________________
વિભાગ-૩ જૈન આચાર
આધુનિક પ્રાણીજન્ય ખોરાક દૂધ હિંસક છે કે અહિંસક?
બધા જૈન શાકાહારમાં માને છે અને મોટાભાગના જૈન શાકાહારી છે. તેથી કતલખાનામાં અને માંસની ફેક્ટરીઓમાં થતી પ્રાણીઓની ક્રૂર હિંસાનો જૈન સમાજ ઘણોજ વિરોધ કરે છે.
પરંતુ મોટા ભાગના જૈનો દૂધ અને તેમાંથી બનતી ચીજો વાપરે છે કારણ કે તેઓને દૂધ લેતી વખતે પ્રાણીની સીધી હિંસા થતી દેખાતી નથી. તેઓ માને છે કે દૂધની અને તેની ચીજોના વાપરવામાં અહિંસાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું નથી.
આ ઉપરાંત આપણે દૂધ તો ભૂતકાળથી વાપરતાં આવ્યા છીએ અને ધાર્મિક ક્રિયામાં દૂધ અને ઘીનો ઉપયોગ કરીએ છીએ. આ બધા સવાલોના જવાબો માટે આ ચર્ચા કરેલ છે.
માતા અને બાળક વચ્ચેના સંબંધના કુદરતી નિયમો
(Law of Mother Nature)
•
•
દરેક પશુઓની માતા કે મનુષ્યોની માતા બાળકના જન્મ પછી જ દૂધ પેદા કરે છે.
96
કુદરતી વાતાવરણમાં મનુષ્યની માતા બાળકને માટે અને ગાય માતા વાછરડા માટે જ અને તેની જરૂરિયાત પૂરતું જ દૂધ પેદા કરે છે.
કુદરતી વાતાવરણમાં કુદરતે ગાય કે મનુષ્યની માતાને બીજાઓને માટે વધારાનું દૂધ પેદા કરવાની કોઇ શક્તિ આપી નથી.
વાછરડુ કે બાળક અમુક મહિનાઓ સુધી માતાનું દૂધ પીએ છે. પછી તેઓ ધીમે ધીમે નિયમિત ખોરાક લેવાનુ શરુ કરે છે. તે વખતે માતા પણ ધીમે ધીમે દૂધ પેદા કરવાનું ઓછુ કરે છે અને છેવટે બંધ કરે છે.
પરંતુ આપણને કહેવામાં આવે છે કે આપણે વાછરડાએ પીધા પછી ગાયનુ વધારાનું દૂધ લઇએ છીએ. આ વાત કુદરતી નિયમોથી વિરુધ્ધ છે. અને
તદ્દન અસત્ય છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ