________________
૧૫ જૈન દ્રષ્ટિએ નૈતિક જીવન પદ્ધતિ
પરંતુ ધંધાકીય દૂધની પેદાશમાં આપણે ગાયોને હોર્મોન્સ આપીને અથવા બીજી પધ્ધતિથી તેની પાસે ત્રણ ઘણું દૂધ પેદા કરાવીએ છીએ. આમ ગાય પાસેથી તેની કુદરતી શક્તિ કરતા આપણે ત્રણ ઘણું કામ કરાવીએ છીએ. અને આ રીતે આપણે ગાય માતાને, તેના વાછરડાને અને આપણી જાતને છેતરીએ છીએ.
ભૂતકાળમાં દૂધ વાપરવાના કારણો આપણા જીવનને ટકાવી રાખવા જૂના જમાનામાં ગાય અત્યંત ઉપયોગી પ્રાણી હતું તેના બળદથી ખેતી કરીને જ અનાજ ઉત્પન્ન કરી શકાતું હતું. અને બળદનો ઉપયોગ વાહન વ્યવહારમાં થતો હતો. વળી ભારત, તેની વસ્તીના પ્રમાણમાં પૂરતું અનાજ પેદા કરી શકતું ન હતું. એટલે દૂધનો ખોરાક તરીકેનો ઉપયોગ જરૂરી હતો (લગભગ ૬૦ થી ૭૦ વર્ષ પહેલા પણ ભારત પી એલ ૪૮૦ પ્રોગ્રામથી અમેરિકા પાસેથી ઘણું જ અનાજ ખરીદતુ હતુ). આ ઉપરાંત ગાયનું છાણ, ખાતર તરીકે અને બળતણ તરીકે વપરાતું હતું અને ગૌમૂત્રનો દવા તરીકે ઉપયોગ થતો હતો. આ રીતે જોઇએ તો જણાશે કે જૂના જમાનામાં ગાય અને બળદ વગર માનવ જીવન અશક્ય હતું. તેથી તેઓ ગાયોને કુટુંબની વ્યક્તિ ગણીને કાળજી લેતા. વાછરડાંના જન્મ પછી ત્રણ વીક સુધી બધું જ દૂધ તેને પીવા દેતાં અને ૩ વીક પછી માત્ર
જૈન દર્શન અને આચારની સરળ સમજ
97