી નમો સિદ્ધાણll નમો આયરિયાણII નમો ઉવન્ઝાયાણll નમો લોએ સવ્વ સાહૂણll એસો પંચ નમુક્કારોll સવ્વ પાવપ્પણાસણો || મંગલાણં ચ સવ્વસિll પઢમં હવઈ મંગલં || નમો અરિહંતાણં ||. હું અરિહંતને વંદન કરું છું, કે જેમણે અંતરંગ શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા, લોભ ઉપર વિજય પ્રાપ્ત કરી પૂર્ણ જ્ઞાન, પારલૌકિક દ્રષ્ટિ, અનંત શક્તિ અને શુદ્ધ આચરણ પ્રાપ્ત કર્યા. આ રીતે તેમણે આત્માના બધા ગુણોનો ઢાંકનારા ચાર ઘાતી કર્મોનો નાશ કરી આત્માના અનંત ગુણોને પ્રગટ કર્યા. તેઓ સંપૂર્ણ આધ્યાત્મિક માનવ છે અને તેમણે માનવજાતને આધ્યાત્મિક થવાનો બોધ આપ્યો. જે જન્મ-મરણના ચકરાવાનો અંત લાવે છે અને મુક્તિ અપાવે છે. આ મહાત્માઓ આયુષ્ય પૂરું થયે બાકી રહેલા ચાર અઘાતિ કર્મોનો ક્ષય કરી, સપૂર્ણ શુદ્ધ આત્માને પ્રગટ કરી નિર્વાણ અને સિદ્ધપદ પામે છે. નમો સિદ્ધાણં || હું સિદ્ધ આત્માઓને વંદન કરું છું. જેમણે પૂર્ણતા અને સિદ્ધત્વ મેળવ્યું છે. તેઓ શુદ્ધ ચૈતન્યપૂર્ણ છે. તેઓને કોઈ કર્મ રહ્યા નથી તેથી તેમને શરીર નથી. બધા અરિહંત ભગવાન અને કેવળજ્ઞાની વ્યક્તિઓ નિર્વાણ (મૃત્યુ). પછી સિદ્ધ બને છે. 12 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #14 -------------------------------------------------------------------------- ________________ નમો આયરિયાણં || હું બધા આચાર્યોને વંદન કરું છું જેઓ શુદ્ધ આચારનું પાલન કરે છે. જેઓ જૈન સંઘના વડા છે. તેઓ અરિહંત ભગવાનની ગેરહાજરી માં મુક્તિનો માર્ગ સમજાવે છે. જે સમ્યગ્ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને એકબીજા સાથે સાંકળે છે. તેઓ ભૌતિક જીવન કરતાં આધ્યાત્મિક જીવનનું મહત્વ સમજાવે છે અને દયા તથા કરુણા થી ભરેલી અને કષાય વગરની સરળ જિંદગી જીવવાનો દરેકને બોધ આપે છે. ૦૧ જૈન પ્રાર્થના નમો ઉવજ્ઝાયાણં || હું ઉપાધ્યાયોને વંદન કરું છું કે જેઓ જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ કરી તેની યોગ્ય સમજૂતી આપનાર તત્વજ્ઞ વિદ્વાન છે. તેઓ જૈન ધર્મના સિદ્ધાંતો શીખવે છે અને તે સિદ્ધાંતોનું આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે પાલન કરી શકાય તે સમજાવે છે. નમો લોએ સવ્વ સાહૂણં || હું જગતના દરેક સાધુ અને સાધ્વીને પ્રણામ કરું છું. જેઓ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને પ્રતિજ્ઞાપૂર્વક આચરે છે અને એ રીતે આપણને પણ સાચું સરળ જીવન જીવવાની પ્રેરણા આપે છે. એસો પંચ નમુક્કારો || આ પાંચ મહાન આત્માઓને હું પ્રાર્થુ છું, પ્રણામ કરું છું. સવ્વ પાવપ્પણાસણો || પંચ પરમેષ્ઠીને કરેલા નમસ્કાર, મારા બધા પાપ અને નકારાત્મક વિચારોને નાશ કરવામાં સહાય કરે છે. મંગલાણં ચ સવ્વુસિં પઢમં હવઈ મંગલમ્ || આ પ્રાર્થના બધી કલ્યાણકારી પ્રાર્થનાઓમાં પ્રથમ મંગલ પ્રાર્થના ગણાય છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 13 Page #15 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ જૈન દર્શન ચાર શરણાં ચત્તારિ શરણે પવન્જામિ, અરિહંતે શરણે પવન્જામિ | સિદ્ધ શરણે પવન્જામિ, સાહૂ શરણે પવન્જામિ | | કેવલી પન્નત્ત ધર્મ શરણે પવન્જામિ || હું અરિહંત ભગવાનનું શરણું સ્વીકારું છું. હું સિદ્ધ ભગવંતનું શરણ સ્વીકારું છું. હું સાધુ ભગવંતનું શરણ સ્વીકારું છું. અને કેવલી ભગવંતે પ્રરૂપેલ ધર્મનું શરણું સ્વીકારું છું. આ ચારેનું શરણ સ્વીકારું છું. ગુરુ કૃતજ્ઞતાની (ઉપકારવશતા) પ્રાર્થના અજ્ઞાનતિમિરાન્ડાનાં, જ્ઞાનાંજન શલાકયા | નેત્ર ઉન્મીલિત યેન, તસ્મ શ્રી ગુરવે નમઃ || જેમણે મારી અંધકારમય અજ્ઞાનતાને દૂર કરવા જ્ઞાનરૂપી સળીથી અંજન કરી મારી અંતર દ્રષ્ટિ ખોલી છે, તે ગુરુને હું નમું છું. હવે મારા આંતર ચક્ષુ ખૂલી ગયા છે. જેમણે મારા અજ્ઞાનતાના પડો દૂર કરવામાં અને સાચું જોવાને શક્તિમાન કરવામાં મદદ કરી, તે ગુરુને હું વિનમ્રભાવે કૃતજ્ઞતા પૂર્વક પ્રણામ કરું છું. વિશ્વવ્યાપક ક્ષમાપના ખામેમિ સવજીવે, સવ્વ જીવા ખમંતુ મે | મિત્તી એ સવ્વ ભૂએસુ, વેરમ મન્ઝ ન કેણઈ || સર્વ જીવોને હું નમાવું છું, સર્વ જીવો મને ક્ષમા આપે, સર્વ જીવો સાથે મારી મૈત્રી છે, કોઈની સાથે મને વેર નથી, 14 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવ્યાપી શાંતિની પ્રાર્થના ઉપસર્ગા:ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લય: | મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે || અરિહંતની પ્રાર્થના દ્વારા સર્વ ના ઉપસર્ગો દૂર થાઓ, સર્વ વિઘ્નો દૂર થાઓ, સર્વનું મન અને હૃદય આનંદથી ભરપૂર રહો. વિશ્વવ્યાપી મિત્રતાનું પ્રતિબિંબ ૦૧ જૈન પ્રાર્થના શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ | દોષા: પ્રયાન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ || જગતના સર્વ જીવોનુ કલ્યાણ થાઓ, સર્વ જીવો પરોપકારમાં તત્પર બનો, સર્વ ના દોષો (પાપ) નાશ પામો, સર્વત્ર બધા જીવો સુખી થાઓ. શુદ્ધ આત્માની ભાવના દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય | હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય || આત્માનુભૂતિની શોધમાં નીકળેલામાં આ સાત મૂળભૂત ગુણો જેવા કે – દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય જોવા મળે છે જે ગુણો તેમને સતત જાગૃત રાખે છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ | થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ || રાગ, દ્વેષ અને અજ્ઞાન આ ત્રણ મુખ્ય કારણોથી આત્મા કર્મના બંધનથી બંધાય છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનની મુકિત એ જ માર્ગ મુક્તિનો છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ જૈન દર્શન ૦૨. ભગવાન અને તીર્થંકર જૈન ધર્મ એ સંપૂર્ણતઃ સમગ્ર સૃષ્ટિના જીવોની દયારૂપ ધર્મ છે. ભગવાન અને તીર્થંકર: જે વ્યક્તિઓ સ્વયં પુરુષાર્થથી સંયમ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત જીવન જીવીને અને કષાયોને દૂર કરીને સમ્પુર્ણ આત્મજ્ઞાન (સર્વજ્ઞતા) પ્રાપ્ત કરી આત્માનુભૂતિ વડે ધર્મનો ફેલાવો કરે છે. તેઓ આસક્તિ, રાગાદિભાવ અને દૈહિક જીવનના બંધનથી મુક્ત છે. જેથી તેમના જન્મ - મરણનાં ચકરાવાનો અંત થાય છે. જૈન ધર્મમાં આવી વ્યક્તિઓને જ ભગવાન અથવા તીર્થંકર મનાય છે. ભગવાન એટલે સર્જનહાર, રક્ષણકર્તા અને સૃષ્ટિનો નાશ કરનાર; એ સામાન્ય માન્યતા જૈનધર્મમાં નથી. વળી ભગવાન માણસનું રૂપ લઈ પાપનો નાશ કરવા સૃષ્ટિ પર ઉતરી આવે છે એ માન્યતા પણ જૈન દર્શનમાં નથી. જેમણે આપણને દુઃખમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો અને કરુણા પૂર્વક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સ્થાપી ધર્મરૂપ તીર્થ પ્રવર્તાવ્યુ તેઓને ભગવાન અથવા તીર્થંકર મનાય છે. માનવજાતના ઇતિહાસમાં જુદા જુદા સમયે જુદા જુદા તીર્થંકરોએ જૈન દર્શનના તત્ત્વને પ્રચલિત કરી, ચેતનવંતુ બનાવ્યું છે. અને તેઓએ સમય અને સ્થાનને અનુકૂળ આચરણવાળા જૈન સંઘની સ્થાપના કરેલ છે. આવા ઘણા મહાત્માઓ ભૂતકાળમાં થઈ ગયા અને ઘણા આવી જ આધ્યાત્મિક પ્રગતિ ભવિષ્યમાં કરશે. દરેક માનવમાત્રમાં આવી આધ્યાત્મિક પ્રગતિ કરવાની શક્તિ છે. જ્યારે માણસ પોતાના દુર્ગુણો જેવા કે ક્રોધ, માન, 16 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૦૨ ભગવાન અને તીર્થંકર માયા અને લોભને (કષાય અથવા મોહનીય કર્મને) સપૂર્ણ નાશ કરે ત્યારે તે વીતરાગ સ્થિતિ પામે છે. આ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી બાકીના ત્રણ ઘાતી કર્મો (દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, અને અંતરાય કર્મ) જડમૂળથી અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટની અંદર) નાશ પામે છે. આ રીતે તેઓને મોહનીય કર્મનો નાશ થવાથી શુદ્ધ ચારિત્ર્ય અને અનંત સુખ, દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મનો નાશ થવાથી કેવળદર્શન અને કેવળજ્ઞાન (પૂર્ણ સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન), અને અંતરાય કર્મનો નાશ થવાથી અનંત વીર્ય અનંત લબ્ધિ અને અનંત શક્તિ પ્રાપ્ત થાય છે. આ કેવળજ્ઞાનવાળી વ્યક્તિને બે માંથી એક કક્ષામાં મૂકી શકાય. (૧) અરિહંત, તીર્થકર અથવા જિન (૨) સામાન્ય કેવલી તીર્થકર કે અરિહંત તીર્થકર કે અરિહંત ધર્મ તીર્થને (ચતુર્વિધ સંઘને) સ્થાપિત કરે છે અને તેથી તેઓને ભગવાન તરીકે માનવામાં આવે છે. આ અરિહંત કે તીર્થકરો સૃષ્ટિના સર્જનહાર ભગવાન નથી પણ તેઓએ વ્યક્તિગત પ્રયત્નો દ્વારા ઇચ્છા અને દુઃખમાંથી મુક્તિ પામવાનું અંતિમ લક્ષ્ય પાર પાડ્યું છે. સામાન્ય કેવલી સામાન્ય કેવલી સ્થાપિત થયેલા ધાર્મિક તીર્થમાં ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે. અને તીર્થકરે જે ધર્મ બતાવ્યો છે તેનો બોધ આપે છે. કોઈપણ એક સમયે અને એક ક્ષેત્રમાં માત્ર એક જ તીર્થંકર પ્રવર્તે છે. જ્યારે સામાન્ય કેવલી ઘણા બધા હોય છે. આ ભરતક્ષેત્રમાં આ કાળનાં બધા તીર્થકરો ત્રીજા આરાના અંતમાં અને ચોથા આરાના સમયમાં જન્મે છે. અત્યારે આપણે પાંચમાં આરાના ઊતરતા અડધા ચક્રમાં છીએ જે દુઃખી આરો ગણાય છે. તેના કુલ ૨૧૦૦૦ વર્ષના ગાળામાંથી ૨૫૦૦ વર્ષ પસાર થઈ ગયા છે. આ સમયે ભરતક્ષેત્રમાં તીર્થકર ભગવાન અને કેવળજ્ઞાની વ્યકિતઓનો અભાવ છે. આગળ આવનારું કાળ ચક્ર ઊંધા એટલે કે ચડતા ક્રમે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ જૈન દર્શન અરિહંત, તીર્થકર અને સામાન્ય કેવલીના જુદા જુદા નામો: જૂના સમયમાં જૈન ધર્મ જુદા જુદા નામોથી જાણીતો હતો. તે નિગ્રંથનો ધર્મ અથવા જિનધર્મ અથવા શ્રમણ પરંપરાનો ધર્મ નામથી ઓળખાતો હતો વળી તેનો ફેલાવો કરનારા પણ જુદા જુદા નામથી ઓળખાતા હતા જેમ કે – અરિહંત, અહંત, તીર્થકર, જિન, નિગ્રંથ, કેવલી. આ બધા શબ્દો માનવ શરીરમાં રહેલા જૈન ભગવાન આત્મા (તીર્થંકર) ના જુદા જુદા ગુણોને રજૂ કરે છે. દરેક અડધા કાળ ચક્રમાં ચોવીસ જ તીર્થકર કે અરિહંત હોય છે. કેવળજ્ઞાની: કેવળજ્ઞાની (કેવલી) વ્યક્તિઓએ પૂર્ણ જ્ઞાન, અસીમ ગ્રહણ શક્તિ, શુદ્ધ આચાર અને અમાપ શક્તિ દ્વારા આત્માના ગુણોનો ઘાત કરનારા સર્વ કર્મોનો નાશ કર્યો. (જે ચાર ઘાતી કર્મોથી ઓળખાય છે). જેનાથી આત્માનું મૂળ સ્વરુપ પ્રાપ્ત થયું છે. નિગ્રંથ: જેમણે જીવનમાં રાગાદિ પૂર્વગ્રહ યુક્ત ગ્રંથિને કે બંધનને દૂર કર્યા છે. નોંધઃ નિગ્રંથ કે સામાન્ય કેવલીને અરિહંત કે તિર્થંકર ન કહેવાય કારણ કે અરિહંતને ૩૪ અતિશય – તિર્થંકર નામકર્મ હોય છે. જે નિર્ગથ કે કેવલીને નથી હોતા. તીર્થકર: જૈન દર્શનના શાશ્વત સિદ્ધાંતોને કેવળજ્ઞાની વ્યક્તિઓએ જુદા જુદા સમયમાં લોકોની આચારસંહિતા, પરંપરા અને વ્યવહારને લક્ષમાં રાખી સ્થળ, સમય અને સંજોગો પ્રમાણે સતત બોધ દ્વારા જેમણે તે સમયે ચતુર્વિધ; સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના જૈન સંઘની સ્થાપના કરી અરિહંતઃ જેમણે આંતરિક શત્રુઓ; ક્રોધ, માન, માયા, લોભનો સંપૂર્ણ નાશ કર્યો છે. અર્હત અથવા અરહંત: જેઓ સન્માન, સત્કાર કે પૂજા આદિ ને યોગ્ય છે. 18 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૦૨ ભગવાન અને તીર્થંકર જિન: જેમણે આંતરિક શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા, અને લોભને સંપૂર્ણ પણે જીતેલા છે. સિદ્ધ: બન્ને અરિહંત અને સામાન્ય કેવલી તેમના બાકી રહેલા ચાર અઘાતી કર્મો; નામ, શરીર અને તેની વેદના, ગોત્ર, અને આયુષ્ય ખપાવી ન દે ત્યાં સુધી માનવ જીવન જીવે છે. અને મૃત્યુ સમયે આ કર્મો નાશ પામે છે. જીવનના અંતે બન્ને અરિહંત અને સામાન્ય કેવલી મુક્તિ અથવા નિર્વાણ પ્રાપ્ત કરે છે. તે બધા આત્માઓ સિદ્ધોના નામે ઓળખાય છે. બધા જ સિદ્ધો અનન્ય અને વ્યક્તિગત આત્માઓ છે. તેઓ અનંતદર્શન, અનંતજ્ઞાન, સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર્યવાળા, અનંતવીર્યવાન, પૂર્ણ આનંદવાળા પવિત્ર આત્માઓ છે. તેઓ શરીર ધારણ કરતાં નથી. તેઓના ગુણો અને વિશેષતાઓને લક્ષમાં લેતા બધા સિદ્ધો સમાન છે. બધા અરિહંતો (શરીરધારી શુદ્ધાત્મા મનુષ્યો) અને સિદ્ધો (શરીર વગરના શુદ્ધ આત્માઓ) જૈનધર્મમાં ભગવાનને નામે ઓળખાય છે. સારાંશ: જૈન ભગવાન વ્યક્તિગત શુદ્ધ આત્મા છે અને પૂર્ણ આનંદમાં હોય છે. તેમના આત્માનું કદ અને આકાર તેમના છેલ્લા માનવ ભવ ઉપર આધાર રાખે છે. બ્રાહ્મણ અને હિંદુધર્મની જેમ તેમનો આત્મા સમગ્ર વિશ્વમાં મળીને એકરૂપ થતો નથી. 19 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #21 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ જૈન દર્શન 03. ભગવાન મહાવીર જૈન ધર્મના ચતુર્વિધ સંઘ સ્થાપક જૈન દર્શન શાશ્વત છે, પણ જુદા જુદા તીર્થંકરોએ જુદા જુદા સમયમાં લોકોની આચારસંહિતા, પરંપરા અને વ્યવહારને લક્ષમાં રાખી સ્થળ, સમય અને સંજોગો પ્રમાણે સતત બોધ આપ્યો છે. આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં આ યુગના ચોવીસમા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર અથવા વર્ધમાને (૫૯૯ બી સી થી ૫૨૭ બી સી) જૈન ધર્મના સિદ્ધાંતો અને તત્વજ્ઞાનનો ઉપદેશ તેમના પુરોગામી તીર્થંકર પાર્શ્વનાથ (૯૫૦ બી સી થી ૮૫૦ બી સી) અને તેમની પહેલાં થઈ ગયેલા બધા તીર્થંકરોના ઉપદેશ પ્રમાણે આપ્યો. પરંતુ તેમણે તે વખતના સ્થાન, સમય અને સંજોગોને અનુકૂળ ધર્મના આચાર અને ધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર કર્યો અને નવા જૈન સંઘની સ્થાપના કરી. આજના જૈન ધર્મગ્રંથો ભગવાન મહાવીરે સમજાવેલ જૈન ધર્મના સિદ્ધાંતો તથા તેમણે આપેલા બોધનું અને આચારનું સંકલન છે 20 ભગવાન મહાવીરનું જીવન ભગવાન મહાવીર રાજકુમાર હતા. તેમનાં જન્મ સમયનું નામ વર્ધમાન હતું. રાજા સિદ્ધાર્થના તથા માતા ત્રિશલાના પુત્ર હોવાને લીધે તેમને તમામ દુન્યવી સુખ અને સુવિધા હતી. છતાં ત્રીશ વર્ષની ઉંમરે તેમણે પોતાનું કુટુંબ, જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૦૩ ભગવાન મહાવીર રાજ દરબાર અને પરિગ્રહનો ત્યાગ કર્યો અને પોતાના અને જીવમાત્રના જીવનમાંથી કષ્ટ, પીડા અને દુઃખને નાશ કરવાનો માર્ગ શોધવા સાધુ બન્યા. આ રીતે સાધુ બની ઉઘાડા પગે તેઓ વિચર્યા. તેઓ મનુષ્ય, પશુ, પક્ષી, જીવ-જંતુ અને વનસ્પતિ કે જીવમાત્રને દુઃખ ન પડે તેની ખાસ કાળજી રાખતા. કરુણાથી પ્રેરાઈને તેમણે રાખેલ એક જ વસ્ત્રનું દાન પણ એક ગરીબ વ્યક્તિને કર્યું અને પછી આખી જિંદગી વસ્ત્ર વગર રહ્યા. આંતરિક બળ મેળવવા તેઓએ સાડા બાર વર્ષ સતત આત્માનું ધ્યાન કર્યું. અને તે દરમ્યાન આહાર પણ ભાગ્યે જ લેતા. તેમના જીવનમાં આવેલ ઉપસર્ગો અને પરિષહોને તેઓ સ્વસ્થ અને શાંત રહીને પસાર કરતા હતા. ઉપરાંત પોતાની ઇચ્છા અને આસક્તિને જીતવા તેઓ સંપૂર્ણ મૌન રાખતા અને મધ્યસ્થ ભાવે જ રહેતા. ધીમે ધીમે તેમની આત્મિક શક્તિ વિકસી અને તેમને પ્રત્યક્ષ અને પરિપૂર્ણ જ્ઞાન, અમાપ શક્તિ અને શુદ્ધ આચાર જે માનસિક પીડા કે સંતાપથી મુક્ત હોય તેનો સાક્ષાત્કાર થયો અનુભવ થયો). એટલે કે ધ્યાનની શકિતથી આત્માના સર્વ મૂળ ગુણો પ્રગટ થયા અને તે ગુણોને રોકનાર ચારેય ઘાતી કર્મોનો નાશ થયો. આ સાક્ષાત્કારને કેવળજ્ઞાન કહેવાય છે. તેઓ સર્વજ્ઞા વીતરાગ થયા. પછીના ત્રીસ વર્ષ ભગવાન મહાવીર આખા ભારતમાં ફર્યા અને જે સનાતન સત્યનો અનુભવ કર્યો તેનો ઉપદેશ આપ્યો. તેમણે જૈન દર્શન પ્રમાણે તેમની પહેલાં થઈ ગયેલા ભગવાન પાર્શ્વનાથ અને બીજા બધા તીર્થકરોએ જે બોધ આપ્યો હતો તેની પરંપરા જાળવી નવા જૈન સંઘની સ્થાપના કરી. ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રતને જુદું જ મહત્વ આપી ભગવાન પાર્શ્વનાથના ચાર વ્રતને બદલે પાંચ મહાવ્રતથી તેના આચારમાં વધારો કર્યો. તેમણે સામાયિક, પ્રતિક્રમણ વિગેરે ૬ આવશયક ક્રિયા દરરોજ પાલન કરવાનું જૈન દર્શન અને આચારની સરળ સમજ 21 Page #23 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ જૈન દર્શન તેમના શિષ્યોને સમજાવ્યું. તેમણે કરેલા ફેરફારો આધ્યાત્મિક પ્રગતિ માટે તે સમયે જરૂરી હતા. આમ ભગવાન મહાવીરે સમય અનુકૂળ ધર્મના આચારમાં મહાન સુધારા કરીને તેને વ્યવસ્થિત કર્યો. જીવમાત્ર જન્મ-મરણના ફેરાથી દુ:ખથી અને પીડાથી કેવી રીતે મુક્ત થાય અને કાયમી શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકે એ જ એમના બોધનો અંતિમ હેતુ હતો. આ અવસ્થા મુક્તિ, નિર્વાણ કે મોક્ષના નામથી ઓળખાય છે. ૭૨ વર્ષની ઉંમરે (૫૨૭ બી સી) ભગવાન મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. એમના શુદ્ધ આત્માએ અંતિમ દેહ છોડી દીધો અને સંપૂર્ણ મુકિત પામ્યા. તેઓ સિદ્ધ બન્યા. તેઓ શુદ્ધ ચૈતન્યપૂર્ણ અને કર્મ રહિત શુદ્ધ આત્માની કાયમી સિદ્ધ અવસ્થા પામ્યા. તેમના નિર્વાણની સંધ્યાએ, તેમની આધ્યાત્મિક ઉન્નતિને માન આપવા લોકોએ દીપ પ્રગટાવી દીપાવલીનો તહેવાર ઉજવ્યો. હાલના જૈન કેલેન્ડર પ્રમાણે વર્ષનો એ અંતિમ દિવસ છે. ભગવાન મહાવીરનો ઉપદેશ ભગવાન મહાવીરે સર્વને કરુણા અને સરળ જિંદગી માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કરવાનો બોધ આપ્યો. ભગવાન મહાવીરે ભારપૂર્વક કહ્યું કે પ્રત્યેક જીવમાત્રનો આકાર, રૂપ, દેખાવ, પંથ કે આધ્યાત્મિક મોભો ધ્યાનમાં રાખ્યા વિના બધા સમાન છે અને આપણે તેમને માન અને પ્રેમ આપવા જોઈએ અને કરુણા રાખવી જોઇએ. આ રીતે તેમણે વિશ્વપ્રેમનો બોધ આપ્યો. તેમના બોધ પ્રમાણે, આપણે આપણી જરૂરિયાતો ઓછી કરવી જોઈએ, ઇચ્છાઓ ઘટાડવી જોઈએ, અને વપરાશને મર્યાદિત કરવી જોઈએ. કુદરતની 22 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૦૩ ભગવાન મહાવીર કોઈપણ સાધન-સામગ્રીનો દુરુપયોગ અથવા જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ કરવો તે ચોરી અને હિંસા જ છે. ભગવાન મહાવીરે કહ્યું કે જીવંત શરીર એ લોહી માંસનું એકલું માળખું (કલેવર) નથી પણ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત સુખવાળા આત્માનું ઘર છે. ભગવાન મહાવીરના આ સંદેશામાં વ્યક્તિની સ્વતંત્રતા અને આધ્યાત્મિક આનંદનું પ્રતિબિંબ જોવા મળે છે. ભગવાન મહાવીરે સમજાવ્યું કે વિશ્વનો અને તેમાં રહેલા તત્વોનો કોઈ આરંભ કે અંત નથી. તેથી તેમણે ભગવાન સૃષ્ટિના સર્જક, રક્ષક કે ભક્ષક છે એ વાતને સ્વીકારી નથી. સંપૂર્ણ સત્ય કોઈ એક ચોક્કસ વિચારથી ગ્રહણ કરી શકાય નહીં. સંપૂર્ણ સત્ય તો વ્યક્તિગત જુદા જુદા વિચારો ભલે તે વિરોધાભાસી લાગે છતાં તે બધાનો સરવાળો છે, માટે બધી પરિસ્થિતિઓને સમાન દ્રષ્ટિથી જોવી જોઈએ. ગમોઅણગમો રાખ્યા વગર તેમણે જીવન પ્રત્યેનો વિધેયાત્મક અનેકાંત અભિગમ અને સ્વપુરુષાર્થનું મહત્વ સમજાવ્યું. ધર્મનું આચરણ લોભ કે અંદરના ભય વગર કરવાનું તેમણે સૂચવ્યું. ભૌતિક સુખ અને અંગત લાભ માટે કોઇ પણ દેવ-દેવીઓને ભજવા તે સાચા આધ્યાત્મિક માર્ગથી વિરુદ્ધ છે. ભગવાન મહાવીરનો બોધ આત્માની આંતરિક સુંદરતા અને સુમેળને પ્રતિબિંબિત કરે છે. તેમણે ધર્મને જટિલ ક્રિયાકાંડથી મુક્ત કરી સરળ અને સહજ બનાવી દીધો. નોંધ – અત્યારના સમયમાં અંગત લાભ માટે કે ભયને દૂર કરવા આપણે દેવ-દેવીઓની પુજા,પ્રાર્થના અને પૂજન કરીએ છીએ તેમ જ કેટલીક જટિલ ધાર્મિક વિધિ જૈન ધર્મમાં જોવા મળે છે તે વિધિઓ છેલ્લા સો બસો વર્ષ માં દાખલ થયેલ છે જેને કારણે ધાર્મિક વિધિઓમાંથી સાદગી જતી રહી છે અને ધર્મનો મહદ્ અંશે દેખાવ વધી ગયો છે જે ભગવાન મહાવીરના ઉપદેશથી તદ્દન વિરૂધ્ધ છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 23 Page #25 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન વિભાગ-૨ તત્વજ્ઞાન 24 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #26 -------------------------------------------------------------------------- ________________ • નીચેની યાદી જૈન ધર્મની મુખ્ય માન્યતાઓનો સારાંશ છે. સૃષ્ટિની અને તેમાં રહેલા મૂળદ્રવ્યોની કોઈ શરૂઆત નથી કે કોઈ અંત નથી અને તે સ્વયંભૂ સનાતન અને શાશ્વત છે. કોઈએ તેનું સર્જન કર્યું નથી અને કોઈ તેનો નાશ કરી શકે તેમ નથી. • • • · ૦૪ જૈન ધર્મની મૂળભૂત માન્યતાઓ • ૦૪. જૈન ધર્મની મૂળભૂત માન્યતાઓ સૃષ્ટિના બંધારણમાં છ મુખ્ય તત્વો કે પદાર્થ અસ્તિત્વ ધરાવે છે જે “દ્રવ્ય” ને નામે ઓળખાય છે. તે જીવાસ્તિકય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ છે. આ છ એ તત્ત્વો (દ્રવ્યો) શાશ્વત છે. તેમનામાં દરેક સમયે સતત અગણિત પરિણમન થતા હોય છે. તેમ છતાં તે એક તત્વમાંથી બીજામાં પરિવર્તન થતા નથી અને પોતાના અંતર્ગત ગુણોને પકડી રાખે છે. જીવ અથવા આત્મા એક જ જીવંત તત્વ છે જે ચેતન છે. દરેક જીવતો જીવ આત્મા છે. આ સૃષ્ટિ ઉપર અનંત આત્માઓ અસ્તિત્વ ધરાવે છે. અને તે બધા જ વ્યક્તિગત રીતે અલગ અને અજોડ છે. બાકીના પાંચ તત્ત્વો અજીવ છે. અનંતકાળથી આત્મા અજ્ઞાનથી (મિથ્યાત્વ) તેના સાચા સ્વરૂપને જાણતો નથી અને શરીરને જ આત્મા માનીને વર્તે છે. અને કર્મ બંધનના નિમિત્તથી અજ્ઞાની આત્મા આવા ભ્રમમાં વર્તવાનુ ચાલુ રાખે છે. કર્મથી બંધાયેલ આત્મા કર્મ ભોગવતી વખતે પોતાના અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયથી સતત નવા કર્મોથી આકર્ષાય છે અને નવા કર્મો બાંધે છે. આ કર્મને કારણે જ આત્મા એક જન્મથી બીજા જન્મના ફેરા કર્યા કરે છે અને સુખ, દુઃખ કે પીડાની પરિસ્થિતિમાંથી પસાર થયા કરે છે. શુદ્ધ આત્માને કોઈ કષાય જેવા કે ક્રોધ, માન, માયા અને લોભ હોતા નથી. એટલે કે શુદ્ધ આત્માને કોઈ કર્મ લાગેલા હોતાં નથી અને નવા કર્મો લાગતાં નથી. શુધ્ધ આત્મામાં પૂર્ણ જ્ઞાન, પારલૌકિક દ્રષ્ટિ, અનંત જૈન દર્શન અને આચારની સરળ સમજ 25 Page #27 -------------------------------------------------------------------------- ________________ • • વિભાગ-૨ તત્વજ્ઞાન શક્તિ અને વીર્ય હોય છે. વળી અશરીરી હોઇ વિઘ્ન વગર અનંત મોક્ષનું સુખ અનુભવે છે. 26 આત્મા તેના અશુદ્ધ રૂપમાં (આત્માને વળગેલા કર્મો-કષાયો ના કારણે) હોય ત્યારે તે આત્મા વિશે વિપરીત જ્ઞાન અને શ્રધ્ધા ધરાવે છે. તેની સમજ અને શકિત પણ મર્યાદિત હોય છે. તેથી શરીર અને તેની મર્યાદાઓ તેને સુખ અને દુઃખનો અનુભવ કરાવે છે. આત્માનું અંતિમ લક્ષ્ય તેના શુદ્ધ સ્વરૂપની ઓળખ અને સમજ. અને તે સ્વરૂપને પ્રાપ્ત કરીને દુઃખમાંથી મુક્તિ મેળવવાનું છે. જૈન ધર્મ માને છે કે શુદ્ધ આત્માના સ્વરૂપનું સાચું જ્ઞાન, તે જ્ઞાન ઉપર શ્રદ્ધા અને તેને યોગ્ય આચાર આપણા કષાયોને દૂર કરે છે. અને તેથી કર્મના બંધન સતત કપાય છે અને અંતે કર્મથી મુક્ત થવાય છે. જૈન ધર્મ માને છે કે જીવ માત્ર પોતે જ પોતાના ભાગ્યને ઘડે છે તેઓ સ્વપ્રયત્ન અને આત્મનિર્ભરતા ઉપર જ તેમની સાંસારિક જવાબદારીઓ અને આત્મોદ્ધાર અથવા મુક્તિનો (વિશ્વાસ) આધાર રાખે છે. સંપૂર્ણ સત્ય ક્યારેય એક જ દ્રષ્ટિકોણથી જાણી શકાય નહીં. ધર્મનું સાચું વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે દરેક પરિસ્થિતિ અને વિચારનું બહુવિધ યથાર્થ સમજપૂર્વક વિચાર કરી તેને વિધેયક રીતે સ્વીકારવું જોઈએ. આ વિચારધારાને “અનેકાંતવાદ” કહે છે. જૈન ધર્મ માનતો નથી કે એવી કોઈ અલૌકિક શક્તિ છે જેને આપણે ખુશ કરીશું તો આપણને મદદ કરશે અને વિઘ્ન નાંખીશું તો દુઃખ આપશે. જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૦૫ સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો 0પ. સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો સૃષ્ટિનો સ્વભાવ જૈન દર્શન માને છે કે સૃષ્ટિનો આરંભ કે અંત નથી અને તે સ્વયંભૂ શાશ્વત અને સનાતન છે. છ મૂળ તત્ત્વો જે દ્રવ્યના નામે ઓળખાય છે તે સૃષ્ટિનું બંધારણ કરે છે. આ છ એ દ્રવ્યો સનાતન હોવા છતાં તે સ્વયં સતત અગણિત પરિવર્તન પામે છે જેને પર્યાય (અવસ્થા) કહે છે. આ પરિવર્તન પ્રક્રિયા દરમ્યાન કશું જ નાશ નથી પામતું કે નવું નથી બનતું. તે મૂળ તત્ત્વો અને તેના મૂળ ગુણો બદલાયા વગર એના એ જ રહે છે. આ ગુણોના સમૂહને જ દ્રવ્ય કહેવાય છે. ભગવાન મહાવીર આ આખી ઘટનાને નીચેના સૂત્રના ત્રણ પદોથી સમજાવે છે જે ત્રિપદીથી ઓળખાય છે. ત્રિપદી उप्पन्नेइ वा, विगमेइ वा, धुवेइ वा || દ્રવ્યના પર્યાય નું ઉત્પન્ન થવું, દ્રવ્યના પર્યાય નો નાશ થવો, અને દ્રવ્યના મુળ ગુણો કાયમ રહેવા. તેમણે ઉપદેશ આપ્યો કે અસ્તિત્વના દરેક દ્રવ્યો (જે સત થી ઓળખાય છે) તે દ્રવ્યના ગુણોથી તે કાયમી છે પણ પરિવર્તનથી દરેક સમયે તેમાં નવા પર્યાય ઉત્પન્ન થાય છે અને જુના પર્યાય નાશ પામે છે. સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો આત્મા કે જીવ એક જ ચેતન દ્રવ્ય છે. બાકીના પાંચ તત્ત્વો અજીવ છે. તેઓ ભેગા થઇને અજીવ દ્રવ્ય તરીકે પણ ઓળખાય છે. વળી અજીવ તત્ત્વોમાં પુદ્ગલ સિવાયના બીજા તત્ત્વો પક્ષ દ્વારા જોઈ શકાતા નથી. પણ આપણને મૂક સેવક તરીકે સહાય કરે છે. તે સમસ્ત વિશ્વમાં વ્યાપી રહ્યાં છે. નીચે છ મૂળભૂત તત્વો કે દ્રવ્યોની યાદી છે, કે જે સૃષ્ટિનું નિર્માણ કરે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 27 Page #29 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન ધ દ્રવ્ય અસ્તિગુણ વ્યાખ્યા ગુણ જીવ જીવાસ્તિકય આત્મા અથવા ચેતન અરૂપી દ્રવ્ય પુદ્ગલ પુદ્ગલાસ્તિકાય વર્ણ, ગંધ, રસ, રૂપી દ્રવ્ય સ્પર્શવાળું ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને માટે અરૂપી દ્રવ્ય ગતિ સહાયક દ્રવ્ય અધર્મ અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને માટે અરૂપી દ્રવ્ય સ્થિતિ સહાયક દ્રવ્ય આકાશ આકાશાસ્તિકાય સર્વ પદાર્થોને જગા અરૂપી દ્રવ્ય આપવામાં સહાયક દ્રવ્ય કાળ અરૂપી દ્રવ્ય * કાળ અસ્તિકાય દરેક દ્રવ્યના નથી પરિવર્તનમાં સહાયક કરનારું તત્વ અસ્તિકપ્રદેશ, કાય=સમૂહ. પ્રદેશોનો સમૂહ તે અસ્તિકાય. * કાળને અસ્તિકાય કહેવાય નહીં કારણકે કાળના અણુઓનો સમૂહ થઈ શકે નહીં (વર્તમાન કાળનો અણુ અને ભવિષ્ય કાળનો અણુ એક સાથે ભેગા થઈ ન શકે). જીવ અથવા આત્મા આત્મા એક જ જીવંત તત્વ છે. જે ચેતન છે અને જ્ઞાન ધરાવે છે, આ સૃષ્ટિ પર અનંત આત્માઓ અસ્તિત્વ ધરાવે છે. તેના શુદ્ધ સ્વરૂપમાં (કાર્મણવર્ગણા વગરના) આત્મા શુદ્ધ જ્ઞાન, પારલૌકિક દ્રષ્ટિ, અનંત શક્તિ અને વિપ્ન વગર અનંત સુખ ધરાવે છે. જ્યારે કાશ્મણ વર્ગણાવાળો આત્મા મર્યાદિત જ્ઞાન, 28 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૦૫ સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો શક્તિ, સૂઝ અને સમજવાળો તથા દેહધારી હોય છે. આને લીધે તેને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધાત્મા તેના અમર્યાદિત ગુણોથી જણાય છે અને અશુદ્ધ આત્મા મર્યાદિત દોષ ગુણોથી ઓળખાય છે. આ દ્રવ્ય ફક્ત લોકાકાશમાં જ વ્યાપેલ છે. લોકાકાશની બહાર તેનું અસ્તિત્વ નથી પુદ્ગલ તત્વ અને કર્મરજ પુદ્ગલ અજીવ તત્વ છે. બધા રૂપી (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ) દ્રવ્યો પુદ્ગલ કહેવાય છે. પણ કેટલાક પુદ્ગલ અત્યંત સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતા નથી. વળી બીજા પાંચ મૂળભૂતદ્રવ્યો-જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ પણ અરૂપી છે. જગતની રચનામાં ઘણા પ્રકારના પુદ્ગલો વ્યાપેલા છે. જે કાંઈ આપણે જોઈએ છીએ, સ્પર્શીએ છીએ કે અનુભવીએ છીએ તે તો પુદ્ગલ દ્રવ્ય છે પણ તે ઉપરાંત ધ્વનિ, પ્રકાશ, અંધકાર, રંગ અને ગંધ પણ જુદા જુદા પ્રકારના પુદ્ગલ દ્રવ્યો છે તેમ જૈન ધર્મ માને છે. વર્ગણા આ જગત ઘણા પ્રકારના પુદ્ગલ દ્રવ્યોથી ભરેલું છે. તે બધા દ્રવ્યોમાં જીવ માત્ર આઠ પ્રકારના પુદ્ગલ દ્રવ્યો સાથે જ પ્રતિક્રિયા કરે છે જેને વર્ગણા કહેવાય છે. વર્ગણાના નામ કાર્ય ઔદારિક વર્ગણા ઔદારિક શરીર (આપણુ શરીર)ની રચના કરે છે. વૈક્રિય વર્ગણા દેવ અને નારકીના શરીરની રચના કરે છે આહારક વર્ગણા આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધેલા સાધુભગવંતો પાસે આ શરીર બનાવવાની શકિત હોય છે. તે કદમાં ઘણું નાનું હોય છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 29 Page #31 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન તેજસ વર્ગણા ભાષા વર્ગણા ગરમી અને પાચન શક્તિની ક્રિયા આ વર્ગણા થી થાય છે જીવ જે શક્તિ વડે ભાષા યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી વચનમાં પરિણમાવે છે. મનને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી વિષય ચિંતનમાં પરિણમાવે છે. જીવ જે શક્તિ વડે શ્વાસોચ્છાસ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. મન વર્ગણા શ્વાસોચ્છાસ વર્ગણા કાર્પણ વર્ગણા કાર્મણ શરીર એટલે કે જીવ સાથે બંધાયેલ કર્મનો થ્થો તે કાર્મણ શરીર. આ અતિ સૂક્ષ્મ દ્રવ્ય છે. ઔદારિક અને વૈક્રિય વર્ગણાઓ કદમાં મોટી હોવાથી જોઈ શકાય છે જ્યારે બીજી વર્ગણાઓ કદમાં ઘણી સૂક્ષ્મ હોય છે તેથી તે જોઇ શકાતી નથી. જ્યારે આ વર્ગણાઓ આત્માના સંબંધમાં આવે છે ત્યારે તેના લક્ષણો જણાઈ આવે છે. જેમકે સ્પર્શ, રસ, ગંધ, દૃશ્ય અને રંગ. અતિ સૂક્ષ્મ દ્રવ્ય (આઠે વર્ગણાનું નાનામાં નાનું કદ) કાશ્મણ વર્ગણા છે આ દ્રવ્ય દ્રશ્યમાન નથી પણ તે ભૌતિક દ્રવ્ય છે તેમ જૈન ધર્મ માને છે. આ દ્રવ્ય ફક્ત લોકાકાશમાં જ વ્યાપેલ છે. લોકાકાશની બહાર તેનું અસ્તિત્વ નથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય - ગતિ અને સ્થિતિના સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાયનો ગુણ જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયક એટલે કે નિમિત્ત થવાનો છે. અધર્માસ્તિકાયનો ગુણ તે દ્રવ્યોને સ્થિર થવામાં સહાયક છે. આમ આ બંને દ્રવ્યો જીવ અને પુદ્ગલ ને ગતિ કે સ્થિતિ કરવાના કારણભૂત નથી પણ તેઓ તેમની ગતિ કે સ્થિતિમાં સહાયક છે. વળી આ બન્ને દ્રવ્યો ફક્ત લોકાકાશમાં જ વ્યાપેલા છે. લોકાકાશની બહાર તેઓનું અસ્તિત્વ નથી. (30 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૦૫ સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો આકાશ – જગા આપવામાં સહાયક દ્રવ્ય આખી સૃષ્ટિ બે ભાગમાં વહેંચાયેલી છે. લોકાકાશ (વિશ્વ) અને અલોકાકાશ (બાકીનો ખાલી ભાગ). લોકાકાશ – અવકાશનો કેટલોક ભાગ કે મોક્ષ જે બાકીના પાંચ દ્રવ્યોવાળો છે તે લોક કે લોકાકાશ (સૃષ્ટિ) ના નામથી ઓળખાય છે. તે સીમિત ઉપરનું વિશ્વ અને દ્રષ્ટિ મર્યાદાવાળો છે. લોકાકાશ ચાર પેટાભાગોમાં વહેંચાયેલો છે. ઉપરનું વિશ્વ – (મધ્ય અલોકાકાશ અહીં વૈમાનિક દેવો, રૈવેયક (અલોકાકાશ દેવો, અને અનુત્તર દેવો રહે જગત છે. અહીં તેઓનું મર્યાદિત વર્ષોનું જીવન હોય છે પછી તેઓ મનુષ્ય અથવા તિર્યંચ નીચેનું (નિમ્ન) ભવમાં જન્મે છે. લોકાકાશનો જગત સૌથી ઉપરનો પ્રદેશ જ્યાં સિદ્ધાત્માઓનો વાસ છે તેને મોક્ષ કહે છે. તેઓ લોકાકાશ અનંતકાળ સુધી કાયમી રહેશે. મધ્ય જગત – અહીં જ્યોતિષ્ક દેવ, મનુષ્ય, તિર્યંચ અને વ્યંતર દેવો રહે છે. સૃષ્ટિનો આ એક જ પ્રદેશ એવો છે કે જ્યાંથી મનુષ્ય જ્ઞાન પામે છે જૈન દર્શન અને આચારની સરળ સમજ 31 Page #33 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન અને જ્ઞાનથી આત્મબળ ખીલે છે અને તેનાથી છેવટે મુક્તિ મેળવે નીચેનું (નિમ્ન) જગત – આ પ્રદેશમાં ભવનપતિ દેવો અને નારકી જીવો (ભારે દુષ્ટ, શેતાની) રહે છે. અહીં સાત નરક છે. પહેલી ત્રણ નારકી જીવોને પરમાધામી દેવો ત્રાસ અને પીડા આપે છે. આ પરમાધામી દેવો ભવનપતિ દેવોની એક જાત છે. પછીની નરકોમાં નારકીના જીવો એક બીજાને ત્રાસ આપે છે અને તે ગ્યા ભયંકર ગરમી અને ઠંડીવાળા વાતાવરણની હોય છે તે ત્રાસદાયક ગ્યા હોય છે. તેમના મૃત્યુ પછી તેઓ તિર્યંચ કે મનુષ્ય તરીકે જન્મે છે. અલોકાકાશ લોકાકાશની બહારના અનંત વિસ્તારને અલોકાકાશ કહે છે જે લોકાકાશથી અનંત ગણો મોટો અને ખાલી છે. કાળ (સમય). જીવ અને પુદ્ગલના અસ્તિત્વની અવસ્થા સતત બદલાતી રહે છે જેને પર્યાય કહે છે. આ બદલાતી અવસ્થાની ગણતરીને કાળ કહે છે. કાળ અથવા સમયને લગતા બે મતો જૈનધર્મમાં પ્રવર્તે છે. 1. કાળ એ કાલ્પનિક વાત છે, તેનું વાસ્તવિક કોઈ અસ્તિત્વ નથી. તેઓ | માને છે કે સૃષ્ટિના બંધારણમાં છ નહીં પણ મૂળભૂત પાંચ દ્રવ્યો છે. 2. કાળના બંધારણમાં અગણિત પુદ્રલો રહેલા છે. કાળના નાનામાં નાના અવિભાજ્ય ભાગને સમય કહે છે. એકત્ર થયેલા સમયને પળ, સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, મહિનો, વર્ષ એમ કહેવાય છે. અરિહંત કે કેવલીના જ્ઞાનમાં અંકિત થયેલા સારભૂત તત્વ માં નાનામાં નાના ફેરફારને સમય કહે છે. જે કાળનું મૂળ એકમ છે. 32 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #34 -------------------------------------------------------------------------- ________________ સુખમ સુખમ સુખમ સુખમ દુઃખમ દુઃખમ સુખમ્ દુઃખમ 3 6 ઉત્સર્પિણી કાળના 2 દુઃખમ દુઃખમ કાળ ૦૫ સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો 1 6 5 અવસર્પિણી કાળ 2 દુઃખમ દુઃખમ દુઃખમ સુખમ સુખમ સુખમ સુખમ દુઃખમ દુઃખમ સુખમ્ જૈન ધર્મ ઐતિહાસિક કાળને ચક્રાકારમાં બારીકાઇથી જોવે છે. કાળચક્ર તે કોઈ ચક્ર નથી પણ પરિવર્તનશીલ હોવાથી તેને સમજવા માટે તે શાબ્દિક પ્રયોગ છે. નીચે ઊતરતા કાળચક્રને અવસર્પિણી (અર્ધચક્ર) અને ઉપર જતાં કાળચક્રને ઉત્સર્પિણી (બાકીનું અર્ધ ચક્ર) કહે છે. આખા કાળચક્રને કલ્પ કહે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ પ્રથમ અર્ધ ચક્ર ઊતરતા ક્રમમાં આગળ વધે છે, જે અવસર્પિણી કાળ તરીકે ઓળખાય છે. જ્યાં માનવીનાં સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ, શરીરનું કદ, શારીરિક બળ અને આયુષ્ય સતત ઊતરતા ક્રમમાં હોય છે એટલે ઘટતા જાય છે. 33 Page #35 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન બીજું અર્ધચક્ર ચઢતા ક્રમમાં આગળ વધે છે. ચઢતું અર્ધચક્ર – જે ઉત્સર્પિણી કાળ તરીકે ઓળખાય છે. જ્યાં માનવીનાં સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ, શરીરનું કદ શારીરિક બળ અને આયુષ્ય સતત વધતાં હોય છે. આખા કાળચક્રનો કુલ સમય ૨૦ ક્રોડાકોડ સાગરોપમ = ૨૦ X ૧૦ E૭ X ૧૦ E૭ સાગર ટૂંકમાં તે ૨૦ ક્રોડાકોડ (૨૦ E14 અથવા ૨૦ X૧૦,૦૦૦,૦૦૦ X ૧૦,૦૦૦,૦૦૦) સાગર કાળ. દરેક અર્ધચક્રને છ પેટા ભાગમાં વહેંચવામાં આવે છે. જે છ આરા તરીકે ઓળખાય છે. આ છ આરાના નામ અને ક્રમ તથા પાછા ફરતા અર્ધકાળચક્રના નામ નીચે આપેલ છે. આપણા ભરત ક્ષેત્રમાં ૨૪ તીર્થકરો અવસર્પિણી (ઊતરતા) કાળના અને ૨૪ તીર્થકરો ઉત્સર્પિણી (ચડતા) કાળના ત્રીજા અને ચોથા આરામાં જન્મે છે. અત્યારે આપણે અવસર્પિણી (ઊતરતા) કાળના પાંચમાં આરાના કાળચક્રમાં છીએ કે જે દુ:ખમ કાળ (દુઃખી) આરા તરીકે ઓળખાય છે. જેના કુલ ૨૧000 વર્ષમાંથી ૨૫૦૦ વર્ષ પસાર થઈ ગયા છે. અવસર્પિણી (ઊતરતા) કાળના છ આરા ૧ સુખમ સુખમ સુખમાં સુખમાં ૪ ક્રોડાકોડ સાગરોપમ કાળ સમય સતત ખૂબ જ સુખ ૨ ૩ સુખમ કાળ સુખી કાળ ૩ ક્રોડા ક્રોડ સાગરોપમ સુખમ દુઃખમ સુખ વધુ દુઃખ ઓછું ૨ ક્રોડાકોડ સાગરોપમ કાળ દુઃખમ સુખમ્ દુઃખ વધુ સુખ ઓછું ૧ ક્રોડાક્રોડ સાગરોપમથી કાળ ૪૨૦૦૦ વર્ષ ઓછું દુ:ખમ કાળ દુ:ખી સમય ૨૧૦૦૦ વર્ષ ૪ ૫ 34 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૦૫ સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો ૬ દુ:ખમ કાળ દુઃખ જ દુઃખવાળો ૨૧૦૦૦ વર્ષ સમય ઉત્સર્પિણી (ચડતા) કાળના છ આરા ૧ દુ:ખમ દુઃખમ દુઃખ જ દુ:ખવાળો ૨૧૦૦૦ વર્ષ કાળ સમય ૨ દુઃખમ કાળ દુઃખી સમય ૨૧૦૦૦ વર્ષ ૩ દુઃખમ સુખમ્ દુઃખ વધુ સુખ ઓછું ૧ ક્રોડાક્રોડ સાગરોપમથી કાળ ૪૨૦૦૦ વર્ષ ઓછું ૪ સુખમ દુઃખમ સુખ વધુ દુઃખ ઓછું ૨ ક્રોડાકોડ સાગરોપમ કાળ ૬ સુખમ કાળ સુખી કાળ સુખમ સુખમ સુખમાં સુખમાં કાળ સમય ૩ ક્રોડા ક્રોડ સાગરોપમ ૪ ક્રોડાકોડ સાગરોપમ સતત ખૂબ જ સુખ જૈન દર્શન અને આચારની સરળ સમજ 35 Page #37 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન કાળનું વ્યાવહારિક કોષ્ટક અસંખ્ય સમય એક આવલિકા (આંખની પલક જેટલો) ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા ૧ મુહૂર્ત. ૪૮ મિનિટ ૩૦ મુહૂર્ત ૧ દિવસ – રાત= ૨૪ કલાક ૩૦ દિવસો ૧ માસ ૧૨ મહિના ૧ વર્ષ ૫ વર્ષ ૧ યુગ ૮૪૦૦૦૦૦ X ૮૪૦૦૦૦૦ ૧ પૂર્વ (૭૦,૫૬૦,૦૦૦,૦૦૦,૦૦૦,વર્ષ) વર્ષ અસંખ્ય વર્ષ ૧ પલ્યોપમ* ૧૦×૧૦,૦૦૦,૦૦૦X૧૦,૦ એક સાગરોપમ અથવા સાગર ૦૦,૦૦૦ પલ્યોપમ ૧૦×૧૦,૦૦૦,૦૦૦/૧૦,૦ અવસર્પિણી અથવા ઉત્સર્પિણી - અર્ધ ૦૦,૦૦૦ સાગરોપમ વર્ષ કાળ ચક્ર = ૧૦ ક્રોડા ક્રોડી સાગરોપમ કલ્પ = ૨૦/૧૦,૦૦૦,૦૦૦ એક કાળ ચક્ર = ૨૦ ક્રોડા ક્રોડી X ૧૦,૦૦૦,૦૦૦ સાગરોપમ કાળ સાગરોપમ *પલ્ય એટલે કૂવો, ફૂવાની ઉપમા તે પલ્યોપમ અને સાગરની ઉપમા તે સાગરોપમ. *એક પલ્યોપમ – સાત દિવસના જન્મેલાં યુગલિક બાળકના સુકોમળ વાળને ભેગા કરવામાં આવે. તેના ઝીણાં ટુકડાઓ કરી એક યોજન (ચાર ગાઉ) લાંબો, પહોળો, ઊંડો ફૂવો તે વાળથી સઘન ભરવામાં આવે, અને પછી તે કૂવામાંથી દર સો વર્ષે એક એક વાળનો ટુકડો કાઢવામાં આવે અને તે સંપૂર્ણ ખાલી થાય તે પલ્યોપમ કાળ છે. 36 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૦૬ નવ તત્વ અને કર્મ સિધ્ધાંત ૦૬. નવ તત્ત્વ અને કર્મ સિધ્ધાંત જૈન દર્શનમાં કર્મનો બોધ એ બહુ મહત્વનો વિષય છે. તે જન્મ-મરણના ફેરા, સુખ, દુઃખ, બૌદ્ધિક અને શારીરિક શક્તિઓની અસમાનતા અને જુદા જીવોના અસ્તિત્વ વિષેની સમજણ તર્કસંગત રીતે આપે છે. જૈન ધર્મ માને છે કે અનાદિ કાળથી દરેક આત્મા તેના સાચા સ્વરૂપ અંગે અજ્ઞાન અને ભ્રાંતિમાં છે અને કર્મથી પણ બંધાયેલો છે. અજ્ઞાન અને ભ્રાંત આત્મા કર્મથી બંધાયેલો હોય ત્યારે સતત નવા કર્મો બાંધે છે. કર્મને કારણે જ આત્મા એક જન્મમાંથી બીજા જન્મના ફેરા કરે છે અને ઘણી સુખદ અને દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. આપણો આત્મા જે કર્મ બાંધે છે તે આપણા શરીર, કે ભાષાની ક્રિયા કે પ્રયોગથી નહીં પણ તેની પાછળના આપણા હેતુ દ્વારા બાંધે છે. જૈન ધર્મનો આચાર આત્માના સિદ્ધ સ્વરૂપની અનુભૂતિ સુધી પહોંચવા પ્રયત્ન કરે છે જે તેના મૂળભૂત શુદ્ધ સ્વરૂપમાં છે. તે સ્વરૂપ પીડા, દુ:ખ, ઈચ્છા અને જન્મ મરણના બંધનથી મુક્ત છે. આ રીતે તે મુક્તિનો પાયો ચણે છે. કર્મ વિજ્ઞાન જીવનના ઘણા પાસાને આવરી લે છે જેમ કે આપણા પહેલાના કર્મ, આપણું અત્યારનું જીવન અને ભવિષ્યની સ્થિતિ, આ બાબતોને નવ તત્ત્વ અથવા પાયાના મૂળ સિદ્ધાંતો દ્વારા સરળતાથી સમજાવવામાં આવ્યા છે. આધ્યાત્મિક પ્રગતિ અને અંતિમ મુક્તિ માટે આ નવ તત્વનું સાચું જ્ઞાન ખૂબ જરૂરી છે. નવ મૂળભૂત તત્વો ચૈતન્ય સહિત છે, જીવે છે, પ્રાણને ધારણ કરે છે, જ્ઞાન અને ઉપયોગ મય છે. અજીવ ચેતના રહિત છે. પ્રાણ કે ઉપયોગ લક્ષણ રહિત છે. આસ્રવ જેના દ્વારા કર્મો બંધાય છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 37 Page #39 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન બંધ પુણ્ય* પાપ* સંવર નિર્જરા મોક્ષ કર્મ નો બંધ કેવા પ્રકાર નો થાય છે તેનું વર્ણન. શુભકર્મનું બંધ થવું તે પુણ્ય. અશુભ કર્મનું બંધ થવું તે પાપ. રોકવું. સારા કાર્યો અને શુભભાવ કે શુધ્ધ ભાવ દ્વારા નવા કર્મોથી બંધાતા અટકવુ. 38 બાંધેલા કર્મોનો અંશે અંશે અત્યંતર તપ દ્વારા (સારા કાર્યો અને સારા ભાવ દ્વારા) ક્ષય થવો. બાંધેલા કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો, આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું. * કેટલુંક સાહિત્ય પુણ્ય અને પાપને જુદા તત્ત્વ તરીકે ગણે છે જ્યારે કેટલાક તેને આસવમાં જ ગણે છે. ખરેખર તો પાપ અને પુણ્ય એ આસ્રવ તત્વના ભેદ છે. તેથી ખરેખર તો કુલ સાત જ તત્ત્વ છે. बंध, सवर 34 मोक्ष अजीव पाप 424 पुण्य જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૦૬ નવ તત્વ અને કર્મ સિધ્ધાંત જીવ અને અજીવ પહેલાં બે તત્ત્વો જીવ અને અજીવ, જે સૃષ્ટિનું ભૌતિક વાસ્તવિક અને સાચું સ્વરૂપ સમજાવે છે. જીવ તત્ત્વ આત્મા છે અને અજીવ તત્વ બાકીના પાંચ દ્રવ્યો (પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ ) છે. કર્મ વિજ્ઞાનનો સંદર્ભ જોતાં અજીવ તત્ત્વનો સંબંધ કર્મ અથવા કાર્મિક વળગણા સાથે છે. બાકીના સાત કે પાંચ તત્ત્વો આત્મા અને કર્મના સંબંધો સમજાવે છે. આસવ - કર્મબંધ અને તેના કારણો આત્માનું કર્મ સાથે જોડાવું તે કર્મબંધ કે આસક્તિ જે આસવ નામે ઓળખાય છે તેના મુખ્ય કારણો નીચે મુજબ છે. મિથ્યાત્વ છ (૬) દ્રવ્યો અને નવતત્ત્વોનું જેવું સ્વરૂપ છે તેનાથી | વિપરીત સમજવું અને તે પ્રમાણે આચરણ કરવું. અવિરતિ અહિંસા, દયા, કરૂણા, સ્વાધ્યાય અને ધ્યાન રહિત અસંયમી જીવન ફકત ભૌતિક સુખ અને આનંદ માટે જીવવું. પ્રમાદ આધ્યાત્મિક નીરસતા (આળસ), ધર્મમાં અનાદર, અરુચિ અને વિષય કષાયમાં રતિ હોવી. કષાય ક્રોધ, માન, માયા, લોભ એવા કષાયવાળુ જીવન જીવવું. યોગ મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ કરવી. ઉપરના પાંચ કારણોને હિસાબે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ જેને કારણે આત્માને આંદોલન થાય અને આ કારણોથી કરજ કે કર્મવર્ગણા કર્મમાં પરિણમે છે એટલે કે આત્માને વળગે છે. આ બધી પ્રવૃત્તિ ને આસવ કહેવાય અનાદિકાળથી આત્માને આ કાર્પણ વળગણા લાગેલી છે. આ કાર્મિક વર્ગણાને કાર્પણ શરીર કે કર્મ કહે છે. આત્મા જે કાર્મિક દ્રવ્યથી ઢંકાયેલો છે તે ઉપર બતાવેલા કારણો દ્વારા દરેક પળે સતત નવા કર્મો બાંધે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 39 Page #41 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન વળી દરેક સમયે થોડાક જૂના કર્મો ઉદયમાં આવે ત્યારે તે કર્મો તે સમયે તેના બંધન પ્રમાણેની પરિસ્થિતિ સર્જીને પછીના સમયે આત્માથી ખરી પડે છે જેને અકામ કર્મનિર્જરા કેહવાય છે. આ સતત ચાલતી કર્મબંધ અને કર્મનિર્જરાની પ્રક્રિયાને કારણે જ આત્મા જન્મ-મરણના ફેરા કરે છે અને સુખ અને દુઃખ અનુભવે છે. તેથી સામાન્ય પરિસ્થિતિમાં આત્મા કર્મથી છૂટો થતો નથી અને મુક્તિ પ્રાપ્ત કરતો નથી. બંધ - કર્મ બંધના લક્ષણો આસવના કારણો દ્વારા કર્મનું બંધન આત્માને થાય છે. આ આસવના લક્ષણ પ્રમાણે આત્માને જુદા જુદા પ્રકારનો બંધ લાગે છે જે નીચે ચાર પ્રકારમાં સમજાવાયું છે. આ ચાર પ્રકારો બંધ સમયે નિર્ધારિત થાય છે. આ નિર્ધારિત થયેલા પ્રકારોમાં આપણે ભવિષ્યમાં અમુક ફેરફાર કરી શકીએ છીએ તેની વિગત આ પુસ્તક માં આપેલ નથી કર્મબંધના ચાર પ્રકાર 1. પ્રકૃતિ બંધ, 2સ્થિતિ બંધ, ૩. રસ બંધ, અને 4. પ્રદેશ, બંધ 1. પ્રકૃતિબંધ – બંધાયેલા કર્મનો સ્વભાવ જ્યારે કર્મરજ આત્માને લાગે છે ત્યારે શુદ્ધ જ્ઞાન, અસીમ ગ્રહણ શક્તિ, અનંત સુખ, નિરાકારપણું, સ્વસ્થતા અને અમાપ શક્તિ જેવા આત્માના ગુણોને ઢાંકી દે છે અથવા વિપરીત કરે છે. આત્માના ગુણો જેને લીધે ઢંકાઈ જાય છે તેને જૈન સાહિત્યમાં આઠ પ્રકારમાં આલેખ્યા છે. આને પ્રકૃતિબંધ કહે છે. પ્રકૃતિ એટલે કે કર્મોનો સ્વભાવ – કર્મ આત્માને કેવું ફળ આપશે તે (જેમકે જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે અને મોહનીય કર્મ આત્માના શ્રધ્ધા અને ચારિત્ર ગુણને વિપરીત કરે છે). કર્મના આ આઠ પ્રકારોની વિગત આગળના પ્રકરણમાં આવશે. આ પ્રકૃતિ બંધ મુખ્યત્વે મન, વચન અને કાયાનાં યોગથી થાય છે. 40 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #42 -------------------------------------------------------------------------- ________________ 2. સ્થિતિબંધ – બંધાયેલા કર્મનો સમય જ્યારે આત્માને કર્મ લાગે છે ત્યારે તે જ્યાં સુધી ફળ ન આપે ત્યાં સુધી ચોક્કસ સમય સુધી વળગી રહે છે. બંધાયેલા કર્મનો સમય કર્મબંધ વખતની આપણી માનસિક તીવ્રતા કે નીરસતા ઉપર આધાર રાખે છે. તે કર્મ અમુક સમય પછી ઉદયમાં આવે, પરિણામ પામે પછી તે આત્માથી જુદું થઈ જાય છે કે ખરી પડે છે. ૦૬ નવ તત્ત્વ અને કર્મ સિધ્ધાંત આ સ્થિતિબંધ મુખ્યત્વે મિથ્યાત્વ અને કષાયથી થાય છે. 3. અનુભાગબંધ અથવા રસબંધ - બંધાયેલા કર્મની તીવ્રતા કર્મ જ્યારે પરિણમે ત્યારે તેની તીવ્રતાનો આધાર તે કર્મ બાંધતી વખતે આપણા મનના ભાવો અને તેની તીવ્રતા (જેને લેશ્યા કહેવાય છે) અને તે સમયના આપણા રાગ દ્વેષ અને મોહ ઉપર હોય છે. તેને અનુભાગ કે રસબંધ કહે છે. 4. પ્રદેશબંધ - બંધાયેલા કર્મનો જથ્થો મન, વચન અને કાયાના યોગથી કર્મરજનો જે જથ્થો જે પ્રમાણે ગ્રહણ થાય તેને પ્રદેશબંધ કહેવાય. • આ અનુભાગબંધ કે રસબંધ મુખ્યત્વે મિથ્યાત્વ અને કષાયથી થાય છે. કર્મબંધનો સારાંશ જે પ્રકારનું ચિંતન કે ભાવ જીવ કરે તે પ્રકારનો કર્મબંધ તેને લાગે છે. • જીવનું મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય તેના સ્થિતિ અને અનુભાગ રૂપે કર્મબંધ માટે જવાબદાર છે. જીવના મન વચન અને કાયાના યોગ મુખ્યત્વે પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ માટે જવાબદાર છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 41 Page #43 -------------------------------------------------------------------------- ________________ • • વિભાગ-૨ તત્વજ્ઞાન કર્મબંધની તીવ્રતા અને તેની સ્થિતિના કારણે આત્મા સુખદ અને દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને સહન કરે છે. તેથી દરેકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય (મોહનીય કર્મ) માંથી છૂટી આધ્યાત્મિક વિકાસ સાધી વિતરાગતા પ્રાપ્ત કરી ને મુક્તિ મેળવવી જોઈએ. સંવર - નવા કર્મોના બંધનને રોકવાની પ્રક્રિયા સંવર નવા કર્મના બંધનને રોકનારી આત્મશક્તિને સંવર કહેવાય છે. આસ્રવ વડે કર્મનું બંધન થાય છે અને સંવરથી કર્મ બંધન રોકાય છે. આ આખી પ્રક્રિયા આસ્રવથી વિરુદ્ધ છે. તે સમ્યક્ત્વ, વ્રત, અપ્રમાદ, અકષાય અને અયોગના સતત પ્રયત્નો દ્વારા પામી શકાય છે. - સંવરના કારણો સમ્યક્ત્વ - વ્રત - 42 તત્વની સાચી સમજ અને તે જ્ઞાન ઉપર અતૂટ શ્રધ્ધા. વ્રત, નિયમ, અને છ બાહ્યતપનુ પાલન કરીને આત્માને ઉપભોગથી વાળવો અને જીવનમાં છ આંતરિક તપ વિકસાવવા. અપ્રમાદ - જીવનની દરેક પ્રવૃતિ સજાગ રહીને કરવી. અકષાય - ચાર કષાય (ક્રોધ, માન, માયા, લોભ) પ્રત્યે ઉદાસીન વૃત્તિ અથવા કષાય વગરનું જીવન જીવવું. અયોગ - મન, વચન, કાયાની શુભ અશુભ પ્રવૃત્તિનો નિરોધ થવો. સંવર તત્વના ૫૭ ભેદ જૈન ધર્મમાં સંવર તત્વના ૫૭ ભેદ વ્યવહારિક દ્રષ્ટિએ બતાવવામાં આવ્યા છે. જેના પાલન દ્વારા વ્યક્તિમા આવેલી જાગૃતિથી અને તે પ્રમાણેનુ ચિંતન કરવાથી આપણા કષાય દૂર કરી શકાય છે અને તેથી કર્મબંધ ટાળી શકાય છે. આ ભેદોનુ પાલન મોટા ભાગે સાધુ અને સાધ્વીજી માટે છે પણ બને ત્યાં જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૦૬ નવ તત્વ અને કર્મ સિધ્ધાંત સુધી શ્રાવક અને શ્રાવિકાઓએ પણ તેનું યથાર્થ પાલન કરવું જોઈએ. સંવરના આ ૧૭ ભેદો આગળ જુદા પ્રકરણમાં વર્ણવવામાં આવ્યા છે. નિર્જરા - બાંધેલા જૂના કર્મો ખરી જવા નિર્જરા એટલે સત્તામાં રહેલા કે ઉદયમાં આવતાં કર્મોને નાશ કરવાની આત્મશક્તિ. કર્મ તેના ફળના સમયે ઉદયમાં આવે અને તેના ફળ પ્રમાણે વાતાવરણ પેદા કર્યા પછી સ્વાભાવિક રીતે ખરી જાય છે. તેને અકામ નિર્જરા કહે છે. પણ તે સમયે જીવનો ઉપયોગ ઉદયકર્મમાં જોડાયેલો હોવાથી તે નવો કર્મબંધ કરે છે. તેથી સામાન્ય સંજોગોમાં માણસ અકામ નિર્જરાથી કર્મથી મુક્ત થઈ શકતો નથી કારણ કે દરેક પળે તે જૂના કર્મ છોડે છે અને નવા કર્મ બાંધે છે. જૈન ધર્મ સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરતા માણસે ભુતકાળમાં કરેલા કર્મ ઉદયમાં આવે તે પહેલાં તેની માત્રા ઓછી કરીને તેને દૂર કરી દેવા જોઈએ. આ પ્રકારની નિર્જરાને સકામ નિર્જરા કહે છે. સકામ નિર્જરા જીવનની જરૂરિયાતો ઘટાડીને, પાંચ મહાવ્રતોનું પાલન કરીને, સત્કાર્યો, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા કરી શકાય છે, જેને અત્યંતર તપ કહે છે. નિર્જરાના ફૂલ ૧૨ ભેદો આગળ જુદા પ્રકરણમાં વર્ણવવામાં આવ્યા છે. મોક્ષ - બધાજ કર્મોના નાશ થયેલ દશા ધ્યાન અને કાયોત્સર્ગથી જેમણે ચારે ઘાતી કર્મોનો નાશ કર્યો છે તે સર્વજ્ઞ કે કેવલી તરીકે ઓળખાય છે. તેઓ તેમના મૃત્યુ સમયે બાકી રહેલા ચાર અઘાતી કર્મોનો નાશ કરી નિર્વાણ, મુક્તિ કે મોક્ષની દશા પ્રાપ્ત કરે છે. આ સિદ્ધાત્મા, શુદ્ધ જ્ઞાન, અસીમ ગ્રહણ શક્તિ, અમાપ શક્તિ અને અનંત સુખનો અનુભવ કરે છે. આત્મા દેહાદિથી મુક્ત થાય છે અને અનંત અવ્યાબાધ સુખમાં અનંતકાળ સુધી સિદ્ધલોકમાં રહે છે તે આત્મ સ્વરૂપમાં લીન રહી નિજ સુખમાં રમણતા કરે છે. તે જન્મ, જરા, મરણ, રોગ અને શોકથી સર્વથા, સર્વકાળ માટે મુક્તિ પામે છે. તેને “નિર્વાણ” કહે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #45 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન ૦૭. કર્મોનું વર્ગીકરણ - પ્રકૃતિબંધના પ્રકારો વિવિધ પ્રકારના કર્મોની સમજ દ્રવ્યકર્મ અને ભાવકર્મ કર્મજ જે આત્મા સાથે જોડાયેલું છે તેને દ્રવ્યકર્મ કહેવાય છે અને તેના નિમિત્તથી આત્મા જે રાગ દ્વેષની પ્રવૃત્તિમાં જોડાય છે તે આત્માની પર્યાયને ભાવ કર્મ કહે છે. આમ ભાવકર્મ એ આત્માની પર્યાય છે પણ તે દ્રવ્યકર્મ કે પૌદ્રલિક કર્મ નથી. દ્રવ્યકર્મોનું વર્ગીકરણ આપણે અનંત પ્રકારના દ્રવ્યકર્મોને દરેક સમયે બાંધીયે છીયે. તે બધા કર્મોને જુદા જુદા પ્રકારે મુખ્ય બે ભાગમાં વહેંચાય છે. • પુણ્યકર્મ અને પાપકર્મ અથવા • ઘાતકર્મ અને અઘાતી કર્મ પુણ્યકર્મ અને પાપકર્મ પુણ્યકર્મ જે પૌદ્રલિક કર્મ જીવના શુભ ભાવ કરવાથી બંધાય તે પુણ્યકર્મ, જ્ઞાન પૂર્વક શુભ ભાવથી થયેલ દરેક કાર્ય પુણ્ય કાર્ય ગણાય છે. પાપકર્મ જે પૌદ્રલિક કર્મ જીવના અશુભ ભાવ કરવાથી બંધાય તે પાપ કર્મ. અને અજ્ઞાનથી કે અશુભ ભાવથી થયેલ દરેક કાર્ય પાપ કાર્ય ગણાય છે. ઘાતી કર્મ અને અઘાતી કર્મ ઘાતી કર્મ જે પૌદ્રલિક કર્મ આત્માના ગુણોનો ઘાત કરનારા અઘાતી કર્મ જે પૌદ્રલિક કર્મ જીવના શરીર, મન અને વાતાવરણ સાથે સંબંધ રાખે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૦૭ કર્મોનું વર્ગીકરણ – પ્રકૃતિબંધના પ્રકારો આ પ્રકરણમાં આ દ્રવ્યકર્મોનું ઘાતકર્મ અને અઘાતી કર્મ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવેલ છે. આ જ દ્રવ્યકર્મોનું પુણ્યકર્મ અને પાપકર્મ પ્રકારે કરેલ વર્ગીકરણની વિશેષ સમજૂતી જુદા પ્રકરણમાં કરેલ છે. Obstructing Karma (Antara Karma Life span determining Karma (Ayush Kama) જાણુણ્ય કર્મ Gestava Status determing Karina Got Karma) અંતણય કર્મ Perception Obscuring Karma Darsnävarna Karma દર્શનાવરણીયકર્મ ce Knowledge Obscuring Karma {]Init1 #varninra Karra) ફાનાવરણીય કર્મ ગોત્રકર્સ Body & Physique determing Karma Niim Kart નામકર્મ Feeling Pertaining Karma (Vedanta Karma) Deluding Karma (Mohana Karina) મોદનીય કર્મ વંદનીય કર્મ ઘાતી કર્મ ઘાતી કર્મ આત્માના ચાર મૂળગુણોને ઢાંકી દેનારા છે. આ કર્મોને લીધે આત્મા તેના ચાર મૂળ ગુણો - જેવા કે ૧. સમ્યક શ્રદ્ધા અને શુદ્ધ ચારિત્ર (અનંત સુખ) ને બદલે મિથ્યાત્વ અને મર્યાદિત ચારિત્ર (મર્યાદિત સુખ) ૨. પૂર્ણ જ્ઞાન ને બદલે મર્યાદિત જ્ઞાન ૩. શુદ્ધ અને પૂર્ણ દર્શન ને બદલે મર્યાદિત દર્શન ૪. અનંત લબ્ધિ અને શક્તિ, ને બદલે મર્યાદિત શક્તિ જીવ ધરાવે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 45 Page #47 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન મોહનીય કર્મ આત્માની સાચી શ્રધ્ધા અને શુદ્ધ ચારિત્ર એટલે કે વીતરાગ ભાવને આ કર્મ વિકૃત કરે છે જ્ઞાનાવરણીય કર્મ આત્માના અનંત જ્ઞાન ગુણને રોકે છે. દર્શનાવરણીય કર્મ આત્માના અનંત દર્શન ગુણ એટલે સામાન્ય બોધને રોકે છે. અંતરાય કર્મ આત્માની અનંત શક્તિને રોકે છે. મોહનીય કર્મ આ કર્મ આત્માના શ્રદ્ધા અને ચારિત્ર જેવા મૂળ ગુણોમાં ભ્રમણા કે વિકૃતિ પેદા કરે છે. આ કર્મ આત્માને હિતાહિતનો, સત-અસત નો વિવેક થવા નથી દેતો. આ મોહનીય કર્મ જીવને મોહમાં વિવશ કરે છે જેથી વિતરાગતા પ્રપ્ત થઇ શક્તિ નથી. તેના બે પેટા વિભાગો છે. • દર્શન મોહનીય કર્મ - શ્રદ્ધા ગુણને વિકૃત કરતું કર્મ • ચારિત્ર્ય મોહનીય કર્મ - ચારિત્ર્ય ગુણને વિકૃત કરતું કર્મ દર્શન મોહનીય કર્મ - શ્રદ્ધા ગુણને વિકૃત કરતું કર્મ આ કર્મના ઉદયથી જીવને જિનેશ્વર પ્રણીત તત્ત્વોમાં અશ્રદ્ધા (મિથ્યાત્વ) થાય છે. આ બહુ દુઃખદાયક કર્મ છે. તેને કારણે બુદ્ધિજન્ય સત્ માં અસત્ ની અને અસત્ માં સત્ ની માન્યતા થાય છે. જેમકે દેહમાં આત્મ બુદ્ધિ થાય એટલે કે દેહ જ મારૂ ખરૂ સ્વરૂપ છે અને એ પ્રમાણે વર્તે છે. ઉચિત જ્ઞાન જ આત્માના સાચા સ્વરૂપની, કર્મની, કર્મબંધની અને કર્મથી મુક્ત સિદ્ધાત્માની સાચી સમજ અભિપ્રેત કરે છે. આ જ્ઞાનમાં સહેજ પણ શંકા ન રહે તેને સમ્યક શ્રદ્ધા કહે છે. અધ્યાત્મની આ સ્થિતિને સમ્યક્ત અથવા ચોથા ગુણસ્થાનક ની સ્થિતિ કહેવાય. સમ્યક્ત થવાથી વ્યક્તિના જ્ઞાન ને સમ્યજ્ઞાન કહે છે. વ્યક્તિની 46 ) જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૦૭ કર્મોનું વર્ગીકરણ - પ્રકૃતિબંધના પ્રકારો આધ્યાત્મિક પ્રગતિની શરૂઆત સમ્યક્ત્વની સ્થિતિ પછી શરૂ થાય છે. ચારિત્ર્ય મોહનીય કર્મ - ચારિત્ર્ય ગુણને વિકૃત કરતું કર્મ આ કર્મ આત્માના ચારિત્ર્ય ગુણને વિકૃત કરે છે. આ કર્મના નિમિત્તથી વ્યક્તિમાં ઘણી બધી નબળાઈઓ (દુર્ગુણો) આવી જાય છે. જેમ કે આત્મ સંયમનો અભાવ, પ્રમાદ અને જુદા જુદા કષાયો (ક્રોધ, માન, માયા, લોભ) ઉત્પન્ન થવાથી દરેક વ્યકિત સુખ અને દુઃખને અનુભવે છે. સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ પછી વ્યક્તિ તેના દુર્ગુણોનો અને નબળાઇઓનો ધીમે ધીમે પોતાના જ્ઞાન વડે પુરૂષાર્થ થી ઓછા કરી અને છેવટે નાશ કરી આધ્યાત્મિક પ્રગતિ તરફ ક્રમે ક્રમે આગળ વધે છે. અંતે ચારિત્ર્ય મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ થતાં સાધક મોહમુક્ત અથવા વીતરાગ દશા પામે છે જે ૧૨મા ગુણસ્થાનકની સ્થિતિ કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મ આ કર્મ આત્માના અનંતજ્ઞાન ગુણને થોડે ઘણે અંશે આવરે છે. આંખ હોવા છતાં આંખે પાટા બાંધીને અંધની જેમ વર્તે તેમ આત્મજ્ઞાન સ્વરૂપ છતાં જીવ અજ્ઞાન પણે વર્તે છે. વીતરાગ દશાને પ્રાપ્ત કર્યા પછી સાધક માત્ર 48 મિનિટની અંદર બધા જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરે છે અને કેવળજ્ઞાનઅનંત જ્ઞાનગુણને પ્રાપ્ત કરે છે. દર્શનાવરણીય કર્મ દર્શનાવરણીય કર્મમાં દર્શન શબ્દ સામાન્ય જ્ઞાન માટે વપરાયેલો છે (જ્યારે સમ્યક દર્શનમાં દર્શન શબ્દ શ્રદ્ધા માટે વપરાયેલો છે). રાજાના દર્શને જતાં કોઈને દ્વારપાલ રોકે તેમ આત્માનો દર્શનગુણ સામાન્ય ઉપયોગ હોવા છતાં પદાર્થને જાણવામાં આ કર્મ આવરણ લાવે છે. વીતરાગતાને પ્રાપ્ત કર્યા પછી સાધક ૪૮ મિનિટની અંદર બધા દર્શનાવરણીય કર્મનો નાશ કરે છે અને કેવળ-દર્શન પ્રાપ્ત કરે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 47 Page #49 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન અંતરાય કર્મ આ કર્મના નિમિત્તથી આત્માના સહજ લબ્ધિ અને અનંત શક્તિના ગુણો ઢંકાય છે અને અંતરાય આવે છે. દાન કરવું, દયા કરવી, દૃઢ નિર્ણય શક્તિ હોવી, આવા પ્રકારના આત્માના સહજ ગુણને આ કર્મ રોકે છે. વળી તે વ્યક્તિને સારા કર્મો કે વિધેયક આચાર કરતાં પણ રોકે છે. વ્યક્તિ પોતાની સંપત્તિને પણ ભોગવી શકતો નથી. જેમ કે યાચકને રાજાએ ચિઠ્ઠી આપી હોય પણ ભંડારી તેને ઇચ્છિત વસ્તુ આપે નહીં. વીતરાગતા પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ ૪૮ મિનિટની અંદર બધા અંતરાય કર્મોનો નાશ કરે છે અને અનંતવીર્ય, અમાપ લબ્ધિની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ખરેખર તો ઉપરના ત્રણે કર્મો એક સાથે ૪૮ મિનિટની અંદર નાશ પામે છે અને એક વખત બધા ઘાતી કર્મો નાશ પામે એટલે વ્યક્તિ કેવલી, અરિહંત, તીર્થકર અથવા જિનના નામે ઓળખાય છે. આ આધ્યાત્મિક સ્થિતિ ને ૧૩ મું ગુણસ્થાનક કહેવાય છે. અઘાતી કર્મ અઘાતી કર્મ આત્માના ગુણોનો ઘાત નથી કરતા. પણ તે શરીર, પૌદ્રલિત મન, સામાજિક સ્થિતિ અને જીવ માત્રના શરીરને ટકાવી રાખનાર વાતાવરણ સાથે સંબંધ ધરાવે છે. આત્માનું અવિનાશી અમર અસ્તિત્વ, નિરાકાર સ્વરૂપ અને અવ્યાબાધ સુખને સ્થાને આ કર્મના નિમિત્તને લીધે તે (આત્મા) દેહ ધારણ કરે છે. આયુષ્ય, સામાજિક મોભો અને અનુકૂળ તથા પ્રતિકૂળ વાતાવરણમાંથી પસાર થાય છે. આ અઘાતી કર્મના મુખ્ય ચાર પ્રકાર છે. વેદનીય કર્મ આત્માના અશરીરી અવ્યાબાધ ગુણને રોકે છે. નામ કર્મ અરૂપી અને નિરાકાર ગુણને રોકે છે. ગોત્ર કર્મ આત્માના અગુરુ-લઘુ ગુણને રોકે છે. આયુષ્ય કર્મ આત્માના અમર અસ્તિત્વને રોકે છે. 48 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૦૭ કર્મોનું વર્ગીકરણ – પ્રકૃતિબંધના પ્રકારો વેદનીય કર્મ - (અનુકૂળ-પ્રતિકૂળ શારીરિક સ્થિતિ) શારીરિક સ્તરે સારું સ્વાચ્ય, શરીરની રચનાત્મક શક્તિ અથવા માંદગી, જીવલેણ રોગ, ભૂખમરો, થાક અકસ્માત આ બધા અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો કે સ્થિતિ તે વેદનીય કર્મના નિમિત્તને કારણે જ છે. આનો અનુભવ શારીરિક અથવા માનસિક રીતે જ થતો હોય છે. આ શારીરિક અને માનસિક સ્થિતિ મોહનીય કર્મને સક્રિય કરવામાં નિમિત્ત બને છે. અને તેથી તે મોહનીય કર્મના નિમિત્તથી સુખ અને દુઃખ (પીડા, વ્યથા) આત્મા અનુભવે છે. આત્મા મિથ્યાત્વ અને કષાયથી આવરાયો છે. અને જ્ઞાન અને અનુભવને લક્ષમાં લેતા આ સ્થિતિનું અર્થઘટન પૂર્વગ્રહ યુક્ત અને ભ્રામક છે. આ રીતે વેદનીય કર્મ પરોક્ષ રીતે (નિમિત્તથી) આત્માના અનંત સુખના ગુણને મોહનીય કર્મના નિમિત્ત દ્વારા ઢાંકે છે. કેવળજ્ઞાની વ્યક્તિને વેદનીય કર્મનું નિમિત્ત હોય છે પરંતુ તેઓએ મોહનીય કર્મનો નાશ કરેલ હોવાથી તેઓ સુખ કે દુખ અનુભવતાં નથી પરંતુ પરિસ્થિતિને તેઓ શાંતિથી જોઇને તેમાથી પસાર થાય છે. આમ શાતાઅશાતા યુક્ત (અનુકૂળ-પ્રતિકૂળ) સંજોગો અથવા અનુભવો જે શારીરિક દેહ દ્વારા ભોગવવા પડે છે તેનું અર્થઘટન તેઓ સુખ કે દુ:ખમાં નથી કરતા. તેઓ બધી પરિસ્થિતિમાં જ્ઞાતા અને દ્રષ્ટા રહીને સતત અસીમ સુખમાં જ રહે છે. ટૂંકમાં, વેદનીય કર્મ અઘાતી કર્મ હોવાથી શાતા-અશાતા પીડા કે આનંદનાં વાતાવરણમાં કેવળજ્ઞાની વ્યકિત રહે છે પણ તે નિમિત્તની અસર તેઓ અનુભવતાં નથી. આ રીતે વેદનીય કર્મ વીતરાગ અને કેવળજ્ઞાની વ્યકિતઓને આત્માના અનંત સુખના ગુણનો ઘાત કરતો નથી. મોહનીય કર્મના અસ્તિત્વ વગર કોઈ પણ વ્યક્તિ સુખ કે દુઃખ કે પીડાનો અનુભવ કરી શકે નહીં. તેથી વીતરાગ કક્ષાએ (૧૨માં ગુણસ્થાને) વેદનીય કર્મનો આત્મા ઉપર કોઈ પ્રભાવ હોતો નથી. જૈન દર્શન અને આચારની સરળ સમજ 49 Page #51 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન નામકર્મ - દેહ અને શરીર રચના કર્મ આ કર્મના નિમિત્તથી આત્માનું અપ્રત્યક્ષ અસ્તિત્વ ઢંકાય છે. અને મર્યાદિત શારીરિક અને માનસિક શક્તિ વાળા શરીરને ધારણ કરે છે. નામકર્મના ઘણાં પેટા વિભાગો છે. ટૂંકમાં આત્મા કેવું શરીર અને કયા શારીરિક ગુણો ધરાવશે, ક્યો જન્મ લેશે, કેવું શરીર પ્રાપ્ત કરશે વિગેરે તે નામકર્મ નક્કી કરે છે. જેમકે - દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરક ગતિ. તથા શરીરની આકૃતિ, રંગ, રચના વિગેરે આ કર્મ નક્કી કરે છે. ગોત્ર કર્મ - (સ્થાન અને સામાજિક પ્રતિષ્ઠા નક્કી કરતું કર્મ) આ કર્મ ના નિમિત્તથી જીવ ઉત્તમ સંસ્કારિક કુળમાં જન્મ લેશે કે હલકા સંસ્કાર વગરના અધાર્મિક કુળમાં તે નક્કી થાય છે. તે કુટુંબ, સામાજિક મોભો અને સંસ્કાર વિગેરે નક્કી કરે છે. આયુષ્ય કર્મ - (જન્મ-મરણ વચ્ચેના કાળને નક્કી કરતું કર્મ) આ કર્મ ના નિમિત્તથી આત્માની સાથે જોડાયેલ શરીરના જન્મ મરણ વચ્ચેના કાળ નક્કી થાય છે. આમ આત્માના શાશ્વત અસ્તિત્વના ગુણને તે આવરે છે. 50 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૦૮ સંવર - નવા કર્મબંધને રોકવાના પ્રકારો ૦૮. સંવર - નવા કર્મબંધને રોકવાના પ્રકારો સંવર - નવા કર્મના બંધનને રોકનારી આત્મશક્તિને સંવર કહેવાય છે. આસવ વડે કર્મનું બંધન થાય છે સંવરથી કર્મ બંધન રોકાય છે. આ આખી પ્રક્રિયા આસવથી વિરુદ્ધ છે. તે સમ્યક્ત, વ્રત, અપ્રમાદ, અકષાય અને અયોગના સતત પ્રયત્નો દ્વારા પામી શકાય છે. સંવરના કારણો સમ્યત્વ તત્વની સાચી સમજ અને તે જ્ઞાન ઉપર અતૂટ શ્રધ્ધા. વ્રત વ્રતનિયમાદિનું પાલન કરીને આત્માને ઉપભોગથી વાળવો અને જીવનમાં છ આંતરિક તપ વિકસાવવા. અપ્રમાદ જીવનની દરેક પ્રવૃતિ સજાગ રહીને કરવી. અકષાય ચાર કષાય (ક્રોધ, માન, માયા, લોભ) પ્રત્યે ઉદાસીન વૃત્તિ અથવા કષાય વગરનું જીવન જીવવું. અયોગ મન, વચન, કાયાની શુભ અશુભ પ્રવૃત્તિનો વિરોધ કરવો. સંવરના ૫૭ વ્યાવહારિક પ્રકારો કર્મબંધને રોકવા માટે જૈન સાહિત્ય પ૭ પ્રકારો (ઉપાયો) સૂચવે છે. આ ઉપાયો મુખ્યત્વે તો સાધુઓ અને સાધ્વીઓ માટે વર્ણવ્યા છે. પણ શ્રાવક અને શ્રાવિકાઓથી આંશિક પાલન થઈ શકે એવું ભારપૂર્વક સૂચવ્યું છે. ૫ સમિતિ જયણા પૂર્વક, વિવેકથી, અને ઉપયોગ સહિત જીવનની દરેક પ્રવૃત્તિ કરવી. ૩ ગુપ્તિ શુભકાર્યમાં પ્રવૃત્તિ અને અશુભ કાર્યથી નિવૃત્તિ. ૧૦ યતિધર્મ ક્ષમાદિ દસ આત્મિક ગુણોનું પાલન કરવું. ૧૨ ભાવના અધ્યાત્મના વિકાસ માટેની બધીજ ભાવનાઓ સેવવી. જૈન દર્શન અને આચારની સરળ સમજ 51 Page #53 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન ૨૨ પરિષહ ૨. ભાષા સમિતિ ૫ ચારિત્ર્ય પાંચ સમિતિ - સમ્યક્ પ્રકારે પ્રવૃત્તિ કરવી સમિતિ એટલે ઉપયોગ અને સતત જાગૃતિ પૂર્વક, વિવેકથી, અહિંસાને લક્ષમાં લઈ કરાતી પ્રવૃત્તિઓ. ૧. ઈર્યા સમિતિ અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં આવતા કષ્ટોને સમભાવે સહન કરવા. ૫. પારિષ્ઠાપનિકા ઉત્સર્ગ સમિતિ સામાયિક આદિ શુદ્ધ ચારિત્ર્યનું આચરણ કરવું. ૩. એષણા સમિતિ ૪. આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ 52 સજીવ ભૂમિને છોડીને બાકીની સર્વત્ર જગ્યાએ જયણા પૂર્વક ચાલવું, જવું અને આવવું. નિર્દોષ અને સત્ય વચન બોલવા. માયા, પ્રપંચ કે આક્રોશવાળા અને બીજાને દુખ થાય તેવા વચનો ન બોલવા. નિર્દોષ આહાર (ગોચરી) ગ્રહણ કરવો. કોઈપણ વસ્તુ લેતાં-મૂકતાં જીવની હિંસા ન થાય તેવો ઉપયોગ રાખવો. કફ, મલમૂત્ર કે સદોષ આહારાદિ નિર્જીવ સ્થળે બીજાને દુખ ન લાગે તે રીતે છોડવા. ત્રણ ગુપ્તિ - અસદ્ પ્રવૃતિઓથી નિવૃત્ત થવું. મન, વચન અને કાયાની અસદ્ પ્રવૃતિઓનો ત્યાગ કરવો. ૧. મનોગુપ્તિ આર્ત કે રૌદ્રધ્યાનના વિચારોનો ત્યાગ કરવો અને ધર્મધ્યાન ચિંતવવું. વ્યર્થ મનોવ્યાપારનો ત્યાગ કરવો. ૨. વચનગુપ્તિ અન્યને પીડાકારક વચન ન બોલવા. સત્ય વચન પણ જો અન્યને પીડાકારક બનતું હોય તો ન બોલવું અને મૌન રહેવું જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૦૮ સંવર - નવા કર્મબંધને રોકવાના પ્રકારો ૩. કાયગુપ્તિ અન્ય ને પીડા થાય તેવું આચરણ ન કરવું. દસ યતિધર્મ - દસ આત્મિક ગુણોનો વિકાસ કરવો આ દસ ધર્મો-ગુણો-સાધુજનો પ્રાણાંતે પાળે છે. સામાન્ય સાધકે તેનુ અંશે પાલન કરવું જોઇએ. ૧. ક્ષમા ૨. માદવ ૩. આર્જવ અન્યાય કરનાર વ્યક્તિ ને માફી આપવી અને ત્રાસજનક પ્રસંગોમાં ક્રોધ કરવો નહીં અહંકારનો ત્યાગ કરી નમ્રતા અને વિવેક કેળવવા. સરળતા પૂર્વક જીવન જીવવું અને માયા કપટનો ત્યાગ કરવો. પવિત્રતા મન, વચન અને કાયાથી પવિત્ર આચરણ ૪. શૌચ કરવું. ૫. સત્ય સત્ય અને પરોપકારી વચન બોલવા. ૬. સંયમ ઇન્દ્રિયોનો સંયમ પાળવો, વ્રત અને નિયમો પાળવા. ૭. તપ ઈચ્છાને શમાવવા બાર પ્રકારના વ્રત કરવા. શરીરની શકિત પ્રમાણે ૬ બાહ્ય તપ કરવા અને આધ્યાત્મિક વિકાસ માટે નિયમિત ૬ આંતરિક તપમાં રહેવું ૮. ત્યાગ લોભનો ત્યાગ કરવો, સંતોષ રાખવો. ૯. અકિંચનત્વ અંતર બાહ્ય પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો. ૧૦. બ્રહ્મચર્ય વિષય વાસનાનો ત્યાગ કરી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું. આ દસ ધર્મોનું પાલન મિથ્યાત્વ રહિત કરવાથી આત્મ ભાવના દૃઢ રહે છે. તેથી આવતાં નવા કર્મો રોકાતા સંવર થાય છે અને જુના કર્મોની નિર્જરા થાય છે. ગ્રહસ્થ આ ગુણો અંશે પાળવાનો પ્રયત્ન કરવો જોઇએ. જૈન દર્શન અને આચારની સરળ સમજ 53 Page #55 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન બાર ભાવનાઓ- આત્માને પવિત્ર ભાવથી ભરવા આત્માને પવિત્ર ભાવથી ભરવા અને અશુભ ભાવથી દૂર રહેવા જૈન ધર્મમાં બાર ભાવનાઓની (અનુપ્રેક્ષા) વિશેષતા કહી છે. આ બાર ભાવનાઓ જૈન ધર્મના વિશાળ તત્વજ્ઞાન અને આચાર ને આવરી લે છે. ૧. અનિત્ય ભાવના વિશ્વમાં કોઈ વસ્તુ નિત્ય નથી. નાશવંત વસ્તુઓની આસક્તિથી મુક્ત થવાની ભાવના કરવી. નિત્ય શુદ્ધ આત્મા જ ભાવવા યોગ્ય છે. ૨. અશરણ ભાવના આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ આપણને મૃત્યુ થી બચાવી શકે તેમ નથી તેમજ શરણ આપી શકે તેમ નથી તેથી તેઓના મોહથી દૂર થવાની ભાવના કરવી, ધર્મનું શરણ ગ્રહણ કરવું. ૩. સંસાર ભાવના આ સૃષ્ટિમાં કોઈ કાયમી સંબંધ નથી. માતા મટી પત્ની થાય, મિત્રો મટી શત્રુ થાય, ચાર ગતિરૂપ સંસાર દુઃખદાયક છે. ૪. એકત્વ ભાવના | જીવ એકલો આવ્યો છે. એકલો જવાનો છે. પોતાના કરેલા કર્મો એકલો જ ભોગવે છે. ૫. અન્યત્વ ભાવના દેહ, ધન, પરિવાર આદિ પર છે. સર્વ અન્ય છે. હું કેવળ સ્વ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મા છું એમ ભાવના કરવી. ૬. અશુચિ ભાવના દેહ અશુચિથી ભરેલો છે તેમ ચિંતવી દેહ ભાવથી મુક્ત રહેવું. 54 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૦૮ સંવર નવા કર્મબંધને રોકવાના પ્રકારો ૭. આસવ ભાવના આપણા શુભ અને અશુભ ભાવો અને તેની સાથે જોડાયેલ કર્તાભાવ તે જ કર્મબંધના કારણો છે. આત્મા આસવથી જુદો છે તેવું સતત ભાન રાખવું. ૮. સંવર ભાવના નવા બંધાતા કર્મોને રોકવાની શક્તિ. જે આત્મશક્તિ દ્વારા કર્મો રોકાય તે સંવર છે. રાગાદિ ભાવના નિરોધથી નવા કર્મો અટકે છે. ૯. નિર્જરા ભાવના આપણા જીવનને ૬ બાહ્ય અને ૬ આંતરિક તપ સાથે જોડીને તેના દ્વારા જૂના બાંધેલા કર્મો ને દૂર કરવા તેવી ભાવના. ૧૦. લોકસ્વરૂપ ભાવના આ ૧૪ રાજલોક માં મેં અનેક વખત જન્મ મરણ ના ફેરા કર્યા છે તે લોક્થી અસંગ થઈ લોકાગ્રે જવાની ભાવના કરવી. ૧૧. બોધિદુર્લભ ભાવના વિપરીત શ્રદ્ધા, વિપરીત જ્ઞાન અને વિપરીત આચાર ને કારણે સમકિતની પ્રાપ્તિ દુર્લભ છે. એક રત્નત્રય માર્ગ જ ઉપાદેય છે તેમ ભાવના કરવી. ૧૨. ધર્મ દુર્લભ ભાવના આત્માના શુદ્ધ સ્વરૂપમાં રહેવું તે ધર્મ છે. અરિહંત, સર્વજ્ઞદેવ, કે કેવલી ભગવંતોએ કહેલાં યથાર્થ ધર્મને પામવો અને તેની શ્રદ્ધા કરવી દુર્લભ છે તેમ ચિંતવવું. જૈન દર્શન અને આચારની સરળ સમજ 55 Page #57 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન ચાર દયા પ્રેરિત ભાવનાઓ ઉપરની બાર ભાવના એ ઉપરાંત જૈન દર્શનમાં બીજી મૈત્રી આદિ ચાર શુભ ભાવનાને ચિંતવવાનું પણ કહ્યું છે. તે શુધ્ધ આચાર, વિચારોની શુદ્ધિ અને ધર્મના અભ્યાસમાં વિશુદ્ધ ભાવ લાવવામાં સહાય કરે છે. આ ભાવનાઓ રોજિંદા જીવનમાં અપનાવવાથી માણસ સલૂણી બને છે. મૈત્રી સર્વ જીવો પ્રત્યે સમાન મૈત્રીભાવ રાખવો. પ્રમોદ અન્યના સદ્ગુણોની પ્રશંસા કરવી. કરુણા દુઃખી જીવો પ્રત્યે દયા ભાવ અને બની શકે તેટલી બીજાને આસક્તિ અને કર્તા ભાવ વગર મદદ કરવી. માધ્યસ્થ દરેક પરિસ્થિતિમાં સમભાવ રાખવો. બાવીસ પરિષહ (પીડાની સહન શક્તિ) જ્યારે કષ્ટ આવે ત્યારે વ્યકિતએ સમભાવ પૂર્વક રહેવું જોઈએ. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશ પરિષહ, આક્રોશપરિષહ, અને રોગ પરિષહ જવા બાવીસ પરિષહોનું શાસ્ત્રમાં વર્ણન છે. આ પરિષહ (પીડા) સમતા ભાવે સહન કરવી. પાંચ ચારિત્ર (આચરણ) પરિણામની શુદ્ધતા. આધ્યાત્મિક પવિત્રતાની સ્થિતિમાં સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરવો તેને ચારિત્ર કહે છે. જૈન શાસ્ત્રમાં પાંચ પ્રકારના ચારિત્રનું વર્ણન છે જે વ્યક્તિગત આધ્યાત્મિક સ્થિતિ પર આધાર રાખે છે. ૧. સામાયિક ચારિત્ર આ સામાયિક ચારિત્ર સાધુજનો માટે સર્વથા હોય છે. પરંતુ ગૃહસ્થો માટે ૪૮ મિનિટનું વિધિપૂર્વક સામાયિક કરવું. તે એકથી વધુ થઈ શકે 56 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૦૮ સંવર - નવા કર્મબંધને રોકવાના પ્રકારો તેમ જીવન જીવવું. સામાયિકમાં સાવદ્ય પાપ વ્યાપારનો સર્વથા ત્યાગ મુનિને આજીવન હોય છે અને ગૃહસ્થને આંશિક એટલે કે સામાયિક કરતા હોય ત્યારે હોય છે. ૨. છેદોપસ્થાપના આ ચારિત્ર ફક્ત સાધુઓ કે સાધ્વીઓ માટે જ છે. તેમણે લીધેલ મહાવ્રતોનો ભંગ થવાને કારણે ગુરુ તેમના પૂર્વના ચારિત્ર કાળનો છેદ કરીને પુનઃ મહાવ્રતોને સ્વીકારવાનું પચ્ચકખાણ આપે તેને. છેદોપસ્થાપના ચારિત્ર કહે છે. ૩. પરિહાર વિશુદ્ધિ આ ચારિત્ર પણ ફક્ત સાધુઓ કે સાધ્વીઓ માટે જ છે પોતાના ગચ્છનો ત્યાગ કરીને અમુક સાધુજનો વિહાર કરી જંગલ કે ગુફામાં એકાંતમાં રહી ઉગ્ર સાધના કરે છે. આ સાધનાથી તેઓ આંતરિક તપનો (પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન, અને કાયોત્સર્ગ) ઉત્કૃષ્ટ વિકાસ કરે છે. ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર આ ચારિત્ર પણ ફક્ત સાધુઓ માટે જ છે કોઈપણ કષાય વગર સાધુ તરીકેનું જીવન જીવવું. માત્ર મોક્ષ પ્રાપ્તિની થોડી આશા રાખવી. કારણ જૈન ધર્મ માને છે કે કોઈપણ આશા એ લોભનું જ રૂપ છે. અહીં લોભ કષાયનો અતિ સૂક્ષ્મ પણે ઉદય વર્તે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. ૫. યથાખ્યાત ચારિત્ર આ ચારિત્ર પણ ફક્ત સાધુઓ માટે જ છે જૈન દર્શન અને આચારની સરળ સમજ 57 Page #59 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન આ ચારિત્ર ફક્ત કેવળજ્ઞાની સાધુ કે સાધ્વીનું સહજ જીવન છે. તેમનું જીવન સહજ અથવા મનોવિકાર વગરનું હોય છે. આ યથાર્થ સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર, જે મોક્ષના કારણભૂત ચારિત્ર છે પણ તેઓને મોક્ષની પણ આશા નથી રહેતી. 58 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૦૯ નિર્જરા - બાંધેલા કર્મોનો નાશ કરવાના ઉપાયો ૦૯. નિર્જરા - બાંધેલા કર્મોનો નાશ કરવાના ઉપાયો નિર્જરા એટલે સત્તામાં રહેલા કે ઉદયમાં આવતાં કેટલાંક કર્મોનું ખરી પડવું, આત્માથી અલગ થઈ જવું છે. આ નિર્જરા બે રીતે થાય છે. એક નિર્જરામાં કર્મ પોતાના પરિપાકના સમયે તેના ફળ પ્રમાણે વાતાવરણ પેદા કર્યા પછી જઈ ખરી પડે છે. તેને અકામ નિર્જરા કહેવાય છે. પણ તે સમયે જીવનો ઉપયોગ ઉદયકર્મમાં જોડાયેલો હોવાથી તે નવો કર્મબંધ કરે છે. તેથી સામાન્ય સંજોગોમાં માણસ અકામ નિર્જરાથી કર્મથી મુક્ત થઈ શકતો નથી કારણ કે દરેક પળે તે જૂના કર્મ છોડે છે અને નવા કર્મ બાંધે છે. આમ અકામ નિર્જરાનું ચક્ર તો ચાલ્યા જ કરે છે. તેનાથી જીવને કોઈ લાભ નથી. બીજી નિર્જરામાં ઉચ્ચ આધ્યાત્મિક આશયથી કરાતાં તપથી લાગેલી કર્મરજો (સત્તામાં રહેલી કર્મરજો) ખરી પડે છે. તેને સકામ નિર્જરા કહેવાય છે. સકામ નિર્જરા જ આધ્યાત્મિક લાભ કરાવે છે. તે નિર્જરા તપથી સધાય છે. જૈન ધર્મ સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરતા માણસે કરેલા કર્મ ઉદયમાં આવે તે પહેલાં તેની માત્રા ઓછી કરીને તેને દૂર કરી દેવા જોઈએ. તે જીવનની જરૂરિયાત ઘટાડીને, પાંચ મહાવ્રતોનું પાલન કરીને, સત્કાર્યો, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા કરી શકાય છે જેને તપ કહે છે. જૈન ધર્મમાં બાર પ્રકારના તપ વર્ણવ્યા છે. તે બે ભાગમાં વહેંચાયા છે. બાહ્ય તપ અને અત્યંતર તપ. બાહ્ય તપ- શારીરિક તપ બાહ્ય તપ માનવ શરીર અને મનને સંયમમાં રાખે છે. ફકત બાહ્ય તપથી કર્મની સકામ નિર્જરા થતી નથી શ્રી ભગવતી સૂત્રમા, શ્રી ભગવાન મહાવીર ગૌતમસ્વામીને કહે છે કે જે જીવો પરાણે ભૂખ-તરસ, બ્રહ્મચર્ય, શીત-ઉષ્ણ, જૈન દર્શન અને આચારની સરળ સમજ 59 Page #61 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન ડાંસ-મચ્છર વગેરેનાં દુઃખ સહન કરે છે; પરાણે સ્નાનત્યાગ, પરસેવો, રજ, મેલ તથા કાદવથી થતા પરિદાહનો ક્લેશ પરાણે સહન કરે છે તેઓ એક પ્રકારની અકામ નિર્જરા જ કરે છે. પરંતુ બાહ્ય તપનો ઉપયોગ આપણા શરીર અને મનને સંયમમાં રાખવાનો છે અને તે સંયમ આત્માને અત્યંતર તપ માટે તૈયાર કરે છે. આ રીતે આધ્યાત્મિક વૃત્તિ વધારવા અને કર્મની નિર્જરા કરવામાં બાહ્ય તપ મદદ કરે છે. અત્યંતર તપ તે જ ખરું તપ છે અને તેનાથી જ કર્મની નિર્જરા થાય છે. 1. અનશન સંપૂર્ણ આહાર નો વિધિપૂર્વક ત્યાગ તેને અનશન અથવા ઉપવાસ કહેવાય છે. કેટલીક વખત કોઈ નક્કી કરેલા સમયમાં માત્ર પાણી લે છે. 2. અલ્પાહાર અથવા ઊણોદરી ભૂખ કરતાં ૧૦%થી ૨૦% ઓછું ખાવું તેને ઊણોદરી વ્રત કહેવાય 3. ઈચ્છા નિરોધ અથવા વૃત્તિ સંક્ષેપ આહાર અને માલિકીની વસ્તુઓની મર્યાદા બાંધવી. આહારમાં ભાવતી અને રસવાળી વસ્તુઓનો ત્યાગ કરવો. ઉપરાંત જે જે વસ્તુઓ ભોગ-ઉપભોગમાં લેવાતી હોય તેનો સંક્ષેપ કરવો અથવા મર્યાદા બાંધવી. 4. રસત્યાગ સ્વાદને જીતવા માટે સ્વાદિષ્ટ રસોનો ત્યાગ કરવો. તેમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલું એ રસવાળા પદાર્થોનો ત્યાગ કરવો. વળી કચરા પટ્ટી જેવો આહાર (જંક ફૂડ) જેમાં નહિવત પૌષ્ટિકતા હોય છે. તેનો ત્યાગ કરવો. ટૂંકમાં ખોરાકમાં સ્વાદ સાથે કોઈ લગાવ હોવો જોઇએ નહિ. આપણે સ્વસ્થ જીવન જીવવા માટે ઓછામાં ઓછો 60 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૦૯ નિર્જરા - બાંધેલા કર્મોનો નાશ કરવાના ઉપાયો જરૂરી અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. સ્વાદ અને મજા માટે ખોરાક ખાવો નહીં. 5. કાય ક્લેશ - સ્વેચ્છાએ સ્થિરતા રાખવી – સ્વેચ્છાએ શરીરને કષ્ટ આપવું. અને તે પણ કષ્ટ આપતી વખતે વિહ્વળ બન્યા વગર સહન કરવું. બધા જ પ્રકારના તપની આ સામાન્ય સમજ છે. મુનિએ લોચ કરવો, ઠંડીમાં કે ગરમીમાં ખુલ્લા પગે ચાલવું, કાયાની માયા ઘટાડવી. આ પ્રમાણે કાયાને પડતા કષ્ટ સમભાવે સહન કરવાથી આધ્યાત્મિક પ્રગતિ સરળતાથી થઇ શકે છે. 6. સંલીનતા - પંચેન્દ્રિયનું સુખ જતું કરવું – અંગોપાંગ સંકોચવા અર્થાત્ પદ્માસન કે વજ્રાસન જેવા આસનો દ્વારા અંગોને સાધના માટે કેળવવા. ઇન્દ્રિયો અને મનને અંતરમાં ઉતારી મન અને શરીરના આનંદને જતો કરવો. વિષય કષાયમાં દોડી જતી ઇંદ્રિયો ને રોકવી. અત્યંતર તપ-આંતરિક તપ બાહ્ય તપ આપણા શરીર અને મનને સંયમમાં રાખે છે અને આત્માને અત્યંતર તપ માટે તૈયાર કરે છે. અત્યંતર તપથી જ રાગ અને મોહ (કષાય) ને ઘટાડી શકાય છે અને તેનાથી આત્માના પરિણામ વિશુદ્ધ થાય છે અને તેથી બાંધેલા કર્મ ઉદયમાં આવે અને તેનું શુભાશુભ ફળ આપે તે પહેલા તે નિર્જરી દે છે અથવા તેના ઉદય વખતે તેની માત્રા ઘણી જ ઓછી કરે છે અને તેથી જ તે જ ખરું તપ છે. તેનાથી જ સકામ નિર્જરા થાય છે. 1. પ્રાયશ્ચિત્ત આધ્યાત્મિક શુદ્ધિ માટે ભૂતકાળમાં થયેલા દોષો અને અપરાધ માટે પ્રાયશ્ચિત્ત કરવું અને ફરીથી એવા દોષો ન થાય તે પ્રમાણે જીવન જીવવું. જૈન દર્શન અને આચારની સરળ સમજ 61 Page #63 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન 2. વિનય પ્રત્યેક વ્યક્તિની સાથે આદર પૂર્વક વર્તવું. ગરીબો પ્રત્યે માનવતા દાખવવી 3. વૈયાવૃત જરૂરીયાતવાળી દરેક વ્યકિતઓ ને યથાયોગ્ય આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ પૂરા પાડવા, જ્ઞાનીઓનું ભક્તિપૂર્વક બહુમાન કરવું. 4. સ્વાધ્યાય શાસ્ત્રાર્થ ગ્રહણ કરવા. સાસ્ત્રોનો અભ્યાસ કરવો. આત્મા, કષાય અને કર્મ-તેનો સંબંધ અને સૃષ્ટિના બીજા તત્વોનો અભ્યાસ કરવો. આત્માના ગુણોને જાણવા અને તે પ્રમાણે જીવન જીવવું. 5. ધ્યાન ઉપરના ચાર ગુણો ગ્રહણ કર્યા પછી કોઈપણ શુદ્ધ વિષયનું કે આત્માના ગુણો વિષેનું એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું. 6. કાયોત્સર્ગ કાયોત્સર્ગ એટલે કાયાના વ્યાપારનો ત્યાગ અને દેહભાવનો ત્યાગ કરવો. તેના માટે મન અને શરીરને સ્થિર કરી અને આત્મા આ દેહથી જુદો છે એ ભાવ દરેક સમયે રહે. આ સ્થિતિની ઉચ્ચ કક્ષાએ ચારે ઘાતકર્મો નાશ પામે છે. 62 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પુણ્ય અને પાપ કર્મ ૧૦. પુણ્ય અને પાપ કર્મ પ્રસ્તાવના આપણે મિથ્યાત્વ, કષાય (ક્રોધ, માન, માયા, લોભ) અને મન, વચન અને કાયાના યોગથી કર્મો બાંધીએ છીએ. આ કર્મોનું જુદી જુદી રીતે વર્ગીકરણ થયું છે તે કર્મોનું ઘાતી-અઘાતી પ્રમાણે વર્ગીકરણ આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા. તે જ કર્મોનું પુણ્ય અને પાપ કર્મ પ્રમાણે પણ વર્ગીકરણ આ પ્રકરણમાં કરેલ છે. પુણ્ય કર્મ કરૂણા, જીવદયા, અન્નનું, પાણીનું, કે રહેવાનું દાન, અહિંસાદિ વિચારોનું શુદ્ધિકરણ, શારીરિક તેમજ માનસિક આનંદ આપવા જેવી પ્રવૃત્તિઓથી કે શુભભાવથી કરેલ કાર્ય અને તેનાથી બંધાયેલ કર્મ ને પુણ્યકર્મ કહેવાય છે પાપ કર્મ હિંસા, અપ્રામાણિકતા, ચોરી, લંપટતા, રાગ, ક્રોધ, મિથ્યાભિમાન, કપટ, કામવાસના અને કુવિચારોના (અશુભ ભાવ) પરિણામથી બંધાયેલ કર્મને પાપ કર્મ કહે છે. ઘાતી, અઘાતી અને પુણ્ય, પાપ કર્મો વચ્ચેનો સંબંધ બધા ઘાતી કર્મો (મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવર્ણીય અને અંતરાય) આત્માના ગુણોનો ઘાત અથવા વિકૃત કરે છે તેથી ચારેય ઘાતી કર્મો પાપ કર્મ તરીકે ગણાય છે. માત્ર અઘાતી કર્મ જે જીવની, શારીરિક રચના તથા સામાજિક દરજ્જા માટે જવાબદાર છે તે કર્મોનું પુણ્ય કર્મ અને પાપ કર્મમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 63 Page #65 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન અઘાતી પુણ્ય કર્મથી મનુષ્ય જન્મ, નિરોગી શરીર, ઉચ્ચ કુળ અને લાંબુ આયુષ્ય મળે છે. જે આગળ આધ્યાત્મિક પ્રગતિ કરવામાં સહાયક બની શકે અઘાતી પાપ કર્મથી રોગીષ્ઠ શરીર, ટૂંકુ આયુષ્ય, નીચ ગોત્રકુળ, ગરીબાઈ, તિર્યંચ કે નરકમાં જન્મ વિગેરે મળે છે. જે આગળ આધ્યાત્મિક પ્રગતિ કરવામાં સહાયક બની શકતા નથી. પરંતુ આવી પરિસ્થિતિમાં રહેલ વ્યક્તિ સામાન્ય સંજોગોમાં વધારે પાપ કર્મો બાંધતો રહે છે. માનવ જીવન અને ઉત્તમ તંદુરસ્ત શરીરની રચના વગર વીતરાગ દશા (રાગ-દ્વેષ વગરની આધ્યાત્મિક સ્થિતિ) પ્રાપ્ત થવી મુશ્કેલ છે. અને તેથી કેવળજ્ઞાન અને મોક્ષ પણ પામી શકાય નહીં. તેથી સામાન્ય સંજોગોમાં પણ મોક્ષ પામવાના નિમિત્ત માટે પુણ્ય કર્મ અત્યંત જરૂરી છે. કર્મ બાંધવાના અને ભોગવવાના નિયમો: જૈન દર્શન કહે છે કે: • દરેક પળે વ્યક્તિ બધાજ પ્રકારના ૮ કર્મો (૪ ઘાતી અને ૪ અઘાતી) ભોગવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિ દરેક પળે બધાજ પાપ અને પુણ્ય કર્મો સાથે ભોગવે છે. દરેક પળે વ્યક્તિ ૭ કર્મો (૪ ઘાતી અને 3 અઘાતી) બાંધે છે (આયુષ્ય કર્મ સિવાયના) અને જીવન દરમ્યાન એક વખત આયુષ્ય સાથે આઠે કર્મ બાંધે છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિ દરેક પળે પાપ અને પુણ્ય બંને કર્મો સાથે બાંધે છે. આ બધાજ કર્મના બંધન, એક જ મોહનીય કર્મના નિમિત્તથી એટલે કે આપણામાં રહેલા મિથ્યાત્વ અને આપણે કરેલ કષાયથી જ થાય છે. આગળ વધેલી આધ્યાત્મિક વ્યક્તિ જ્યારે ૧૨મા ગુણસ્થાને પહોંચે ત્યારે ફક્ત મોહનીય કર્મનો જ નાશ કરીને વીતરાગ દશા પ્રાપ્ત કરે છે. અને 64 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પુણ્ય અને પાપ કર્મ વીતરાગ દશા પ્રાપ્ત કર્યા પછી ૪૮ મિનિટમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને પછી તેઓનું આયુષ્ય પુરું થયે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિચાર કરીએ તો પુણ્ય કર્મનું નિમિત્ત આપણને મોક્ષ પ્રાપ્ત કરવાના માર્ગમાં ૧૨મા ગુણસ્થાનક સુધી પહોચવામાં સહાયક બને છે પરંતુ બાધા રુપ બનતું નથી. માટે દરેક પળે આપણે વધુમાં વધુ પુણ્ય કર્મ અને ઓછામાં ઓછા પાપ કર્મ બંધાય તે માટે જાગૃત (સભાન) રહેવું જોઈએ. શુદ્ધ દયામય અને અહિંસક ચારિત્ર્યનું પાલન કરીને મુક્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. પુણ્ય કર્મ કરતી વખતની ચેતવણી સલૂણી, નીતિમાન પ્રવૃત્તિઓ કરતી વખતે ઘણી વખત વ્યક્તિ પોતાના મિથ્યાત્વ અને કષાયને લીધે માને છે કે તેના પ્રયત્નો અને કાર્યને લીધે ઘણા લોકોને મદદ મળી અથવા તે પોતે મંદિર કે હોસ્પિટલ બાંધવા માટેનો મોટો દાનેશ્વરી છે. અને આ રીતે તે ઘણો સામાજિક મોભો પ્રાપ્ત કરે છે અને તેનો તે ગર્વ લે છે. આવી વ્યક્તિ સારા કાર્ય ને લીધે પુણ્ય કર્મ બાંધે છે પણ સાથે ને સાથે તે કર્તાભાવને કારણે મોટું પાપ કર્મ (મોહનીય કર્મ) બાંધે છે કારણ કે તેમનું આ પુણ્ય કર્મ મોહનીય કર્મની અસર હેઠળ શક્તિ અને કીર્તિ માટે કરેલ છે. તેથી જૈન ધર્મ ચેતવે છે કે કોઈપણ દયામય અને નીતિમય પ્રવૃત્તિ મિથ્યાત્વ અને કષાય સાથે કરી હોય તો અંતે તો તે પાપમય પ્રવૃત્તિ તરીકે તે વ્યક્તિ પાપના જ કર્મો વધારે બાંધે છે. પછી ભલે તે પ્રવૃત્તિ બીજા લોકોને, પ્રાણીને કે સમાજને મદદરૂપ હોય. મોહનીય કર્મ એક જ ખૂબ જોખમકારક કર્મ છે કારણ કે માત્ર આ એક જ કર્મને લીધે, કોઈ પણ વ્યક્તિ વીતરાગતા પ્રાપ્ત કરી શકતી નથી અને તેથી કેવળજ્ઞાન અને મોક્ષ પણ પ્રાપ્ત થઇ શકતા નથી. જૈન દર્શન અને આચારની સરળ સમજ 65 Page #67 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન સારાંશ પુણ્ય એ કર્મ છે પણ જૈન ધર્મ એવું શીખવે છે કે બધા કર્મ આત્માની મુક્તિ પ્રાપ્ત કરવાના માર્ગમાં આડા નથી આવતા. માત્ર ઘાતી કર્મ અને ખાસ કરીને મોહનીય કર્મ જ આત્માની વીતરાગ દશા પ્રાપ્ત કરવામાં બાધારૂપ છે. વળી પરોપકારની પ્રવૃતિ શુધ્ધ ભાવથી એટલે કે પ્રશંસાની આશા વગર કે કર્તા ભાવ વગર કરેલ હોય તો નવા કર્મો બંધાતા નથી પણ બાંધેલા જૂના કર્મોની સકામ નિર્જરા થાય છે. એક વખત વીતરાગતા પ્રાપ્ત થયા પછી બાકીના ત્રણ ઘાતી કર્મ આપોઆપ અંતમુહૂર્ત (૪૮ મિનિટ)માં નાશ પામે છે અને વ્યક્તિ કેવળજ્ઞાન, કેવળદર્શન, અને અનંત શકિત પ્રાપ્ત કરે છે. અને પછી જીવનના અંતે બધાજ અઘાતી કર્મોનો નાશ થતો હોવાથી તે મુક્તિ મેળવે છે - સિદ્ધ થાય છે. વ્યક્તિગત આધ્યાત્મિકતાના બિંદુથી જોઇએ તો, જો કોઈ સાચે જ મિથ્યાત્વ અને કષાયનો (મોહનીય કર્મ) નાશ કરે તો તે મુક્તિ તે જ ભવમાં પ્રાપ્ત કરે છે. પુણ્ય કર્મથી મળતા માનવ જન્મ, સંયમ, આર્યક્ષેત્ર વિગેરે સામગ્રીનો સદુપયોગ કરીએ તો આપણે સહેલાઈથી મોક્ષ પ્રાપ્ત કરી શકીયે છીએ. માટે પુણ્ય કર્મને મોક્ષ પ્રાપ્તિ માટે બાધા રૂપ કહેવું તે આધ્યાત્મિક દ્રષ્ટિ એ બરાબર નથી. મોક્ષ પ્રાપ્તિ માટે ફકત મોહનીય કર્મ જ બાધા રૂપ છે. પુણ્ય-પાપની ચતુર્ભાગી પુણ્ય અને પાપ બંને કર્મ આત્માને ઇન્દ્રિય દ્વારા ભવિષ્યમાં સુખ કે દુઃખ નો અનુભવ કરાવવામાં નિમિત્ત બને છે. પુણ્ય અને પાપ કર્મના પરિણામ ભોગવતી વખતે આપણી પ્રતિક્રિયા કે વલણને હિસાબે જે નવા કર્મ બંધાય તેને અનુબંધ કહે છે. જો આપણું વલણ કે પુરુષાર્થ મુક્તિ કે સદ્ગુણ તરફનું હશે તો તે ધર્મનિષ્ઠ પ્રતિભાવ પામશે અને પુણ્યનો અનુબંધ થશે તેને પુણ્યનુબંધ કહે છે અને જો આપણી વૃત્તિ ભૌતિક સુખ અને દુર્ગુણો તરફની 66 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પુણ્ય અને પાપ કર્મ હશે તો તે પાપ વૃત્તિનો પ્રતિભાવ મેળવશે એટલે કે પાપનો અનુબંધ થશે તેને પાપાનુબંધ કહે છે. ૧. પુણ્યાનુબંધી પુણ્ય આપણે ભૂતકાળના કરેલા પુણ્ય કર્મનું ફળ ભોગવતી વખતે, કોઈ પોતાની સંપત્તિ, સ્વાસ્થ્ય અને શક્તિ કોઈપણ પ્રકારની કીર્તિ કે સત્તાની અપેક્ષા રાખ્યા વગર પરોપકારે વાપરે તો તે નવા પુણ્ય કર્મ બાંધે છે. તેને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. આવા ઉત્તમ ભાવ મોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. બહુ ઓછા લોકો સુખસુવિધામાં આસક્ત હોય ત્યારે પુણ્ય કર્મ કરવા પ્રયત્ન કરતા હોય છે. આમ જે પુણ્ય કર્મનો ઉદય નવા પુણ્યબંધનો હેતુ બને તેને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. આમ કરવાથી તેની આધ્યાત્મિકતા વધે છે અને આખરે આવી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૨. પાપાનુબંધી પુણ્ય પુણ્યના ઉદય વખતે આપણે આપણા પુરૂષાર્થથી પાપ કર્મનું બંધન કરીએ તો તેને પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. એટલે કે પહેલાના પુણ્ય કર્મના ઉદયે મળેલી સત્તા, સંપત્તિ અને સ્વાસ્થ્યનો આનંદ છૂટથી માણતા વ્યક્તિ અસદ્પ્રવૃત્તિ કરે છે ત્યારે પાપ કર્મ બંધાય છે. કેટલીક વખત કીર્તિ, સામાજિક મોભો અને સત્તા મેળવવા વ્યક્તિ સત્પ્રવૃત્તિઓ પણ કરે છે તેમ છતાં આવી બધી ક્રિયાઓથી તે વ્યક્તિને તો પાપ કર્મ જ બંધાય છે. મોટા ભાગના લોકો જ્યારે સત્તા, સંપત્તિ હોય ત્યારે એશ-આરામમાં નિરંકુશ પણે આસક્ત બની તેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે તેને પાપાનુબંધી પુણ્ય કહે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 67 Page #69 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન ૩. પુણ્યાનુબંધી પાપ પહેલાનાં પાપ કે દુઃખના કર્મના ઉદય વખતે આપણે તે દુઃખ સમતાથી સહન કરીએ તો નવો અનુબંધ પુણ્યનો થાય છે. એટલે કે ભૂતકાળમાં કરેલ પાપકર્મના ઉદય વખતે વ્યક્તિ સ્વીકારે કે તેનું દુઃખ પહેલાના કરેલા હિંસાદિ ખોટા કર્મો અથવા પ્રવૃત્તિઓનું પરિણામ છે. અને તેથી તે વ્યકતિ દુઃખને શાંતિથી અને અનાસક્તિના ભાવથી સહન કરે છે. તે પોતાના દુઃખનું કારણ બીજાને નથી ગણતો. તેથી તે પુણ્ય કર્મ બાંધે છે. આને પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. આ સ્થિતિમાં તે વ્યકતિની આધ્યાત્મિક પ્રગતિ ઘણી થાય છે. અને તેની મોક્ષ પ્રાપ્તિ બીજા કરતાં વધારે ઝડપથી થાય છે. દુઃખ ભોગવતી વખતે આવા વલણોનો પ્રયાસ ભાગ્યે જ કોઈ કરે છે. ૪. પાપાનુબંધી પાપ પહેલાનાં પાપ કે દુઃખના કર્મને ભોગવતાં કોઈ બીજાને પોતાના દુઃખનું કારણ ગણે. અને તેથી તે પોતાના ક્રોધ, વેર ઝેર, ઈર્ષા વધારે છે. તેથી આ રીતે નવું પાપકર્મ બાંધે છે. આવી પ્રક્રિયાને પાપાનુબંધી પાપ કહેવાય છે. મોટા ભાગના લોકો દુઃખી હોય ત્યારે ક્રોધ, ઈર્ષા અને શત્રુતામાં ડૂબેલા રહે છે. તેથી અંતે દુઃખ જ તેમના ભાગ્યમાં રહે છે. સારાંશ જૈન ધર્મ કહે છે કે સુખદ પરિસ્થિતિમાં આપણે આપણી શક્તિ મુજબ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અપરિગ્રહ જેવા વ્રતને પાળવા જોઇએ અને દાન, શીલ, તપ ભાવ જેવા કાર્યો કરવા જોઈએ. અને દુઃખદ સ્થિતિમાં સ્વીકારવું જોઈએ કે મારુ દુઃખ એ મારા પહેલાના કર્મોનું જ પરિણામ છે. મારા આ દુઃખ માટે બીજું કોઈ જવાબદાર નથી. અને આ રીતે દુઃખદ પરિસ્થિતિમાંથી સમતાભાવે પસાર થવું જોઇએ. 68 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પુણ્ય અને પાપ કર્મ આધ્યાત્મિક પ્રગતિની પ્રારંભિક સ્થિતિમાં, દરેકે પાપ પ્રવૃત્તિથી જેટલું બને તેટલું દૂર રહેવું જોઈએ. અને બને તેટલા વધારે પ્રયત્નો કરી સત્કાર્યો જેવા કે અહિંસાદિ, દાન, અને પરોપકાર દ્વારા જીવનની શુદ્ધિ કરવી અને પોતાની આધ્યાત્મિકતા વધારવી. આ બધી સસ્પ્રવૃત્તિઓ કરવાથી પુણ્ય કર્મ પ્રાપ્ત થતાં આગળ આધ્યાત્મિક પ્રગતિ કરવાના ઘણા અનુકૂળ સંજોગો મળી રહેશે. જેમ કે સ્વાચ્ય પૂર્ણ જીવન, સામાજિક મોભો, દીર્ઘ આયુષ્ય અને આધ્યાત્મિક પ્રગતિ માટેના ધર્મગુરૂઓ, સન્શાસ્ત્રો સમાગમ વિગેરે. આ અનુકૂળ સંજોગોને ભોગવતાં વ્યક્તિએ કીર્તિની, શક્તિની કે ફળની આશા રાખ્યા વગર સતત પરોપકારના કાર્યો કરતાં રહેવું જોઈએ. આ જાગૃતિને લીધે કર્તાભાવ (અહં) અને ગમો-અણગમો કે રાગ કે દ્વેષ જેવા દુર્ગુણો ઓછા થાય છે કે લગભગ દૂર થઈ જાય છે. એક વખત મોહનીય કર્મો નાશ પામે પછી વ્યક્તિ બીજા નવા ઘાતી કર્મો બાંધતો નથી પણ તેના જૂના ઘાતી કર્મોની નિર્જરા થાય છે અને અંતે કેવળજ્ઞાન પામી અને મોક્ષ પ્રાપ્ત કરે છે. જો કે સમ્પ્રવૃત્તિથી પુણ્ય કર્મ પ્રાપ્ત થાય છે અને જો તે સસ્પ્રવૃત્તિમાં આપણે કર્તા ભાવ (ego) રાખીએ તો પુણ્ય કર્મની સાથે ઘણા જ મોહનીય કર્મ પણ બંધાય છે જે મોક્ષ પ્રાપ્તિ માં બાધા રૂપ છે. તેથી કોઈએ એમ અનુમાન ન કરવું જોઈએ કે જૈન ધર્મ સમ્પ્રવૃત્તિઓને નકારે છે. જૈન ધર્મ સમ્પ્રવૃત્તિઓ જ કરવાનું કહે છે પણ તેમાં કર્તા ભાવ રાખવાનું નથી કહેતા. કર્તા ભાવ ન રાખવાની પ્રક્રિયાથી જ જૂના કર્મોની નિર્જરા થાય છે અને મોહનીય કર્મનો નાશ થાય છે. અને વીતરાગ દશા પ્રાપ્ત થાય છે. જૈન દર્શન કહે છે કે – એક વખત મોહનીય કર્મનો નાશ થઈ જાય પછી બાકીના કર્મો સામર્થ્ય વગરના બની જાય છે અને તે કોઈને મોક્ષપ્રાપ્તિમાં રોકી શકતા નથી કે બાધા રૂપ બનતા નથી. મોહનીય કર્મનો નાશ કરવા મનુષ્ય જીવન (ભવ), સત્ દેવ અને ગુરુનો યોગ, તંદુરસ્ત શરીર, દયાળુ સ્વભાવ અને સત્પવૃત્તિઓ જરૂરી છે. જે પુણ્ય કર્મનું પરિણામ છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 69 Page #71 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન ૧૧. ગુણસ્થાન અથવા ગુણશ્રેણી 14 Steps to Freedom Last Step To Freedom 13 Omniscience 12 Passionless Stage 11 Supressed Passions 10 Subtle Greed 09 Minimal Passions 08 Free of Gross Passions 07 Strong Self Discipline Gunasthänak 06 Accelerated Discipline 05 Partial Renunciation 04 Right Faith 03 Mixed Stage 02 Tasted Righteousness These steps are in a logical sequence, not in a chronological sequence of spritual progress 01 Delusion or False Vision 70 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગુણસ્થાન અથવા ગુણશ્રેણી જૈન શાસ્ત્રમાં કૈવલ્ય-ભૂમિને પહોંચવા માટે આત્માના ક્રમિક વિકાસની ચૌદ શ્રેણીઓ બતાવી છે. આ શ્રેણીઓને ગુણસ્થાન કહે છે. ગુણસ્થાન એટલે ગુણની અવસ્થા. આત્માનો ગુણ વિકાસ યથાયોગ્ય ક્રમશ ચૌદ શ્રેણીઓમાં થાય છે. બધા પ્રાણીઓ પ્રાથમિક અવસ્થામાં તો પ્રથમ શ્રેણીમાં વર્તનારા હોય છે. પણ એમાંથી જેઓ આત્મબળ ફોરવી આગળ વધવાનો પ્રયત્ન કરે છે, તેઓ ઉત્તરોત્તર શ્રેણીઓમાં યોગ્ય ક્રમથી પસાર થાય છે અને છેવટે બારમી શ્રેણીમાં નિરાવરણ એટલે કે વિતરાગ બની તેરમી શ્રેણીમાં જીવન મુક્ત પરમાત્મા બને છે. અને છેવટે મૃત્યુ સમયે ચૌદમી શ્રેણીમાં આવી તરત જ પરમ નિર્વાણધામ પ્રાપ્ત કરે છે. મંદ પ્રયત્નવાળાઓને વચલી કેટલીક શ્રેણીઓમાં વધારે રોકાવું પડે છે, ચડતી-પડતી પણ ઘણી વખત ઘણી થાય છે. જેથી બારમી શ્રેણી સુધી જતા તેઓને ઘણો વખત લાગે છે. ૧૪ ગુણસ્થાનક (૦૧) મિથ્યાત્વગુણસ્થાન કોઇ પણ પ્રાણીમાં જ્યારે આત્મકલ્યાણ સાધનના માર્ગ વિષેની સાચી દૃષ્ટિ ન હોય, ઊંધી સમજ હોય કે અજ્ઞાન, ભ્રમ પ્રવર્તતા હોય ત્યારે એ આ પ્રથમ શ્રેણીમાં હોય છે. નાના કીડાથી માંડી મોટા મોટા પંડિતો અને તપસ્વીઓ સુદ્ધાં આ શ્રેણીમાં હોય છે. કેમકે વાસ્તવિક આત્મદૃષ્ટિ કે આત્મભાવના ન હોવી એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના પરિણમે એમની અન્ય ઉન્નતિનું કશું મૂલ્ય નથી. ટૂંકમાં આત્મકલ્યાણ સાધનના માર્ગમાં કર્તવ્ય-અકર્તવ્ય વિષેના વિવેકનો અભાવ અને ખોટાં રૂઢિ વહેમમાં માનવું એ મિથ્યાત્વ છે. (૦૨) સાસાદન ગુણસ્થાન સાસાદન ગુણસ્થાન સમ્યગ્દર્શનથી (ચોથા ગુણસ્થાન થી) પડતી અવસ્થાનું નામ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ ક્રોધાદિ પરમ તીવ્ર (અનન્તાનુબન્ધી) કષાયોનો ઉદય થાય તો સમ્યક્ત્વથી પડવાનો વખત આવે છે. આ ગુણસ્થાન એવી પડતી અવસ્થા રૂપ છે એટલે આ ગુણસ્થાન ક્ષણમાત્રનું છે. ‘ઉપશમ' સમ્યક્ત્વથી પડનારને માટે જ આ ગુણસ્થાન છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 71 Page #73 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન (૦૩) મિશ્રગુણસ્થાન આત્માના એવા વિચિત્ર અધ્યવસાયનું નામ છે કે જે સમ્યત્ત્વ અને મિથ્યાત્વ બન્નેના મિશ્રણરૂપ છે. જ્યારે કોઈ જીવને સત્યનું દર્શન થાય છે ત્યારે તે આશ્ચર્યચકિત જેવો બની જાય છે. પરંતુ ઘણી વખત એના જૂના સંસ્કાર અને પાછળ તરફ ખેંચે છે. અને સત્યનું દર્શન આગળ ખેંચે છે. આમાં પૂર્ણ વિવેક પ્રાપ્તિ હોતી નથી, સમ્યત્વ અને મિથ્યાત્વનું મિશ્રણ હોય છે, અર્થાત્ સન્માર્ગ વિષે શ્રદ્ધા પણ નહિ અને અશ્રદ્ધા પણ નહિ અથવા સત્ અને અસત બેઉ તરફ ખેંચનારી યા બેઉ વિષે "ભેળસેળ" જેવી શ્રદ્ધા હોય છે. આ ગુણસ્થાનની “ડોલાયમાન' અવસ્થા થોડા વખત માટે હોય છે. પછી તો એ કાં તો મિથ્યાત્વમાં પડે છે, કાં તો સત્યને પ્રાપ્ત કરે છે (૦૪) અવિરતિ સમ્યગદષ્ટિ વિરતિ વિના ની સમ્યગ્દષ્ટિ (સમ્યક્ત યા સમ્યગ્દર્શન) એ ‘અવિરતિ સમ્યગ્દષ્ટિ' શબ્દનો અર્થ છે. સમ્યત્વનો સ્પર્શ થતાં-ભવભ્રમણના કાળનો છેડો નિયત થઈ જાય છે. આત્મવિકાસની મૂળ આધારભૂમિ આ ગુણસ્થાન છે. મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ એ બે વચ્ચેનો ફેર આ પ્રસંગે જરા જોઈ લઈએ. મિથ્યાદૃષ્ટિમાં ધાર્મિક ભાવના નથી હોતી. બધા પ્રાણીઓ સાથે એકતા યા સમાનતા અનુભવવાની સદ્ધત્તિથી એ ખાલી હોય છે. અન્ય સાથે એનો સંબંધ સ્વાર્થનો કે બદલો લેવાનો જ હોય છે. સમ્યગ્દષ્ટિ ધાર્મિક ભાવનાશીલ અને આત્મદષ્ટિવાળો હોય છે. મારો આત્મા છે એવો જ બીજાનો આત્મા છે. એવી તેની શ્રદ્ધા હોય છે. આસક્તિવશાત, પોતાના સ્વાર્થ માટે બીજાના હિતનો ઉપરોધ કરવા જેવું દુષ્કૃત્ય એ કદાચ કરે તો પણ એ અનુચિત છે એમ એના અન્તરાત્માને ડંખ્યા કરે છે, એ માટે એને પશ્ચાત્તાપ થાય છે અને કામક્રોધાદિક દોષો અને પાપાચરણ ઓછાં થાય એવી એની મનોભાવના હોય છે. 72 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગુણસ્થાન અથવા ગુણશ્રેણી મિથ્યાદૃષ્ટિ, ધાર્મિક દૃષ્ટિએ જે પાપ ગણાતું હોય તેને પાપ સમજતો નથી; ભૌતિક સુખ મેળવવા પાછળ મસ્ત હોવાથી એ માટેનો માર્ગ લેવામાં પુણ્યપાપનો ભેદ એને ગ્રાહ્ય નથી; એ પાપમાર્ગને પાપમાર્ગ સમજતો નથી. મિથ્યાદૃષ્ટિ કોઈનું ભલું કરતો હોય તો પણ સ્વાર્થ, પક્ષપાત કે કૃતજ્ઞતાના હિસાબે કરતો હોય છે, જ્યારે સમ્યગ્દષ્ટિ એ ઉપરાંત સ્વાર્પણભાવનાનું સાત્વિક તેજ પણ ધરાવતો હોય છે. એના માં અનુકમ્પા અને બંધુભાવ ની વ્યાપક વૃત્તિ હોય છે. (૦૫) દેશવિરતિ સમ્યગ્દષ્ટિ સમ્યગ્દષ્ટિપૂર્વક, ગૃહસ્થ ધર્મનાં વ્રતોનું રીતસર પાલન કરવું એ ‘દેશવિરતિ છે. સર્વથા નહિ, કિંતુ દેશતઃ અર્થાત્ અંશતઃ ચોક્કસપણે પાપયોગથી વિરત થવું એ ‘દેશવિરતિ’ શબ્દનો અર્થ છે. દેશવિરતિ એટલે મર્યાદિત વિરતિ. (૦૬) પ્રમત્ત ગુણસ્થાન મહાવ્રતધારી સાધુજીવનનું આ ગુણસ્થાન છે. પરંતુ અહીં સર્વવિરતિ હોવા છતાં પ્રમાદ હોય છે. ક્યારેક ક્યારેક કર્તવ્ય કાર્ય કરવાનું ઉપસ્થિત થવા છતાં આલસ્યાદિને લીધે જે અનાદર બુદ્ધિ પેદા થાય છે તે પ્રમાદ છે. પરંતુ જેમ ઉચિત માત્રામાં ઉચિત ભોજન લેવું એ પ્રમાદમાં ગણાતું નથી, તેમ જ ઉચિત નિદ્રા પ્રમાદમાં ગણાતી નથી, તેમ કષાય પણ મન્દ હાલતમાં હોતાં અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યો નથી, પણ તીવ્રતાને ધારણ કરે ત્યારે તે અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યો છે. કેમકે એમ તો કષાયોદય આગળ સાતમા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન સુધી છે પણ તે મંદ થતો જતો હોઈ તેને ‘પ્રમાદ’ કહેવાતો નથી. (૦૭) અપ્રમત્ત ગુણસ્થાન પ્રમાદમુક્ત મુનિવરનું આ સાતમું ગુણસ્થાન છે. સંયમી મનુષ્ય ઘણીવાર પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થામાં ઝોલાં ખાતો હોય છે. કર્તવ્યમાં ઉત્સાહ અને સાવધાની બન્યાં રહે એ અપ્રમત્ત અવસ્થા છે. એ અવસ્થામાં ચલિત પણું આવતાં થોડા વખતમાં પાછી પ્રમત્તત્તા આવી જાય છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 73 Page #75 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન (૦૮) અપૂર્વકરણ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ યા ક્ષય કરવાનો અપૂર્વ એટલે કે પહેલાં નહિ પ્રાપ્ત થયેલો અધ્યવસાય (આત્મિક ઉત્થાનકાળનો વિશિષ્ટ ભાવોત્કર્ષ) આ ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. ચારિત્રમોહનીયનો ઉપશમ યા ક્ષય અહીંથી શરૂ થાય છે. (૦૯) અનિવૃત્તિકરણ ગુણસ્થાન અપૂર્વ પ્રકારનો પામેલો ભાવોત્કર્ષ અહીં એ સમાન શ્રેણીના આત્માઓમાં સમાનતાને ધારણ કરે છે. ઉપરનુ અને આ બે ગુણસ્થાન આત્મિક ભાવના નૈર્મલ્યની તરતમ અવસ્થાના નિર્દેશરૂપ છે. (૧૦) સૂક્ષ્મસમ્પરાય મોહનીયકર્મનો ઉપશમ યા ક્ષય થતાં થતાં જ્યારે લગભગ બધાજ મોહનીય કર્મ (ક્રોધ આદિ સપરિવાર કષાયરૂપ) ઉપશાન્ત યા ક્ષીણ થઈ જાય છે અને માત્ર એક લોભનો (રાગનો) સૂક્ષ્મ અંશ અવશિષ્ટ રહે છે ત્યારે એ સ્થિતિનું ગુણસ્થાન ‘સૂક્ષ્મસમ્પરાય’ કહેવાય છે. (૧૧) ઉપશાન્તમોહ કષાયરૂપ ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ જ (ક્ષય નહિ) કરવો જેણે પ્રારંભ્યો છે તેનો સંપૂર્ણ મોહ ઉપશાન્ત થાય તેનું નામ ‘ઉપશાન્તમોહ’ ગુણસ્થાન. (૧૨) ક્ષીણમોહ કષાયરૂપ ચારિત્રમોહનીય કર્મનો ક્ષય જેણે પ્રારંભ્યો છે, તેમનો સંપૂર્ણ મોહ ક્ષીણ થવો તેનું નામ ‘ક્ષીણમોહ’ ગુણસ્થાન. ઉપલું અને આ બન્ને પૂર્ણ સમભાવનાં ગુણસ્થાન છે. પણ ફરક એ છે કે ઉપલામાં સમભાવનું સ્થાયીત્વ નથી, જ્યારે આ ગુણસ્થાનમાં એ પૂર્ણ સ્થાયી છે. અહીં ઉપશમ અને ક્ષયમાં ફરક સમજી લઈએ. સામાન્ય રીતે એમ સમજુતી અપાય કે આગ પર પાણી નાખી તેને હોલવી નાખવી એ ‘ક્ષય’ અને રાખ નાખી તેને ઢાંકી દેવી એ ‘ઉપશમ’. ઉપશમ શ્રેણીમા મોહનો સર્વથા ઉપશમ થયો હોય, છતાં પુનઃ મોહનો પ્રાદુર્ભાવ થયા વગર રહેતો નથી. 74 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગુણસ્થાન અથવા ગુણશ્રેણી જ્યારે ક્ષીણમોહની શ્રેણીમા મોહક્ષયનો સાધક એકદમ (૪૮ મીનીટની અંદર) કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. કેમકે મોહનો ક્ષય થયા પછી ફરી તેનો ઉદ્ધવ થતો નથી. (૧૩) સયોગ કેવલી ગુણસ્થાન કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં જ સયોગકેવલી ગુણસ્થાનની શરૂઆત થાય છે. આ ગુણસ્થાનના નામમાં જે ‘સયોગ' શબ્દ મુક્યો છે તેનો અર્થ ‘યોગવાળો' થાય છે. યોગવાળો' એટલે શરીર વગેરેના વ્યાપારવાળો. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ શરીરધારીને ગમનાગમનનો વ્યાપાર, બોલવાનો વ્યાપાર વગેરે વ્યાપારો રહે છે. દેહાદિની ક્રિયા હોવાને લીધે શરીરધારી કેવલી સયોગકેવલી કહેવાય છે. (૧૪) અયોગી કેવલી જિન કેવલી પરમાત્મા પોતાના આયુષ્યના અંત વખતે (મરણસમયે) પોતાના શરીરાદિના તમામ વ્યાપારોનો વિરોધ કરે છે, એ નિરોધની પૂર્ણ અવસ્થાનું ગુણસ્થાન અયોગી કેવલી છે. અયોગી એટલે સર્વ વ્યાપાર રહિત-સર્વ ક્રિયા રહિત. કેવલી અયોગી થતાં જે એનું શરીર છૂટી જાય છે અને એ પરમ આત્મા અમૂર્ત, અરૂપી, કેવલજ્યોતિ સ્વરૂપ પરમ કૈવલ્યધામને પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક પ્રગતિમાં કર્મના નાશનો ક્રમ આધ્યાત્મિક પ્રગતિના માર્ગમાં, સાધક પહેલાં દર્શન-મોહનીય કર્મનો નાશ કરે છે અને સમ્યક્ત પ્રાપ્ત કરે છે (ચોથું ગુણસ્થાનક). પછી તે ચારિત્ર્ય મોહનીય કર્મનો નાશ કરી વીતરાગતા પ્રાપ્ત કરે છે (૧૨) મું ગુણસ્થાનક). પછી તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો નાશ કરી કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંતવીર્ય કે અનંત શકિત પ્રાપ્ત કરે છે. આ સ્થિતિને કેવલી અથવા અરિહંત કહે છે (૧૩ મું ગુણસ્થાનક). જૈન દર્શન અને આચારની સરળ સમજ 75 Page #77 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન મૃત્યુના થોડાક સમય પહેલા વ્યક્તિ પોતાના શરીરાદિના તમામ વ્યાપારોનો (મન વચન અને કાયાના યોગનો) નિરોધ કરે છે. આ સ્થિતિને અયોગી કેવલી કહે છે (૧૪ મું ગુણસ્થાનક). મૃત્યુના સમયે વ્યક્તિના બધા અઘાતી કર્મો નાશ પામે ત્યારે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. નિર્વાણ પછી બધા કેવલી આત્માઓ અને તીર્થકરો, સિદ્ધો તરીકે ઓળખાય છે. સિદ્ધ સ્થિતિ શુદ્ધ ચૈતન્યપૂર્ણ છે તે દેહધારી નથી. આત્મા કાયમને માટે અનંત અને અવ્યાબાધ સુખની સ્થિતિમાં રહે છે. 76 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન ધર્મમાં મુક્તિનો માર્ગ ૧૨. જૈન ધર્મમાં મુક્તિનો માર્ગ ટૂંકમાં, જૈન ધર્મ આત્માના સાચા સ્વરૂપને અને વાસ્તવિકતાને સ્પર્શે છે. ભગવાન મહાવીરનો ઉપદેશ છે કે દરેક આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત શક્તિ કે બળ અને વિષ્ણરહિત અનંતચારિત્રની તથા આનંદની સરખી શક્તિ ધરાવે છે. પરંતુ અનંતકાળથી આત્મા તેના મૂળ સ્વભાવથી એટલે કે સાચા સ્વરૂપથી અજાણ છે અને શરીરને આત્મા માને છે તેને મિથ્યાત્વ કહેવાય છે. વળી તે કર્મથી બંધાયેલો છે. કર્મને કારણે જ આત્મા એક જન્મ-મરણમાંથી બીજા ચકરાવામાં ફરે છે અને મિથ્યાત્વ ના કારણે જુદા જુદા સંજોગોમાં સુખ દુઃખનો અનુભવ કરે છે. આત્મા સાચા સ્વરૂપથી અજ્ઞાન હોવાને લીધે તે ભૌતિક વસ્તુઓમાં અને તેની માલિકીમાં આનંદ શોધે છે. તેના મિથ્યાત્વ વાળા જ્ઞાનને કારણે તે સતત ક્રોધ, માન, માયા, લોભ, કામ-વાસના, રાગ અને દ્વેષના વિચારો કરતો રહે છે. આને લીધે સતત નવા કર્મો બંધાતા રહે છે અને જૂના કર્મો ભોગવતો રહે છે. મુક્તિનો માર્ગ - સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા જૈન ધર્મ માને છે કે કોઇ પણ વ્યક્તિ તેના સાચા સ્વરૂપ ને સમજીને અને તે અંગેના જ્ઞાનની સંપૂર્ણ ચકાસણી કરી તેના ઉપર સાચી શ્રધ્ધા કેળવીને પોતાનું જીવન તે પ્રમાણે જીવે તો તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ માર્ગને સમ્યગ દર્શન (સાચી શ્રદ્ધા) સમ્યગ જ્ઞાન (શુદ્ધ જ્ઞાન) અને સમ્યક ચારિત્ર શુદ્ધ આચાર) નો માર્ગ કહેવાય છે. આ રત્નત્રય માર્ગની એકતાથી મોક્ષ મળે છે. સમ્યત્વ સમ્યક્ત એટલે સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાનની એકરૂપતા. જૈન ધર્મ માને છે કે વિશ્વના તત્વોનુ સાચા જ્ઞાનમાં સૃષ્ટિના છ દ્રવ્યો અને નવ તત્વો જે આત્માના શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપ અને કર્મના યથાર્થ જૈન દર્શન અને આચારની સરળ સમજ 77 Page #79 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૨ તત્વજ્ઞાન બોધને આવરી લે છે તેનો સમાવેશ થાય છે. સૃષ્ટિમાં આ દ્રવ્યો જે રીતે છે તે અને તેઓના પરિવર્તનની યોગ્ય સમજ આ જ્ઞાન આપે છે. જ્યારે વ્યક્તિને આ યથાર્થ જ્ઞાનમાં સંપૂર્ણ શ્રદ્ધા થાય ત્યારે તે સંપૂર્ણ શ્રદ્ધાને સમ્યગ દર્શન કહે છે અને ત્યારથી તે વ્યકિતના જ્ઞાનને સમ્યગ જ્ઞાન કહે છે. જ્યારે આ રીતે સમજેલ જ્ઞાનના પાયામાં આવી શ્રદ્ધા હોય ત્યારે તેને કોઈ ચલિત કરી શકતું નથી. સમ્યગ દર્શન વગરના જ્ઞાનને સમ્યગ જ્ઞાન કહેવાય નહીં. આ બન્ને ગુણોની એક સાથેની એકરૂપતાને સમ્યક્ત કહેવાય છે. શુદ્ધ જ્ઞાન અને તે ઉપર અતૂટ શ્રદ્ધા બંને ભેગા થાય તો તે સાચી સમજણથી શું છોડવા લાયક છે અને શું સ્વીકારવા લાયક છે તેનો તફાવત સમજાય છે. જેને વિવેક અથવા ભેદજ્ઞાન કહે છે. આ કક્ષાની આધ્યાત્મિક સમજ સમ્યક્તથી આવે છે. (ચોથા ગુણસ્થાનકની દશા ) સમ્યક્તના લક્ષણો સમ્યત્વના પાંચ આંતરિક ગુણો કે “લક્ષણો” છે. આપણે આત્મનિરીક્ષણ કરીને જોવું જોઈએ કે તે લક્ષણો આપણામાં છે કે નહિ. ૧ આસ્તિક્ય જગતના તત્ત્વોનું સાચું જ્ઞાન અને તે તત્વો | (આસ્થા) ઉપર જ્ઞાન પૂર્વકની સપૂર્ણ શ્રદ્ધા. ૨ અનુકંપા જીવમાત્ર પ્રત્યે સહાનુભૂતિ, દયાભાવ, અને મૈત્રીભાવ. ૩ નિર્વેદ દુનિયા દુઃખથી ભરેલી છે તે અનુભવવું. ૪ સંવેગ મોક્ષની અભિલાષા અને સંસારભાવનો અભાવ. ૫ ઉપશમ ભૌતિક વસ્તુઓ અને સાંસારિક સંબંધોથી છૂટવું. (શમ) અને સમતામાં રહેવું. એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ લક્ષણો આંતરિક છે. વ્યક્તિએ જાતે જ આત્મનિરીક્ષણ કરીને જાણવું જોઈએ કે તે પોતાનામાં છે કે નહીં. બીજા તે 78 78 ) જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન ધર્મમાં મુક્તિનો માર્ગ નક્કી કરી શકે નહીં, અને બીજાના પ્રમાણપત્ર ની જરૂર નથી હોતી. વળી આપણાથી બીજામાં આ લક્ષણો છે કે નહિ તેની પરીક્ષા પણ ન થઇ શકે. સમ્યક ચારિત્ર શરૂઆતમાં સાધકની સમ્યત્વ એટલે કે સાચા જ્ઞાન રહિત થતી સાધના મિથ્યાત્વ રૂપે હોય છે (પહેલું ગુણસ્થાનક). આધ્યાત્મિક પ્રગતિના માર્ગમાં આત્મા, આત્માજ્ઞાનથી દર્શન મોહનીય કર્મ ખપાવે છે તેને સમ્યગ દર્શન પ્રાપ્ત થયું કહેવાય છે. અને તે વખતે તેના જ્ઞાનને સમ્યગ જ્ઞાન કહેવાય છે. આવી સ્થિતિમાં તે આંશિક સમ્યક ચારિત્ર પાળે છે એટલે કે તેનામાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા,અને લોભ નથી હોતા. આ અવસ્થાને સમ્યક્ત પ્રાપ્તિ કહે છે. (ચોથું ગુણસ્થાનક) . સત્યની સાચી સમજ અથવા સમ્યત્વ માણસને શુદ્ધ આચરણ તરફ દોરે છે. શુદ્ધ આચરણ એટલે આપણું જીવન અહિંસા, કરુણા, સત્ય, અચૌર્ય ગુણોવાળું જીવન અને વિચારમાં અનેકાન્તવાદ કે સ્યાદવાદ એટલે વસ્તુના સ્વરૂપને વિવિધ દ્રષ્ટિથી જોવું અને જાણવું. વળી શુધ્ધ આચરણ, અપરિગ્રહ અથવા મર્યાદિત પરિગ્રહ અને અમાલિકી ભાવ, જાતશુદ્ધિ, સંયમ, તપ, વૈરાગ્ય, યોગ અને ધ્યાન - આ બધા ઉપર ખૂબ જ ભાર મૂકે છે. જેનાથી કર્મની સકામ નિર્જરા થાય છે. શુદ્ધ આચરણના અભ્યાસમાં જુદી જુદી આધ્યાત્મિક પ્રક્રિયા રહેલી છે. ગૃહસ્થ આંશિક સાધના કરે છે. અને જ્યારે સાધુ પૂર્ણ સ્વરૂપની સાધનાને અનુસરી અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે. સાધક ક્રમે ક્રમે ચારિત્ર મોહનીય કર્મનો નાશ કરવા શુદ્ધ આચરણવાળા આત્માના સહજ સ્વરૂપ પ્રાપ્ત કરવા પોતાના પુરુષાર્થથી સ્પષ્ટ રીતે આગળ વધે છે. ચોથા ગુણસ્થાનક પછી પ્રથમ સંયમ માટે બાર વ્રતોનું પાલન કરે છે (પાંચમું ગુણસ્થાનક). અને પછી ધીરે ધીરે આગળ વધી સંસારી જીવન છોડી દઈ સંયમી સાધુ બની જાય છે (છઠ્ઠું અને સાતમું ગુણસ્થાનક). સાધુ તરીકે તે જૈન દર્શન અને આચારની સરળ સમજ 79 Page #81 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રતો આદિનું પાલન કરે છે. પછી મનોવિકાર જેવા કે ક્રોધ, માન, માયા, અને લોભ જેવા કષાયો પુરુષાર્થ વડે સ્વભાવના લક્ષે દૂર કરે છે. શુદ્ધ ચારિત્રના પાલનથી તે ચારિત્ર છેવટે સમ્પૂર્ણ મોહનીય કર્મનો નાશ કરે છે અને કષાયથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે આને વીતરાગ દશા અથવા કષાયરહિત સ્થિતિ પ્રાપ્ત થઈ કહેવાય (૧૨મું ગુણસ્થાનક) . એક વખત મોહનીય કર્મનો પૂર્ણ નાશ થાય પછી બાકીના ત્રણ ઘાતી કર્મ - જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવર્ષીય કર્મ, અને અંતરાય કર્મ સહજતાથી અંતમુહૂર્તમાં (૪૮ મિનિટની અંદર) નાશ પામે છે. આને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયું કહેવાય. (તેરમું ગુણસ્થાનક - સયોગી-કેવલી) . આ રીતે વ્યક્તિ ચાર ઘાતીકર્મોનો નાશ કરે છે. વિભાગ-૨ તત્વજ્ઞાન ચાર ઘાતી કર્મોના નાશથી પ્રગટ થતા આત્માના ગુણો મોહનીય કર્મનો નાશ થવાથી, વીતરાગ દશા, અનંત ચારિત્ર, અનંત સુખ અથવા પૂર્ણ આનંદ પ્રાપ્ત કરે છે. • • • • જ્ઞાનાવરણીય કર્મનો નાશ થવાથી કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) અથવા અસીમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અંતરાયકર્મનો નાશ કરી અનંત વીર્ય કે અનંત શક્તિ મેળવે છે. સર્વે ઘાતી કર્મોનો નાશ થતાં તેઓ સયોગી કેવલી અથવા અરિહંત (તીર્થંકર) તરીકે સામાન્ય જનતાને પોતાની મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી અહિંસા, કરુણા, અપરિગ્રહ અને અનેકાંતવાદનો ઉપદેશ આપે છે. દર્શનાવરણીય કર્મનો નાશ થવાથી કેવલ દર્શન અથવા પૂર્ણ દર્શન પ્રાપ્ત કરે છે. 80 અંતે જ્યારે એમને લાગે છે કે એમના જીવનનો અંત નજીક છે, તે સમયે તેઓ મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો નિરોધ કરે છે. આ ચૌદમું અને છેલ્લું ગુણસ્થાનક છે જે અયોગી-કેવલીથી ઓળખાય છે. તેઓ આ સ્થિતિમાં જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન ધર્મમાં મુક્તિનો માર્ગ થોડીક જ પળો રહે છે. તેની પછી ઝડપથી તેઓના ચાર અઘાતી કર્મો જે મૃત્યુ અથવા નિર્વાણ સમયે નાશ પામે છે અને સંપૂર્ણ મુક્તિ પામે છે. ચાર અઘાતી કર્મોના નાશથી પ્રગટ થતા આત્માના ગુણો • વેદનીય કર્મનો નાશ થવાથી અવ્યાબાધ સુખ એટલે અનંત અને અમર્યાદાવાળુ અને બાધા વગરનું સુખ અનુભવે છે. • ગોત્રકર્મનો નાશ થવાથી અગુરુ-લઘુત્વ અનુભવે છે. એટલે બધા સિદ્ધ (મુક્ત) આત્માઓ બધા સરખા છે અને તેમાં કોઇ ઉચ્ચ નીચ નો ભેદ નથી. નામકર્મનો નાશ થવાથી અરૂપીત્વ એટલે નિરાકાર અથવા ભૌતિક કે સ્થૂળ શરીર વગરનો થાય છે. આયુ કર્મનો નાશ થવાથી અક્ષયસ્થિતિ એટલે મુક્ત આત્મા જે હવે જન્મ, જીવન અને મૃત્યુના ફેરામાં નહીં આવે તે પ્રાપ્ત થાય છે. શુદ્ધ આત્મા લોકાકાશમાં સૌથી ઉપર અને હંમેશને માટે સિદ્ધ સ્વરૂપે રહે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 81 Page #83 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર વિભાગ-૩ જૈન આચાર 82 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આચારના પાયાના સિદ્ધાંતો અને વ્રતો ૧૩. આચારના પાયાના સિદ્ધાંતો અને વ્રતો આચારના પાયાના ત્રણ સિદ્ધાંતો અહિંસા, અનેકાન્તવાદ અને અપરિગ્રહ આ ત્રણ જૈન ધર્મના આચારના મૂળભૂત સિદ્ધાંતો છે. અહિંસા - રક્ષા અને દયા ધર્મ જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત એટલે “અહિંસા પરમો ધર્મ”. વ્યવહારિક દ્રષ્ટિ એ ધર્મ એટલે ફરજ એટલે અહિંસા, દયા અને કરુણામય જીવન જીવવું તે આપણી ફરજ છે. ધાર્મિક-આધ્યાત્મિક દ્રષ્ટિએ ધર્મ એટલે દ્રવ્યનું (પદાર્થનું) સાચુ સ્વરૂપ. એટલે આપણે આત્માના શુધ્ધ સ્વરૂપના ગુણો પ્રમાણે જીવન જીવવું જોઇએ. દયાધર્મ અને અહિંસા એ આધ્યાત્મિક દ્રષ્ટિએ માનવ આત્માનું સાચું સ્વરૂપ છે. રચનાત્મક દ્રષ્ટિએ અહિંસા એટલે - જીવમાત્રની રક્ષા કરી, મદદ કરી તેનું જતન કરવું. તેથી વૈશ્વિક મૈત્રી, ક્ષમા અને અભય આવશ્યક બને છે. વળી જૈન સૂત્ર (ઉક્તિ) પ્રમાણે “પરસ્પરોપગ્રહો જીવાનામ્” એટલે કે “જીવમાત્રે (આત્માએ) એક બીજાને સહાયક થવું. (ઉપકાર કરવો)” “જીવો અને બીજાને જીવવામાં મદદ કરો” - જૈન ધર્મનો મુદ્રાલેખ છે. અહિંસાનો અર્થ એટલે માત્ર માનવ જીવની જ નહીં પણ દરેક જીવ માત્રની રક્ષા કરવી અને તેનું પાલન કરવું એવો છે. ધર્મ ગ્રંથો કહે છે કે કોઈની પણ નિંદા ન કરો, ઈજા ન પહોંચાડો, કોઈને અપમાન, દમન, પીડા કે દુઃખ ન આપો. શ્રાવક જીવન માટે જૈન ધર્મની અહિંસાની વ્યાખ્યા માનવ જીવન હિંસા વગર ટકી ન શકે. એટલે આપણું જીવન ટકાવવા માટે ઓછામાં ઓછી એકેંદ્રીય જીવોની હિંસા કરવી તે જૈન ધર્મની અહિંસાની વ્યાખ્યા શ્રાવક શ્રાવિકાઓ માટે છે. તેથી આપણે વનસ્પતિ, શાકભાજી કે જૈન દર્શન અને આચારની સરળ સમજ 83 Page #85 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર સચિત પાણી, હવા અને પૃથ્વી વિગેરેનો જીવન ટકાવવા જરૂર પૂરતો ઉપયોગ કરવો પરંતુ તેનો ખોટો વ્યય ન કરવો કારણકે તેઓમાં પણ એકેંદ્રીય જીવ છે. હાલતા ચાલતા એટલે કે ત્રસ જીવો (બે થી પાંચ ઇંદ્રિયોવાળા જીવો)ની હિંસા શ્રાવક શ્રાવિકાઓ ને પણ કરવાની મનાઈ છે. અહિંસા એટલે માત્ર શારીરિક હિંસા ન કરવી એવું નહીં પણ કોઈના મનને પણ દુઃખ ન પહોંચાડવું. અહિંસા એટલે આપણી સાથેના માણસો અને બીજા જીવો પ્રત્યેનો દયાભાવ એ અર્થ પ્રેરિત છે. પ્રાચીન ધર્મ ગ્રંથો તો કહે છે કે બીજાને હાનિ પહોંચાડવાનો ઇરાદો અથવા આપણામાં દયાનો અભાવ એ હિંસક ક્રિયા જ છે. બીજા પ્રત્યેની હિંસાનો ભાવ તે આપણા પોતાના આત્માની જ હિંસા છે કારણ કે તેનાથી અશુભ કર્મ બંધાય છે જે આધ્યાત્મિક પ્રગતિ અને મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં વિઘ્ન રૂપે છે. અનેકાંતવાદ સતત બદલાતી આ સૃષ્ટિમાં ગમે તે પરિસ્થિતિમાં અસંખ્યાત મતો પ્રવર્તે છે. આ મતો સ્થળ, સમય, સંજોગો અને વ્યક્તિગત વિચારધારા પર આધારિત છે. અનેકાંતવાદ એટલે બધી વિચારધારા (મતો) ને જુદી જુદી દ્રષ્ટિએ જોવી અને જે વાસ્તવિકતાને અનુરૂપ હોય, નિર્વિવાદ સ્વભાવ (પ્રકૃતિ) અને આધારભૂત મતનો ઇન્કાર ન કરતા હોય તે બધા મતો નો સ્વીકાર કરવો. જે સર્વમાન્ય મતથી ઓળખાય છે. આ બોધ સ્યાદ્વાદ કે સાપેક્ષતાવાદ તરફ દોરી જાય છે, જે સમજાવે છે કે સત્યની અભિવ્યક્તિ જુદા જુદા મત પ્રમાણે સાપેક્ષ છે. જેને આપણે અનેકાંતનથી ઓળખી છીયે. જે એકની દ્રષ્ટિથી સત્ય છે તે બીજાના મતથી ચર્ચા કરવા યોગ્ય છે. સંપૂર્ણ સત્ય કોઈ એક ચોક્કસ મત કે દ્રષ્ટિથી પકડી શકાતું નથી. સંપૂર્ણ સત્ય એ જુદા જુદા મતના વ્યક્તિગત સત્યને સમગ્રતયા આવરી લે છે પછી ભલે તે બંને એકબીજાંથી વિસંગત લાગતાં હોય. ફક્ત 84 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આચારના પાયાના સિદ્ધાંતો અને વ્રતો એટલો જ વિચાર કરવાનો કે આ મતો માનવજીવન માટે હકારાત્મક રીતે લેવાતા હોવા જોઇએ. અનેકાન્તવાદના લક્ષણો જીવ માત્ર પ્રત્યે શાંતિ અને સમતા યુક્ત વ્યવહાર કરવો. બધી શક્યતાઓમાં (મતમાં) વિશ્વાસ રાખો અને એમ સ્વીકારો કે ઉપલક દ્રષ્ટિએ વિરોધી દેખાતા મતમાં પણ સત્ય રહેલું હોય છે જો તે મતો માનવજીવન માટે હકારાત્મક રીતે લેવાતા હોય તો. ધ્યાનમાં રાખવું કે તમે જે સત્ય રજૂ કર્યું તે આંશિક સત્ય છે અને સામાવાળો (પ્રતિસ્પર્ધી) જે હકારાત્મક સત્ય રજૂ કરે તેને પણ સ્વીકારવું કરણકે તે પણ આંશિક સત્ય છે. અનેકાંતવાદ વિચાર અને ભાષાની હિંસા રોકે છે. તેને અહિંસાની સમજશક્તિવાળી અભિવ્યક્તિ પણ કહેવાય છે. અનેકાંતવાદ અને સ્યાદવાદની ઊંડી સમજ માનવીની ક્રિયા-પ્રતિક્રિયા જેમકે ઝઘડો, વેર-ઝેર, દુ:ખ, તિરસ્કારને સમજીને દૂર કરવામાં ઉપયોગી થાય છે. તેવી જ રીતે સામાજિક સમસ્યાઓ અને રાષ્ટ્રીય સંઘર્ષને સમજવામાં પણ ઉપયોગી છે. વધારે મહત્વનું તો આ બોધ વૈશ્વિક મતભેદ અને સંઘર્ષનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. અપરિગ્રહ જૈન સાધુઓ અપરિગ્રહી હોય છે. પરંતુ જૈન ધર્મનું પાલન કરનાર દરેક શ્રાવકે પોતાના આનંદ માટે ઘણા ભૌતિક સાધનો ભેગા કરવાની ઈચ્છા ઓછી કરવી જોઈએ. ઈચ્છાઓ કાબૂમાં રાખો અને વસ્તુઓનો વપરાશ મર્યાદામાં રાખો. જરૂર કરતાં વધારે સાધનસામગ્રી વાપરવી, કુદરતની કોઈપણ વસ્તુનો ખોટો બગાડ કરવો અને વાતાવરણને પ્રદૂષણ કરવું એ એક પ્રકારની ચોરી તેમજ એક પ્રકારની હિંસા છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 85 Page #87 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર અન્ય જીવો પ્રત્યે સદભાવ રાખવો, પર્યાવરણને દોષિત ન કરવું તે પણ અપરિગ્રહનું એક અંગ છે. અને તેના મૂળમાં અહિંસા જ રહેલી છે. ઉદાર હાથે દાન આપવું અને સામાજિક અને ધાર્મિક કામો માટે પોતાનો સમય આપવો. આ સામાજિક ફરજની ભાવના ધાર્મિક શિક્ષણ દ્વારા જૈનોને આપવામાં આવે છે. જેના ફળસ્વરૂપે જૈન સમાજ સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, દવાખાના, અનાથાશ્રમો, અપંગો માટે સારવાર કેન્દ્ર તથા પુનર્વસવાટ કેમ્પ, ઘરડાં કે માંદા પશુ-પક્ષીની સારવાર માટેની હોસ્પિટલો સ્થપાય છે અને તેની સંભાળ પણ રખાય છે. આધુનિક સમયમાં જૈન આચારનો આદર જૈન ધર્મના સિદ્ધાંતો ને યથાર્થ દ્રષ્ટિએ જોઇએ અને તેના યોગ્ય દર્શન અને શુદ્ધ ભાવને વળગી રહીને સમજીએ તો આધુનિક સમય સાથે અનુરૂપ છે. તે ઓછામાં ઓછી હિંસા અને ઓછામાં ઓછા પરિગ્રહનું તેમજ આત્મસંયમનું સમર્થન કરે છે. આવા આચારથી અત્યારના જીવનમાં આંતરિક શાંતિ અને સંતોષ આવે છે. અહિંસા જીવનની સ્વાયત્તતાને મજબૂત કરે છે, અનેકાંતવાદ વાણી અને વિચારની સ્વાયત્તતાને મજબૂત કરે છે અને અપરિગ્રહ જે અન્યોન્ય ઉપર આધાર રાખવાની સ્વાયત્તતાને મજબૂત કરે છે. આ ત્રણ વ્યવહારુ સિદ્ધાંતો આપણી શ્રદ્ધાને મજબૂત કરે છે કે જીવમાત્રને જીવવાનો અધિકાર છે. આ સિદ્ધાંતો ત્રણ આચરણ પદ્ધતિમાં આલેખી શકાય. • કોઈની હિંસા ન કરવી કે કોઈને દુઃખ ન દેવું. બીજા જીવોને દયાભાવ પૂર્વક આચરણ કરીને આદર આપવો. • જીવન ઓછામાં ઓછી હિંસાથી અને ઓછામાં ઓછા પરિગ્રહથી જીવન જીવવાથી સમાજની આર્થિક, નૈતિક, અને ધાર્મિક વ્યવસ્થા સુધરે છે અને પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. બીજાના વિચારોને રોળી નાંખવા નહીં અને ખંડન ન કરવા, પરંતુ વિચાર વિનિયમ કરવો. 86 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આચારના પાયાના સિદ્ધાંતો અને વ્રતો જો આપણે આ ત્રણ સિદ્ધાંતોને પૂરે પૂરા સ્વીકારીએ તો ક્યારેય લડાઈ-ઝઘડા નહીં થાય. આર્થિક શોષણ નહીં થાય, જીવોના એકબીજા સાથેના તેમજ આસપાસની પરિસ્થિતિ સાથેના ઉદાર સંબંધોનો નાશ નહીં થાય. ટૂંકમાં જગતના જીવમાત્રની રક્ષા કરવા અને નૈતિક જીવન જીવવા આપણે અહિંસા દ્વારા મૈત્રી અને વિશ્વશાંતિ સ્થાપવી જોઈએ. આપણે આ જગતમાં નિસ્વાર્થ વૃત્તિથી, આત્મસંયમ અને અપરિગ્રહ દ્વારા સામાજિક સમાનતા સ્થાપવી અને પર્યાવરણની સાચવણીમાં વૃદ્ધિ કરવી જોઇએ. આધુનિક સમયમાં પ્રાણીજન્ય ખોરાક અને તેમાંથી બનાવેલી વસ્તુઓ ન વાપરવી કારણકે તે પંચેંદ્રિય પ્રાણીઓના ઉપર ખુબજ હિંસા કરીને બનાવવામાં આવે છે. શુદ્ધ શાકાહારી એટલે કે વિગન જીવન પદ્ધતિ અપનાવવી જોઇએ. પ્રાણીજન્ય ખોરાકમાં દૂધમાંથી બનતી બધી વસ્તુઓ જેવી કે દૂધ, ચીઝ, માખણ, ઘી અને આઈસક્રીમ અને માંસ, મચ્છી, ઈંડા, મધ, ચામડાના બૂટ અને બીજી વસ્તુઓ જેમકે સિલ્ક, ફર અને મોતી જેવી વસ્તુઓનો પુરેપુરો ત્યાગ કરવો જોઇએ. જરૂરિયાતોને અને વપરાશને ઓછા કરવા. કુદરતી વસ્તુનો બગાડ કરવો નહીં. નકામી વસ્તુઓને ફરી વાપરી શકાય તેવી બનાવવી. અશક્ત અને દલિતોને આગળ લાવવા મદદ કરવી તે જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો છે. આજના સમયમાં પર્યાવરણને દોષિત કરવાથી આપણે દુનિયાના બધા જ જીવોને દુ:ખી કે તેઓની હિંસા કરી રહ્યા છીયે. તેમાં પણ જલચર પ્રાણીઓની ઘણી જ હિંસા એક વખત વાપરેલા અને પછી કચરામાં નાંખેલા પ્લાસ્ટિક પ્લેટ અને ફોમ ગ્લાસથી થાય છે. “કુદરત આપણી જરૂર જેટલું પૂરતું આપે છે પણ નહીં કે આપણા લોભ જેટલું” માટે આપણે બીજાના જીવન પર કે વાતાવરણ પર નકારાત્મક અસર ન પડે તેવું દયાપૂર્ણ અને નૈતિક જીવન જીવવું જોઇએ. જૈન દર્શન અને આચારની સરળ સમજ 87 Page #89 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર ૧૪. સાધુ અને શ્રાવકના આચારો સાધુના પાંચ મહાવ્રત શુદ્ધ આચાર માટે નીચેના પાંચ મહાવ્રતો જૈન સાધુએ અનુસરવા જોઇએ. કોઈપણ જીવને દુઃખ ન પહોંચાડવું. ૧. અહિંસા ૨. સત્ય ૩. અસ્તેય (અચૌર્ય) હંમેશા સત્ય બોલવું પણ કોઈને દુઃખ પહોંચે એવું સત્ય બોલવું નહીં અથવા શાંત રહેવું. કોઈએ આપી ન હોય તેવી માલ-મિલકત લેવી નહીં. ૪. બ્રહ્મચર્ય ઇન્દ્રિય સુખમાં મન સંતોષવું નહીં. ૫. અપરિગ્રહ સ્થળ, વસ્તુઓ કે લોકોથી સંપૂર્ણ અલિપ્ત રહેવુ. જૈન ધર્મનો સર્વોત્તમ આદર્શ છે અહિંસા અને જીવદયા. જીવમાત્ર પ્રત્યે આદરભાવ, અપરિગ્રહ અને માલિકીપણાનો અભાવ. મન, વચન, અને કાયાના આચારથી આ આદર્શોનું એટલે કે મહાવ્રતોનું પાલન કરવું. તદ્ઉપરાંત જીવ માત્ર પ્રત્યે પ્રેમ અને કરુણાનો આ ધર્મ છે. જૈન ધર્મ મન, વચન અને કાયાથી યથાશક્તિ પુરુષાર્થ કરી આ પાંચ મહાવ્રતોનું પાલન પાળવાનું કહે છે. સાધુ-સાધ્વીને આ પાંચ મહાવ્રત પ્રાણાન્તે પણ પાળવાના હોય છે. 88 શ્રાવકના બાર વ્રત પંચ મહાવ્રતોનું પાલન સામાન્ય લોકો ચુસ્ત રીતે કરી શકતા નથી તેથી તેઓના પાલન માટે પાંચ અણુવ્રતો નો ઉપદેશ આપેલ છે. આ પાંચ અણુવ્રતો ઉપરાંત ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોનું એમ બાર વ્રતોનું પાલન શ્રાવકે કરવાનું હોય છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #90 -------------------------------------------------------------------------- ________________ પાંચ મુખ્ય અણુવ્રત: - અહિંસા - સત્ય · અસ્તેય - સ્વદારા સંતોષ - અપરિગ્રહ શ્રાવકના બાર વ્રતો ત્રણ ગુણવ્રતો: દિવ્રત અથવા ૧૪ સાધુ અને શ્રાવકના આચારો દિગવ્રત - ભોગ-ઉપભોગ - અનર્થદંડ ચાર શિક્ષા વ્રત: · સામાયિક - દેશાવકાશિક પૌષધ અતિથિ સંવિભાગ પાંચ મુખ્ય અણુવ્રત ૧. અહિંસા અણુવ્રત કોઈ ત્રસ એટલે કે હાલતા ચાલતા જીવોને (બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોને) જાણી જોઈને હાનિ પહોંચાડવી જોઈએ નહીં અને આપણા દેહના નિભાવ માટે વનસ્પતિ, પાણી, અગ્નિ, પૃથ્વી અને હવાના જીવોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. બની શકે તો આપણે દેશ, સમાજ, કુટુંબ, જીવન, માલમિલકત અને ધાર્મિક સંસ્થાઓનું ઓછામાં ઓછા ઘર્ષણ સાથે રક્ષણ કરવું જોઈએ. ૨. સત્ય અણુવ્રત હમેશાં સત્ય બોલવું અને કોઈને દુઃખ કે મુશ્કેલી ન પડે તેવું સત્ય બોલવું, નહીં તો મૌન રાખવું. ૩ અસ્તેય અથવા અચૌર્ય અણુવ્રત કોઈએ આપી ન હોય તેવી માલ-મિલકત લેવી નહીં અને તેનો ઉપયોગ કરવો નહીં. જૈન દર્શન અને આચારની સરળ સમજ 89 Page #91 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર ૪ સ્વદારા સંતોષ કોઈ પણ વ્યક્તિએ બીજા કોઈની સાથે વિજાતીય સંબંધ ન રાખવો જોઈએ પણ પતિ કે પત્ની સાથે પ્રામાણિક સંબંધ હોવો જોઈએ. વળી પોતાની જાતને પતિ કે પત્ની સાથે પણ વધુ પડતા જાતીય આનંદને છૂટથી માણતા રોકવી જોઈએ. ૫ અપરિગ્રહ અણુવ્રત દરેકે પોતાની જરૂરિયાતો મર્યાદામાં રાખવી જોઈએ. જેમકે પ્રાપ્ત કરેલી વસ્તુ અને માલિકી જેવી કે જમીન, સ્થાવર મિલકત કીમતી વસ્તુઓ, પ્રાણીઓ, પૈસા વગેરે વધારાની વસ્તુ સામાન્ય લોકો માટે વાપરવી જોઈએ. આપણે રોજિંદી ખાવાની વાનગીઓ, વસ્તુઓ અને તેના પ્રમાણની પણ મર્યાદા બાંધવી જોઈએ. ત્રણ ગુણવ્રતો ૬ દિક્વત અથવા દિગવત દરરોજ જીવન વ્યવહાર માટે મુસાફરી માટે દિશાની મર્યાદા કરવી. જીવન પર્યંત ચારે દિશા, ચારે વિદિશા તથા ઉપર-નીચે એમ દસે દિશામાં જવા-આવવાની કરેલ મર્યાદાની બહાર જવું નહીં. ૭ ભોગ-ઉપભોગ વ્રત સામાન્ય રીતે કોઈ વસ્તુના ભોગ-ઉપભોગના આનંદથી કે ઉપયોગથી પાપમાં પડાય છે માટે આ બંને પ્રકારના ઉપયોગની શક્તિ અને જરૂરિયાત પ્રમાણે મર્યાદા બાંધવાનું આ વ્રત છે. ૮ અનર્થદંડ વ્રત જરૂરિયાત વગરના પાપથી અટકવું. હેતુ કે જરૂર વગરનું વિચારવું, બોલવું કે નૈતિક ગુનો કરવો કે ખોટી શિખામણ આપવી, હુમલો કરવા શસ્ત્રો બનાવવા કે પૂરા પાડવા, બિભત્સ સાહિત્ય વાંચવું કે સાંભળવું, - 90 . જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાધુ અને શ્રાવકના આચારો ઘાસ ઉપર જરૂર વગર ઉતાવળિયું ચાલવું – આવા બધા પાપો કોઈએ ન કરવા. ચાર શિક્ષા વ્રત ૯ સામાયિક વ્રત સમતાભાવની પ્રાપ્તિ અને કષાયોનો ત્યાગ તેને સામાયિક વ્રત કહેવાય છે. ૪૮ મિનિટ સુધી એક જ આસને બેસી ધર્મપ્રવૃત્તિ જેવી કે ધાર્મિક પુસ્તક વાંચવું, ભક્તિ કરવી કે ધ્યાન દ્વારા મનને સ્થિર રાખવાનું આ વ્રત છે. ૧૦. દેશાવકાશિક વ્રત (દેશવિરતિ) દિવ્રત અને ભોગ-ઉપભોગ વ્રતમાં જે સંયમ રાખ્યો હોય તેમાં રહીને નવો સંયમ લેવાનું વ્રત છે. વ્યાપારનું ક્ષેત્ર, ઉપયોગની વસ્તુઓને ચોક્કસ દિવસો માટે મર્યાદામાં બાંધવી. પછી એ નિયમ ને ધીમે ધીમે જીવન પર્યંતનો કરવો. ૧૧. પૌષધ વ્રત આ વ્રતમાં વ્યક્તિએ એક દિવસ માટે કે વધારે દિવસો માટે સાધુ જીવન જીવવાનું હોય છે. આ વ્રત દરમ્યાન વ્યક્તિએ બધી પાપ પ્રવૃત્તિઓ છોડી દેવી, ઈન્દ્રિયજન્ય આનંદ આપતા પદાર્થોથી દૂર રહેવું અને મન વચન અને કાયાથી સંયમમાં રહેવું. આ સમયે વ્યક્તિ પાંચ મહાવ્રતોનું સંપૂર્ણ પાલન કરે છે. ૧૨. અતિથિ સંવિભાગ વ્રત (આદરભાવથી કરેલ દાન) પોતાની માલિકીની વસ્તુઓ જેમ કે કપડાં, દવાઓ, શુધ્ધ ખોરાક, આશ્રયસ્થાન વગેરે જરૂરિયાતવાળી કોઇ પણ વ્યક્તિને આદરભાવ સાથે આપવો. જૈન દર્શન અને આચારની સરળ સમજ 91 Page #93 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર સંલેખના અથવા સંથારાની પ્રક્રિયા જૈન ધર્મ આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ ઊંડી ઉતરેલ વ્યક્તિને સંલેખનાની યોગ્ય ક્રિયા દ્વારા સ્વૈચ્છિક મૃત્યુની સંમતિ આપે છે. જે વ્યક્તિ આધ્યાત્મિકતામાં ઘણી આગળ વધી હોય અને જ્યારે એ વ્યક્તિને દૃઢ રીતે લાગે કે અસાધ્ય રોગથી, નબળાં સ્વાથ્યથી કે વૃદ્ધાવસ્થાથી તે સમાજને ભાર રૂપ છે. અને દેહ સાધનાને યોગ્ય શક્તિ ધરાવતો નથી ત્યારે એવા ચોક્કસ સંજોગોમાં ગુરુ મહારાજ તેમની દેખરેખ હેઠળ જ ક્રમિક જીવનનો અંત લાવવાની - સંલેખનાની પરવાનગી તે વ્યકિતને આપે છે. આ પ્રતિજ્ઞા લીધા પછી વ્યકિત ધીમેધીમે ખોરાક બંધ કરી દે છે અને પછી પાણી પણ બંધ કરી દે છે. સામાન્યતઃ વ્યક્તિ ૩૦ થી ૧૨૦ દિવસમાં મૃત્યુ પામે છે. સંલેખના એ આધ્યાત્મિક પ્રક્રિયા છે. જેમાં વ્યક્તિ સાંસારિક સંબંધો, દુશ્મનાવટ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેનો માલિકીપણા સાથેનો રાગ છોડે છે. તેને કોઈ અસંતોષ નથી, કોઈ દુઃખ નથી, ભય કે ખેદ નથી, તેમજ પાપ કર્યાનું દુઃખ નથી. શુદ્ધ મનથી, બીજાને માફ કરીને અને પોતાને માફ કરવાની વિનંતી કરે છે. તેનું મન શાંત અને સ્વસ્થ, હૃદય વિશ્વપ્રેમ અને કરુણાથી ભરેલું હોય છે. આવી સ્વસ્થ સ્થિતિમાં મૃત્યુ થાય તેને સમાધિ મરણ કહેવાય આ સ્વેચ્છાએ સ્વીકારેલી મૃત્યુની પ્રક્રિયા છે. જેમાં સંપૂર્ણ જાગૃતતા સાથે અત્યંત શુદ્ધ ધ્યાનની સ્થિતિ હોય છે. તે હતાશાનો આવેગ કે સખત ક્રોધના આવેશથી પ્રેરિત નથી હોતું. વ્યક્તિ પૂરી સભાનતાથી, મનોવિકારથી પર થઈ, સંપૂર્ણ સ્વસ્થતા સાથે અંદરની શાંતિને વિક્ષેપ ન પડે તેમ અંતરાત્મામાં ઉતરે છે. આમ આપઘાત અને સંલેખના માં મૂળભૂત તફાવત રહેલો છે. આપઘાત એ આવેશના ઊભરાનું પરિણામ છે. જ્યારે સંલેખના એ મનોવિકાર વગરની અથવા આવેગ વગરની સ્થિતિનું પરિણામ છે. જૈનધર્મ જીવનનો એકાએક 92 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાધુ અને શ્રાવકના આચારો અંત લાવનારને ટેકો નથી આપતો તે તો આપઘાત કહેવાય. જે કષાયની એટલે કે ક્રોધ કે તીવ્ર હતાશાની દશામાં થાય છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 93 Page #95 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર ૧૫. જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ નૈતિક મૂલ્યો જૈન ધર્મ માને છે કે વાતાવરણના પાંચ મૂળભૂત તત્ત્વો - પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ અને વનસ્પતિમાં જીવન છે આ જીવો માત્ર એકજ ઈન્દ્રિય એટલે કે સ્પર્શેન્દ્રિય જ ધરાવે છે. પ્રાણી અને માનવી પાંચ ઈન્દ્રિય અને મન ધરાવે છે. પાંચ ઈન્દ્રિયો એટલે સ્પર્શ, રસ, ગંધ, દ્રષ્ટિ અને શ્રવણ. બીજા પ્રાણીઓની સરખામણીમાં માણસો પાસે ઘણું વિકસિત મન અને વિચાર પ્રક્રિયા છે. તેથી તેઓ જીવમાત્ર સાથે એકતા અને સુસંગતતા ઉપરાંત વિવેકપૂર્ણ વર્તન અને સહાનુભૂતિપૂર્ણ જીવન માટે જવાબદાર છે. ભગવાન મહાવીરનું સંપૂર્ણ જીવન કરુણાસભર હતું. તેમનું જીવન કુદરત તથા વાતાવરણના જીવ માત્ર પ્રત્યે આદર અને સમાનભાવથી જીવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નીચે મુજબના હંમેશને માટે વિચાર કરવા યોગ્ય વિધાનો ભગવાન મહાવીરે કહ્યા છે. • “બધાનું જીવન અરસપરસના સહારે અને આશ્રયે નિયંત્રિત છે. આ પ્રાચીન ધર્મગ્રંથ તત્વાર્થાધિગમ સૂત્રનું સૂત્ર (કથન) છે.” કોઈપણ જીવની હિંસા કરવી કે દુઃખ પહોંચાડવું તે આપણી જાતને હિંસા કે દુ:ખ પહોંચાડવા બરાબર છે. બીજા પ્રત્યે દયા કે કરુણા રાખવી તે આપણી જાત પ્રત્યેની દયા કે કરુણા છે. તેથી દરેકે હિંસાથી દૂર રહેવું. (ભગવતી આરાધના-૭૯૭) “જે પૃથ્વી, હવા, પાણી, અગ્નિ અને વનસ્પતિના અસ્તિત્વને સાચવતું નથી અને અવગણના કરે છે તે પોતાના અસ્તિત્વને જોખમમાં મૂકે છે”. આપણે આપણા લોભ અને માલિકીપણાના ભાવને લીધે બીજા જીવોને હાનિ પહોંચાડીએ છીએ અને મારીએ છીએ. 94 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ આ રીતે બધા જીવો એક-બીજા સાથે સંકળાયેલા હોવાથી આપણે સમજવું જોઈએ કે જો આપણે એકને નુકસાન પહોંચાડીશું તો આપણે જીવમાત્રનું (બધા જીવનું) નુકસાન કરીશું”. અને લોભ, અધિકાર અને સ્વામિત્વની ભાવના હિંસા તથા અસમતુલિત વાતાવરણનું પ્રધાન કારણ બને છે. ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવવાની વ્યાખ્યા સંપૂર્ણ અપરિગ્રહ અને પૂર્ણ અહિંસા સાથે માનવ જીવન ટકાવી રાખવું અશક્ય છે. જીવન જીવવા આપણે ઓર્ગેનિક ખોરાક લઈએ છીએ. જે ખુદ જીવન છે. વળી આપણે જરૂર પૂરતા કપડાં અને ઘર જોઈએ. આથી એક યા બીજા રૂપમાં આપણે હિંસા કરીએ છીએ અને મર્યાદિત પરિગ્રહ પણ માનવ જીવન ટકાવવા જરૂરી છે. જૈન ધર્મનો ધ્યેય છે કે આપણા અસ્તિત્વ માટે બીજા જીવો અને પર્યાવરણ પર થતી નકારાત્મક અસર ઓછામાં ઓછી કરવી. જૈન ધર્મ કહે છે કે – પંચેન્દ્રિય જીવોને (પશુ, પંખી વગેરે) સૌથી વધુ દર્દની સંવેદના હોય છે કારણકે તેમનો જ્ઞાન ગુણ ઓછા ઇંદ્રીયોવાળા જીવો કરતાં વધુ વિકસિત હોય છે તેથી તેમને દુખ આપવુ કે તેમનો નાશ એ સૌથી મોટી હિંસા ગણાય છે. સાથે સાથે પંચેન્દ્રિય જીવોને મારવાથી પર્યાવરણ ઉપર પણ મોટી નકારાત્મક અસર થાય છે. એકેન્દ્રિય જીવોનો (ઝાડ, શાક, પાણી, હવા, ધરતી વગેરે) જ્ઞાન ગુણ ઓછામાં ઓછો વિકસિત છે તેનો નાશ ઓછી હિંસા ગણાય છે અને પર્યાવરણ પર નકારાત્મક અસર ઓછી થાય છે. જૈન ધર્મ જણાવે છે કે એક પંચેન્દ્રિય જીવની હિંસા અસંખ્ય એક ઇંદ્રિય જીવોની હિંસા કરતા ઘણી જ વધારે છે. તેથી જૈન ધર્મ શુદ્ધ શાકાહારી ભોજનની હિમાયત કરે છે. નૈતિક, આધ્યાત્મિક કે પર્યાવરણની દ્રષ્ટિએ માંસાહારનો અને પ્રાણીજન્ય કોઇ પણ ખોરાક કે વસ્તુનો વિરોધ કરે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 95 Page #97 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર આધુનિક પ્રાણીજન્ય ખોરાક દૂધ હિંસક છે કે અહિંસક? બધા જૈન શાકાહારમાં માને છે અને મોટાભાગના જૈન શાકાહારી છે. તેથી કતલખાનામાં અને માંસની ફેક્ટરીઓમાં થતી પ્રાણીઓની ક્રૂર હિંસાનો જૈન સમાજ ઘણોજ વિરોધ કરે છે. પરંતુ મોટા ભાગના જૈનો દૂધ અને તેમાંથી બનતી ચીજો વાપરે છે કારણ કે તેઓને દૂધ લેતી વખતે પ્રાણીની સીધી હિંસા થતી દેખાતી નથી. તેઓ માને છે કે દૂધની અને તેની ચીજોના વાપરવામાં અહિંસાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું નથી. આ ઉપરાંત આપણે દૂધ તો ભૂતકાળથી વાપરતાં આવ્યા છીએ અને ધાર્મિક ક્રિયામાં દૂધ અને ઘીનો ઉપયોગ કરીએ છીએ. આ બધા સવાલોના જવાબો માટે આ ચર્ચા કરેલ છે. માતા અને બાળક વચ્ચેના સંબંધના કુદરતી નિયમો (Law of Mother Nature) • • દરેક પશુઓની માતા કે મનુષ્યોની માતા બાળકના જન્મ પછી જ દૂધ પેદા કરે છે. 96 કુદરતી વાતાવરણમાં મનુષ્યની માતા બાળકને માટે અને ગાય માતા વાછરડા માટે જ અને તેની જરૂરિયાત પૂરતું જ દૂધ પેદા કરે છે. કુદરતી વાતાવરણમાં કુદરતે ગાય કે મનુષ્યની માતાને બીજાઓને માટે વધારાનું દૂધ પેદા કરવાની કોઇ શક્તિ આપી નથી. વાછરડુ કે બાળક અમુક મહિનાઓ સુધી માતાનું દૂધ પીએ છે. પછી તેઓ ધીમે ધીમે નિયમિત ખોરાક લેવાનુ શરુ કરે છે. તે વખતે માતા પણ ધીમે ધીમે દૂધ પેદા કરવાનું ઓછુ કરે છે અને છેવટે બંધ કરે છે. પરંતુ આપણને કહેવામાં આવે છે કે આપણે વાછરડાએ પીધા પછી ગાયનુ વધારાનું દૂધ લઇએ છીએ. આ વાત કુદરતી નિયમોથી વિરુધ્ધ છે. અને તદ્દન અસત્ય છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ પરંતુ ધંધાકીય દૂધની પેદાશમાં આપણે ગાયોને હોર્મોન્સ આપીને અથવા બીજી પધ્ધતિથી તેની પાસે ત્રણ ઘણું દૂધ પેદા કરાવીએ છીએ. આમ ગાય પાસેથી તેની કુદરતી શક્તિ કરતા આપણે ત્રણ ઘણું કામ કરાવીએ છીએ. અને આ રીતે આપણે ગાય માતાને, તેના વાછરડાને અને આપણી જાતને છેતરીએ છીએ. ભૂતકાળમાં દૂધ વાપરવાના કારણો આપણા જીવનને ટકાવી રાખવા જૂના જમાનામાં ગાય અત્યંત ઉપયોગી પ્રાણી હતું તેના બળદથી ખેતી કરીને જ અનાજ ઉત્પન્ન કરી શકાતું હતું. અને બળદનો ઉપયોગ વાહન વ્યવહારમાં થતો હતો. વળી ભારત, તેની વસ્તીના પ્રમાણમાં પૂરતું અનાજ પેદા કરી શકતું ન હતું. એટલે દૂધનો ખોરાક તરીકેનો ઉપયોગ જરૂરી હતો (લગભગ ૬૦ થી ૭૦ વર્ષ પહેલા પણ ભારત પી એલ ૪૮૦ પ્રોગ્રામથી અમેરિકા પાસેથી ઘણું જ અનાજ ખરીદતુ હતુ). આ ઉપરાંત ગાયનું છાણ, ખાતર તરીકે અને બળતણ તરીકે વપરાતું હતું અને ગૌમૂત્રનો દવા તરીકે ઉપયોગ થતો હતો. આ રીતે જોઇએ તો જણાશે કે જૂના જમાનામાં ગાય અને બળદ વગર માનવ જીવન અશક્ય હતું. તેથી તેઓ ગાયોને કુટુંબની વ્યક્તિ ગણીને કાળજી લેતા. વાછરડાંના જન્મ પછી ત્રણ વીક સુધી બધું જ દૂધ તેને પીવા દેતાં અને ૩ વીક પછી માત્ર જૈન દર્શન અને આચારની સરળ સમજ 97 Page #99 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર બહુજ થોડું (ચાર આંચળમાથી એક જ આંચળનું) દૂધ લોકો વાપરતાં અને દૂધ વેચતા ન હતા. વર્તમાન પરિસ્થિતિ આજે ખેત-પેદાશનું ઉત્પાદન મશીન અને ફર્ટીલાઇજર દ્વારા દુનિયામાં ઘણું જ થાય છે. કે દર વર્ષે વધારાની ખેત-પેદાશને અમુક દેશોએ તો દરિયામાં ફેંકી દેવું પડે છે. વળી ડેરી (દૂધ) ઉત્પાદન પણ ધંધાકીય બની ગયું છે. ડેરી ની ગાયોને દૂધ પેદા કરતાં યંત્રની જેમ રાખવામાં આવે છે. આ ફેક્ટરીઓ ઓછામાં ઓછા ખર્ચે વધુ દૂધ મેળવતા હોય છે. ગાયોને ગુલામ તરીકે રાખીને તેની પાસે તેની કુદરતી શક્તિ કરતા ત્રણ ઘણું દૂધ હોરમોંનથી પેદા કરાવે છે. વળી રેફ્રિજરેટર આવવાથી ડેરી ઉત્પાદક ચીજોની માંગ ઘણીજ વધવાથી, આજની ડેરીઓએ ઘણા પ્રમાણમાં પ્રાણીઓની સંખ્યા વધારી દીધી છે. પ્રાણીઓની સંખ્યા વધારવામાં તેઓના ખોરાકને પહોંચી વળવા નૈતિક અને પર્યાવરણની દ્રષ્ટિએ અસમતુલા ઊભી થાય છે કારણ કે કુદરતી સાધન સામગ્રી તથા એટલા જ પ્રમાણમાં ઘાસ-છોડના ખોરાકનો ઉપયોગ મોટા પ્રમાણમાં જોઈએ. આ ફેક્ટરીઓ દ્વારા પ્રાણીઓ પ્રત્યે થતી ક્રૂરતા અને પર્યાવરણ પર થતી અસર કલ્પનાતીત છે. 98 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ આધુનિક ડેરી (દૂધ) ઉત્પાદનની પધ્ધતિ નીચેની યાદી દૂધ ઉત્પાદકો દ્વારા પ્રાણીઓને કેવું દુઃખ આપી પરોક્ષ હિંસા કરી પોતાનું ઉત્પાદન વધારાય છે તે સૂચવે છે અમેરિકા તેમજ યુરોપની મોટી ફેક્ટરીમાં અને ભારતની નાની ફેક્ટરીઓમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. હું અનુભવથી કહું છું મેં (લેખકે) અમેરિકામાં ઘણી મોટી ડેરી ફેક્ટરીઓની અને ભારતમાં ઘણી નાની ડેરી ફેક્ટરીઓની મુલાકાત લીધી છે અને નજરોનજર જોયું છે. 3 દૂધ આપતી ગાયોને સતત સગર્ભાવસ્થામાં જ રખાય છે. તેઓને કૃત્રિમ ગર્ભાધાન કરાવાય છે અને હોરમોંનથી અને બીજી રીતો દ્વારા તેઓ વધુમાં વધુ દૂધ મળે એ પદ્ધતિ અપનાવે છે. આશરે ૮૦% વાછરડાઓને ગોમાંસ ફેક્ટરીમાં વેચી દેવાય છે. જ્યાં છ મહિનાથી ત્રણ વર્ષ સુધીમા વાછરડાની કતલ કરવામાં આવે છે. કેટલીક વાર ભારતના ગામડાના ખેડૂતો બળદ વાછરડાં (Male Calf) ને ભૂખ્યું રાખીને મરવા દે છે. (મેં આપણા પવિત્ર તીર્થ પાલીતાણામાં આ જોયું છે). ગાયોનું સામાન્ય આયુ ૨૦ વર્ષનું હોય છે. પણ દૂધ આપતી ગાયોને પાંચ કે છ વર્ષની ઉંમરે (બે કે ત્રણ વખતના વાછરડાના જન્મ પછી) જ્યારે જૈન દર્શન અને આચારની સરળ સમજ 99 Page #101 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર તેઓની દૂધ આપવાની ક્ષમતા ૭૦% થી ઓછી થઈ જાય ત્યારે કતલખાને વેચી દેવાય છે. (ભારતમાં ૯૫% થી વધારે જગાએ આ સત્ય હકીકત છે). વધારે દૂધ મેળવવા હોર્મોન્સ અને એન્ટીબાયોટીક્સ ખોરાકમાં અથવા ઇજેક્શન દ્વારા રોજ અપાય છે (સિવાય કે કુદરતી ડેરી ફાર્મ). ભારતમાં મોટા ભાગની બધી નાની ડેરીઓ પણ હોર્મોન્સ અને એન્ટીબાયોટીક્સ વાપરે ગાયને સતત સગર્ભા રખાતી હોવાથી અને હોર્મોન્સ અને એન્ટીબાયોટીક્સ અપાતા હોવાને લીધે કુદરતી રીતે ગાય જેટલું દૂધ આપે (લગભગ ૮૦ વર્ષ પહેલાં) તેનાથી ત્રણ ઘણું વધારે દૂધ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો આટલું બધું દૂધ આપવા માટે ગાયના શરીરને ત્રણ ઘણું વધારે કામ હોર્મોન્સ કરાવે છે. આ રીતે દૂધ અને દૂધની બનાવટની વધતી જતી માંગને ખેડૂતો ગાયોની સંખ્યાને ઘણી જ વધાર્યા વગર જ પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. તેથી આશરે પાંચેક વર્ષની ઉંમર સુધીમાં શારીરિક તાણ ને લીધે ગાયોનું શરીર ભાંગી પડે છે અને તેની દૂધ આપવાની ક્ષમતા નોંધપાત્ર ઘટી જાય છે. આ વખતે તેને પશ્ચિમના દેશોમાં કાયદેસર કતલખાનામાં મોકલી દેવાય છે અને ભારતમાં મોટે ભાગે ગેરકાયદેસર તેઓની કતલ કરાય છે. ભારતમાં ઘણાં ગેરકાયદેસર કતલખાના અસ્તિત્વ ધરાવે છે. તેમાંના કેટલાકની અમદાવાદમાં અને બીજી જગાએ મેં મુલાકાત લીધી છે. માત્ર ૧% થી પણ ઓછી ગાયો ને પાંજરાપોળમાં જીવનભર રાખવામાં આવે છે. ઓર્ગેનિક ડેરી હોર્મોન્સ અને એન્ટીબાયોટીક્સની દવા વગર પ્રાણીઓને (ગાયોને) ઉછેરવાની ડેરીને ઓર્ગેનિક ડેરી કહે છે. મોટી ફેક્ટરીની ડેરી કરતાં તે સાઇઝમાં નાની હોય છે. તેઓ દૂધમાં કશી ભેળસેળ કરતાં નથી. છતાં અહીં પણ ગાય ઉપર નીચે મુજબની હિંસા જોવા મળે છે. • ગાયને સતત સગર્ભા રખાય છે. 100 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ • આશરે ૮૦% જેટલા વાછરડાને માંસની ફેક્ટરીમાં વેચી દેવાય છે. • ગાયને પાંચ કે છ વર્ષે કતલખાનામાં વેચી દેવાય છે. તેથી ઓર્ગેનિક ડેરીના કુદરતી દૂધની પાછળ રહેલી હિંસા પણ સામાન્ય દૂધ પેદા કરવા જેવી જ ગણાય છે. ડેરી ઉદ્યોગની પર્યાવરણ અને સ્વાસ્થ્ય ઉપર થતી અસર નીચેની માહિતી USDA (અમેરિકાનું એગ્રિકલચર ડિપાર્ટમેન્ટ) અથવા તેના જેવી બીજી સંસ્થા પાસેથી લીધેલ છે. તે આ નિર્દયી કૃત્યનો વિસ્તાર અને તેની પર્યાવરણ પર થતી અસરનો ચિતાર રજૂ કરે છે. ૧. કતલખાનાનો કચરો અને પર્યાવરણ દરરોજ માત્ર એકલા અમેરિકામાં, ૫,૦૦,૦૦૦ (પાંચ લાખથી) વધુ ગાયો અને બીજા પાળેલા પ્રાણીઓની તથા ૨૪૦ લાખ મરઘાંની કતલ થાય છે. દર સેકંડે, અમેરિકાની માંસ અને ડેરી ઉદ્યોગ દ્વારા તેનો ૨,૩૦,૦૦૦ (બે લાખ ત્રીશ હજાર) પાઉંડ કચરો વાતાવરણમાં નિકાલ કરાય છે જે આપણી જમીન, હવા અને પાણીને બગાડે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 101 Page #103 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર ૨. ગ્રીન હાઉસ અસર વિશ્વની ૧.૩ લાખ કરોડ ગાયો વર્ષે એક કરોડ ટન મિથેઈન ગેસ બહાર કાઢે છે. જે ખૂબ જ શક્તિશાળી ગ્રીન હાઉસ ગેસ છે. જે સૂર્યની ગરમીથી પેદા થતા કાર્બન ડાયોક્સાઇડ કરતાં પચીસ ઘણું હાનિકારક ૩. પાણીનો વપરાશ WATER NEEDED TO PRODUCE: Animals raised for food produce about 130 times more poop than does the entire human population of the U.S roughly 89,000 pounds per second વU. Tih. 0 2192,500 GALLONS GALLONS You Save more water by not eating a pound of beef than you do by not showering for six months! M A OR 1ib. Provides It takes up to 16 pounds of grain to produce just 1 pound of animal flesh! GRAIN All that grain could be used much more efficiently if it were fed directly to people. Feeds up 1 to 10 IIII people 1/3 of daily caloric needs of one person per day M MM અમેરિકામાં વપરાતા કુલ પાણીના અડધાથી વધારે પાણી પશુધન દ્વારા પેદા થતી વસ્તુઓ માટે વપરાય છે. એક પાઉંડ માંસ તૈયાર કરવા ૨૫૦૦ ગેલન પાણી જોઈએ છે. જ્યારે એક પાઉંડ બટાકા, ઘઉં કે ચોખાને ૫૦ થી ૨૫૦ ગેલન પાણી જોઈએ. | 102 102 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ ૪.જમીનનો વપરાશ અમેરિકાની ત્રીજા ભાગની જમીન ગોચર માટે વપરાય છે. અમેરિકાની ખેતીલાયક કુલ જમીનનો અડધો ભાગ ડેરી અને માંસ ઉદ્યોગના પશુધનના ખોરાક માટે વપરાય છે. અમેરિકામાં આ માટે ૨૨ કરોડ એકર જમીન, બ્રાઝીલમાં ૨૫૦ લાખ એકર જમીન અને મધ્ય અમેરિકાના અડધા જંગલ, ડેરી અને માંસ પેદા કરવા વાળા પશુના ખોરાક પેદા માટે કાપી કાઢયા છે. ૫. સ્વાથ્ય પર તેની અસર છેલ્લા પચાસેક વર્ષના તબીબી અભ્યાસ પછી તેમણે તારણ કાઢ્યું છે. કે વિશ્વના મધ્યમ અને સુખી વર્ગના લોકોના રોગ અને મૃત્યુનું કારણ માંસ અને ડેરી ઉદ્યોગના વપરાશ સાથે સંકળાયેલું છે. હૃદય રોગ, ડાયાબિટીસ, આંતરડાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને હાડકાનું ભાંગી જવા (ફ્રેક્ટર) માટે પણ એ કારણભૂત છે. નવા સાયન્સના પ્રયોગોથી પુરવાર થયેલ છે કે દૂધનો ઉપયોગ વધુ કરવાથી ફેક્ટરનું પ્રમાણ વધ્યું છે. એ માટે દૂધમાં લેવાયેલું એનિમલપ્રોટીન અને કેલ્શિયમ જ જવાબદાર છે. “માત્ર માંસ નહીં પણ ડેરીની ખાદ્ય ચીજોમાં ચરબી અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે જે હૃદય રોગ અને ટાઇપ-૨ પ્રકારના ડાયબીટીસનું મુખ્ય કારણ છે.” “ડેરી ખાદ્ય ચીજો પ્રોસ્ટેટ કેન્સર અને ટાઇપ ૧ ડાયાબીટીસ સાથે સંકળાયેલા છે.” સારાંશ જૈન જીવન પદ્ધતિ સૈદ્ધાંતિક અને નૈતિક છે. વળી તે પૃથ્વી અને પર્યાવરણને આદર આપી સાચવે છે. આપણે જે સમય, સ્થળ અને સંજોગોમાં જીવીએ છીએ તેને ધ્યાનમાં રાખીને આપણો વ્યવહાર હોવો જોઈએ એવું આપણા ધર્મગ્રંથો સૂચવે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 103 Page #105 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર એક ગાય, માંસ માટે કતલખાને જાય ત્યારે એક બીજી ગાયને (સગર્ભા રાખી, હોર્મોન્સ અને એન્ટીબાયોટીક્સ આપી) સતત દૂધ મેળવવા અત્યંત પીડા અપાય છે. ડેરીની ગાયોનું આયુષ્ય લગભગ ૨૦ વર્ષનું હોવા છતાં માત્ર પાંચ કે છ વર્ષમાં કતલખાને મોકલાય છે. એ સૂચવે છે કે દૂધનું ઉત્પાદન માંસના ઉત્પાદન જેટલું જ ક્રૂરતા ભર્યું છે. પર્યાવરણની અસમતુલાને ધ્યાનમાં લેતાં વનસ્પતિજન્ય ઉત્પાદન કરતાં પ્રાણીજન્ય ઉત્પાદન જેમકે - દૂધ, ચામડું, સિલ્ક અને ઊન પર્યાવરણને ઘણું જ હાનિકારક છે. શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાય દૂધ અને દૂધની બનાવટોનો મંદિરમાં ધાર્મિક વિધિ માટે ઉપયોગ કરે છે. આ ઘણી જૂની પ્રથા છે. આપણે ડેરી પેદાશોને (આરતી માટે ઘી, પૂજા માટે દૂધ અને મીઠાઈ) મંદિરની ધાર્મિક ક્રિયામાં વાપરતાં પહેલા ફેર વિચારણા કરવી જોઈએ. આપણા ધર્મ પુસ્તકો પણ સૂચવે છે કે કોઈપણ પ્રથા અંધશ્રદ્ધાથી (સમજણ વગર) અપનાવવી જોઈએ નહીં. જૈન ધર્મના મોટામાં મોટા સિદ્ધાંત અહિંસામાં અને તેમાં પણ પંચંદ્રિય પ્રાણીની હિંસાની કોઈપણ સંજોગોમાં છૂટછાટ કરી શકાય નહીં. જૈન આચાર પદ્ધતિમાં દૂધ અને તેની બનાવટોનો ઉપયોગ કોઇ ચોક્કસ ધાર્મિક પ્રતીક તરીકેનું મહત્વ ધરાવે છે. આપણા વિધિ-વિધાનોનો મુખ્ય હેતુ આપણામાં આધ્યાત્મિકતા વધારવાનો છે. ધાર્મિક ક્રિયા ને અંતે આપણામાં કામ, ક્રોધ, માન, લોભ અને રાગ ઘટે એ જ ઉદ્દેશ હોય છે. માટે ધાર્મિક વિધિ માટે વપરાતી વસ્તુઓ અહિંસક રીતે બનેલી હોવી જોઈએ તેનો આપણે બરાબર ખ્યાલ રાખવો જોઇએ. દૂધ અને બીજી ડેરી પેદેશોમાં મોટી હિંસા (પંચેંદ્રિય પ્રાણીની હિંસા) રહેલી હોવાથી આપણને આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવામાં મદદ કરતા નથી. પણ આપણે ભયંકર પાપના ભાગીદાર થઇએ છીએ. આપણી વિધિમાં, આપણે દૂધની જગાએ પાણી અથવા બદામનું દૂધ, કે સોયાબીનનું દૂધ કે દીવા માટેના ઘીની જગ્યાએ વનસ્પતિ તેલ, મીઠાઈની 104 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ જગાએ સૂકો મેવો અને ધાર્મિક પ્રસંગે જમણ દરમ્યાન શુદ્ધ શાકાહારી એટલે કે વીગન જમણ પીરસવું જોઈએ. આપણે યાદ રાખવું જોઇએ કે જો આપણે પોતાના ઉપયોગ માટે ડેરી પેદાશ વાપરીએ તો આપણે પોતે જ તે ક્રિયાના અને તેના પરિણામ રૂપે બંધાતા કર્મ કે પાપ માટે જવાબદાર છીએ. પણ જો મંદિરમાં કે ધાર્મિક પ્રસંગોમાં ડેરી પેદાશનો ઉપયોગ કરીએ તો આખા સંઘને તેનો દોષ લાગે છે તેનો વિચાર કરવો જોઈએ. અમેરિકાની યુવાન જૈન સંસ્થા YJA (Young Jains Of America) અને YJP (Young Jains Professional) સ્વીકારે છે કે ડેરી ઉદ્યોગમાં ગાયો ઉપર અત્યંત ક્રૂરતા આચરવામાં આવતી હોવાથી ધાર્મિક પ્રસંગોમાં ડેરી પેદાશોનો ઉપયોગ આપણા પાયાના સિદ્ધાંત અહિંસાની મોટી અવગણના થાય છે. લગભગ ૧૫% યુવાન જૈનો વીગન છે. આપણી આચાર પદ્ધતિમાં થતો આવો ફેરફાર યુવાનો આવકારે છે. ન્યુયોર્ક ટાઇમ્સ નોંધે છે કે - મોટા ભાગે નીતિધર્મની દ્રષ્ટિએ અને સ્વાથ્યની દ્રષ્ટિએ ૬૦ લાખ અમેરિકનો વીગન છે. અર્થાત દૂધ કે તેની બનાવટોનો સીધો ઉપયોગ માંસાહાર નથી લાગતો પણ દૂધ ઉત્પાદક પશુઓની દયાજનક સ્થિતિને લક્ષ્યમાં લઈ ઉપરોક્ત કારણોની સત્યતાનો સ્વીકાર કરવો જોઈએ. અને માંસાહાર કરવામાં જેટલી ક્રૂરતા દેખાય છે તેટલી જ ક્રૂરતા દૂધ અને તેની બનાવટ નો ઉપયોગ કરવામાં છે તે ખ્યાલ સતત રાખવો જોઇએ. જૈન દર્શન અને આચારની સરળ સમજ 105 Page #107 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર ૧૬. છ આવશયક અનુષ્ઠાનો જૈન ધર્મના અનુયાયીઓને દરરોજ છ મુખ્ય અનુષ્ઠાનોનું આચરણ કરવાનું સમર્થન કરે છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર પ્રથામાં કેટલાક તફાવતો જોવા મળે છે. શ્વેતાંબર પ્રથાના છ આવશ્યક અનુષ્ઠાનો ૧. સામાયિક ૪૮ મિનિટ સુધી શાંતિથી સ્થિરતામાં બેસવું અને અહિંસાપૂર્વક પાપપ્રવૃત્તિ રહિત સમતાપૂર્વક રહેવું. ૨. ચઉવિસથ્થો ચોવીસ તીર્થકરોના ગુણોને યાદ કરવા અને તેની સ્તુતિ કરવી. ૩. વંદના સાધુ મહારાજોની ઉપાસના અને વંદનાદિ કરવા. ૪. પ્રતિક્રમણ આખા દિવસ માં કરેલા અશુભ વિચારો અને પાપક્રિયાઓનો પશ્ચાત્તાપ કરવો અને ફરીથી તે ન થાય તે માટે પ્રયત્ન કરવો. ૫. કાયોત્સર્ગ શરીર પ્રત્યેના રાગ વગર ઊભા ઊભા કે બેઠાં બેઠાં લાંબા સમય સુધી સ્થિર રહીને ધ્યાનમાં રહેવું. અને ચિંતન કરવું કે ફરીથી આવા અશુભ વિચારો નહિ કરું. ૬. પ્રત્યાખ્યાન થોડા સમય માટે સારી પ્રવૃત્તિઓ કરવાની પ્રતિજ્ઞા લેવી અને અમુક પ્રકારના ખોરાકનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી. અને વ્રત અને નિયમથી ત્યાગમય જીવન જીવવાનો પ્રયત્ન કરવો. [106 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૬ છ આવશ્યક અનુષ્ઠાનો દિગંબર પ્રથાના છ આવશયક અનુષ્ઠાનો ૧ દેવપૂજા તીર્થકરોના ગુણોની સ્તુતિ કરવી અને આદર આપવો. ૨ ગુરુ પાસ્તી ગુરુજનોની ઉપાસના અને સેવા કરવી. ૩ સ્વાધ્યાય પવિત્ર ધર્મગ્રંથનો અભ્યાસ કરીને આત્માના ગુણોને સમજવા. તપસ્યા દરરોજ કોઈ પણ પ્રકારના તપનો નિયમ લેવો. ૫ દાન પરોપકાર સુપાત્ર અને અનુકંપા દાનથી જીવન ૪ તપ જીવવું. ૬ સંયમ જીવન વ્રત અને નિયમોવાળુ જીવવું. દિગંબર પ્રથાના આ છ અનુષ્ઠાનો શ્વેતાંબર પ્રથાએ પણ સામાન્ય માણસોની રોજિંદી પ્રવૃત્તિરૂપે સ્વીકારેલા છે. આ ઉપરાંત કેટલાક જૈનો આત્મસંયમ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેના રાગ ઘટાડવા આહારનો સંયમ, ઉપવાસ વિગેરેનું આચરણ કરે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 107 Page #109 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર ૧૭. જૈન યોગ વૈશ્વિક દ્રષ્ટિએ યોગ આપણી શક્તિનો નિયમબદ્ધ અને પદ્ધતિસરનો એવો પ્રયત્ન કે જે દ્વારા માનવ પોતે પોતાના શરીર, મન અને આત્માની એકરુપતા સંપૂર્ણતાથી પ્રાપ્ત કરે છે. યોગ એ એવું સાધન છે જે શરીર, મન અને આત્મા સાથે સંપર્ક કરવામાં મદદ કરે છે. યોગ શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક નિયમિતતા (શિસ્ત) પર આધારિત છે. જો વ્યક્તિમાં પોતાની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિ પર પૂરે પૂરો સંયમ આવી જાય તો તે રચનાત્મક જીવન જીવી શકે. નિયમિત યોગનો અભ્યાસ રાખવાથી માણસ પોતાની જાત પર પ્રભુત્વ કેળવી શકે છે. યોગ આપણામાં કાર્ય, લાગણી અને બુદ્ધિની શુદ્ધતાનો આવિષ્કાર કરે છે. યોગનાં હેતુ અને અર્થને લક્ષમાં લેતા વર્તમાનમાં જૈન સમાજમાં ઘણી ગેરસમજો જોવા મળે છે. જેમ કે યોગ એ હિંદુ ધર્મનો ભાગ છે, યોગ એટલે બાહ્ય ચેષ્ટાથી નિવૃત્ત થઈ શારીરિક આસનમાં કલાકો સુધી સળંગ બેસી રહેવું. યોગ માત્ર માનસિક શાંતિ અને આનંદ આપે છે પણ તે ધાર્મિક નથી એટલે કે તે મોક્ષ તરફ આપણને લઇ જતુ નથી. જૈન પદ્ધતિ પ્રમાણે યોગનો અર્થ જૈન દર્શનમાં યોગ શબ્દનો અર્થ જુદી જુદી રીતે થયો છે. યોગનો મૂળ અર્થ છે મન, વચન અને કાયા દ્વારા થતી પ્રવૃત્તિ તે પૌદ્રલિક યોગ. અને ભાવશુદ્ધિ, મનન અને ચિંતન દ્વારા આત્માના કષાયો ઓછા કરવા અથવા દૂર કરવા તે પારમાર્થિક યોગ. પૌદ્રલિક યોગ સાંસારિક હેતુરૂપ છે જ્યારે પારમાર્થિક યોગ મોક્ષ હેતુરૂપ છે. આત્માને લગતી કોઈપણ પ્રવૃત્તિ કે હેતુ જે મુક્તિ તરફ લઈ જાય તે યોગ. બીજા શબ્દોમાં જે પ્રવૃત્તિ દ્વારા રાગાદિ ભાવો ઓછા કે ક્ષય થાય અને તેથી મન શુદ્ધ થાય તેને યોગ કહેવાય. '108 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #110 -------------------------------------------------------------------------- ________________ યોગ દ્વારા મનની શુદ્ધતાથી આત્માના ગુણો જાગૃત થાય છે અને કર્મ નાશ થાય છે. જે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચાર (સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર) દ્વારા મુક્તિ અપાવે છે. યોગ શબ્દ જૈન ધર્મમાં ધ્યાન માટે પણ વપરાય છે. આચાર્ય હરિભદ્ર સૂરિએ યોગવિંશિકા અને આચાર્ય અમિતગતિએ યોગસાર પ્રાભૂતમાં આ યોગની ચર્ચા-વિચારણા કરેલ છે. કર્મના આંતર પ્રવાહના વ્યવહાર વિશે વાત કરતાં આચાર્ય ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે શરીરની, મનની કે વાણીની કોઈપણ પ્રવૃત્તિ કરતી વખતે આત્માના પ્રદેશો આંદોલિત થાય (કંપન અનુભવે) તે યોગ કહેવાય. આ યોગની પ્રવૃત્તિ દ્વારા આત્મા કાર્યણવર્ગણા સાથે આ પ્રમાણે જોડાય છે: • ૧૭ જૈન યોગ • · જો કોઈ પ્રવૃત્તિ કલ્યાણકારી હેતુ સાથે જોડાઈ જાય તો પુણ્યનું કારણ બને છે અને પુણ્ય કર્મ બંધાય છે. જો તે અશુભ હેતુ સાથે જોડાય તો તે પાપનું કારણ બને છે. જો આ જ કલ્યાણકારી પ્રવૃત્તિ શુદ્ધ (પવિત્ર) હોય એટલે કે કોઇ પણ પ્રકારના ફળની આશા વગર અથવા કર્તા ભાવ વગર કરેલ હોય તો આત્મામાં કોઈ કંપન થતું નથી અને તેથી કોઈ કર્મબંધ પણ નથી. પરંતુ જુના કર્મોની નિર્જરા થાય છે. યોગનાં ચાર પ્રાથમિક માર્ગો ભારતીય પ્રણાલી સ્પષ્ટ પણે કહે છે કે યોગનાં પ્રાથમિક ચાર માર્ગો છે જે આત્માને ભૌતિકતામાંથી મુક્તિ તરફ લઈ જાય છે. જે આ પ્રમાણે છે. ૧. ભક્તિ યોગ સર્વોપરી પ્રેમ અને આત્માને અત્યંત સુખના આનંદનો અનુભવ થાય એ ભક્તિયોગનો હેતુ છે. તેના કેન્દ્રમાં ભક્તિ અને સમર્પણ દ્વારા સત્યની અનુભૂતિ કરવાનું છે. પ્રાર્થના, આચાર પદ્ધતિ અને ક્રિયાકર્મને લક્ષમાં રાખી તેની પ્રવૃત્તિ થાય છે. કીર્તન, ગાવું અને ભગવાનનો જૈન દર્શન અને આચારની સરળ સમજ 109 Page #111 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર જાપ કરવો એ પણ વ્યવહાર છે. આધ્યાત્મિક પ્રગતિની પ્રારંભિક ભૂમિકામાં મંદિર કે તેના જેવી પવિત્ર જગા ભક્તિયોગ માટે જરૂરી છે. આખરે ભક્તિયોગ અંદરની શુદ્ધતાને વિકસાવે છે અને “હું” પણાના અભિમાનને ઓગાળે છે. ભાવનાશીલ લોકો માટે યોગનાં આ માર્ગને અનુસરવું શ્રેષ્ઠ રૂપ છે. હિંદુધર્મ ની અમુક શાખાઓ આ માર્ગ ને મુખ્ય માર્ગ તરીકે સ્વીકારે છે જૈન ધર્મ તેને આધ્યાત્મિક પ્રગતિની પ્રારશ્મિક ભૂમિકામાં સાધન તરીકે જરૂરી ગણે છે. ૨. જ્ઞાનયોગ અનન્ય અને સર્વોપરી “સ્વ”ની અનુભૂતિ કરાવવી એ જ્ઞાનયોગનો ઉદ્દેશ છે. બૌદ્ધિક લોકો આ માર્ગ પસંદ કરે છે. કારણ કે તેમાં અભ્યાસ, વિચાર, પ્રશ્નોત્તરી અને ચિંતનનું આચરણ છે. આ સૃષ્ટિમાં સાચું (સત્ય) શું છે અને મિથ્યા શું છે તેનો ભેદ કે તફાવત સમજવા આ માર્ગ નમૂના રૂપ છે. બુદ્ધિના માધ્યમ દ્વારા આ માર્ગ ભૌતિક દુનિયાના બંધનોને પ્રશ્ન અને પૃથક્કરણ દ્વારા નકારે છે. મન (બુદ્ધિ) પોતે જ પોતાના સ્વરૂપને એટલે કે સ્વભાવને તપાસે છે. આ નમૂના રૂપ પ્રશ્નો ધ્યાન દરમ્યાન પોતાની જાતને પૂછવા – “હું કેમ અહીં છું?” “સાચું શું છે? અને સાચું શું નથી?” અને સૌનો સૌથી મોટો પ્રશ્ન “હું કોણ છું?” તે સત્યના આખરી મૂર્ત સ્વરૂપ સુધી લઈ જાય છે. પ્રાથમિક ભૂમિકામાં સંનિષ્ઠ ગુરુનું માર્ગદર્શન અથવા ધાર્મિક પુસ્તકનો અભ્યાસ જ્ઞાનયોગમાં જરૂરી છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને મોક્ષપ્રાપ્તિ માટે આ માર્ગને મુખ્ય માર્ગ તરીકે સ્વીકારે છે. ( 110 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જૈન યોગ ૩. કર્મ યોગ કર્મયોગનો હેતુ દરેક માનવીય પ્રવૃત્તિ સર્વોપરિતાના સંકેતને સમર્પિત કરવાનો છે. માનવતા અને જીવમાત્રના ભલા માટે નિઃસ્વાર્થ ભાવે કરાતી સેવાને કર્મયોગ કહે છે. તેમાં સમાજ સેવા, જીવોનો એકબીજા સાથેનો સંબંધ, પર્યાવરણની રક્ષા, પ્રાણીની રક્ષા અને એવું ઘણું સમાઈ જાય છે. તેનો વ્યવહાર કે આચરણ કોઈપણ સમયે અને ક્યાંય પણ થઈ શકે છે. આખરે વ્યક્તિ પોતાનું બધું કાર્ય અને સેવા કોઈપણ પ્રકારના પરિણામ કે ફળની આશા રાખ્યા વગર ભગવાનને સમર્પે છે. તેને કારણે પોતાનું અભિમાન “હું” પદ ઓગળી જાય છે. કાર્યને લક્ષમાં રાખનાર લોકો માટે આ યોગનો ઉત્તમ પ્રકાર છે. જૈન ધર્મના જ્ઞાન માર્ગમાં કર્મ યોગનો સમાવેશ થાય છે. જ્ઞાનસાથે થયેલ ક્રિયા જ મોક્ષ તરફ લઇ જાય છે. પરન્તુ તે ક્રિયા કર્તાભાવ એટલે “હું” પદ વગરની હોવી જોઇએ. ૪. અષ્ટાંગ યોગ (આત્મસમાધિ અને ધ્યાનનો માર્ગ) અષ્ટાંગ યોગનો હેતુ માત્ર દેહની શુદ્ધિ અને મુક્તિનો નથી પણ બુદ્ધિજીવીઓના વિચાર અને ચૈતન્યના ભાવનાત્મક અને લાગણીશીલ જીવનમાં સંયમ સાથે નિપુણતા લાવવાનો છે. તે શારીરિક અને માનસિક સંયમનું વિજ્ઞાન છે. અષ્ટાંગ યોગનાં સ્થાપનાર અને સંશોધક મહાન ઋષિ પતંજલિ (time 3rd - 4th century BCE) હતા. તે અષ્ટાંગ યોગ અથવા યોગનાં આઠ તબક્કા અથવા ભૂમિકા તરીકે પણ ઓળખાય છે. તેના આઠે આઠ જૈન દર્શન અને આચારની સરળ સમજ 111 Page #113 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર પગલાં અગત્યના છે અને તેનું ક્રમબદ્ધ આચરણ અંતિમ સત્ય અને મોક્ષ (ભગવાન) તરફ દોરી જાય છે. પતંજલિ ઋષિ એ તેમના અવિનાશી પ્રબંધ ગ્રંથ “યોગસૂત્ર” માં વ્યાખ્યા કરી છે કે, યોગનું લક્ષ્ય વિચાર પ્રક્રિયાને (ચિત્તવૃત્તિને) સંયમમાં રાખી યોગની ઉચ્ચકક્ષા પ્રાપ્ત કરવી. મહાન ઋષિ પતંજલિના તેમના “યોગસૂત્રમાં આવતા યોગનાં આઠ પગથિયાં અને ધ્યાનને શ્રી હરિભદ્રસૂરિએ આદર સહ સ્વીકાર્યા છે. તેમણે યોગનાં ચાર પુસ્તકો લખ્યા છે. (૧) યોગવિંશિકા પ્રાકૃત ભાષામાં (૨) યોગશતક પ્રાકૃત ભાષામાં (૩) યોગબિંદુ સંસ્કૃતમાં અને (૪) યોગ દ્રષ્ટિ સમુચ્ચય સંસ્કૃતમાં. શ્રી પતંજલિ ઋષિ જૈન દાર્શનિક ન હોવા છતાં જૈન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ (7th century AD) એ અષ્ટાંગ યોગને જૈન ધર્મ માં આધ્યાત્મિક સ્વીકૃતિ આપી છે જે મોક્ષ માર્ગ સુધી દોરી જાય છે. આ ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્યએ યોગશાસ્ત્ર ની રચના કરી છે. અષ્ટાંગ યોગ (યોગનાં આઠ પગથિયાં). ૧. યમ (સંયમમાં રહેવું પ્રારંભિક ભૂમિકામાં વ્યક્તિએ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને અપરિગ્રહ પર સંયમ કેળવવો જોઈએ. ૨. નિયમ (અનુષ્ઠાનોનું પાલન કરવું) બીજી ભૂમિકામાં વ્યક્તિએ કેટલાક સલૂણો જેવા કે આંતરિક અને બાહ્ય પવિત્રતા, સંતોષ, સંયમ, ધર્મનો અભ્યાસ અને પોતાની જાતને ધર્મમય વાતાવરણમાં રાખી વિકસાવવા જોઈએ. પહેલી બે ભૂમિકા નૈતિક શુદ્ધિ માટે છે. તેના વગર આધ્યાત્મિક પ્રગતિ શક્ય નથી. 112 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩- આસન (શારીરિક સમતુલા કેળવવી) ત્રીજી ભૂમિકામાં પોતાના શરીરને તંદુરસ્ત રાખવા અને લાંબા કલાકો સુધી ધ્યાન કરવાની તૈયારી રૂપે કરોડરજ્જુને સીધી રાખવા વ્યક્તિએ શારીરિક સમતુલા જાળવીને આસન સિદ્ધ કરવું જોઈએ. ૪. પ્રાણાયામ અથવા પ્રાણયોગ (તાલબદ્ધ શ્વસનક્રિયા કેળવવી) ચોથી ભૂમિકામાં વ્યક્તિએ ચોક્કસ પ્રક્રિયા દ્વારા જીવનને માટે આવશ્યક શક્તિ કાબૂમાં રાખવા શ્વાસનો નિયમિત અભ્યાસ રાખવો જોઈએ. તાલબદ્ધ શ્વસનક્રિયા મનને ધ્યાનસ્થ થવામાં મદદ કરે છે. સીધા બેસવાથી (ત્રીજી ભૂમિકા) અને તાલબદ્ધ શ્વાસ (ચોથી ભૂમિકા) લેવાથી અંતર્મુખ થવા માટે મન શક્તિમાન એટલેકે તૈયાર થાય છે. AAKA ૩- આસન 9-21214 ૧૭ જૈન યોગ ર- નિયમ ૪- યામ જૈન દર્શન અને આચારની સરળ સમજ ૫- પ્રત્યાહાર ૫- પ્રત્યાહાર અથવા પ્રતિહાર્ય (પંચેન્દ્રિયને અંતર્મુખ કરવી) પાંચમી ભૂમિકામાં આપણી પંચેન્દ્રિય-સ્પર્શ, રસ, ગંધ, દ્રષ્ટિ અને શ્રવણ દ્વારા આપણને જે સુખ કે દુઃખની લાગણી થાય છે તેનાથી વ્યક્તિએ વિમુખ એટલે અંતર્મુખ થવાની ટેવ પાડવી જોઈએ. આ માનસિક સમતુલા અંદરથી ઊઠતા અને ઉપર આવતા વિચારોના પ્રવાહને ધીરે ધીરે ધીમા પાડે છે. હવે મન કોઈ એક વિચાર કે વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા તૈયાર થઈ જાય છે. 113 Page #115 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર ૬ - ધારણા (મનને અંદરના વિચાર ઉપર કેન્દ્રિત કરવું) છઠ્ઠા તબક્કામાં વ્યક્તિએ મનને ક્યાં તો બહારની કોઈ વસ્તુ પર કે અંદરના વિચાર ઉપર કેન્દ્રિત કરવું જોઈએ. ઘનિષ્ઠ પ્રયત્નો કરવા છતાં મન એક વસ્તુ પર ચોંટતુ જ નથી. આંતરિક સંસ્કાર કે કર્મના કારણથી ધ્યાનની ધારા તૂટી જાય છે. માટે વ્યક્તિએ ધારણા દ્વારા વારંવાર પ્રયત્ન કરવો જેથી મન વિચારશૂન્ય થતુ જશે. ૭. ધ્યાન વિચાર શૂન્યતાની સ્થિતિ (ધારણા) સહજતાથી ધ્યાન તરફ દોરી જશે. આ સાતમી ભૂમિકા છે. નક્કી કરેલ બહારની વસ્તુ કે અંદરના વિચાર તરફ વિચારોના અતૂટ પ્રવાહને બદલે કોઈ એક વિષયમાં ચિત્તનું એકાગ્ર થવું. ૮. સમાધિ D fillini - ધારણ ૭. ધ્યાન ૮. સમાધિ આમ સતત અભ્યાસ દ્વારા ધ્યાન સમાધિમાં ફેરવાઈ જાય છે સમાધિમાં વ્યક્તિ પોતાની જાત પ્રત્યે તદ્દન જાગૃત અને બાહ્ય સંયોગોથી મુક્ત બને છે. અને ધ્યાનની વસ્તુ પણ દ્રષ્ટિ સામેથી જતી રહે છે. પણ તેનું ધ્યાન સમગ્ર ચેતના પર છવાઈ જાય છે. આત્માનું જ્ઞાન સંપૂર્ણ બને છે. આ અષ્ટાંગ યોગ જીવનના આધ્યાત્મિક ધ્યેયને અનુસરે છે. વ્યક્તિ આ યોગના અભ્યાસથી અમર્યાદ સમય સુધી સ્થાન કે દેહાદિકના 114 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જૈન યોગ સંબંધ રહિત શુદ્ધ ચેતનાનો સંવેદનાત્મક અનુભવ કરે છે. અષ્ટાંગ યોગનાં પહેલા પાંચ તબક્કા મનને યોગ માટે તૈયાર કરવા માટે છે. છેલ્લી ત્રણ ભૂમિકા ધ્યાનનું પરિણમન છે. ફલશ્રુતિ છે. હિતકારી અને અહિતકારી ધ્યાન મનને વિવિધ જગાએ ફરતું અટકાવી કોઈ એક જગાએ કેન્દ્રિત કરવાની ક્રિયાને ધ્યાન કહે છે. જો આ ધ્યાન સખત ઉદ્વેગથી થયું હોય જેમ કે રાગ, દ્વેષ, અણગમો, તિરસ્કાર અને વેર કે શત્રુતા જેવા અસદ્ભાવો અહિતકારી ધ્યાન છે જે છોડવા યોગ્ય છે. બીજી બાજુ જો તે ધ્યાન સત્યની શોધ માટે અને ભૌતિક સાધનો કે સંબંધો તરફના સંપૂર્ણ વૈરાગ્યમાંથી ઉદ્દભવ્યુ હોય તો તે હિતકારી છે. તે આધ્યાત્મિકતા અને મુક્તિનું પ્રેરક બને છે માટે સ્વીકારવા યોગ્ય છે. આચાર્ય ઉમાસ્વાતિજી એ મનોવૈજ્ઞાનિક રીતે ધ્યાનના ચાર પ્રકારો આપ્યા છે. આર્તધ્યાન ભૌતિક સામગ્રીના નિમિત્તે થતા ભાવો અને તેનુ ચિંતન તે દુઃખદાયક છે. તે અહિતકારી ધ્યાન છે. રૌદ્રધ્યાન તીવ્ર વેગવાળા કષાય કે હિંસકભાવો અને તેનુ ચિંતન તે દુઃખદાયક છે. તે અહિતકારી ધ્યાન છે. ધર્મ ધ્યાન ધર્માનુરક્ત કે શુભ ધ્યાનને ધર્મ ધ્યાન કહે છે. તે હિતકારી ધ્યાન છે. શુક્લ ધ્યાન આધ્યાત્મિક કે શુદ્ધ ધ્યાનને શુકલ ધ્યાન કહે છે. તે હિતકારી ધ્યાન છે. દુઃખ કે ગુસ્સાયુક્ત ધ્યાન અશુભ અને અહિતકારી ધ્યાન છે જે આત્માને સંસારમાં રઝળાવે છે પરિણામે તે અસંખ્ય જન્મ મરણ કરે છે. ધાર્મિક વૃત્તિવાળુ - ધર્મધ્યાન શુભ પ્રકારનું હિતકારી ધ્યાન છે. આત્માને ઘણી ઊંચી જૈન દર્શન અને આચારની સરળ સમજ 115 Page #117 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ જૈન આચાર કક્ષાએ લાવે છે. આધ્યાત્મિક વિકાસ થાય ત્યારે શુક્લધ્યાન ઉદ્દભવે છે. જે આખરે આત્માની મુક્તિ કે નિર્વાણનું કારણ બને છે. સારાંશ અસીમ અને પરમ સુખ તથા મુક્તિદાયક સત્યના ધ્યેયની પ્રતિષ્ઠા કરવી એ આધ્યાત્મિક જીવનનું મૂળ સ્વરૂપ છે. તે પારમાર્થિક યોગ દ્વારા શક્ય છે. યોગનો અભ્યાસ કરવા વ્યક્તિએ ભગવાનને શોધવાની જરૂર નથી. વ્યક્તિને પોતાને કર્મબંધમાંથી મુક્ત થતાં જે રોકે છે તે બંધનમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. એક વખત આ બંધન છૂટી ગયું પછી તે પોતાની સાચી કાર્યક્ષમતા, તેનું સાચું સ્વરૂપ અને પોતાની અંદરના આત્મા-ભગવાનને સ્પષ્ટપણે જાણી શકે છે. ચારે પ્રકારના યોગ; ભકિતયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને અષ્ટાંગયોગ માનવ વ્યક્તિત્વના બધા સંસ્કારોને સમાવી લે છે. માનવ સ્વભાવમાં પ્રેમ, જ્ઞાન અને ક્રિયા આ ત્રણ દૈવી ક્રિયાશક્તિ રહેલી છે. જે ત્રણ યોગો; ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ મન અથવા હૃદયની સંકલ્પશક્તિનો શરૂઆતમાં ઉપયોગ કરીને ધ્યાન તરફ લાવે છે. જ્યારે અષ્ટાંગ યોગ શરીરાદિને સંયમથી ધ્યાન તરફ લાવે છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને મોક્ષપ્રપ્તિ માટે જ્ઞાનમાર્ગને મુખ્ય માર્ગ તરીકે સ્વીકારે છે. તેમ છતા આપણા ધર્મ ગ્રંથોમા બીજા બધા યોગને ઘણું જ મહત્વ આપેલ છે. જૈન આગમ સાહિત્યમાં એમ કહેવાયું છે કે અગણિત પ્રકારના જુદા જુદા યોગ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. વાસ્તવમાં તીર્થંકરોએ બતાવેલા માર્ગદર્શન પ્રમાણે અને સંપૂર્ણ આત્મજાગૃતિ સાથે કરવામાં આવતો યોગ અથવા ક્રિયા પારમાર્થિક છે. યોગનાં આ ચાર માર્ગો દ્વારા વ્યક્તિ અંદરના આત્માની અનુભૂતિ કરી શકે છે અને સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત થાય છે. અંતિમ મુક્તિની અવસ્થાએ બધા માર્ગો એક થઈ જાય છે. એટલે કે બધા મુક્તિ પામેલા આત્માઓના આધ્યાત્મિક ગુણો અને લાક્ષણિકતાઓ સરખી જ હોય છે. 116 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #118 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો જૈન દર્શન અને આચારની સરળ સમજ 117 Page #119 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો ૧૮. જૈન મંદિરો જૈન મંદિરો ભક્તિ અને ધ્યાનનું પવિત્ર સ્થળ છે. જ્યાં વ્યક્તિ સંપૂર્ણ શાંતિ અને અમાપ સ્વસ્થતાનો અનુભવ કરે છે. આપણા આત્મા અને તેના સ્વભાવને જાણવા-જોવા માટેની એ સુંદર-શાંત અને સ્વસ્થ જગ્યા છે. મંદિરમાં બેસી ધ્યાનથી ભક્તિ કરવાથી આત્મનિરીક્ષણ કરી શકાય છે અને ઘરે ગયા પછી પણ આપણામાં એ પરમાત્માનો અંશ છે એવો ભાવ થયા કરે છે. તેથી દરેકે અંતરાત્માની શુદ્ધિનો માર્ગ અનુસરવો જોઈએ કે જે આપણને ક્રોધ, માન, માયા અને લોભથી મુક્ત કરે છે. શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયનો જનસમુદાય મહદ્ અંશે મૂર્તિ સ્થાપન કરેલા મંદિરમાં જાય છે અને ભક્તિ અને ધ્યાન કરે છે. મુખ્યત્વે બે પ્રકારની મૂર્તિઓ જૈન મંદિરમાં જોવા મળે છે. દિગંબર અને શ્વેતાંબર મૂર્તિઓ દિગંબર સંપ્રદાયની મૂર્તિની આંખો અર્ધ બીડેલી હોય છે. જે ધ્યાનનું પ્રતીક છે જ્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં આંખો આખી ખોલેલી હોય છે. જે ઉપદેશ આપતા તીર્થંકરનું પ્રતીક છે. દિગંબરો મૂર્તિને શણગાર (આંગી) કરતા નથી પણ તેના સહજ સ્વરૂપમાં જ રાખે છે. શ્વેતાંબરો મૂર્તિને ઠાઠમાઠથી શણગારે છે. એ સૂચવે છે કે તીર્થંકરો રાજા હતા. રજવાડી ધન હતું છતાં એ ભૌતિક સંપત્તિમાં સુખ શોધી શક્યા નહીં. તેમણે સમાજના લાભ માટે આ બધી સંપત્તિનો ત્યાગ કર્યો અને સંપૂર્ણ અપરિગ્રહનો સંકલ્પ કર્યો. 118 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન મંદિરો તીર્થંકરની મૂર્તિ ઊંડા ધ્યાનમાં હોય તેવી ક્યાં તો પદ્માસનમાં બેઠેલી હોય અથવા સીધી ઊભી હોય તેવી હોય છે. તેમના મુખ અને આંખોમાંથી કરૂણા અને અંદરની શાંતિ ભક્તો પર વરસતી અનુભવાય છે. આ મૂર્તિ તીર્થંકરોના શરીરનું નહીં પણ તેમના અંદરના ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી બધાં તીર્થંકરોની મૂર્તિઓ એક સરખી છે. બંને દિગંબર અને શ્વેતાંબરના જૈન મંદિરો તેમના ઝીણવટભર્યા સ્થાપત્ય અને અજોડ કલાને લીધે પ્રખ્યાત છે. દરેક તીર્થંકરને તેમનું આગવું પ્રતીક કે લાંછન હોય છે કે જે બીજા તીર્થંકરથી તેમને જુદા પાડે છે. આ લાંછન મૂર્તિના નીચેના ભાગમાં હોય છે. મંદિરમાં દાખલ થતાં પહેલાં દરેકે પોતાના પગરખાં ઉતારી દેવા પડે છે. ત્યાં કંઈ પણ ખાવાનું, પીવાનું કે ચ્યુઇંગમ ખાવાની કે દોડાદોડી કરવાની, બૂમો પાડવી, વાતો કરવી કે સાંસારિક વાતો ચર્ચવાની મનાઈ હોય છે. મંદિરમાં દાખલ થતી વખતે “નિસ્સિહી” એવું બોલવામાં આવે છે. એટલે કે મનના કુવિચારો અને સંસારની વાતો બહાર મૂકી દો. એટલે કે મન, વચન અને કાર્યથી સાંસારિક સંબંધો, વળગણ બધુ બહાર છે. આપણા ક્રોધ, માન, માયા લોભ જેવા કષાયો આપણે બહાર છોડીને આવ્યા છીએ એવો ગર્ભિત અર્થ થાય છે. દેરાસરના ભંડારમાં મૂકેલા પૈસા એ ગુપ્તદાન છે અને આપણે હંમેશા ગુપ્તદાન કરવું જોઇએ એ પ્રેરણા આપે છે. મંદિરના નૈવેદ્ય અંગેના સૂચનો ધાર્મિક ક્રિયા વખતે અર્પણ કરાતી વસ્તુઓમાં અહિંસાનું વિવેક પૂર્વક પાલન કરવું જોઈએ. સ્થળ, સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને ધર્મનો આચાર કરવો. જૂના સમયમાં ગાય, વાછરડાં કે બીજા પ્રાણીઓના દૂધ અને તેની બનાવટનો ઉપયોગ ધાર્મિક ક્રિયાઓમાં થતો હતો કારણ કે તેઓ ગાયને કૌટુંબિક સભ્ય તરીકે ગણીને તે પાળતા હતા. તે કાળે પ્રાયઃ આ પ્રથામાં ઘણી જ નિર્દોષતા જૈન દર્શન અને આચારની સરળ સમજ 119 Page #121 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો હતી. પરંતુ વર્તમાન કાળમાં વૈજ્ઞાનિક પ્રગતિથી દૂધ, ઘી આદિમાં ઘણી વિકૃતિઓ તેમ જ ભયંકર હિંસા દાખલ થઈ છે. દૂધ આપતી ગાય પ્રજનન ક્ષમ હોય ત્યાં સુધી સતત તેને સગર્ભા રખાય છે. પાંચ વર્ષ પછી ગાય દૂધનું ઉત્પાદન ઘટાડી દે છે એટલે તેને કતલખાને મોકલી દેવાય છે. જ્યારે ગાયોનું સામાન્ય આયુષ્ય ૨૦ વર્ષ જેટલું હોય છે. ૯૦% થી વધારે બળદ વાછરડાને જન્મતાની સાથે અથવા ૬ મહિનામાં તેઓની કતલ કરવામાં આવે છે. તેથી આપણે પૂજા વખતે દૂધ કે મીઠાઈનો અને દીવા માટે ઘીનો ઉપયોગ કરવો નહીં. કારણ કે અત્યારની બધી ડેરી ઉત્પાદક ચીજો ગાયોને અને બીજા પ્રાણીઓને ખુબ જ ત્રાસ અને પીડા આપીને બનાવાતી હોય છે. પૂજા કરતી વખતે પક્ષાલમાં પણ દૂધ પાણીનો ભેગો પક્ષાલ કરવાને બદલે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. અથવા તેમાં બદામનું દૂધ ભેગુ કરવું જોઇએ મીઠાઈની જગાએ સૂકો મેવો અને ઘીની જગાએ દિવેલના દીવા કરવા જોઈએ. લગભગ ૧૦૦ વર્ષ પહેલાં બધા જૈન મંદિરોમાં દિવેલના દીવા થતા હતા. વળી મૂર્તિની આંગી માટે વરખનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે વરખને બનાવવા માટે ગાયના આંતરડાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત મોતી, સીલ્ક, ફર અને ચામડાનો પહેરવેશમાં ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે બધું ઑઇસ્ટર, કોશેટા અને પ્રાણીઓને મારીને મેળવવામાં આવે છે. ઉપકરણ જેમકે કટાસણામાં વપરાતા ઊનના બદલે કોટનના કટાસણા વાપરવા. આ રીતે આપણે જો ધાર્મિક ક્રિયામાં ફેરફાર કરીશું તો જ આપણે અહિંસા નું સાચા અર્થ માં વિવેક પૂર્વક પાલન કર્યુ કહેવાશે. 120 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૯. જૈન પ્રતીકો ૧૯, જૈન પ્રતીકો परस्परोपग्रहो जीवानाम् Compassionate Living परस्परोपग्रहो जीवानाम् Compassionate Living Fig 2 Fig 1 Fig 3 હાથનો પંજો (ચિત્ર ૧) હાથમાં ચક્ર સાથેના પંજાનું પ્રતીક અહિંસાને રજૂ કરતું જૈન પ્રતીક છે. હાથના પંજાનું પ્રતીક “ભયભીત થશો નહીં” નો આત્મવિશ્વાસ આપે છે. જેઓ કર્મના ઉદયથી પીડાતા હોય તેવા માનવ માત્રને નાસીપાસ ન થવાનું સૂચવે છે. અહિંસા એ ૨૪ તીર્થકરોએ આપેલા બોધનું પ્રતીક છે. જે અહિંસા, કરુણા, અનેકાન્તવાદ, અપરિગ્રહ અને જીવમાત્રમાં સમાન આત્મા છે એવું સૂચવે છે. વ્યાપક અવકાશવાળા ચૌદ રાજલોક (ચિત્ર ૨ અને ૩) વિશાળ અવકાશવાળા જૈન પ્રતીકની અંદર બીજા પ્રતિકો સમાવી લેવામાં આવ્યા છે; બીજનો ચંદ્ર, ત્રણ ટપકાં સાથિયો અથવા ઓમ, હાથનો પંજો અને આ બધા પ્રતીકોને આવરી લેતી આકૃતિ જેને લોકાકાશ કહે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 121 Page #123 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો ત્રણ ટપકાં મુક્તિનો માર્ગ (રત્નત્રયી) - સાચી શ્રદ્ધા (સમ્યગ દર્શન) સાચું જ્ઞાન (સમ્યગ જ્ઞાન) અને શુદ્ધ ચારિત્ર (સમ્યક ચારિત્ર) જે ત્રણેયનુ એક સાથે આચરણ કરવાથી (રત્નત્રય) તે માર્ગ આપણને મુક્તિ તરફ લઈ જાય છે. બીજનો ચંદ્ર મોક્ષના પ્રદેશનું પ્રતીક છે. આ પ્રદેશ લોકાકાશની સૌથી ઉપર છે. જ્યાં સિદ્ધ આત્માઓ વસે છે. સાથિયો સાથિયો એ જૈન ધર્મનું પવિત્ર પ્રતીક છે. તેની ચાર બાજુઓ આત્માની ચાર ગતિ સૂચવે છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ (પશુ, પક્ષી, માછલી અને બધા એકેન્દ્રિય જીવો; જેમ કે વનસ્પતિ, હવા, અગ્નિ પાણી અને પૃથ્વી). અને નારકી જીવો એ સૂચવે છે. આ દુન્યવી જીવો જન્મ, દુઃખ અને મૃત્યુના ચાર ગતિના ચકરાવામાં સતત ફરે છે. તેથી દરેકે સાચા ધર્મને અનુસરી જન્મમરણના દુ:ખમાંથી મુક્તિ મેળવવી જોઈએ. ઓમ ઓમનું પ્રતીક એ પાંચ અક્ષરોનું બનેલું છે. અ, બ, આ, ઉ અને મ પ્રથમ અક્ષર “અ” એટલે અરિહંત. અરિહંત એટલે જેમણે આત્માને ઓળખ્યો અને ઉત્કટ મનોવિકાર સામે લડ્યા. તેમણે ચાર ઘાતી કર્મોનો નાશ કર્યો અને ધર્મની આચાર સંહિતા સ્થાપી. અરિહંતના બીજા નામો; તીર્થકર, જીન,અહંત બીજો અક્ષર “અ” એટલે અશરીરી. અશરીરી એટલે પૌદ્રલિક દેહ અને કર્મના બંધન વગરનો આત્મા, મુક્ત આત્મા અથવા સિદ્ધ અથવા શુદ્ધ અસ્તિત્વ. ત્રીજો અક્ષર “આ” એટલે આચાર્ય, આચાર્ય એટલે સાધુ જેઓ સંઘના વડા છે. ચોથો અક્ષર “ઉ” એટલે ઉપાધ્યાય. ઉપાધ્યાય એટલે ધર્મગુરુ જેઓ જ્ઞાની છે અને બીજાઓને જ્ઞાન આપવાનું અને ભણાવવાનું કામ કરે છે. 122 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૯. જૈન પ્રતીકો પાંચમો અક્ષર “મ” એટલે મુનિ. મુનિ એટલે બધા સાધુ-સાધ્વી જે પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. આમ જૈનધર્મમાં “ઓમ” શબ્દ દ્વારા પાંચ વિશિષ્ટ વ્યક્તિઓને આદરભાવે નમન કરાય છે. ઓમ એ જૈનધર્મની પવિત્ર પ્રાર્થના - નમસ્કાર મંગલસુત્રનું સંક્ષિપ્ત રૂપ છે. લોકાકાશ બાહ્ય આકૃતિ કમર પર હાથ મૂકી ઊભા રહેલા માણસ જેવી લાગે છે. જે જૈન માન્યતા પ્રમાણે આ સૃષ્ટિનો આકાર (લોકાકાશ) સૂચવે છે. પ્રતીકની નીચેનું લખાણ “પરસ્પરોપગ્રહો જીવાનામ” એટલે “જીવ માત્રનો પરસ્પર ઉપકાર” કરવો. (સેવા કરવી). જે દયામય જીવનની જૈન ભાવના રજૂ કરે છે. ટૂંકમાં આખું પ્રતીક સૂચવે છે કે સ્વર્ગ, નર્ક અને ધરતી પરના સર્વ જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું દુઃખ ભોગવે છે. તેઓ ધર્મમાં શુદ્ધ જ્ઞાન, પૂર્ણ શ્રદ્ધા અને શુદ્ધ ચારિત્ર જે તીર્થકરોએ બતાવ્યા છે તેને અનુસરે, તો પવિત્રતાની સાથે પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થશે અને પછી તેઓ શાશ્વતકાળ સુધી મોક્ષનું સુખ ભોગવશે. જૈન સમાજે મહાવીરના નિર્વાણના ૨૫૦૦ વર્ષે ૧૯૭૪ માં (ચિત્ર ૨) એ પ્રતીક સ્વીકાર્યું. અમેરિકાની જૈના ફેડરેશને (જૈન મંડળો નું સંગઠન) આકૃતિ નં. ૩ પ્રમાણે સાથિયાની જગાએ ઓમ રાખ્યો કારણ કે પશ્ચિમી દેશોમાં સ્વસ્તિક ધાર્મિક પ્રતીક તરીકે જોવામાં આવતું નથી. જૈન ધર્મમાં આ દરેક પ્રતીકો અલગ અલગ રીતે પણ વપરાય છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 123 Page #125 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો ૨૦. ધાર્મિક તહેવારો ધાર્મિક તહેવારો તીર્થંકરોના જીવનની નોંધપાત્ર ઘટનાઓને ઉજવીને મનાવાય છે. દરેક તીર્થંકર ના જીવનની પાંચ મુખ્ય ઘટનાઓ; ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, અને નિર્વાણ આવા તહેવારો માં ઉજવાય છે. ધાર્મિક તહેવારો ચંદ્રની સ્થિતિ ઉપરથી બનેલા પંચાંગ પર આધારિત હોય છે (એક વર્ષના આશરે ૩૫૪ દિવસ). જૈન સમાજ આ પ્રસંગોના તપ કરીને, પવિત્ર સુત્રો બોલીને, ધાર્મિક વ્યાખ્યાનો સાંભળીને, શસ્ત્રોનો અભ્યાસ કરીને, મનને કાબૂમાં રાખવા શપથ લઈને અને કરુણા અને ધ્યાનની પ્રવૃત્તિ કરીને આ તહેવારો ઉજવે છે. મુખ્ય ધાર્મિક તહેવારો આ પ્રમાણે છે. પર્યુષણ અને દશલક્ષણા પર્વ આ વર્ષના સૌથી પવિત્ર દિવસો ગણવામાં આવે છે. જેમાં આઠ કે દસ દિવસના ઉપવાસ, વિવિધ પ્રકારના ક્રિયાકર્મ, જૈન સિદ્ધાંતોની સમાલોચના અને જીવમાત્રને ક્ષમાપનાની પ્રાર્થના કરવામાં આવે છે. આ તહેવાર લગભગ ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં આવે છે. અંતમાં આત્મચિંતન દ્વારા બીજાને ક્ષમા આપીને અને બીજા પાસે ક્ષમા યાચીને અને જાણતાં કે અજાણતાં મન વચન, કાયાથી કોઈને પણ દુઃખ પહોંચાડ્યું હોય તો ક્ષમા માંગીને તેનું સમાપન થાય છે. મહાવીર જન્મ કલ્યાણક (જયંતી) પર્વ લગભગ માર્ચ કે એપ્રિલ મહિનામાં ભગવાન મહાવીરનો જન્મ દિવસ ઉજવાય છે. જુદા જુદા ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને આ દિવસ ઉજવાય છે. મોટે ભાગે આખો દિવસ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જાય છે. અક્ષય તૃતીયા (વર્ષીતપ પારણા) પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનની યાદમાં આ દિવસે આખા વર્ષના એકાંતર દિવસે કરેલા ઉપવાસ તપના પારણાં કરવામાં આવે છે. જૈનો આ પારણું શેરડીનો રસ પીને કરે છે. 124 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધાર્મિક તહેવારો દીપાવલી (દિવાળી) આ દિવસે મહાવીર ભગવાને મુક્તિ મેળવી જે મહાવીર નિર્વાણ દિવસ તરીકે ઓળખાય છે અને વર્ષ નો અંતિમ દિવસ ગણાય છે. જ્ઞાન પંચમી (કાર્તિકી સુદ પાંચમ) આ દિવસ જ્ઞાન દિવસ તરીકે ઓળખાય છે. જુદા જુદા ધર્મસ્થળોએ ધર્મગ્રંથો ગોઠવવામાં આવે છે. લોકો આ સ્થળોએ જઈ ધર્મગ્રંથોની પૂજા કરે છે અને જ્ઞાનની આરાધના કરે છે. મૌન એકાદશી (અગિયારશ) આખા વર્ષનો આ સૌથી ધર્મનિષ્ઠ પવિત્ર દિવસ છે. આ દિવસે જુદા જુદા પાંચ તીર્થંકરોના જીવનમાં નોંધપાત્ર ઘટનાઓ એટલે કે કલ્યાણકો થયેલ છે. તે દિવસે તીર્થંકરોના જન્મ, તેમનો બોધ અને નિર્વાણના ભક્તિસભર પ્રસંગોના ગુણો નું ધ્યાન કરાય છે. આ મૌનનો દિવસ છે અને ઘણા લોકો ઉપાશ્રયમાં રહીને સાધુ જેવું જીવન જીવે છે. તેને પૌષધ વ્રત કહેવાય છે. જૈન શુભેચ્છાઓ જય જિનેન્દ્ર જ્યારે આપણે બીજા જૈનને મળીએ ત્યારે આવકાર આપતા “જય જિનેન્દ્ર”થી અભિવાદન કરીએ છીએ એટલે કે સર્વોપરી જૈન (તીર્થંકર) ને પ્રણામ કરીએ છીએ. તેનો અર્થ એટલે કે તમારા શુધ્ધ આત્માને હું પ્રણામ કરું છું. શુધ્ધ આત્માને જૈનો ભગવાન ગણે છે. મિચ્છામિ દુક્કડમ્ મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ. મિચ્છામિ દુક્કડમ્ એ ક્ષમા માગવા માટે બોલાતા શબ્દો છે. જે ક્ષમાપનાના દિવસે - સંવત્સરી પ્રતિક્રમણ વખતે આખા વર્ષ દરમ્યાન જાણતાં-અજાણતાં, મન, વચન, કાયાથી કોઈ દુઃખ પહોંચાડ્યું હોય તેની ક્ષમા મંગાય છે અને આપણે બીજાને ક્ષમા આપીએ છીએ. ખરેખર તો જેવી આપણી ભૂલ થઈ છે તેવી ખબર પડે કે તરત જ માફી માગવી જોઈએ. જૈન દર્શન અને આચારની સરળ સમજ 125 Page #127 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો ૨૧. મુખ્ય સંપ્રદાયો ગરીબ અને તવંગર, રાજા અને પ્રજા, પુરુષ અને સ્ત્રી, પુરોહિત કે પૂજારી, છૂત-અદ્ભૂત સર્વ કોમ અને કક્ષાના લોકો ભગવાન મહાવીરના પંથમાં જોડાયા હતા. ભગવાન મહાવીરે સ્પષ્ટ પણે જાહેર કરેલ કે આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે દરેક પુરુષ અને સ્ત્રી સમાન છે અને દરેક વ્યક્તિ ઊંચ તથા નીંચના ભેદ વગરની છે. ઘણી સ્ત્રીઓ ભગવાન મહાવીરના પંથને અનુસરી સંસાર છોડી અનંત સત્ય અને શાશ્વત સુખની શોધમાં નીકળી પડી. જૈન ધર્મનું નોંધપાત્ર યોગદાન જો કોઈ હોય તો તે સમાજનાં ચારે વર્ગોમાં વર્ણભેદ દૂર કરી સમાનતા સ્થાપી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ઉપરાંત સમાજનાં અછૂતોને પણ તેમણે સમાન ગણ્યા. ભગવાન મહાવીરે તેમના અનુયાયીઓને ચાર ગ્રુપમાં ગોઠવ્યા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ સામાજિક વર્ગ જૈન ચતુર્વિધ સંઘથી ઓળખાયો. ચોમાસાના ચાર મહિના બાદ કરતાં સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ૩૦ દિવસથી વધારે દિવસ રહેતા નથી. તેઓ ઉઘાડા પગે એક જગાએથી બીજી જગાએ જતાં, વાહન-વ્યવહારનો ઉપયોગ કરતાં નથી. સાધુ મુનિઓ સ્ત્રીઓને તેમજ સાધ્વીઓ ને સ્પર્શ કરતાં નથી એજ પ્રમાણે સાધ્વીઓ પણ સાધુઓને કે પુરુષોને સ્પર્શ કરતા નથી અને સાધુ તેમજ સાધ્વીઓ રાત્રિભોજન ત્યાગ કરેછે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી થોડી સદીઓમાં બે મુખ્ય સંપ્રદાયની સ્થાપના થઈ. દિગંબર અને શ્વેતાંબર. શ્વેતાંબર સંપ્રદાય સાધુ અને સાધ્વી સફેદ કપડા પહેરે છે. તેઓ સવારની ગોચરી અને સાંજની ગોચરી (જમણ) માટે ઘણાં ઘરોમાં ફરી દરેક ઘેરથી થોડી ગોચરી લેવાનું સ્વીકારી ઉપાશ્રયમાં વાપરે છે. સમય જતાં તેઓ ત્રણ મુખ્ય સંપ્રદાયમાં વિભાજિત થયા. 126 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મુખ્ય સંપ્રદાયો શ્વેતાંબર મૂર્તિપૂજક તેઓ મંદિરમાં તીર્થંકરની મૂર્તિની સ્થાપના કરી તેની પૂજા કરે છે. ભક્તિ કરે છે. તેઓ મંદિરમાર્ગી તરીકે પણ જાણીતા છે. સ્થાનકવાસી - મૂર્તિપૂજામાં ન માનનારા મૂર્તિપૂજાનો વિરોધ કરનાર સંપ્રદાય શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાંથી છૂટો પડ્યો. આ સંપ્રદાય આશરે ઈ. ૧૪૫૦ માં લોકાશાહ નામના સંસારી વિદ્વાને સ્થાપ્યો. તેરાપંથી - મૂર્તિપૂજામાં ન માનનારા મૂર્તિપૂજામાં ન માનનારા સ્થાનકવાસી સંપ્રદાયમાંથી બીજો તેરાપંથી સંપ્રદાય છૂટો પડ્યો. જેમણે દયા અને દાનનું અર્થઘટન જુદું કર્યું. આશરે ઈ. ૧૬૦૦માં આચાર્ય ભિક્ષુએ આ સંપ્રદાયની સ્થાપના કરી. દિગંબર સંપ્રદાય દિગંબર સાધુ કોઈ જ વસ્ત્ર ધારણ કરતા નથી. તેઓ જેમના ઘરે ભિક્ષા માટે જાય ત્યાં જ એક જ વખત જમે છે. તેઓ હાથમાં જ ખાવાનું લે (વ્હોરે) છે અને ઊભા ઊભા જ ખાઈ લે છે. દિગંબર સાધ્વીઓ યોગ્ય (જરૂરી) કપડાં પહેરે છે. દિગંબર સંપ્રદાય બીજા ત્રણ પેટા સંપ્રદાયમાં વિભાજિત થયો છે. બીસ પંથ - મૂર્તિપૂજક સંપ્રદાય તેઓ તીર્થંકરની પ્રતિમા મંદિરમાં સ્થાપી પૂજે છે. ભટ્ટારક આ મંદિરના માલિક અને વ્યવસ્થાપક ગણાય છે. જેઓ જુદી જુદી ધાર્મિક વિધિઓ કરે છે. તેઓ લાલ કપડાં પહેરે છે. તેઓ મંદિરમાં જ રહે છે અને વાહનોનો ઉપયોગ પણ કરે છે. તેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે અને એક જ વખત જમે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 127 Page #129 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો તેરહ પંથ - મૂર્તિપૂજક સંપ્રદાય તેઓ પણ મંદિરમાં તીર્થંકરની પૂજા કરે છે, પણ તેઓ ભટ્ટારકની સત્તાને કે અધિકારને સ્વીકારતા નથી. બનારસીદાસ આ સંપ્રદાયના સ્થાપક છે. તેઓ મંદિરમાં ફૂલો કે ફળો જેવા જીવંત દ્રવ્ય ધરાવતા નથી. તારણ પંથ - મૂર્તિપૂજામાં ન માનનારા તેઓ મૂર્તિપૂજામાં માનતા નથી. તરણ તારણ સ્વામી આ પંથના સ્થાપક છે. ઉપરના દરેક સંપ્રદાયમાં બીજા ઘણા પેટા વિભાગો કે પંથ છે. દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાય વચ્ચેનો ભેદ દિગંબર સંપ્રદાય માને છે કે આગમ સૂત્રો (મૂળ જૈન ધાર્મિક ગ્રંથો) મહાવીરના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ પછી પહેલી વાર ગ્રંથસ્થ થયા તે પ્રમાણભૂત નથી. જ્યારે શ્વેતાંબર સંપ્રદાય તેને પ્રમાણભૂત ધર્મગ્રંથો માને છે. દિગંબર વિદ્વાન આચાર્યો જે ઈ.સ. ૧૦૦ થી ૧૦૦૦ ની વચ્ચે થઈ ગયા, તેમણે જે જૈન સાહિત્યનું સંકલન કર્યું તે પુસ્તકો ને પ્રમાણભૂત ધર્મ ગ્રંથો દિગંબર સંપ્રદાય સ્વીકારે છે. દિગંબર પુરુષ સાધુઓ વસ્ત્ર ધારણ કરતા નથી, જ્યારે શ્વેતાંબરના બધા જ સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે. દિગંબર માને છે કે સ્ત્રીઓ મુક્તિ મેળવી શકે નહીં. કારણ કે તેઓ પાંચમાં મહાવ્રત અપરિગ્રહનું (વસ્ત્રો નહિ રાખવાનુ)પૂર્ણ પાલન કરી શકે નહીં. શ્વેતાંબરો માને છે કે ઓછામાં ઓછા કપડાં જે શરીરને ઢાંકે તે પરિગ્રહ નથી તેથી સ્ત્રીઓ મુક્તિ મેળવી શકે છે. દિગંબર મંદિરોમાં તીર્થંકર પ્રભુની મૂર્તિ કોઈપણ શણગાર કે આંગી વગરની સહજ હોય છે. તેમની આંખો ધ્યાનમાં બેઠા હોય તેવી અર્ધબીડેલી હોય છે. તે સૂચવે છે કે તીર્થકર રાગ કે ગમા-અણગમાથી મુક્ત છે. શ્વેતાંબર સંપ્રદાયના મંદિરોમાં ભગવાનની પ્રતિમાને ભવ્યતાથી શણગારેલી હોય છે. તેમની આંખો શાંતિ, પ્રેમ અને કરુણાનો આબેહૂબ સંદેશ આપે છે. તેઓની મૂર્તિ, ઉપદેશ આપતા તીર્થકરનું પ્રતીક છે. 128 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મુખ્ય સંપ્રદાયો તીર્થકર આપણી પંચેન્દ્રિયો દ્વારા થતા કર્મો અને અંતરંગ કષાયોના સર્વોપરિ વિજેતા અને આધ્યાત્મિક ગુરુનું ચિત્ર ખડું કરે છે. દિગંબરો માને છે કે ચોવીસે તીર્થકરો પુરુષ હતા, જ્યારે શ્વેતાંબર માને છે કે ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતા અને બાકીના તેવીસ તીર્થંકરો પુરુષ હતા. દિગંબરો માને છે કે ચોવીસમા તીર્થંકર મહાવીર પરણેલા ન હતા જ્યારે શ્વેતાંબર માને છે કે તે યશોદાને પરણ્યા હતા અને સંસારનો ત્યાગ કર્યો તે પહેલાં તેમને પ્રિયદર્શના નામની દીકરી પણ હતી. ઉપર છલ્લા ભેદ દેખાતા હોવા છતાં નીતિ અને દર્શનની દ્રષ્ટિએ બધા સંપ્રદાયો સરખા છે. બન્ને સંપ્રદાય ૨૪ તીર્થકરોમાં માને છે. બન્નેમાં કર્મની ફિલોસોફી અને મુક્તિનો માર્ગ સરખા છે. નમસ્કાર મંગલ સૂત્ર, ખૂબ જ જાણીતું તત્વાર્થ સૂત્ર, ભક્તામર સ્તોત્ર અને બીજા ઘણા સૂત્રો બંને સંપ્રદાયોમાં સમાન છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 129 Page #131 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો ૨૨. જૈન ધર્મગ્રંથો અને સાહિત્ય ભગવાન મહાવીરના ઉપદેશને તેમના શિષ્યોએ યાદ રાખી, તેનું સુત્રોમાં સંકલન કર્યું. આ સૂત્રો જૈન આગમ સૂત્રો તરીકે જૈન ધર્મમાં જાણીતા છે. આ આગમ સૂત્રો જીવન પ્રત્યેનો આદરભાવ, સંયમ, કરુણા, અહિંસા અને યુદ્ધવિરોધી ભાવનાની વૃદ્ધિ કરે છે. ભૂતકાળમાં આ આગમ સૂત્રો કોઈ જગાએ લખાયેલા ન હતા પણ જ્ઞાની સાધુઓ તે સૂત્રોને યાદ રાખી શિષ્યોને શીખવતા હતા. સમય જતાં ઘણાં આગમ સૂત્રો ભૂલાઈ ગયાં, કેટલાકનાં ફેરફાર થયા અને કેટલાક સૂત્રો નવા ઉમેરાયા. ભગવાન મહાવીરના નિર્વાણના લગભગ એક હજાર વર્ષ પછી આ આગમ સૂત્રો તાડપત્રી પર લખાયા. તે સમયે આગમ સૂત્રનું બારમું અંગસૂત્ર દ્રષ્ટિવાદ કોઈ સાધુ સંતને યાદ ન હોવાથી ભૂલાઈ ગયેલ છે તેમ નક્કી થયેલ છે. આગમ સૂત્રો આગમ સૂત્રો બે મુખ્ય ભાગમાં વહેંચાયેલા છે. અંગ પ્રવિષ્ટ અથવા અંગ આગમ સૂત્રો અંગ પ્રવિષ્ટ આગમ સૂત્રો અથવા અંગ આગમ સૂત્રોમાં ભગવાન મહાવીરના ઉપદેશ ઉપરથી તેમના મુખ્ય શિષ્યો ગણધરના નામ થી ઓળખાતા જેમણે તેમની દેશનાનું એટલે કે ઉપદેશનું સંકલન કર્યું છે જેને ૧૨ વિભાગ માં વહેચવામાં આવેલ છે. બારમો વિભાગ દ્રષ્ટિવાદના નામે જાણીતો છે. જેમાં ૧૪ પૂર્વો ના સૂત્રો નું સંકલન કરવામાં આવેલ હતું. આ ૧૨ અંગ આગમમાંથી અત્યારે પ્રથમ ૧૧ અંગ આગમ ના અમૂક સૂત્રો મળે છે. જૈન ધર્મના જુદા જુદા ધર્મપંથો અને પરંપરામાં આ ૧૧ અંગ આગમ સૂત્રોના નામ અને માહિતી સર્વાનુમતે સ્વીકારાયેલ છે. પણ સૂત્રોમાં થોડોક ફેરફાર જોવા મળે આ ૧૧ અંગ આગમ સૂત્રો માં આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી, સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્ર મુખ્ય સૂત્રો છે. 130 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન ધર્મગ્રંથો અને સાહિત્ય અંગબાહ્ય આગમ સૂત્રો ભગવાન મહાવીરના નિર્વાણ કેવલજ્ઞાની સાધુઓ હતા અને તેમના પછી જે શ્રત કેવલી સાધુઓ થયા જેઓને બારેય અંગ આગમનું જ્ઞાન હતુ તેમણે અંગબાહ્ય આગમ સૂત્રોની રચના કરી અને તે દ્વારા અંગ આગમ સૂત્રોની વધારે સમજ આપવાનો પ્રયત્ન કરેલ છે. ભગવાન મહાવીરના નિર્વાણના ૧૬૦ વર્ષ સુધીમાં આ સૂત્રોનું મૌખિક સંકલન થયેલ છે એવી એક માન્યતા છે. હકીકતમાં અમુક સૂત્રો પછીના આચાર્યોના છે અને તે સુત્રોને પણ અંગબાહ્ય આગમમાં સમાવેશ કરેલ છે. આ અંગબાહ્ય આગમ સૂત્રોને ધાર્મિક ગ્રંથ તરીકે જુદા જુદા સંપ્રદાયોએ નીચે પ્રમાણે સ્વીકારેલ છે. • ૩૪ અંગબાહ્ય આગમ સૂત્રોના ધર્મગ્રંથો શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયે માન્ય રાખ્યા છે. ૨૧ અંગબાહ્ય આગમ સૂત્રોના ધર્મગ્રંથો સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયે માન્ય રાખ્યા છે. • ૧૪ અંગબાહ્ય આગમ સૂત્રોના ધર્મગ્રંથો દિગંબર સંપ્રદાયે માન્ય રાખ્યા હતા. મુખ્ય અંગબાહ્ય આગમસૂત્ર; - દશવૈકાલિક, આવશ્યક, દસમૃતરૂંઘ (લ્પસૂત્ર તેનું એક પ્રકરણ છે) અને ઉત્તરાધ્યયન સૂત્ર છે. આ અંગબાહ્ય આગમ સૂત્રો અને ૧૧ અંગ પ્રવિષ્ટ આગમ સૂત્રો એ બધા આગમ સૂત્રોને ધાર્મિક ગ્રંથો ગણવામાં આવે છે. શ્વેતાંબર સાહિત્ય શ્વેતાંબર જૈનોએ ઉપર જણાવેલ ભગવાન મહાવીરના ઉપદેશવાળા આગમ સૂત્રો (૧૧ અંગ આગમ અને ૩૪ અથવા ૨૧ અંગબાહ્ય સૂત્રો) ને પ્રમાણભૂત તરીકે સ્વીકાર્યા છે. આગમ સૂત્રો ઉપરાંત તેઓ ઉમાસ્વાતિજીનું તત્વાર્થસૂત્ર, સિદ્ધસેનનું સન્મતિ-તર્ક અને કર્મગ્રંથના છ પુસ્તકોને પણ પ્રમાણભૂત ધર્મ ગ્રંથો માને છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 131 Page #133 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો દિગંબર સાહિત્ય દિગંબર જૈનો માને છે કે જૂના સમયમાં ૧૨ કે ૧૧ અંગ આગમ અને ૧૪ અંગબાહ્ય આગમ તેઓના સાધુઓને યાદ હતા. તેમ છતાં સમય જતાં તે મૂળ સ્વરૂપમાં કોઈને યાદ ન રહેવાથી લુપ્ત થઈ ગયા છે. તેથી અત્યારના આગમ સૂત્રો જેઓને શ્વેતાંબર સંપ્રદાય માને છે તે ગ્રંથો તેમણે સ્વીકાર્યા નથી. ખાતરી પૂર્વકના આગમસૂત્રની ગેરહાજરીમાં, દિગંબરો ઈ. ૧૦૦ થી ૧૦૦૦ સુધીમાં થઈ ગયેલા મહાન આચાર્યોએ લખેલા જૈન ધર્મના અમુક સાહિત્યને તેઓ પ્રમાણભૂત ગ્રંથ માને છે અને તે ગ્રંથોને અનુસરે છે. તેમાં મુખ્ય પણે નીચેના ગ્રંથોનો સમાવેશ થાય છે. • ષટખંડ આગમ (પહેલું મુખ્ય પુસ્તક) અને • કષાય પાહુડ (બીજું મુખ્ય પુસ્તક) • ચાર અનુયોગો (પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અથવા કરુણાનુયોગ, અને દ્રવ્યાનુયોગ) કે જેમાં મુખ્ય ૨૦ જેટલા પુસ્તકોને ગણવામાં આવે છે. જેમકે આચાર્ય કુંદકુંદાચાર્યનું સમયસાર, પંચાસ્તિકાય પ્રવચનસાર, ઉમાસ્વામીનું તત્વાર્થસૂત્ર, અને બીજા આચાર્યોએ લખેલા પદ્મપુરાણ, આદિપુરાણ, મૂળાચાર અને ગોમટસારનો સમાવેશ થાય છે. સમણ સૂત્તમ આ સમણ સૂત્તમ ગ્રંથ, જે જૈન ધર્મના તાત્વિક સિદ્ધાંતોનું અને જૈન દર્શનનું સંક્ષિપ્ત સંકલન છે. ભગવાન મહાવીરના નિર્વાણના ૨૫૦૦ વર્ષે (૧૯૭૪) તેનુ સંકલન કરવામાં આવ્યું આ સંકલન શ્વેતાંબર જૈન આગમો, દિગંબર શાસ્ત્રો અને કેટલાક જૂના ગ્રંથો પર આધારિત છે. તેમાં ૭૫૬ સૂત્રો કે પદો છે. આ પુસ્તકમાં મુખ્ય ચાર વિભાગો છે અને ૪૪ પેટાવિભાગો છે. જૈન ધર્મના સિદ્ધાંતોનો સામાન્ય પરિચય આપવાના હેતુથી 132 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન ધર્મગ્રંથો અને સાહિત્ય આ ગ્રંથમાં જીવનમાં ક્રમે-ક્રમે આધ્યાત્મિક પ્રગતિ કરવાની પદ્ધતિ, નીતિમય આચાર અને પરંપરાગત ભકિતમય રીતભાતને વ્યાપક સ્થાન આપેલ છે. આ ગ્રંથનું સંકલન ૧૯૭૪ માં હિંદુ સંત આચાર્ય વિનોબાભાવેની પ્રેરણાથી, શ્રી જિનેંદ્રપ્રસાદ વર્ષીજીએ કરેલ છે. અને જૈન ધર્મના ચારેય પંથ ના આચાર્યોએ માન્ય કરેલ છે. તત્વાર્થ સૂત્ર આચાર્ય શ્રી ઉમાસ્વાતિ અથવા ઉમાસ્વામીની तत्त्वार्थ सूत्र (આશરે ઈ.સ. ૨૦૦-૪૦૦) તત્વાર્થ સૂત્રની રચના જૈનોને મળેલી મહાન ભેટ છે. અને બધા જ જૈનોએ તે માન્ય રાખ્યું છે. જૈનોનું આગમ સાહિત્ય અર્ધમાગધી-પ્રાકૃત ભાષામાં લખાયું છે. પણ તત્વાર્થસૂત્ર એ પહેલો જૈન ગ્રંથ છે કે જે મુદ્દાસર સૂત્રમય કથનમાં સંસ્કૃત ભાષામાં છે. આ પુસ્તકમાં દસ પ્રકરણ છે જેમાં ૩૪૪ થી ૩૫૭ જેટલા સૂત્રો છે. તે જૈન પદ્ધતિના બધા તાત્વિક અને વ્યાવહારિક હેતુઓને સંબંધિત છે. શ્વેતાંબર ૪૫ આગમના સંસ્કૃત તથા પ્રાકૃત નામ અંગ-આગમ ૧૧ (૧૨મુ શ્રીદૃષ્ટિવાદસૂત્ર ઉપલબ્ધ નથી) ક્રમ સંસ્કૃત નામ પ્રાકૃત નામ આયારંગસુત્ત આચારાંગસૂત્ર સૂત્રકૃતાંગસૂત્ર સ્થાનાંગસૂત્ર સૂયગડાંગસુત્ત ઠાણાંગસુત્ત સમવાયાંગસૂત્ર સમવાયાંગસુત્ત ભગવઈ સૂત્ત /વકખા પન્નત્તી ભગવતીસૂત્ર / વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર જૈન દર્શન અને આચારની સરળ સમજ 133 Page #135 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો ણાયધમકહાસત્ત ઉવાસગ દસાંગસુત્ત અંતગડ દસાંગસુત્ત અનુત્તરોવવાઇસુત્ત પચ્છવાગરણસુત્ત વિવાગસુત્ત દિઠ્ઠીવાયસત્ત ૬ જ્ઞાતાધર્મકથાસૂત્ર ઉપાશકદશાંગસૂત્ર અંતકૃદદશાંગસૂત્ર અનુત્તરોપપાતિકસૂત્ર પ્રશ્નવ્યાકરણસૂત્ર ૧૧ શ્રીવિપાકસૂત્ર ૧૨ શ્રીદૃષ્ટિવાદસૂત્ર ઉપાંગ-આગમ - ૧૨ ક્રમ સંસ્કૃત નામ ૧ શ્રી ઔપપાતિકસૂત્ર શ્રી રાજપ્રજ્ઞપ્તિસૂત્ર શ્રી જીવાભિગમસૂત્ર પ્રજ્ઞાપના સૂત્ર સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર જંબૂદીપપ્રજ્ઞપ્તિસૂત્ર શ્રી નિરયાવલી કલ્પાવતંસિકાસૂત્ર ૧૦. પુષ્યિકાસૂત્ર ૧૧. પુષ્પયુલિકાસૂત્ર ૧૨. વૃષ્ણિદશાસૂત્ર પ્રાકૃત નામ ઉવવાઇસુત્ત રાયપાસેણીસુત્ત જીવાભિગમસુત્ત પન્નવણાસુત્ત સૂરિયપન્નત્તીસુત્ત ચંદપન્નત્તીસુત્ત જંબૂદીવપન્નત્તીસુત્ત નિરયાવલી કલ્લાવર્તસિઆસુત્ત પુષ્ક્રિઆસુત્ત પુષ્ફયુલિઆસુત્ત વન્તિદસાસુત્ત (134 134 જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #136 -------------------------------------------------------------------------- ________________ છેદસૂત્ર આગમ - ૬ ક્રમ સંસ્કૃત નામ નિશીથસૂત્ર બૃહદ્કલ્પસૂત્ર *વ્યવહારસૂત્ર ૪ દશાશ્રુતસ્કંધસૂત્ર ૧ ૨ 3 ૫ *પંચકલ્પસૂત્ર અથવા જીતકલ્પ S મૂલ સૂત્ર - ૪ ક્રમ ૧ મહાનિશીથસૂત્ર ૨ આવશ્યકસૂત્ર ૨ દશવૈકાલિકસૂત્ર 3 ઉત્તરાધ્યયનસૂત્ર ४ *ઓઘનિર્યુક્તિ અથવા પિંડનિર્યુક્તિ ચૌલિકા-સૂત્ર - ૨ ક્રમ સંસ્કૃત નામ ૧ નંદીસૂત્ર સંસ્કૃત નામ અનુયોગદ્વારસૂત્ર પ્રકીર્ણ-આગમ – ૧૦ ક્રમ સંસ્કૃત નામ ૨૨ જૈન ધર્મગ્રંથો અને સાહિત્ય પ્રાકૃત નામ નિસીહસુત્ત બુંહકપ્રસુત્ત વવહારસુત્ત દસાસુયકખંધસુત્ત પંચકલ્લસુત્ત અથવા જીતકલ્પ મહાનિસીહસુત્ત પ્રાકૃત નામ આવસયસુત્ત દસવેયાલિઅસુત્ત ઉત્તરજ્જીયણસુત્ત ઓહનિજ્જુત્તિ અથવા પિંડનિ′ત્તિ પ્રાકૃત નામ નંદીસુત્ત અણુઓગદ્દારસુત્ત પ્રાકૃત નામ જૈન દર્શન અને આચારની સરળ સમજ 135 Page #137 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો ૧ ચઉસરણસુત્ત ચતુઃ શરણસૂત્ર *આતુરપ્રત્યાખ્યાન *ભક્તપ્રતિજ્ઞા આઉરપચ્ચકખાણ ભત્તપરિણા *સંસ્તારક *તંદુલવૈતાલિક * ચંદ્રવેધ્યક * દેવેન્દ્રસ્તવ સંથારય તંદુલવેયાલિય ચંદવેન્ઝય દેવિંદસ્થય ગણિવિઝા *ગણિવિદ્યા મહાપચ્ચકખાણ *મહાપ્રત્યાખ્યાન +વીરસ્તવ ૧૦ વીરત્થવ નોંધ - * આ ૧૩ આગમ ગ્રંથો સ્થાનક્વાસી અને તેરાપંથી સમ્પ્રદાયને માન્ય નથી. [136 . જૈન દર્શન અને આચારની સરળ સમજ Page #138 -------------------------------------------------------------------------- ________________ (S) નામ(વિ.)) ક્ષમાથી ક્રોધને હણો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાનો અંત આણો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો. - સમણ સૂત્તમ ,136 અન્યને પીડા થાય એવાં વચનોનો ત્યાગ કરી, પરને હિતકારી હોય 'એવાં વચનો જે બોલે છે તે સત્યધર્મને પામ્યો છે એમ જાણવું. - સમણ સૂત્તમ ,૯ર ધ્યાનમાં લીન બનેલ વ્યક્તિ સર્વ દોષોને દૂર કરી શકે છે, માટે ધ્યાન 'જ સર્વ અતિચારો .નું પ્રતિક્રમણ છે(દોષો) | - સમણ સૂત્તમ ,433 સર્વ જીવોને આત્મસમ ગણનાર, સર્વ પ્રત્યે સમ્યગ્દષ્ટિ રાખનાર અને આસવદ્વાનોને બંધ કરનાર સંયમવૃતી આત્માને પાપકર્મ લાગતાં નથી. - સમણ સૂત્તમ 607